"શ્રીમદ્ ભગવદ્ ગીતા આધ્યાત્મિક ભારતીય સંસ્કૃતિનો જીવન પરિવર્તન ગ્રંથ છે".
વેદો નો વિશ્વાસ છે ગીતા
ઋષિઓ કેરી આશ છે ગીતા
રમતા રમતા જીવન જીવું
એ કાવ્યનો પ્રાસ છે ગીતા
નાચે માથે લઇ ને ઈમરસન
સ્કૃતિ નો એવો વાસ છે ગીતા
જન્મદિવસ જેનો માણીએ
ગ્રંથોમાં એક ખાસ છે ગીતા
ખેતર છે આ જીવન મારૂ
ને વાવણી નો વાસ છે ગીતા
જીવ જગત ને જગદીશ તણી
ઓળખ આપતો પાસ છે ગીતા
છે જવાબ જગત ના પ્રશ્નોના
કૃષ્ણ તણો એ શ્વાસ છે ગીતા .... !!!!
હિન્દુ ધર્મમાં તમામ ધાર્મિક ગ્રંથોને ખુબજ પવિત્ર માનવામાં આવે છે . એ જ ગ્રંથમાં એક છે શ્રીમદ ભગવદ ગીતા , જેનો પાઠ કરવાથી વ્યક્તિના તમામ દુખ દર્દ દૂર થઈ જાય છે . શ્રીમદ્ ભગવદ્ ગીતા એ હિંદુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે . ગીતા હિંદુ ધર્મનો ગણાતો હોવા છતાં ફક્ત હિંદુઓ પૂરતી સીમિત ન રહેતાં પૂરા માનવ સમાજ માટેનો ગ્રંથ ગણાય છે , અને વિશ્વચિંતકોએ તેમાંથી માર્ગદર્શન લીધું છે . હિંદુ ધર્મનાં ઘણા ધર્મગ્રંથો છે , પરંતુ ગીતાનું મહત્વ અલૌકિક છે . ગીતાને સ્મૃતિ ગ્રંથ માનવામાં આવે છે . મૂળ ભગવદ્ ગીતા સંસ્કૃતમાં રચાયેલી છે , જેમાં કુલ 18 અધ્યાય અને 700 શ્લોકો છે . પૂરી ગીતા , થોડા શ્લોકોના અપવાદ સિવાય , અનુષુપ છંદમાં છે . ગીતાનો સમયકાળ આશરે ઇ.સ. પૂર્વે 3066 નો માનવામાં આવે છે .
પાંડવો કૌરવો વચ્ચે કુરુક્ષેત્ર મેદાન ( હાલ -હરિયાણા વિસ્તાર-ભારત) માં યુદ્ધ પ્રારંભ પહેલાં માગશર સુદ એકાદશી-મોક્ષદા એકાદશીએ શ્રી કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપતાં જે વાણી ઉચ્ચારી તે... ગીતા.
અંધ રાજા ધૃતરાષ્ટ્રને સંજય દ્વારા યુદ્ધભૂમિના જીવંત આંખે દેખ્યો અહેવાલ અપાતો હતો, સંજયને ગુરુ વેદવ્યાસે આશીર્વાદમાં આ વિશિષ્ટ દૂરગામી દૃષ્ટિ આપી હતી . શ્રીકૃષ્ણ ભગવાને યુદ્ધ મેદાનમાં બે સૈન્યો વચ્ચે રથમાં અર્જુનના સારથી અને સાચા માર્ગદર્શક સલાહકાર સાથી અર્જુનની દ્વિધાને દૂર કરી હતી અર્જુનના મનમાં ઉદ્ભવેલાં પ્રશ્નોના ઉત્તર જ્ઞાન સમજ અને વિસ્તારથી આપી, વિચાર પરિવર્તન -ઉપદેશ દ્વારા કરેલું અહી એક વાત નોંધ કરવા જેવી છે કે અર્જુન, શ્રીકૃષ્ણ ભગવાન હોવા છતાં -તેમના પ્રભાવમાં અંજાઈને કોઈ વાત ઝટ સ્વીકારતો નથી આપેલા જવાબને તર્કબદ્ધ રીતે ચકાસ્યા બાદ સત્ય સ્વીકારે છે.તેથી જ ગીતા દર્શન બિન સાંપ્રદાયિક રીત વિશ્વભરમાં હર કોઇ માટે પોતાની કોઇપણ સમસ્યા માટે માર્ગદર્શક ભોમિયાની ગરજ પૂરી પાડવા અદભૂત સફળતા પામ્યું છે આધ્યાત્મિક વિષયોની શૃંખલાઓ સાથે વૈજ્ઞાનિક અભિગમ દાખવી દાર્શનિક મુદ્દાઓ વિસ્તારથી સમજાવી જ્ઞાન આપે છે તેથી મહાત્મા ગાંધીજીએ તેને ''આધ્યાત્મિક શબ્દકોશ'' ગણાવ્યો છે
