Pratik Darshan: Saptapadi | પ્રતીક દર્શન:સપ્તપદી

સપ્તપદીઃ લગ્નની સાત પ્રતિજ્ઞાઓ.


Everything You Need To Know About The Saptapadi Tradition of An Indian Wedding, know about seven steps of marriage, 7 marital commitments, saptapadi-the seven vows of marriage, wedding tips, seven steps indian wedding ceremony, સપ્તપદી, saptapadi artha, saptapadi in marriage, saptapadi in marathi wedding, saptapadi in wedding, saptapadi images, saptapadi in marathi, saptapadi in kannada


સપ્તપદી (સાત પગલાં) એ હિન્દુ લગ્ન સમારોહનો સૌથી મહત્વપૂર્ણ સંસ્કાર (સંસ્કૃત:રીતિ) છે. સપ્તપદી શબ્દનો અર્થ થાય છે "સાત પગલાં". મંગળસૂત્ર બાંધ્યા પછી નવદંપતી સાત પગલાં ભરે છે, જેને સપ્તપદી કહે છે. સાતમા પગલા પછી, કપલ કાયદેસર રીતે પતિ-પત્ની બને છે.

બહુ મોટા ભાગના લોકો લગ્ન તરફ ઉપરછલ્લી નજરે જોતા હોય છે. લગ્નમાં એ લેાકા બાહ્ય રંગને , આતરિક સંસ્કારો કરતાં વધુ મહત્ત્વ આપતા હોય છે. આવા લગ્નોમાં મોહ , પ્રેમનો અંચળો આઢીને ફરતો દેખાય છે. દિલ કરતાં દષ્ટિને અહીં વધુ પ્રાધાન્ય હોય છે.

કેવળ ભોગવિલાસ માટે પરણતા માનવના જીવનમાં સંવાદિતા જોવા મળતી નથી. નિત્યનો વિવાદ એમના જીવનમાં વિખવાદ સર્જ છે. શરૂઆતના અનુરાગમાં ખટરાગનો પ્રવેશ થાય છે. અને રોજનો વધતો જતો ખટરાગ અંતે વિનાશક આગનું સ્વરૂપ લે છે. લગ્ન કરવાને માટે તે જ માણસ લાયક છે કે જેનામાં પ્રેમ કરવાની તાકાત છે. પ્રેમનું બીજું નામ છે સહનશીલતા. એકબીજાના ગુણદોષાને સહી લેવાની વૃત્તિ જ સફળ લગ્નની સર્જક બને છે. 

જીવનમાં સુયોગ્ય રીતે ગોઠવાઈ જવાની કલા એ જ સફળ જીવનની ચાવી છે. 

જનાકાળમાં તપોવનમાં જીવન માટેનું સુયોગ્ય શિક્ષણ લીધેલા યુવાનો અને યુવતીઓને લગ્નને માટે લાયક ગણાતા. પરણવા માટે તાપોવનના કુલપતિની અનુજ્ઞા જરૂરી ગણાતી. શારીરિક સૌષ્ઠવ , ભાવવાહી અને પ્રતિકારક્ષમ મન , ચિંતનશીલ પ્રજ્ઞા અને આત્મિક સદગુણો નો વૈભવ જેમની પાસે છે એવા લેકાના લગ્ન થતાં. તપોવનમાંથી બહાર આવતો યુવાન સૂર્ય સમાન તેજસ્વી ભાસતો , જ્યારે વિપક્ષે યુવતી ઉષા જેવી રંગીન લાગતી . આવા યુવાન હૈયાઓનુ મિલન તે જ ખરાં લગ્ન.

લગ્નમાં પુરુષ કરતાં સ્ત્રીનું પ્રાધાન્ય વિશેષ છે ; કારણ કે સ્ત્રીએ પોતાનું જીવન પુરુષમાં ભેળવી નાખવાનું છે. તેથી જ શાસ્ત્રકારો પણ ‘ स्त्री विवाह निबोधत ' એમ કહીને સ્ત્રીનું જ કૌતુક કરે છે. લગ્ન એટલે પુરૂષના કર્તૃત્વ અને સ્ત્રીનાં સમર્પણુનું સુભગ મિલન ! પુરુષ એ ગદ્ય હશે તો સ્ત્રી પદ્ય છે ; અને આ ગદ્યપદ્ય સંગ્રહનું નામ જ છે. જીવન ! 

નદી જેમ પોતાના રંગ , રૂપ , આકાર અને સ્વાદને ત્યજીને સાગરમાં ભળી જાય છે તેમજ સ્ત્રી પણ પાતાનું સમગ્ર વ્યક્તિત્વ પુરુષમાં ભેળવી નાખે છે. દૂધમાં ભળી ગયેલી સાકર દેખાતી નથી અને છતાં દૂધની મીઠાશને વધારે છે તે જ રીતે સ્ત્રી ગુપ્ત રહીને પુરુષના જીવનની મધુરતા વધારે છે. 

પતિ - પત્નીના સંબધા પ્રેમની ઉષ્માથી યુક્ત , ભાવની બીનાશથી ભરેલા , વિશ્વાસપૂર્ણ અને સંશયથી પર હોવાં જોઇએ. સંસારના આ બધા મધુર ભાવો જો પ્રભુ તરફ વળે તો એ જ સાચી ભક્તિ બની રહે , અને સામાન્ય Marriage નું રૂપાંતર Spiritual Marriage માં થઈ જાય. 

Marriage એ શબ્દ પણ લગ્નજીવનમાં આવશ્યક ગુણોનુ સૂચન કરે છે : 
M એટલે Merging એટલે કે આત્મસમર્પણ, 
A એટલે Ambitlon એટલે કે મહત્ત્વાકાંક્ષા,
R એટલે Respect એટલે કે સન્માન, 
R  એટલે Response આવકાર(સ્વાગત),  
I એટલે Intimacy એટલે કે ગાઢ ઐકય, 
A એટલે Acredition એટલે કે વિશ્વાસ, 
G એટલે Gaiety એટલે કે આનંદ,
E એટલે Eternity એટલે કે શાશ્વતતા.
લગ્ન એ આજીવન સાથે રહેવાનું વ્રત છે , દીક્ષા છે અને સપ્તપદી એ ચિરસહવાસની પ્રતિજ્ઞાનું પ્રતીક છે. આજે જ્યારે વ્યકિતસ્વાતંત્ર્યનો પવન ચોમેર ફૂંકાવા લાગ્યા છે અને ઠેર ઠેર સ્ત્રીને પુરુષ સમોવડી બનાવવાના બણગાં ફૂંકાય છે ત્યારે તો સપ્તપતીમાંની વહુંની પ્રતિજ્ઞા વિશેષરૂપે સમજવા જેવી લાગે છે. સ્ત્રી પુરૂષ બને , એમાં એનો વિકાસ નહી પરંતુ અધઃપતન છે. સ્ત્રી પણ પુરુષની માફક અર્થોપાર્જન કરી શકે એમ કહીને કેટલાક ચાલાક લોકોએ પુરુષોની કમાવવાની એકમાત્ર જવાબદારીનો બોજો પણ બીજી અનેક જવાબદારીઓથી લદાયેલી સ્ત્રી ઉપર નાખી દીધો. પુરુષાની સ્ત્રી સમાનતાની મધુર ભાષાની પાછળ રહેલી આ ચાલાકી કે લુચ્ચાઈને ભોળી સ્ત્રી સમજી શકી નહીં અને દિવસભર ઘરમાં તેમજ બહાર યંત્રવત્ દોડવા લાગી. પરિણામે સંસારમાંનું કાવ્ય ખલાસ થયું . જીવન એ મજા ન લાગતાં સજા બની ગયું. સ્ત્રીને આર્થિક સ્વાતંત્ર્ય સાંપડતાં તે થોડી વધુ અહંકારી અને ભોગવાદી બનવા લાગી. તેના જીવનમાં રહેલો સમર્પણ ભાવ સુકાવા લાગ્યો. પરિણામે સમાજમાં છૂટાછેડાના કિસ્સા વધવા લાગ્યા. સ્ત્રી એ પુરુષ કરતાં વધારે ધાર્મિક અને શ્રદ્ધાળુ છે એ વર્ષોથી ગૃહિત પકડેલી આપણી સમજણ ખોટી સાબિત થઈ. આજે થોડું શિક્ષણ પામતાં અને આર્થિક સ્વાતંત્ર્ય સાંપડતાં આધુનિક સ્ત્રી વધુ ને વધુ ભોગવાદી અને ઓછી ને ઓછી ધાર્મિક થતી જાય છે. એવું વિચારશીલ અને સુજ્ઞ સમાજશાસ્ત્રીઓનુ કહેવુ છે. ‘  न स्री स्वातंत्र्यमहति। ’ એ વાક્ય મનુએ આર્થિક સ્વાતંત્ર્યને ઉદ્દેશીને લખ્યું છેઃ પરંતુ પૂર્વાપર સબંધ સમજ્યા વગર કેટલાય ઉતાવળિયા લોકાએ તેના પર નિરર્થક પ્રહારો કર્યા છે. સ્ત્રી અર્થોપાર્જન ન કરે અને છતાંય પારતંત્ર્ય સાલે નહીં એવી સુંદર વ્યવસ્થા આપણા શાસ્ત્રકારોએ કરી હતી. પુરુષ વિત્ત કમાય અને કમાયેલુ બધુ જ વિત્ત સ્ત્રીના હાથમાં આપી દે. વિત્તની વ્યવસ્થા સંપૂર્ણ રીતે સ્ત્રીના હાથમાં રહે . પુરુષ પણ પાતાને જોઇતા પૈસા સ્ત્રી પાસેથી માગી લે. આમાં સ્ત્રીનું ગૌરવ જળવાતુ અને પુરુષ પણ યથેસ્છ પૈસા ન વાપરી શકવાથી સ્વૈરાચારથી અટકતો. સ્ત્રી એ ગૃહની સામ્રાજ્ઞી ગણાતી. ઘર સ્ત્રીનુ ગણાતુ અને પોતાની પ્રેમશક્તિથી તે ઘરને સ્વર્ગ બનાવતી.

