Sukti Collection | સુક્તિ સંગ્રહ

સુક્તિ સંગ્રહ.


⦿ "હું કરી શકું છું" આ વાક્ય દ્વારા કોઈપણ કાર્ય ક્યારેય પણ પૂર્ણ થઇ શકે છે.
⦿ જેને પ્રભુસ્પર્શ થાય તેને સુખ-દુઃખ, સગવડ-અગવડ બધું સોનાનું લાગે પ્રભુ સ્પર્શ માં આ ચમત્કાર છે. 
⦿ ભાવનાનું શિક્ષણ પ્રભુના વાંગ્મય માંથીજ મળશે.
⦿ માનવી જીવન વિકસિત થાય એવી અપેક્ષા હોય તો શિક્ષણ સ્વતંત્ર, મંગલમય અને તેજસ્વી હોવું જોઈએ.
⦿ ભક્તિની પાછળ કર્મનો ટેકો હોય તો જ  પ્રભુમાં વિશ્વાસ નિર્માણ થાય.

 

જય યોગેશ્વર

⦿ માણસ જો ચિંતનથી ભાવ જીવન અને ભક્તિ જીવન વધારે તો જ તે મનુષ્ય કહેવાય.
⦿ ચિત્ત એકાગ્ર કરતી વખતે ભગવાનની માનસિક મૂર્તિ ઉભી કરવાથી ચિત્તશુદ્ધિ થાય છે.
⦿ જીવનમાં વિઘ્ન છે જ નહિ જો આવે તો તે માણસને ઉપર લઇ જવા માટે આવે છે.
⦿ આપણી બુદ્ધિ ઉપર થી પોતાનું મમત્વ છૂટે તે વખતે ભગવાનનું મમત્વ બુદ્ધિ ઉપર મૂકતાં આવડવું જોઈએ.
⦿ જિંદગીમાં શ્રદ્ધા ટકાવો, વિશ્વાસ કેળવો, વિશ્વાસ પુષ્ટ કરો.

જય યોગેશ્વર

⦿ મૂર્તિપૂજા એ પૂર્વજોએ આપેલું અલૌકિક દર્શન છે.
⦿ મનમાંનો બુઢાપો કાઢવાનો એકજ રસ્તો છે અને તે એટલે મૂર્તિપૂજા.
⦿ કેવળ જીવન વિકાસમાં જ નહિ જીવનોપભોગમાં પણ ભક્તિ અને જ્ઞાનયુક્ત કર્મયોગની અપેક્ષા છે.
⦿ ભગવાનની પાસે જવું હશે તો મન અને બુદ્ધિ ને સમર્થ બનાવવા પડશે.
⦿ કર્મનો હેતુ દૈવી બનાવો તો જ તે સત્કર્મ કહેવાય.

જય યોગેશ્વર

⦿ તમને જે જોઈએ તે તમે બીજાને આપો તેનું નામ વેદાંત.
⦿ સ્વાધ્યાય કાર્ય માત્ર કાર્યજ નથી પણ દૈવી સંબંધને માનવાવાળા લોકોનો પરિવાર છે.
⦿ જેનામાં જ્ઞાન અને જીવનનું ગુરુત્વ છે અને જે બધાના ઉત્કર્ષની સતત ચિંતા કરે છે તે ગુરુ.
⦿ યૌવન એટલે આશા, સૌંદર્ય, ઉલ્હાસ, અને સામર્થ્યનો ચતુર્વિધ સંદેશ.
⦿ પ્રચંડ બુદ્ધિ હોવા છતાં જે ભાવ ટકાવી રાખે તે મહાપુરુષ.

જય યોગેશ્વર

⦿ કોઈના માટે ઘસાય જવાની વૃત્તિ એટલે નિષ્ઠા.
⦿ લક્ષ્મી ભોગ સાથે આવે તો અવિવેકી બનાવે છે, લક્ષ્મી લોભ સાથે આવે તો કંગાળ બનાવે છે, લક્ષ્મી નારાયણની સાથે આવે તો તે મહાલક્ષ્મી બને છે.
⦿ श्रद्धया देयम्-શ્રદ્ધા પૂર્વક આપવું, અશ્રદ્ધા થી આપવું નહિ, સત્કાર પૂર્વક આપવું.
⦿ અદ્રશ્યને જે જોઈ શકે તે જ અશક્યને કરી(પામી) શકે.
⦿ ગુરુ તેને કહે છે, જે લઘુ નથી, જેમના જીવનમાં જ્ઞાન અને સદ્ગુણોનું ગુરુત્વ છે તથા જે હંમેશા બીજાના ઉત્કર્ષ ની ચિંતા કરે છે.

જય યોગેશ્વર

⦿ મૃત જીવન કરતા જીવંત મૃત્યુ શ્રેષ્ઠ છે.
⦿ અભય બધા ગુણો નો સેનાપતિ છે.
⦿ બધી ભૂલોને રોકવા માટે જો આપણે દરવાજા બંધ કરી દઈશું તો સત્ય પણ બહાર જ રહીં જશે.
⦿ Education means to draw out(મનુષ્ય માં રહેલી શુષુપ્ત શક્તિઓનો વિકાસ કરવો, બહાર કાઢવી એટલે શિક્ષણ).
⦿ વૈજ્ઞાનિક વિચાર, બૌદ્ધિક સમજણ, પ્રેમપૂર્વક અભિગમ, વિધાયક દ્રષ્ટિકોણ અને બુધ્ધિનિષ્ઠ કૃતિ એટલે સ્વાધ્યાય.

જય યોગેશ્વર

Post a Comment

0 Comments