Matsyagandha-the floating temple

મસ્યગંધા.


matsyagandha for fishermen

"મસ્યગંધા" આ નામ સાંભળતાં જ મન સરી જાય મહાભારતની ગૌરવાન્વિત ક્ષણોમાં. જોજનો દૂર ; જેમની બુદ્ધિની અને રૂપની મહેક પહોંચી હતી તે મત્સ્યગંધા એટલે ભગવાન વ્યાસના કિ માતા . ભગવાન વ્યાસ તો છે વિચારોના ઝોઝ પુરસ્કર્તા. "व्यासोच्छिष्टं जगत् सर्वम्"‌ આમ મત્સ્યગંધા તો છે વિચારોની જનની અને એ વિચારોની મહેક કાળનાં બંધનોથી પર વહન કર આજે ય સમુદ્રના મોજાં પર ઘૂઘવાય છે કે કોઈ સાગરપુત્રોનાં હૈયે હિલોળા લે છે, વ્યાસના વિચારોની પરિભાષાને આત્મસાત્ કરીને તે વિચારોને આજના સંદર્ભમાં મૂકી વ્યાસને નવું જીવન પૂરું પાડયું છે પૂજય પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલે ( પૂજય दादा )એ . 

દરિયાના ઘૂઘવાટને પોતાનામાં સમાવી લઈને જોજનો દૂર વિચારની મહેક પ્રસરાવનાર મત્સ્યગંધા " નો પ્રયોગ એટલે પૂજય दादाએ દરિયાને દીધેલો હૂંફાળો સૂર. દરિયાના કાંઠે અડીખમ ઊભેલા, સમાજની દષ્ટિએ પત્થર જેવા ગણાતા માછીમારો પાસે પૂજય दादा ગયા ને તેમની જીવંતતાના સ્પર્શે માછીમારોને આપી નેહનીતરતી સાગરપુત્રોની ઓળખ. દરિયો બનીને પૂજ્ય दादा પડઘાતા નીકળ્યા ને પત્થરને અડકયાં તો થઈ રેતી . મત્સ્યગંધા એટલે શ્રદ્ધાના સઢથી ને ભક્તિના હલેસે પૂજ્ય दादाએ ઊભી કરેલી છે માનવનૌકા . મહર્ષિ પરાશરના વખતથી વહી આવતા પવનના પગલાંની દરિયાના મોજો પર અંકિત થયેલી છાપ એટલે મત્સ્યગંધા ,
સાગરપુત્રો જ્યારે પૂજ્ય दादाને મળ્યા ત્યારે તેઓ ખોવાયેલા હતા વ્યસન અને વેરઝેરના અંધારામાં,પછાતપણામાં . ગૂંચવાયેલો સાગરપુત્રોના જીવનની દડો પૂજ્ય दादाના હાથમાં આવ્યો હતો અને તેમના ચહેરા પર પૂજ્ય दादाને લાધી પ્રશ્નોની અનેક ગૂંચો . અઢળક મહેનત છતાં કદી ન હઠતું પછાતપણું . તેમાંથી સર્જાતાં વ્યસનો અને વેરઝેર : તેના લીધે ઘેરું બનતું જતું આર્થિક નબળાઈનું વાદળું . ભક્તિની ગેરસમજણને લીધે પ્રભુનું કામ ન કરી શકવાનો અસંતોષ અને મચ્છીમારીના જન્માત ધંધાની ઓળખ પાપના ધંધા તરીકે પામવાથી વાંકી વળી ગયેલી અસ્મિતા . . . . આ અને આવી અનેક ગૂંચોથી છલકાતા દડામાં પૂજ્ય दादाનાં ટેરવાં પરોવાયા ને ગૂંચોમાં અટવાતી વિવિધ કેડીઓ બની ગઈ પ્રભુને પામવાનો ભક્તિનો રાજમાર્ગ . માછીમારોના હોઠે ઊપસતી આવી અસ્મિતા. આવી અનેક સમસ્યાઓના ઉકેલ રૂપે પૂજ્ય दादाએ તેમનાં કાનમાં અસ્મિતાની ફૂક દીધી અને વહેતું થયું રિયા પર ફરતું મંદિર - મત્સ્યગંધા પ્રશ્નોમાં અટવાતા રહેતા સાગરપુત્રોમાં પૂજ્ય दादाએ ઊભો કર્યો શ્રોતા . સત્ શ્રવણ કરનાર શ્રોતા ઊભો કરીને પૂજ્ય दादाએ જગવ્યો સચિંતન કરતો સંઘ. અને તેમાંથી નિર્માણ થઈ સંસ્કૃતિ. આ સર્વ કરવા માટે પૂજ્ય दादाએ સાગરપુત્રોને સાથે રહેતા કર્યા . સ્વાર્થ અને લાલચના પરિણામે જન્મતા વેરઝેરી અને વ્યસનોને હટાવવા પૂજ્ય दादाએ તેમને સ્વાર્થ વગર ભેગા થતા કર્યા . સ્વાર્થ વગર સાથે રહેવાના આ પ્રયોગે તેમની માંહે સર્યો ઐકયપણાનો ભાવ . એક - બે ક્લાક નહી પરંતુ આઠ - આઠ દિવસ સાથે રહેવાના કારણે તેમને સમજાયા એકબીજા સાથેના સંબંધો અને તેને પરિણામે એકબીજા પ્રત્યેનો વેરના સંબધોને ઝેર મળ્યું ને જગ્યું પ્રેમનું અમૃત . વળી માનવ માત્રમાં રહેલા ભગવાનનો વિચાર પૂજ્ય दादाએ તેમની સમક્ષ વહેતો મૂક્યો અને વિચારોના આ ઝરણામાં વ્યસનો તણાઈ ગયાં . પોતાની અંદર રહેલા રામને બીડી પાઈને ગૂંગળાવવા કે દારૂ પાઈ મૂંઝવવા જેટલી કઠોરતા વહી ગઈ અને જન્મી ‘ ભગવાન સાથે છે ' ની તેજસ્વીતા . આમ વ્યસનો અને વેરઝેર ઓછાં કરીને પૂજ્ય दादाએ સર્જી ઐકયપણની ભાવના . આમ ભાવથી ભીના થયેલા સાગરપુત્રોનાં હૈયામાં પૂજ્ય दादाના શબ્દોએ વિચારોના નવા અંકુર વાવ્યા . પોતાની જાતને પાપી કહેવડાવી છેટાં રહેતા માછીમારોને પૂજ્ય दादाએ ક્રાંતિકારી આહવાન કર્યું . “ તમે માછીમારો નથી , સાગરપુત્રો છો . દશાવતારમાં પહેલો અવતાર મસ્યાવતાર , એટલે ભગવાને પ્રથમ અવતાર તમારા સમાજમાં લીધો હતો . અને તે મસ્યાવતારે ઊભી કરેલી સંસ્કૃતિને છેલ્લામાં છેલ્લાં માણસ સુધી લઈ ગયા છે , વ્યાસ અને વાલ્મીકિ ; જે તમારા પૂર્વજો છે ; માટે તમે પાપી નથી . મસ્યાવતારે પ્રથમ માછલી મારી હતી , માટે આ તમારો પાપનો નહિ , તમારા બાપનો ધંધો છે. અને વાંકા વળી ગયેલાં સાગરપુત્રોની કરોડરજ્જુમાં જાણે કે ટચાકિયા ફૂટવા લાગ્યા . કૃષ્ણના મુખે તું સુંદર છે સાંભળનાર કુન્જાનું સૌંદર્ય સાગરપુત્રોમાં આવીને બેઠું અને અસ્મિતાથી જાગૃત થયેલા સાગરપુત્રોમાં જન્મ્યો માણસ હોવાનો ભાવ. સાગરપુત્રોની ખાલી આંગળી પર પૂજ્ય दादाએ અસ્મિતાની ખોવાઈ ગયેલી વીંટી પહેરાવી અને તેમની વિસ્મૃતિનું વાદળું વિખેરાઈ ગયું ને જાગ્યું આત્મસ્મૃતીનું અજવાળિયું પરોઢ .