વિવાહ સંસ્કારનું પાવિત્ર્ય જળવાવું જોઇએ. સ્ત્રી ને માટે તે લગ્ન એ નવા અવતાર સમુ છે. નવું જીવન , નવું વાતાવરણ , નવા સંબંધીઓને તેણે આત્મસાત કરવાનાં હોય છે. સાત પગલાં સાથે ચાલવાથી મૈત્રી થાય છે એવું શાસ્ત્રવચન છે : ' वाहु: सप्तपदं मैत्रं सुधा: त्तवार्थदशिन:। ' વિવાહ સસ્કારમાં તેથી જ સપ્તપદીનું આગવું મહત્ત્વ છે. તેમાં કન્યા દરેક પગલે અનુક્રમે નીચે મુજબની સાત પ્રતિજ્ઞા લે છે. 

' त्वत्तो मेऽखिल सौमाग्यं पुण्यैस्त्वं विविधैः कृतेः । 
देव ! संपादितो मह्य वधूराये पदेऽब्रवीत् ॥ '

‘ હું દેવ ! મે જન્માન્તરમાં વિવિધ પ્રકારે કરેલાં પુણ્યના પ્રતાપથી તમારી પ્રાપ્તિરૂપ મારું સૌભાગ્ય મેળવ્યું છે, એમ કન્યા વરને પહેલા પદથી કહે છે. 

" कुटुंबं पालयिष्यामि वृद्धवालकादिकम् । 
यथाळन्धेन संतुष्टा व्रते कन्या द्वितीयके || "

‘ હું તમારા બાલકથી તે વૃદ્ધાવસ્થા સુધીના કુટુંબનું પાલન કરીશ અને મને નિર્વાહાર્થે જે મળશે તેમાં સતેાષ પામીશ, એમ કન્યા વરને બીજે પદે કહે છે. 

' मिष्टाअव्यंजनादिनी काले संपादये तव । 
आज्ञासंपादिनी नित्यं तृतीये साऽब्रवीद्वरम् ।। ' 

‘ હું પ્રતિદિન તમારી આજ્ઞાનું પાલન કરીશ અને સમયસર મીઠાં અન્ન અને શાકાદિ તૈયાર કરી આપીશ, એમ વર પ્રતિ તે કન્યા ત્રીજું પગલે કહે છે. 

‘ शुचिः शृङ्गारभूषाऽहं बाङ्मनः कायकर्मभिः । 
क्रीठिष्यामि त्वया सार्धं तुरीये सा वदेद्वरम् ।। '

‘ હું સ્વચ્છતાપૂર્વક સર્વ શણગાર ધારણ કરીને મન, વાણી અને શરીરની ક્રિયા વડે તમારી સાથે ક્રીડા કરીશ, એમ તે કન્યા વરને ચેાથે પગલે કહે છે. ’

' दुःखे धीरा सुखे हृष्टा सुखदुःखविमागिनी । 
नाहं परतरं यामि पंचमे साऽब्रवीद्वरम् ॥ ' 

