૨૬ મી જાન્યુઆરી:યોગેશ્વર-ડે.
➥ જૂની યાદો...(૨૬ મી જાન્યુઆરી ૨૦૧૭).
સ્વાધ્યાય પરિવાર દ્વારા ૨૬ મી જાન્યુઆરી એટલે કે પ્રજાસતાક દિન ને યોગેશ્વર-ડે તરીકે ઓળખવામાં આવે છે.
સ્વાધ્યાયપરિવાર દ્વારા માધાપર ખાતે સર્વોદય સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં જિલ્લાકક્ષાનો રમતોત્સવ તથા યોગેશ્વર-ડે નો કાર્યક્રમ યોજાયો હતો.
પરિવારના સંસાલક ભાઈ ના જણાવ્યા મુજબ રમતોત્સવમાં સમગ્ર જિલ્લામાંથી 16થી 30 વર્ષના 583 યુવાનોએ કબડ્ડી, ખોખો, ચેસ, કેરમ, લાંબી કુદ, સ્લો સાઇકલ, આટિયા પાટિયા, વિક્રમ વૈતાલ, ત્રિપગી દોડ, કોથળા દોડ, નારગોલ, 100 મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ અને 4X400 રીલે દોડ જેવી કુલ્લ 16 રમતોમાં ભાગ લીધો હતો. ફાઇનલ સ્પર્ધામાં વિજેતા યુવાનો સંઘાતકક્ષાના રમતોત્સવમાં ભાગ લેવા જુનાગઢ ગયા હતા.
ભાવમિલન સમારોહની સ્મૃતિરૂપે દર વર્ષે 26/1ના યોગેશ્વર ડે દરેક ગામે ઉજવાય છે.
કાર્યક્રમમાં પરિવારના યુવાનો દ્વારા દરેક તાલુકા દીઠ એક એમ નવ મશાલ પ્રગટાવી મશાલગીત સાથે ગ્રાઉન્ડ સંચલન કરાયું હતું. તો બાળકો અને યુવતીઓએ સમુહનૃત્ય દ્વારા ભાવવંદના કરી હતી તેમાં દરેક તાલુકામાંથી 26-26 યુવતીઓ રાષ્ટ્રની એકતાના પ્રદર્શન સમાન વિવિધ રાજ્યના વસ્ત્રો પરિધાન કર્યાં હતાં.
સમારોહના અંતે દાદા પાંડુરંગ શાસ્ત્રીજી અને દીદીજી સાથે સૌએ ઉભા થઇને પરિવારનું નિર્ધાર ગીત તથા રાષ્ટ્રગીત ગાઇ શહિદોને શ્રદ્ધાસુમન અર્પિત કર્યાં હતાં.
કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાંથી અંદાજીત સાત હજાર જેટલા ભાઇ-બહેનો ઉમળકાભેર ઉમટી પડ્યા હતા.
👇કબડ્ડીમાં મશગૂલ યુવાનો...
#પ્રજાસત્તાકદિન #ગણતંત્રદિવસ #યોગેશ્વરડે (સ્વાધ્યાય પરિવાર).

0 Comments
Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.