પોતપોતાની શેરીમાં ગળાતો દારૂ પીને ગંધાતા મોઢે અંદરોઅંદર લડતા આ સાગરપુત્રો હવાની પલટાતી રુખ જાણવામાં ભારે હોંશિયાર અને તેથી વિરુદ્ધ કાતા પવનની સામે થઈને પોતાના કિનારે પહોંચતાંયે આવડે . પરંતુ સાગરપુત્રો આ ટાણે પોતાના કિનારાને ભૂલ્યા હતા . પેઢીઓ સુધી વહેતા અંધકારમાં રઝળતા આ નાવિકો માણસાઈને વિસારે પાડી ચૂક્યા હતા . 
મહિનો - મહિનો ઘરની બહાર દરિયા પર રહેતા આ સૌ પોતાની લાગણીની આસપાસ જાણે કે જડતાનું કોચલું ઘરી બેઠા હતા . તે વખતે પૂજ્ય दादाએ ફેંકેલા પવનના લીસોટાને આ સાગરપુત્રો પારખી ગયા . પલટાતી હવાની ગંધે તેમના કાન ઊંચા કરી મૂક્યા ને આ મહદ્ વ્યકિતત્વમાં તેમણે પોતાનો કિનારો જોયો . પૂજ્ય दादाની ફૂંકે વહેવામાં આ સાગરપુત્રોએ કદી છોછ ન રાખ્યો અને તેથી તેઓ પામ્યા માનવતાના કિનારાને ! માનવતાના આ કિનારે પહોંચવા સાગરપુત્રોએ લાંગરેલું વહાણ એટલે મત્સ્યગંધા .
પૂજ્ય दादाએ ભકિત વિષેની તેમની ગેરસમજણ દૂર કરતાં કહ્યું કે , ભકિત કરવી એટલે મંદિરમાં જાઓ કે ચારધામની યાત્રા કરો આટલું જ તમે શીખ્યા છો પરંતુ ગીતા કહે છે કે માણસે પોતાની નિપુણતા સ્વાર્થ માટે ન વાપરતાં પ્રભુના ચરણે ઘરે તો તે તેની સાચી ભકિત , પણ दादा ! અમને તો માછલી પકડતાં જ આવડે છે ; તે સિવાય અમે કશામાં નિપુણે નહિ . ' એક સાગરપુત્રે કહ્યું અને પૂજ્ય दादाની મૃદુ અવાજ તેમના કાનમાં ફૂંકાયો . “ તો તમે માછલી પકડીને પણ ભકિત કરી શકો છો ” અને સાગરપુત્રોના હાથના અંકોડા એકમેકમાં જકડાઈ ગયાં ! વિસ્મયથી છલકાતી તેમની આંખો પૂજ્ય दादाને જાણે કે પ્રથમવાર જોઈ રહી હતી , સંસાર ચલાવવા વપરાતી શકિતને જે ભકિતની બેઠક મળે તો પૂજા થઈ જાય , આ સમજણ તેમને રૂંવે રૂંવે પ્રસરી ને તેઓ તૈયાર થયા હાથને હલેસે ભક્તિનો દરિયો ખૂંદવા . 

પોતાની નિપુણતા પ્રભુચરણે ઘરવાની સાગરપુત્રોને લગની લાગી અને દર એકાદશીએ થતી આવક પ્રભુના ચરણે તેઓ ધરવા લાગ્યા , અને આમ એકાદશીએ ધંધાની આ આવકમાંથી તૈયાર થયું એક યાંત્રિક વહાણ અને આ વહાણને પૂજ્ય दादाએ નામ આપ્યું ''મસ્યગંધા" . 

અત્યાર સુધી દરેક હોડીમાં સાગરપુત્ર કાં તો હોય માલિક ને કાં તો હોય તેનો મજૂર ; પરંતુ આ મસ્યગંધાએ આવનાર સાગરપુત્રોને નવાજયો પૂજારીના નવતર રૂપથી . પોતાની નિપુણતા ; પ્રભુચરણે ધરવા આવનાર નાવિક મત્સ્યગંધામાં બને છે પૂજારી ; કારણ અહીં ભકિતનાં સાધન જ તેનું હલેસું અને જાળ છે . આ હોડી પર કોઈનું નામકરણ જ નથી થયું ; કારણ આ હોડીનો માલિક તો છે ભગવાન . આમ ભગવાનની આ હોડીમાં બેસીને સાગરપુત્રો નીકળ્યા ભગવાનને મળવા . આ મત્સ્યગંધા એ કાંઈ સહિયારા ધનથી ઊભી થયેલી હોડી નથી . અહીં સહિયારા સ્વાર્થનો વિચાર નથી ; પરંતુ સમર્પણનો ભાવ છે . મત્સ્યગંધા એ તો બની ગયું છે તરતું મંદિર . મત્સ્યગંધા તો હોડીના જરીપુણાણા પહેરવેશમાંથી બહાર નીકળી ગઈ છે . 