દુ : ખમાં ધીરજ રાખનારી અને સુખમાં પ્રસન્ન થનારી હું તમારા સુખ-દુ:ખની સહભાગી થઇશ અને હું કદાપિ પરપુરુષના સંગ કરીશ નહીં, એ પ્રમાણે પાંચમે પગલે તે કન્યા વરને કહે છે. ’ 

‘ सुखेन सर्वकर्माणि करिष्यामि गृहे तव । 
सेवा श्वसुरयोचापि बन्धूनां सत्कृति तथा ॥ 
यत्र त्वं वा अहं तत्र नाहं पञ्चे भियं क्वचित् । 
नाई प्रियेण वच्च्या हि कन्या षष्ठे पदेऽब्रवीत् ॥'

‘ હું તમારા ઘરનાં સર્વ કામેા સુખપૂર્વક કરીશ, તથા સાસુ - સસરાની સેવા અને બીજા સબંધીના સત્કાર કરીશ. જ્યાં તમે હશે ત્યાં રહીશ. હું મારા પ્રિયને (સ્વામીને) કયારે પણ છેતરીશ નહીં અને હું પણ સ્વામીથી નહીં છેતરાઉ, એમ કન્યા છઠ્ઠે પગલે કહે છે. ’ 

  ' होमयज्ञादिकार्येषु भवामि च साहाय्यकृत् ।  
धर्मार्थकामकार्येषु मनोवृत्तानुसारिणी ॥ 
सर्वेऽत्र साक्षिणस्त्वं मे पतिर्भूतोऽसि सांप्रतम् । 
देहो मयार्पितस्तुभ्यं सप्तमे साऽब्रवीद्वरम् ॥ 

‘ હે સ્વામી ! હોમ યજ્ઞાદિ કાર્યોમાં હું તમને સહાય કરીશ અને ધર્મ, અર્થ તથા કામ સંબંધી કાર્યોમાં હું તમારી ઈચ્છાને જ આધીન થઈશ . અહીં આ અગ્નિદેવ, બ્રાહ્મણ અને મારાં માતાપિતાદિ સબંધી વર્ગના સાક્ષીપણામાં તમે મારા સ્વામી થયા છો અને મે મારો દેહ તમને અર્પણ કર્યો છે એમ તે કન્યા વરને સાતમે પગલે કહે છે. '

સપ્તપદી વચનો વિવાહ-સંસ્કાર સમયે એક તબક્કો “સપ્ત-પદી” નો આવે છે જેમાં પતિ અને પત્ની એક બીજાને નીચે પ્રમાણે વચન બદ્ધ થાય છે. કેવો મધુર અને મનોહારી ભાવ રહેલો છે આ સપ્તપદીની પાછળ ! 

પ્રથમ પ્રતિજ્ઞામાં વધૂનો પોતાના પતિ માટેનો ભાવ અભિવ્યક્ત થાય છે. પતિ તેને પોતાનું સર્વસ્વ લાગે છે. પતિને જ તે પોતાનું સૌભાગ્ય ગણે છે. એટલું જ નહીં પરંતુ આજથી તે તેના નામે કપાળે ચાંદલો કરી પોતાનું ભાગ્ય પતિ સાથે જોડી દે છે. પતિની પ્રાપ્તિને તે પોતાના જન્માન્તરનાં પુણ્યકર્મ નું ફળ માને છે,

બીજી પ્રતિજ્ઞામાં તે સમગ્ર કુટુંબનું પાલન કરવાની તેમજ યથાલબ્ધ પદાર્થોમાં સતોષથી રહેવાની ખાતરી આપે છે. સ્ત્રી માત્ર પતિ સાથે જ ન પરણતાં સમગ્ર કુટુંબ સાથે જોડાય છે એ ભારતીય આદર્શનું અહીં દર્શન થાય છે. કુટુંબના નાના મોટા દરેક સભ્યને પોતાના પ્રેમ અને સેવાથી વશ કરી લેવાની જવાબદારી તે પોતાના શિરે લે છે. સંતોષ વગર સુખ નથી એ વાતની વધૂ પ્રતીતિ છે, સ્ત્રીનો અસંતોષ પુરુષને વધુ અર્થોપાર્જન માટે અનીતિને માર્ગે પ્રેર છે , અને અનીતિથી મેળવેલું ધન અશાંતિ અને અસુખનું કારણ બને છે. અનીતિના પૈસો કદાચ છત્રપલંગ લાવી આપશે પરંતુ તેના પર સૂનારની ઊંઘ હરામ થઈ જશે . વિપરીત માર્ગે આવેલો વૈભવ પત્નીને સોનાની બંગડી પહેરાવશે તો ક્યારેક પતિના હાથમાં તે લોખંડની બેડી પણ પહેરાવી દેશે. પોતાના સુખોપભોગને માટે પોતાનો પતિ નિસ્તેજ બને કે બહારના લોકોની લાચારી કરતો ફરે તે પતિવ્રતા સ્ત્રીને ગમતું નથી. પતિનું તેજ ટકાવવું એ રત્રીના હાથની વાત છે. અરુંધતીએ વશિષ્ઠ નો સંસાર આવો તેજસ્વી બનાવ્યો હતો, અને તેથી જ લગ્ન વખતે વર, વધૂને અરુંધતીનો તારો દેખાડે એવી વિધિ છે. એ દ્વારા એવું સૂચન કરાય છે કે તુ પણ મારો સંસાર આવો તેજસ્વી બનાવજે,

