"ત્રિકાલ સંધ્યા".
ગાયને કેવું સરસ વાગેળતાં આવડે છે ! માછલીને જન્મતાંની જ તરતાં આવડે છે . ગાયનું વાછરડું જન્મતાંની સાથે જ ચાર પગે ટટ્ટાર ઊભું રહે છે . ઢોરઢાંખર પાસે વનસ્પતિશાસ્ત્રની ડીગ્રી નથી છતાં એવી કઈ શકિત છે કે જેનાથી ચોમાસામાં ઊગેલી ઝેરી વનસ્પતિને ઓળખીને ન ખાતાં તેનાથી દૂર રહે છે ? ચકલી ઈજનેર નથી છતાં કેવો સરસ મજાનો માળો બાંધી શકે છે ! આ બઘાં દશ્યો જોઈએ ત્યારે આંખોમાં વિસ્મય છલકાવા માંડે .... આ અજબ ગજબની સૃષ્ટિ માટે અચરજ જન્મે ..... પશુપ્રાણી સૃષ્ટિને જોઈને જે આશ્ચર્યનો ભાવ જન્મે તેવો જ ભાવ બલ્કે તેના કરતાં પણ ઊંચેરો ભાવ ‘ માનવ'ને જોઈને થાય . માનવ એ તે ઈશ્વરની અનુપમ કલાકૃતિ ! માનવને નિર્માણ કરવા પાછળ આ સૃષ્ટિના સર્જકનો ચોકકસ કોઈ આશય હોવો જોઈએ એવું લાગે . આમ જોઈએ તો પશુપંખી પાસે જે અદ્ભુત શકિતઓ છે તે માણસ પાસે નથી જે . છતાં માણસની પાસે એવી બે અદ્ભુત શકિત ભગવાને આપી છે કે જેના વડે તે પોતાનો જીવનવિકાસ સાધી શકે . માનવજીવનની અમૂલ્ય ભેટ આપનાર આ સૃષ્ટિના સર્જકને ઓળખી શકે એટલું જ નહિ પણ સૃષ્ટિસર્જકનો લાડલો બનીને તેના ખોળામાં બેસી શકે . માણસને મળેલી આ બે અદ્ભુત શકિતઓ એટલે મન અને બુદ્ધિ . જેના આધારે માણસ કેવળ ભગવાનનો જ નહિ , ખુદ પણ ભગવાન બની શકે . મારામાં કંકરમાંથી શંકર , નરમાંથી નારાયણ અને જીવમાંથી શિવ થવાની શકિત રહેલી છે . આવો વિચાર ફફત માણસને જ આવી શકે . પશુસૃષ્ટિ અને માનવસૃષ્ટિમાં આહાર , નિદ્રા , ભય અને મૈથુન આ ચાર બાબતો સમાન છે . પરંતુ માનવમાં વિચારશકિત મૂકીને ભગવાને કમાલ કરી છે . આ જગતમાં ઈશ્વરનું અંતિમ સર્જન એટલે 'માનવ '
પ્રભુએ પોતાના લાડકા દીકરા માનવને મન , બુદ્ધિ , ચિત્ત અને અહંકાર આપીને સર્વશ્રેષ્ઠ બનાવ્યો છે . પ્રભુએ બક્ષેલી આ અજોડ શકિતને લીધે જ માનવ સંસાર ઉપર શાસન ચલાવી શકે છે . આમ વિચારશકિત એ માનવની વિશેષ શકિત છે . તેથી જ વિચારપૂર્વક જીવન જીવનાર માણસને જ ખરા અર્થમાં માનવ કહી શકાય . કેવળ માનવશરીર મળ્યું , આકાર મળ્યો એટલે શું માનવ થઈ જવાય ? માણસ એટલે કૃતજ્ઞતા . કોઈએ કરેલા ઉપકારનું જેને સ્મરણ હોય .... અસ્મિતાનું અજ્વાળું જેની અંદર ફેલાયેલું હોય એ માણસ ... જેની ભીતરમાં ભાવોની ભીનાશ હોય , સ્નેહથી ભાયેલો હોય એ માણસ .... માત્ર વિચાર જ નહિ , સાથે સાથે આચાર દ્વારા પણ સમર્થન કરતો રહે તે માણસ .....