સ્ટેજ પીછું ઐડું ને હું તો આભ થઈ ગઈ 
હવે ગોતશો મા કોઈ મને ધૂળમાં રે .... 

આ આભ જેમ વિસ્તરેલી મત્સ્યગંધાએ સાગરપુત્રોને ય વિસ્તાર્યા છે . પોતાના સમય અને શકિતમાં ભગવાનનો ભાગ છે , આ સમજીને ભાવપૂર્વક પૂજારીઓ કૃતિભક્તિ કરવા આવે છે . આ કૃતિભક્તિ કરવાના દરેકના દિવસો નકકી હોય છે . એકાદશીની સંકલ્પનાને આ સાગરપુત્રો પોતાના જીવનમાં ઉતારીને સાકાર કરે છે . 

સામાન્ય રીતે માણસ પોતાના જીવનનિર્વાહ માટે નિપુણતા વાપરે છે , પુરુષાર્થ કરે છે અને ધન કમાય છે . આ ધન પાછળ તેના પુરુષાર્થનો અને પ્રારબ્ધનો સિકકો છે ; પરંતુ મત્સ્યગંધા પર પ્રભુચરણે નિપુણતા અપનિ સાગરપુત્રો જે ધન મેળવે છે તેની પાછળ નથી કોઈ એકનો પુરુષાર્થ કે નથી કોઈ એકનું પ્રારબ્ધ . શક્તિનું પ્રભુ પ્રીત્યર્થે હવન થાય અને તેમાંથી જન્મ લક્ષ્મી , આ લક્ષ્મી ભગવાનની છે તે જ છે અપૌરુષેય લક્ષ્મી . આ લક્ષ્મી પર નારાયણનું નામ કોતરાયું છે અને તેથી જ તેને માટે ઋષિઓએ ગાયું "माधवी मधावप्रियाम्” "અપૌરુષેય લક્ષ્મી" નો અધ્યાય ઉઘાડીને પૂજ્ય दादाએ અર્થશાસ્ત્રનાં હૃદયહીન થોથાઓમાં જાણે કે સંબંધોનું મોરપીંછ મૂક્યું છે . ઈશસમર્પિત રહીને કરાતાં આ કાર્યમાં સ્વાર્થની સંકુચિતતા કે કર્તુત્વનો મિજાજ નથી હોતો . મત્સ્યગંધામાંથી ઊભી થતી અપૌરુષેય લક્ષ્મી સાગરપુત્રોના સમાજની ભૌતિક અગવડો દૂર કરવા માટે વપરાય છે . તેમાં કોઈ શ્રીમંત માણસના ખંધા સ્વાર્થની બૂ નથી , પણ પ્રભુ તરફથી આવેલા પ્રસાદની સુવાસ છે . આર્થિક રીતે ગરીબ માણસ કોઈનો ઓશિયાળો ન બનવો જોઈએ તો વળી આપનાર પણ કોઈને માથે મગરૂરી રાખી જીવતો ન હોવો જોઈએ . આ બંને પ્રશ્નોનો સહજ ઉકેલ એટલે મત્સ્યગંધા દ્વારા ઊભી થયેલી અપૌરુષેય લક્ષ્મી .

સંપત્તિમાંથી કાઢેલ ભગવાનના ભાગની સમજણથી જન્મે છે મત્સ્યગંધા અને તેમાંથી ઊભી થયેલ અપૌરુષેય લક્ષ્મી સમાજના દરેક માણસને જીવતો કરે છે પોતાના પગ પર . આમ પ્રભુને સમર્પિત થયેલા નિપુણતા , શક્તિ અને સંપત્તિમાંથી સર્જતી મત્સ્યગંધા પર જાણે કે સાગરપુત્રો સ્વકર્મના સાથિયા પૂરે છે અને દરિયાને ખૂંદતા આ સાગરપુત્રોના જીવનને દરિયાની રૂપેરી કોર બક્ષે છે મહિલાઓ . પોતાની શકિતનો અને નિપુણતાનો રંગ પણ સાગરપુત્રોને બક્ષીને ઉત્સવની ઉજવણીના દીવડા પ્રગટાવે છે . તેના લીધે ઘરઘરમાં દિવાળી ઉજવાય છે . કોઈ ભૂખ્યું સૂતું નથી કે કોઈ બેરોજગાર બનીને લાચારી કરતું નથી . 