ત્રીજી પ્રતિજ્ઞામાં વધૂ આજ્ઞાપાલ બનવાની અને રોજ સ્વાદિષ્ટ અને મધુર રસોઈ જમાડવાની ખાતરી આપે છે . મનગમતી રસોઈ એ જ મિષ્ઠાન્ન ! સ્ત્રી એ રસોડાની રાણી કહેવાય છે. મારા પતિને હું જ જમાડીશ એવો મધુર ભાવ એમાં રહેલા છે . રસોઈ, એ સ્ત્રીને ઉપહાસનું નહીં, ઉલ્લાસનું કામ લાગવું જોઇએ. ‘ कान्हा करान्ग पचितम्’  

અન્ન ખાવામાં મધુરતા છે. મહારાજ જમાડે અને સૌ પાતપોતાના અનુકૂળ સમયે જમી જાય તો એ વીશી ગણાય, ઘર નહીં. જમતી વખતે પણ પતિ - પત્ની પ્રેમથી ભેગા બેસતા નથી એવા આ કાળમાં આ પ્રતિજ્ઞાનું પુનઃ મનન કરવાની જરૂર છે. વળી મધુર વાતાવરણમાં જમાય તે મિષ્ટાન્ન ! ‘ मिष्ठान्न पानं गृहे ' એનો અર્થ મિષ્ઠાન્ન બનાવવુ એવો નથી; પરંતુ જે કંઈ પણ પદાર્થ થાળીમાં  પીરસાય તે મીઠો જ લાગે એવું પ્રસન્ન ઘરનું વાતાવરણ હોવું જોઇએ. કલેશ, કંકાસથી યુક્ત વાતાવરણમાં મિષ્ઠાન્ન પણ ઝેર જેવું લાગે છે જ્યારે પ્રેમાળ સંબંધો સૂકા રોટલામાં પણ માધુર્ય સર્જે છે.

ચોથી પ્રતિજ્ઞામાં વધૂ સ્વચ્છ, પવિત્ર તેમજ શૃંગારથી યુક્ત રહેવાની વાત કરે છે. મન, વાણી અને કર્મથી તે પતિ જોડે જ ૨મમાણ રહેવાનું વચન આપે છે. સુઘડતા, સ્વચ્છતા, શણગાર વગેરે દાંપત્ય જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ઘણી સ્ત્રીઓ પરણ્યા પછી આ બાબતમાં ઉદાસીનતા સેવે છે અને પરિણામે પતિનો પ્રેમ કે ઉષ્મા ખોઈ બેસે છે. પત્ની થયા પછી પણ સ્ત્રીએ પતિની પ્રિયતમા મટી જવાનું નથી એ વાત ધ્યાનમાં રહેવી જોઈએ. વળી સ્ત્રી, એ પતિને રમવા માટેનુ ભોગનું કેવળ રમકડું કે સાધન નથી પરંતુ રમતમાં તેણે તેના સાથીદાર બનવાનું છે. પત્ની તરફથી મળતો ઠંડો આવકાર પતિને બહિર્ગામી બનવા પ્રેરે છે . પત્ની સદાય પતિના મનનું આકર્ષણ - કેન્દ્ર રહેવી જોઈએ.