કહેવાય છે ને કે મનુષ્ય એ તો સામાજિક પ્રાણી છે . શકિતશાળી બનવા માટે તેણે અનેકનો સહારો લેવો પડે . બીજાની પાસે જવું પડે . શારીરિક હો યા માનસિક , બૌધ્ધિક હો યા આધ્યાત્મિક વિકાસની સીડી શોધવા માટે , શોધીને મેળવવા માટે , મેળવીને સીડી પર ચઢવા માટે માણસને બીજાના સાથની જરૂર પડે . , ઈ . બીજાના સાથીને જરૂર પડે . ભગવાન , મા - બાપ , સંસ્કૃતિ અને ઋષિ આ બધાના પ્રેમનું નિ : સીમ પરિણામ એટલે આપણે માનવજીવન . આ પ્રેમધારામાં ભીંજાઈને , કૃતજ્ઞતાપૂર્વક આ બધાનું સ્મરણ થાય તો માનવની ભીતર રહેલું માનવ્ય વિકસિત થઈ રહ્યું છે એ વાત સાચી પુરવાર થાય .
'मातृदेवो भव। पितृदेवो भव। आचार्य देवो भव। જેવા સૂત્રો આપણી ભારતીય સંસ્કૃતિના આધાર સ્તંભ છે . તે એટલા માટે જ કે માણસ જે કૃતજ્ઞી બનશે , તે જે ભીતરથી સુકાવા માંડશે તો એ પણ પશુની પંગતમાં બેસી જશે . પછી માણસ અને પશુ વચ્ચે ભેદ પાડવાની જરૂર નહિ રહે .
આપણી સંસ્કૃતિ કૃતજ્ઞતા'ની યાદ અપાવે છે . મા - બાપ અને ઋષિઓના જણનો પ્રતિસાદ એટલે કૃતજ્ઞાતા . તેમના તરફ પીઠ ફેરવવી નહિ પણ આદરપૂર્વક સામે ઊભા રહી ભાવથી મસ્તક નમાવવું એટલે કૃતજ્ઞતા . જે વિશ્વસર્જકે ' માનવ ' તરીકેની ઉત્તમ કલાકૃતિનું સર્જન કર્યું એ સર્જકનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ એ જ સાચી ભાવવંદના . કૃતજ્ઞતાની એ જ સાચી ભવ્યતા ! પરમેશ્વરે આપણને દેહ આપ્યો , દેહમાં લોહીની દોડતું રાખ્યું . આ લોહી બન્યું કેવી રીતે ? આ લોહી બનાવનાર શકિત એ જ પરમેશ્વર . દેહનું પોષણ કરવા માટે અન્ન પણ તે જ નિર્માણ કરે છે.શરીર થાકી જાય ત્યારે નવો ઉત્સાહ નિર્માણ કરવા માટે ભગવાન પ્રેમથી ઊંઘાડે છે . ભગવાન માત્ર ઊંઘ નથી આપતો પણ સાથે સાથે આપણું હદય અને શ્વાસોચ્છુવાસ પણ એ કાળજીપૂર્વક ચલાવે છે . સવારે ફરીથી કાળજીપૂર્વક તે જેને ઊઠાડે છે . આમ જે શકિત ફાનસમાં રહેલા છે તેલની જેમ ન દેખાતાં આપણને સ્મૃતિ , શકિત અને શાંતિ આપી આપણું જીવન ટકાવી રહી છે તે શકિતનું ભાવપૂર્વક સ્મરણ કરવું જોઈએ એવું જેને લાગે તે કૃતજ્ઞ માનવ ...