પ્રભુના પ્રસાદની આ વહેંચણી મોટા અવાજે નગારાની સાથે નથી થતી , પરંતુ એક ભાઈએ બીજા ભાઈને આપેલા હાથની ઉષ્માથી થાય છે . પ્રસાદ આપતી વખતે તેની અગવડની સોય તેને ખેંચે નહીં તેની કાળજી લેવામાં આવે છે . આમ સામેવાળાની અસ્મિતા જાળવીને પ્રભુનો પ્રસાદ તેના ઘરમાં આવી પહોંચે છે અને તે પ્રસાદ પામેલા ગ્રામવાસીઓ ગદગદ્દ કે પ્રભુના ગુણગાન ગાઈ ઊઠે છે . પોતાની આટલી કાળજી લેનારા સ્વાધ્યાયી ભાઈઓ પર અનરાધાર વરસી પડે છે અને ભાઈ કે પતિ સિવાય કોઈના હાથનું કપડું . ન સ્વીકારનાર સ્ત્રી પ્રભુપ્રસાદ રૂપે આપેલ સાડી સ્વીકારી હોંશે હોંશે પ્રભુને બતાવવા પહેરે છે .

આમ સમસ્ત સમાજમાં એક પરિવારની ભાવના ઊભી થાય છે અને તે ભાવના ફકત આર્થિક ટેકામાં જ સીમિત ન થતાં , ભાવાત્મક ઐક્યમાં પણ પરિણમે છે . જાળ નાખવાના પોતાના વિસ્તારમાં જે કોઈ માછીમાર બીજાની જાળ જોઈ લે તો તો ધીંગાણું મચી જાય , ને બે - પાંચના માથાં વધેરાઈ જાય . બીજાની અગવડનો લાભ લેનાર આ માછીમાર આજે તે વેરના ભાવને ભૂલ્યો છે અને પારિવારિક ઐયમાં રાચતો થયો છે . બાજુબાજુમાંથી પસાર થતી હોડીઓમાંથી એકબીજાને સંબોધતો "જય યોગેશ્વર" નો ઉદ્દગાર થાય છે અને દરિયા પર ભાવસંબંધોની હરિયાળો પુલ રચાઈ જાય છે . આ પુલ પરથી ચાલીને માણસ માણરાની પાસે આવી પહોંચ્યો છે.

આમ મત્સ્યગંધાના પ્રયોગથી માણસમાં રહેલો દીનતાનો અને દરિદ્રતાનો ભાવ હડસેલાઈ ગયો છે અને માનવો બન્યા છે એક પરમેશ્વરનાં સંતાનો . એકાદશીના વ્રતની સંકલ્પનાથી ઊભી થયેલી મત્સ્યગંધાએ સાગરપુત્રોનું સાંસ્કૃતિક પુનરુત્થાન કર્યું છે . માનવમાત્રમાં ભગવાન છે ' . આ વિચાર સમજાવી પૂજ્ય दादाએ તેમને એકત્ર કર્યા છે અને વિશાળ દરિયામાં રહીનેય ખોબા જેવડી હોડીમાં રાચતા સાજુપુત્રને તેમણે દરિયા સામે જોતો કર્યો છે ત્યારે હૈયામાં સહજ સ્કુરે કે 

સૂકા - ભટ્ટ આ રણની વચ્ચે 
ફૂટ્યું લીલું ઝરણું એક , 
અમે કૂવામાં રમતાં , અમને આપ્યો 
એણે દરિયો એક 

આમ ઘૂઘવાતા દરિયાના છેડે ઊભા રહી છબછબિયાં કરતા આ સાગરપુત્રોને દરિયાવદિલી આપીને દરિયો જોતા કરનાર ક્રાંતિના આ જેતાને શતશ: વંદન !!

#matsyagandha #fisheries #define 

Post a Comment

0 Comments