પાંચમી પ્રતિજ્ઞામાં વધૂ સુખદુઃખમાં સમભાગિની બનવાની ખાતરી આપે છે. સુખ વહેંચવાથી વધે છે જ્યારે દુઃખ વહેંચવાથી ઘટે છે. આ રીતે સુખનો ગુણાકાર અને દુઃખનો ભાગાકાર કરી સ્ત્રી સસારમાં સ્વર્ગ સર્જે છે. સ્ત્રી પતિના સુખે સુખી અને તેના દુઃખે દુઃખી થાય છે, દુઃખના પ્રસંગે તે પુરુષના અશ્રુ લૂછે છે અને તેને ધૈય આપે છે. એકાદ વાત મનગમતી ન થાય તે છૂટાછેડા લેવાનું વિચારતી આજની સ્ત્રીએ આ પ્રતિજ્ઞા પર મનન કરવા જેવુ છે.

છઠ્ઠા પગલે વધૂ ઘરનાં બધાં જ કામો આનંદથી કરવાની, વડીલોની સેવા કરવાની તેમજ સગા સંબંધીઓના સત્કાર કરવાની પ્રતિજ્ઞા લે છે. પતિ જ્યાં રહેશે ત્યાં અવંચક થઈને રહેવાની ખાતરી આપે છે. તેમજ પતિ તરફથી પોતાને છેતરવામાં ન આવે તેવી પ્રાર્થના કરે છે. ગૃહકાર્ય એ સ્ત્રીને બોજો ન લાગતાં આનંદનો વિષય લાગવો જોઇએ. વળી વડીલેાની સેવા કરવાથી તેમની છત્રછાયા પણ સાંપડી રહે છે. પતિવ્રતા સ્ત્રી પડછાયાની માફક પતિને અનુસરે છે. સીતા કહે છે કેઃ ‘ રામ વગરની અયાધ્યા મારે માટે અરણ્ય સમાન છે અને રામના સહવાસમાં અરણ્ય પણ મને અયોધ્યા સમાન લાગે છે. ’ સ્ત્રી સર્ત્રવ પતિને જ અનુસરે છે. વળી એકબીજા પ્રત્યેની અવંચકતા સંસારમાં સ્વર્ગ સર્જે છે. વિશ્વાસ એ જ દાંપત્ય જીવનનો પાયો છે. સંશયની એક નાનકડી ચિનગારી સમગ્ર સંસારની વિશાળ ઈમારતને બાળીને ભસ્મીભૂત કરી નાખે છે.

સાતમા પગલે વધૂ કહે છે કે, હું યજ્ઞકાર્યમાં તમારી જોડે જ રહીશ. ધર્મ, અર્થ, કામ સંબધી કાર્યોમાં તમારી ઈચ્છાને આધીન રહીશ. યજ્ઞ એટલે સત્કાર્ય ’. ‘ पश्युनो यज्ञ संयोगे ' - પતિ જોડે યજ્ઞ કાર્યમાં સાથે રહે તે જ પત્ની ગણાય ; અને નહીં તો તેને માદા કહેવાય. વળી અર્થ, કામમાં તો પત્ની મોટે ભાગે પતિ જોડે રહે જ ; તેમાં એની વિશેષતા નથી. ધર્માચરણ એ મહત્ત્વની વાત છે. ધર્મ એ જ માનવની વિશેષતા છે. પત્ની તેમાં પણ પતિ સાથે ઊભી રહે એવી અપેક્ષા છે, તેથી જ તો તેને સહધર્મચારિણી એવું બિરુદ આપવામાં આવ્યું છે. બ્રાહ્મણ, અગ્નિ અને મા - બાપની સાક્ષીએ વધૂ , વરને પાતાનું જીવન અર્પણ કરે છે. આ સમર્પણુ શરીર પૂરતું મર્યાદિત ન રહેતાં મન, બુદ્ધિ અને અંતે અહંકારના સમર્પણ સુધી આગળ વધવુ જોઈએ. આવુ એકત્વ સંસારમાં સંગીત નિર્માણ કરે. ‘ સમગ્રરૂપે હું ’ તારી છું. ’ એવો ભાવ જો વધૂના મનમાં ન પ્રગટે તો વિવાહ એક ઉપહાસ અને લગ્ન એક તમાશો બની રહે !

આવો ફરી એક વાર અને દર વર્ષે પોતાના જીવન સાથીને આ વચનો આપતા-લેતા રહી યાદ દેવડાવતા રહીએ અને પોતાની ફરજો પ્રત્યે સભાનતા કેળવીએ. પ્રમાણિક પણે ઉપર પ્રમાણેના આચરણથી વિશેષ બીજી શું ભેંટ આપી શકો?


Post a Comment

0 Comments