'ત્રણ વાત' માનવના જીવનમાં બહુ મોટી છે . સ્મૃતિ , શકિત અને શાંતિ . આ ત્રણવગર માનવજીવન શક્ય નથી . જે પરમેશ્વર મને આ વણ ક્ષણોમાં સાચવી લે છે એનું સ્મરણ જે ન કરું તો હું માનવ શાનો ? તો પછી મારામાં અને પશુમાં શો તફાવત ? આ ત્રણ ક્ષણોના ચહેરાને બીજી રીતે પણ ઓળખી શકાય . ઉત્પત્તિ , સ્થિતિ અને લય . સવારે પથારીમાંથી ઊઠે ત્યારે તેની ઉત્પત્તિ થાય , તે જમવા બેસે ત્યારે તેની સ્થિતિ અને સૂઈ જાય ત્યારે તેનો લય થાય , આમ આ ત્રણ ક્ષણોમાં પ્રભુનું સ્મરણ એટલે ત્રિકાળ સંધ્યા . ભારતીય સંસ્કૃતિએ આપણને સોળ સંસ્કારોની સમજ આપી છે . આમાંનો મહત્ત્વનો એક સંસ્કાર એટલે ઉપનયન ( જનોઈ ) . પ્રભુ સતત મારી સાથે છે તેનું સ્મરણ રહે તે માટે જનોઈ હતી . નિત્યકર્મ તરીકે ઋષિઓએ સંધ્યા કરવા કહ્યું . આમ સંધ્યા અને જનોઈ માનવની અંદર રહેલા ભગવાનની સતત યાદ અપાવે છે . “ ભગવાન મારી સાથે છે . આ સમજણ જે સતત ચૂંટાયા કરે તો માણસમાં ઉત્સાહ પાકો થાય , સ્કૃતિને ટકવાનું મન થાય અને નિયંત્રણ સહજ બને .
પરંતુ કાળક્રમે આ સંધ્યા અને જનોઈનો વિચાર ચાલ્યો ગયો અને રહ્યો માત્ર આચાર . કર્મકાંડ રહ્યું અને બુદ્ધિનું તત્ત્વ ઘસાતું ચાલ્યું . સૌ વ્યવહારમાં વ્યસ્ત થયા અને વિજ્ઞાન વિસરાયું . મંત્ર ભૂલાયો ને સૌ તંત્ર પાછળ ભાગવા માંડયા . સંધ્યા અને જનોઈ માત્ર બ્રાહ્મણોના વિશેષાધિકાર બન્યા . બ્રાહ્મણો કર્મકાંડના કૂવામાં પડયા . જનોઈ કર્મકાંડના ગુંચવાડામાં ગુંચવાઈ ગઈ . સંધ્યા તાંબાના લોટામાંથી પડતી જેલની ધારામાં તણાઈ ગઈ.
આજે ત્રિકાળ સંધ્યા ' આ શબ્દ સાંભળતાં જ બુદ્ધિજીવીઓ નાકનું ટેરવું ચઢાવી દે છે . સામાન્ય માણસ “ આ તો બ્રાહ્મણોનું કામ ’ કહી આઘા ખસી જાય છે . સાંસ્કૃતિક હથિયારો પર ચડેલી ધૂળને ખંખેરવા માટે કોણ આગળ આવે ? સવાલ એ નથી કે સવાલ હલ કોણ કરશે ? સવાલ એ છે કે પહેલ કોણ કરશે ? પૂજ્ય પાંડુરંગશાસ્ત્રી આઠવલેજી એ પ્રભાતના પહેલા કિરણનું નામ છે . તેમણે સમસ્યા જોઈ . એના પર વિચાર કર્યો . હલ શોધી કાઢ્યો અને માત્ર હલ પોતાની પાસે ન રાખતાં એમણે સમાજમાં એ હલ મૂકવાની પહેલ કરી . ત્રિકાળ સંધ્યા પાછળ રહેલી સાચી સમજને લઈને તેઓ આગળ આવ્યા . એટલું જ નહિ બીજાની સાથે ચાલ્યા ... સાથે ચાલનારને પણ આગળ લઈ ગયા .
