Param Pujya Pandurang Shastri Athavaleji Chair of Indian Culture - Inauguration Ceremony

❍ 🌻🙏સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ને ખુબ ખુબ અભિનંદન અને સો-સો સલામ !!!🙏🌻 ❍


Param Pujya Pandurang-Shastri-Athavaleji-Chair-of-Indian-Culture-Inauguration-Ceremony-saurashtra-university-pandurang-shastri-athavale-dada-share



એક સ્વતંત્ર શક્તિશાળી વિદ્વાન કે જે  પ્રોફેસર  કરતાં વધુ  સૂઝ વાળો હોય જ્ઞાની હોય !

એ વિશિષ્ટ વિષયો માટે સંશોધનો કરે અને વિદ્યાર્થીઓને એ વિષયોનું જ્ઞાન પ્રદાન કરે અને તેમને રાષ્ટ્ર માટે જાગૃત કરે !

ટૂંકમાં,

આપણો વૈદિક સાંસ્કૃતિક વારસો સાચવનાર કર્મશીલ સારસ્વત ! 

પરમ પૂજનીય પાંડુરંગ દાદાજી કહે છે:-

મને ત્રણ વાતો પર વિશ્વાસ છે: 
૧) શ્રુતિ

૨) યુવાન

૩) ભગવાન

સ્વાધ્યાય પરિવાર ની ઉપરાંત ....
આ ત્રણે વિશે હવે વિશ્વ પણ જાગવા માંડ્યું છે....એનો આ પૂરાવો છે !

દરેક  જાગૃત યુનિવર્સિટી - વિશ્વ વિદ્યાલય હવે પરમ પૂજનીય પાંડુરંગ દાદાજી ના જ્ઞાનયુક્ત ભક્તિ અને કર્મયુક્ત ભક્તિ ના રસ્તે ચાલવા લાગશે !

હવે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને સરદાર પટેલ યુનિવર્સિટી નો વારો આવશે ને !

જ્ઞાનયુક્ત ભક્તિ અને કર્મયુક્ત ભક્તિ એટલે પરમ પૂજનીય પાંડુરંગ દાદાજી ના બેજોડ પ્રયોગો:

❍ જ્ઞાનયુક્ત ભક્તિના પ્રયોગો:

પ્રાતઃ પ્રાર્થના અને સાયં પ્રાર્થના - મૂર્તિપૂજા -ચિત્ત એકાગ્રતા,
બાલ સંસ્કાર કેન્દ્ર,
યુવા કેન્દ્ર,
યુવતી કેન્દ્ર,
ચિન્તનીકા કેન્દ્ર,
માનાર્હ કેન્દ્ર,
શ્રીકર (છાત્રાલય),
સ્વાધ્યાય વિડિયો કેન્દ્ર,
ऋषिकृषि વિદ્યાલયો,
માનવ પ્રતિષ્ઠા કેન્દ્ર, 
ઘર મંદિર,
પતંજલિ ચિકિત્સાલય,
મંગલ વિવાહ વગેરે વગેરે....

❍ કર્મયુક્ત ભક્તિ ના પ્રયોગો:

જરી મંદિર,
હીરા મંદિર,
જયશ્રી કાર્ગો,
એકવીરા,
યંત્ર જિજ્ઞાસા વગેરે વગેરે !

ચેર એટલે એવી સમિતિ કે જેની રચના થયા પછી યુનિવર્સિટી ના નિશ્ચિત કરેલા કાર્યો ને વિધ વિધ કાર્યક્રમો દ્વારા - યોજનાઓ દ્વારા પ્રચાર તથા પ્રસારણ ને  વેગ મળે !

આ સમિતિ ખુબ જ વ્યવસ્થિત અને આયોજનબદ્ધ રીતે કરતી હોય છે !

ઘણી વિશ્વ વિદ્યાલયોમાં આજે કાલીદાસ ચેર...... આંબેડકર ચેર....આજે કાર્ય કરે જ છે !

આપણા વંદનીય જયશ્રી દીદીજી એ વિશ્વની ઘણી બધી "#Universities" માં 
ભારતીય સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાન તથા જે તે સમયે વિશ્વમાં ચાલતા રહેલા શાન્તિ ના પ્રયાસો વિશે ના '#Current #Topics" વિશે  અદ્ભુતમ્ વાતો કરેલી છે !

આપણા "તત્ત્વજ્ઞાન" માસિક માં વંદનીય દીદીજી એ ૧૧ "#Universities" આપેલાં પ્રવચનો ની વાતો આવેલી છે જ !

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની આવી ચેર નો  ઉદ્દેશ્ય રાષ્ટ્ર ના ઉત્થાન ની સાથે સાથે નૈતિક મૂલ્યોની પુનઃસ્થાપના નો પણ ગણી શકાય ! 

યુવાનોનું ચારિત્ર્ય ઘડતર થાય અને "श्रीमद्भगवद्गीता" नुं "तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया...." રાષ્ટ્રમાં દરેક સ્થળે પ્રતિપાદિત થઈ "कृण्वन्तो विश्वमार्यम्" ની ગર્જના સાકારિત કરવાનું પઞ્ચમમ્ ઘટકનું નવું બીજારોપણ થાય !

એવી ચેર ને ૩૫ લાખ રૂપિયા જેટલું વાર્ષિક અનુદાન પણ આપવામાં આવતું હોય છે !

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું આ એક વિશિષ્ટ આયોજન કહેવાય !

ભવિષ્યમાં વૈદિક સંસ્કૃતિ નું ઘણું મોટું કાર્ય થઈ શકશે !

બીજી વિશ્વ વિદ્યાલયોમાં આવી ચેર ની રચના થાય તે માટે સારસ્વતો - વિદ્વાનો એ ઘનિષ્ઠ પ્રયત્ન કરવો જોઈએ !



🙏शुभं भवतु !! अस्तु !.🙏


Post a Comment

0 Comments