ભારતીય સંસ્કૃતિની આધાર શિલા ગીતા છે સંપૂર્ણ વેદોનો સાર છે જે મનુષ્યને વિષમમાં વિષમ પરિસ્થિતિમાં સત્ય માર્ગે ચાલવાની શિક્ષા આપે છે
મહાભારત 18 પર્વમાં છઠ્ઠા ભીષ્મપર્વમાં 25 થી 42 - સુધી 18 અધ્યાય માં 745 શ્લોક નું મૂળ પ્રકરણ છે -શ્રીમદ્ ભાગવતમાં ગીતા અવતરણ છે તેમાં શ્રીકૃષ્ણ અથવા કેશવના કહેલો 620 ; અર્જુનના -57 ; સંજયનો -67 ; અને ધૃતરાષ્ટ્ર -1 એમ કુલ્લે 745 શ્લોકો હતાં તેમાંથી અત્યારે માત્ર 701 શ્લોકો ઉપલબ્ધ છે ગીતામાં 9456 શબ્દો છે શ્રી કૃષ્ણ ને સંબોધન -26 નામો અર્જુનને સંબોધિત -18 નામો છે -જે બધા ખાસ અર્થ પણ ધરાવે છે
ગીતામાં પહેલાં 6 અધ્યાય -કર્મકાંડ બીજા 6 અધ્યાય ભગવદ્ ભક્તિ અને ત્રીજા 6 અધ્યાયમાં જ્ઞાન વિષયક યિતન / વર્ણન છે.
વિશ્વમાં આશરે 580 થી વધુ ભાષાઓમાં -ભાષાંતરો, ભાવાનુવાદો થયા છે અનેક સંતો આચાર્યો મહાત્માઓ , વિચારકો, લેખકો, કવિઓ, સાહિત્યકારો, ગાયકો , નૃત્યકારો એ ગીતા જ્ઞાન નો પ્રચાર પ્રસાર કર્યો છે.
ગીતા વિષે વાત કરીએ ત્યારે શ્રી પાંડુરંગ શાસ્ત્રી આઠવાલે જેઓએ વિવિધ પ્રયોગો દ્વારા ગીતા જ્ઞાનને સામાજિક ઉત્થાન અને કોઇપણ ભેદભાવ વિના ઘર ઘર સંદેશ વિશ્વભરના માનવ પરિવારોમાં -સ્વાધ્યાય પ્રવૃત્તિ દ્વારા વહેતો કર્યો, ઈસ્કોન -સંસ્થાએ તેમજ ગીતાપ્રેસ ગોરખપુર તરફથી પ્રકાશનો થી વ્યાપક પ્રચાર કર્યો ગીતામંદિરો અને ભવનો બન્યા વધુને વધુ નવા અર્થો સંદર્ભો તારવણી થતી રહી છે જે ગીતાની ગહનતા દર્શાવે છે
''ગીતા તિમીર હરણી , તેજ દાયીની''
ગીતા ના વિચાર ત્રિકાલાબાધિત છે ,
અંધકાર મા થી પ્રકાશ લાવનાર છે ,
તે નું ગાવાવાળો ખુદ ભગવાન કૃષ્ણ છે ,
બધાં જ કોયડાઓ નો ઉકેલ તેમા છે ,
માનવ મા પોતાનું અંશ કહી માનવ ની શોભા વધારી છે ,
તે થી માનવ દુબળો , લાચાર લઘુ ન હોઈ શકે,
અનેક મહાપુરુષો ગીતા ના વિચારો લઇ ને જગત માં ભ્રમણ કરી પોતાનું જીવન સાફલ્ય બનાવ્યું છે ,
આજ થી સાડા પાંચ હજાર વર્ષ પહેલાં કુરુક્ષેત્રના મેદાન મા માગસર સુદ ૧૧ ના મંગલ પ્રહરે , અર્જુનને નિમિત્ત બનાવી ને ભગવાન ના મુખારવિંદ માથી ગવાયેલુ તત્વજ્ઞાન એટલે શ્રીમદભગવદ્ગીતા...