પૂજ્ય दादाના વિચારોમાં માણસ એકલો નથી પણ ઈશ્વર એની સાથે છે . માણસ પાસે પૈસા ન હોય , સત્તા ન હોય . કીર્તિ ન હોય તો પણ ભગવાન પોતાની સાથે છે એ વિચારના બળથી જે માણસ બેઠો થઈ જાય . ભગવાન મારાથી ભિન્ન નથી . આ સમજણ જ મહાશકિત નિર્માણ કરે છે . આ ગહન વાતને दादाએ ઘરગથ્થુ ભાષામાં મૂકી માનવીય ચેતનાને ઊર્ધ્વગતિ ગીર આપી ‘ ત્રિકાળ સંધ્યા'એ दादाનું અભિનવ દર્શન છે આખા દિવસમાં ત્રણ સમયે કરવામાં આવતી ત્રિકાળ સંધ્યા એ માનવહૈયાનું ઈશ્વર તરફ વહેતું કૃતજ્ઞતાનું વહેણ છે . માણસ ચોવીસે કલાકની એક એક ભગવાનને યાદ કરતો ન બેસી રહી શકે . વ્યવહારમાં પણ એ શક્ય નથી . તેથી દિવસમાં ત્રણ વખત તો આપણે ભગવાનને યાદ કરી શકીએ ને ? જે શકિત ૩૬૫ દિવસ મા લોહી લાલ બનાવે છે , ફરવે છે તેના તરફ કૃતજ્ઞભાવે મારું અંત : કરણ આર્ટ પણ ન થાય તો હું માનવ શાનો ? આમ તેજસ્વી વિચારોની સુરંગ મૂકી , दादाએ વિસ્ફોટ કર્યો . ત્રિકાળ સંધ્યાની પરમાણુ શકિત પ્રગટાવી .
સંધ્યા એટલે સાંજ ; સંધિકાળ . સવારે ઊઠતી વખતે સુષુપ્તિમાંથી જાગૃતિ ; જમતી વખતે અતૃપ્તિમાંથી તૃપ્તિ અને ઊંઘતી વખતે જાગૃતિમાંથી સુષુપ્તિનો સંધિકાળ હોય . આ ત્રિકાળ સંધિકાળમાં જીવન સાચવનાર પ્રભુને યાદ કરવા એ જ સાચી સંધ્યા !
રોજ સવારે આંખો કોણ ખોલે છે ? કોનો પ્રેમાળ હાથ , બિડાયેલી પાંપણોને ખોલવા માંડે છે ? પાંપણો ઉઘાડતાં જે કોણ સ્મૃતિની સોગાત લઈને ફરી પાછું નવેસરથી ઊભું રહી જાય છે આંખોના દરવાજે ? આખા દિવસનો થાક પછી લોથપોથ થઈ પથારી પર જઈએ છીએ , ત્યારે ક્યાં જાય છે સ્મૃતિ ? કોણ સંતાડે છે મૃતિના ચહેરાને ? આપણા શરીરમાં ચાલતી ક્રિયાઓનું આપણને ભાન નથી હોતું ; છતાં પણ બધું ચાલે છે , ખૂબ વ્યવસ્થિત ચાલે છે , ઈશ્વર નામનો સંત્રી જાગતો રહે છે . શરીર ચલાવતો રહે છે . ભગવાન મને ફરી સવારે ઉઠાડશે એની પૂર્ણ ખાતરી છે , તેથી જ આપણે નિશ્ચિતપણે સૂઈ શકીએ છીએ .
घेतो झोप सुखे फिरून उठतो ही ईश्वराची दया
અહીં ‘ દયા ’ શબ્દમાં પારકાપણું નથી ; પણ આત્મીયતાની સુગંધ છે . સવારે ધરિ ધીર પાંપણો ખુલતી હોય ત્યારે પ્રભુના કારૂણ્યનો સ્પર્શ અનુભવાય . કૃતજ્ઞતાપૂર્વક પ્રભુને યાદ કરીએ તો એ ભીનાશ ભીતરમાં ફરી વળે ; પણ પ્રભુને યાદ કેવી રીતે કરવાના ? ક્યા શબ્દોમાં ? ભીતરમાં કૃતજ્ઞતાનું સરોવર છલકાવા માંડે પછી ક્યા શબ્દોના કમળ ખીલે ?
