સ્વાધ્યાય પરિવાર આરતી ગુજરાતી માં : દુઃખ હરતા ભય ત્રાતા.
યોગેશ્વર ભગવાન ની આરતી | Yogeshwar Bhagwan Ni Aarti | Swadhyay Parivar
દુઃખહર્તા ભયત્રાતા , આનંદના દાતા , પ્રભુ !
આવ્યો છું તવ દ્વારે ( ૨ ) કરુણા કરનારા ;
જય યોગેશ્વર ભગવાન !
તું છે પરમ કૃપાળુ , મંગળ કરનારા , પ્રભુ !
ભટકી ભટકી આવ્યો ( ૨ ) શરણે હું તારા ;
જય યોગેશ્વર ભગવાન !
બુદ્ધિમંદ ઘણો છું ( ને વળી ) , શૂન્ય કર્મ મારાં , પ્રભુ !
ભાવતણો હું ભિખારી ( ર ) મા સમ તું દાતા ;
જય યોગેશ્વર ભગવાન !
દોડું વિશ્વમહીં તવ કાજે , શક્તિના દાતા , પ્રભુ !
થાક્યા પ્રાણ વિશે પણ ( ૨ ) ચેતન ભરનારા ;
જય યોગેશ્વર ભગવાન !
વિશ્વે તુજ સંતાનો સઘળાં , ભૂલી ફરે તુજને , પ્રભુ !
ભાવ - ભતિ દે સૌને ( ર ) લાવું તવ ચરણે ;
જય યોગેશ્વર ભગવાન !
વેદ - સ્મૃતિ વિસરાયાં ને , મા સંસ્કૃતિ રડતી , પ્રભુ !
આંસુ લૂછવા કાજે ( ૨ ) બલ દેજે મુજને ;
જય યોગેશ્વર ભગવાન !
નાનો ખૂબ છતાં હું તારો , તવ શક્તિ અભિમાન , પ્રભુ !
એકલ તારા કાજે ( ૨ ) અર્પી દેવા પ્રાણ ;
જય યોગેશ્વર ભગવાન !
સ્વાર્થી વિશ્વ સકલ આ , તું જ સખા સાચો , પ્રભુ !
તવ વિશ્વાસે રમતો ( ૨ ) વિશ્વે ભૂલી ભાન ;
જય યોગેશ્વર ભગવાન !
અદ્વૈતે આનંદ દીસે એ , વેદ ખરે વદતા , પ્રભુ !
દ્વૈતે મિલન મધૂરું ( ૨ ) માણું હું ઘનશ્યામ ;
જય યોગેશ્વર ભગવાન !
0 Comments
Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.