ગીતા જયંતિ ના ૧૮ અધ્યાય નું આપણે સૌ સમુહ મા પારાયણ કરશુ .
ધબકે છે જીત ની નાડી ,
ગીતા છે અમારી માવડી .
યુવાનોને જીવવાનો સાચો માર્ગ અને વૃદ્ધો ને મોતનો માર્ગ બતાવે છે શ્રીમદ ભાગવદ ગીતા
શ્રીમદ ભાગવત ગીતા શ્રીમદ ભાગવત ગીતા હિન્દુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ ગ્રંથોમાંથી એક છે. આ ગ્રંથમાં દરેક વ્યક્તિ માટે શીખવાની અનેક મહત્ત્વપૂર્ણ નીતિઓ જણાવવામાં આવી છે . ગીતાનું જ્ઞાન દરેક વ્યક્તિ માટે એક અલગ મહત્વ રાખે છે. કઇ વ્યક્તિએ ગીતા ક્યા ઉદ્દેશ્યથી વાંચવી અથવા સાંભળવી જોઈએ , તેના વિશે માહિતી બધાને હોવી જરૂરી છે . દરેક વ્યક્તિએ પોતાની ઉંમર અને પરિસ્થિતિ મુજબ શ્રીમદ ભાગવત ગીતાથી શિક્ષા લેવી જોઈએ .
જાણો તમારે કયા ઉદ્દેશ્યથી ગીતાના પાઠ કરવા જોઈએ.
➥યુવાનોએ - જીવન જીવવાની સાચી રીત શીખવા માટે
➥વૃદ્ધોએ - મુત્યુનો સાચો અર્થ અને મોક્ષ પ્રાપ્તિ માટે
➥ચિતિત વ્યક્તિએ - બુદ્ધિથી સાયી રાતો જાણવા માટે
➥ક્રોધીએ - માનવતા શીખવા માટે અમી દયા અને સહાનુભૂતિની ભાવના શિખવા માટે
➥અમીરે - દયા અને સહાનુભૂતિની ભાવના શીખવા માટે
➥નબળા વ્યક્તિએ - શક્તિ અને સામર્થ્ય મેળવવા માટે
➥તાકતવર વ્યક્તિએ - પોતાની તાકાતને યોગ્ય દિશા આપવા માટે
➥અશાંત વ્યક્તિએ - મનની શાંતિ માટે
➥પાપી વ્યક્તિએ - પ્રાયશ્ચિત માટે
➥ભટકેલા વ્યક્તિએ - યોગ્ય માર્ગદર્શન માટે .
આત્મસાત કર્યો જેણે ગીતા નો મર્મ;
તે વ્યક્તિના હો સદાય સારા કર્મ !
ખીલે કમળ જ્ઞાન રૂપી , ભાંગે ભેદ ભ્રમ;
જળકમળવત રહી શકે તે જે પણ ધટના ક્રમ !
શ્રીકૃષ્ણની ભક્તિમાં લીન રહેવા એ ચાહે કાયમ;
હવે તો બસ આ જ નિયતિ અને આ જ ધર્મ !
ઉન્નતિ થાય આભા ની જે પાળે આ નિયમ;
ભવસાગર પાર કરી જાય જીવન માં રાખે સંયમ !.
2 Comments
Gita જે અર્જુન ને કહેવામાં આવી તે જીવંત હતી.હવે તે પુસ્તક રૂપે છે જે ટેક્સ્ટ બુક જેવું કામ આપે.
ReplyDeleteગીતા નો હાર્દિક શ્લોક
કર્મણ્યે વાધી.... ને સમજાવો
કર્મ એટલે શું?
ફળ એટલે શું?
કર્મ ને કરવા માટે ની પ્રક્રિયા
ઉચિત ફળ ..પરીણામ મેળવવા વાપરેલા. સારા નરસા સાધનો ઉપાયો..દામ ,દંડ,ભેદ
ભગવાન નું કાર્ય એટલે શું?
જય યોગેશ્વર🙏
DeleteJay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.