ઋષિઓએ મંત્રોના પુષ્પો આપ્યા , જેમાં સામાન્ય માનવના અવ્યકત ભાવોની સુગંધ લપાયેલી છે . સૂર્યનું પહેલું કિરણ પડતાં , પરોઢ થતાં માણસ જો કરદર્શન અને ભૂમિદર્શન કરે તો માણસ અસ્મિતાયુકત જીવન જીવવાને તત્પર બને , પુરૂષાર્થનું પૂજન કરતો થાય ; પોતાના પરનો તેમજ પ્રભુ પરનો વિશ્વાસ દ્રઢ થાય , માણસમાં એક નવી જ ચેતના પ્રગટે .
ભૂમિવંદન કરવાથી તેનામાં ભાવનાત્મક દ્રષ્ટિકોણ કેળવાય . આ સૃષ્ટિ બનાવનાર મારી જોડે મારી અંદર રહેલો છે . એકવાર જે આ સમજ સ્થિર થાય તો આત્મગૌરવનું અજવાળું તેની અંદર પથરાય .
જેમ હું સૂર્યનું કિરણ છું ; તેમ બીજા પણ મારા જેવા કિરણો છે . આ ઉજાસ જે ભીતરમાં પથરાય તો બીજાને માટે આદરભાવ જન્મે .
સ્મૃતિને ગુલદસ્તો લઈને કોણ આવે છે રોજ સવારે પાંપણ ધારે ? ભૂખ કોણે નિર્માણ કરી ? અન્ન કોણે ઉગાડયું ? કોળિયાનું લોહીમાં રૂપાંતર કોણે કર્યું ? સમગ્ર વિશ્વમાં લોહીનો રંગ લાલ કોણ રાખે છે ? આ બઘા પ્રશ્નોનો ઉત્તર ... ઈશ્વર ... જે અતૃપ્ત માણસને તૃપ્તિનું વરદાન આપે , શકિતનું દાન આપે , જેથી આપણે ફરી કાર્યરત થઈ શકીએ . આ શકિત આપનાર સર્જકને યાદ કરતાં હૈયું વિસ્મયથી છલકાઈ જાય છે . આંખમાં અચરજ , હોઠો પર ઉગાર ચિન્હ બેસી જાય છે . વાહ ! આ તો પ્રભુની કૃપા ! આ બધા પાછળ ભગવાનનો હાથ છે . એ નેપથ્યમાં રહીને સમગ્ર સૃષ્ટિનું સંચલન કર્યા કરે છે . આખો દિવસ આપણે જીવન સંઘર્ષમાં વીતાવવો પડે . મન પર અનેક આઘાત પ્રત્યાઘાત થાય . દ્વંદ્વોના હુમલા મનને ક્ષણે ક્ષણે લોહીલુહાણ કરી મૂકે . બંઘાતી રહે . આ બધું સહન કરતાં કરતાં મનને હાથમાં રાખી . તે છે નિદ્રા . સૂતી વખતે મન જે વિચાર લઈને સવારે જાગે . સમગ્ર ઊંઘ દરમ્યાન ચિંતાના પોટલા બંઘાતા રહે . ગાંઠ છૂટતી અને સ્વસ્થ રાખવા સર્જનહારે જડીબુટ્ટી પોતાના તે મન સાથે રહે તેથી રાતે પ્રાર્થના કરીને , ભગવાનની સ્મૃતિ લઈને ઊંઘવાથી મનનું શુદ્ધિકરણ થાય .
આપણે આભાર માનીએ કે ન માનીએ સવારે સૂરજ ઊગવાનો છે , ફૂલ ખીલવાના છે ; પંખીના મીઠા કલરવથી વાતાવરણ સંગીતમય બનવાનું છે ; ઋતુઓના ચક્ર ચાલવાના છે ; વરસાદ પડવાનો છે , માટી ભીની થઈને મહેકી ઊઠવાની છે , સવારે સ્મૃતિ લઈને કોઈ બારણે ઊભું રહેવાનું છે . ભૂખ લાગતાં કોળિયો અંદર જવાનો છે . લાલ લોહીમાં રૂપાંતર થવાનું છે . માણસ કામ કરવાનો છે ; થાકવાનો છે . પથારી પર પડતાં જ નિદ્રાના ખોળે સરી જવાનો છે . કોઈનો હુંફાળો હેત નીતરતો હાથ થાકને હરી લેવાનો છે . કોણ કરે છે આ બધું ? કોનો પ્રેમપ્રવાહ વહી રહ્યો છે ? આ કઈ શકિત જીવનતત્ત્વને સાચવી રહી છે , સંભાળી રહી છે ? તે શકિતને કૃતજ્ઞ રહેવા જેટલો હું સભ્ય માણસ ન હોઉં તો હું સુધરેલો શાનો ? મારા આભારની એ મહાન શૈકિતને આવશ્યકતા નથી . પણ મારા વિકાસ માટે આ ત્રિકાળ સંધ્યા આવશ્યક છે . સતત , નિયમિત અને સમજણપૂર્વક થતી ત્રિકાળ સંધ્યાના પરિણામે પ્રભુસમીપતાના વિચારોનું દઢીકરણ થાય . આનાથી પ્રભુના અસ્તિત્વનું , પ્રભુના સામીપ્યનું અને પ્રભુના સાન્નિધ્યનું જ્ઞાન થાય .
લોહીના સંબંધ કરતાં લોહી બનાવરનો સંબંધ શ્રેષ્ઠ છે ” આ વિચાર આપી આપણે બધા એક જ પ્રભુના સંતાન છીએ એ સમજણ પૂજય दादाએ ઊભી કરી છે . ત્રિકાળ સંધ્યાનો અભિનવ પ્રયોગ કરીને તેમણે ભાષાભેદ , વર્ણભેદ , જાતિભેદ , વર્ગભેદ , વિદ્યાભેદ , સત્તાભેદ તથા ધર્મભેદ વગેરે ભેદના છેદ ઉડાડી દીધા છે .
આજે જયારે ભોગવાદ , ભૌતિક પ્રગતિ અને કેવળ સ્વાર્થનો જ વિચાર પ્રત્યેક માણસ કરતા રહ્યો છે , ત્યારે ત્રિકાળ સંધ્યા દ્વારા પૂજય दादाએ આધ્યાત્મિક ક્રાંતિ કરી છે .
Bhakti is a social force ભકિત એ સામાજિક શકિત છે . ભકિતથી જ સમાજના દરેક ક્ષેત્રમાં સાચી ક્રાંતિ થઈ શકે છે - એ પ્રયોગવીર પાંડુરંગે કરી બતાવ્યું .વ્યવહારુ , સુલભ , સર્વજનમાન્ય અને શાસ્ત્રમાન્ય જીવનપ્રણાલી ત્રિકાળસંદ્યાના પ્રયોગ દ્વારા તેમણે ઊભી કરી . સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ક્ષેત્રે ડહોળાયેલા વિચારપ્રવાહોને ભકિતની ભૂમિકાથી શુદ્ધ કરવાનું ભગીરથ કાર્ય પણ કર્યું . ત્રિકાળસંધ્યા એ કર્મકાંડ નથી ; પણ પિડ બ્રહ્માંડ છે . ત્રિકાળ સંધ્યા એક એવી અણુશક્તિ છે જેના વિસ્ફોટથી ઝળહળતા તેજસ્વી માનવ સમાજમાં પ્રગટે . પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી નામની પ્રયોગશાળામાં ત્રિકાળસંધ્યા નામની અણુશકિત તૈયાર થઈ ચૂકી છે , અનેક માનવીઓની ભીતરમાં ગોઠવાઈ ગઈ છે . વિસ્ફોટ થઈ રહ્યો છે . ધર ... ધીરે ..... કાન ફાડી નાખે એવો અવાજ નહિ સંભળાય . અહીં તો હૈયું ફાડીને અજવાળું રેલાશે . આંખો સામેથી એક તેજરેખા આકાશી માર્ગે પસાર થઈ રહી છે . ક્યા વિકલ્પ ઉપાડશો ? અજવાળું આંખમાં ભરી લેવાનો ?
કે
આંખ બંધ કરીને પોતાના જ અંધકારમાં ફરી ઊતરી જવાનો ? ? ?
0 Comments
Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.