Shrimad bhagwad geeta pathshala-This type of Spiritual and holy place never seen anywhere.

શ્રીમદ્ ભગવદ્ગીતા પાઠશાળા.



🔖 શ્રીમદ્ ભગવદ્ગીતા પાઠશાળા :

બાળકોની ભૂખરી આંખોમાં છલકાતા વિસ્મયનું કલકલ કરતું પંખી જોયું છે ? અચરજનું આખું યે વિશ્વ બાળકની આંખોમાં આવીને બેસતું હોય છે . “ આ કેમ ? અને પેલું કેમ ? ” ના પ્રશ્નો સદાય પૂછાતા રહે છે અને પોતાના અજાણપણાનું સરનામું શોધવાનો પ્રયત્ન થતો રહે છે . 

યુવાનોની ચાલમાં કલકલ નિનાદ કરતું આત્મવિશ્વાસનું ઝરણું વહેતું હોય છે . ઝળહળતો સૂરજ પણ તેમને પોતાના તેજ આગળ ફિકકો લાગે અને ચાતકના પ્રેમથી યે ચઢિયાતો પોતાનો પ્રેમ દીસે . અનેક પ્રશ્નો પોતાની હાજરીમાં ઉકેલાઈ જશે આવો સહજ વિશ્વાસ લઈને તે વાત કરતો રહે છે . 

સમજણથી પરિપકવ થયેલા વૃદ્ધોની આંખોમાં પ્રેમ નીતરતો જોવા મળે છે . વડલાની માફક વધેલું તેમનું જ્ઞાનનું વૃક્ષ અનેકને શીળો છાંયડો બક્ષે છે અને જગત તેમને હજી યે જીવવા જેવું લાગતું રહે છે . 

મોં પર પાણીની છાલક છાંટી પોતાની સજગતાની ખાતરી મેળવીને જોઈએ તો માનવોનું આવું રૂપકડું ને સાચકલું સ્વરૂપ જોવા મળે છે શ્રીમદ્ ભગવદ્દગીતા પાઠશાળામાં . પહલા વિશ્વયુદ્ધની અંઘારઘેરી ઘટનાઓએ માનવ મનને હચમચાવી મૂક્યાં હતાં . માણસ માણસથી ગભરાવા માંડ્યો હતો . વૈરભાવથી કામઢા બનીને જેતરાતા માનવ મનનો વિકાસ રૂંધાયો હતો . તેવે ટાણે મનને પુષ્ટ કરવાના ઋષિચીંધ્યા માર્ગનો નકશો લઈને આવ્યા પૂજ્ય વૈજનાથ શાસ્ત્રી આઠવલેજી . 

સ્વતંત્રતાનો ઓથાર ઓઢી , સ્વચ્છંદ બનતા જતા યુવાનોને હાથે તેમણે જૂના મૂલ્યોને શૈોળાતાં જોયાં , વેપારી અને ગ્રાહકની માફક શિક્ષણનો વેપલો ચલાવતા શિક્ષકો અને વિદ્યાર્થીઓએ તેમના હૃદયમાં વેદનાનો ઢગ પાથર્યો . વિજ્ઞાનની સાથે હાંફતી છાતીએ દોડીને બીજાને પગ નીચે ક્યડતા માનવને જોઈ તેઓ વિચારવા લાગ્યા મનુષ્યના ભવિષ્ય માટે . ત્યારે પૈસા કે વિજ્ઞાનમાં નહિ ; પરંતુ ઋષિકથિત વિચારોમાં રહેલા માનવમાત્રના શ્રેય અને પ્રેય તેમણે પારખ્યાં . 

માનવને અળગો રાખી થતા જાતજાતના પરિવર્તનોની પિપૂડી સમક્ષ તેમણે રાખ્યો માનવ પરિવર્તનનો ભાવુક સૂર . માનવમાં સ્વત્વ અને સત્ત્વનું નિર્માણ કરનાર શ્રીકૃષ્ણની જ્ઞાનમુરલી ગીતાને કેન્દ્રમાં રાખીને એક અનોખી પાઠશાળા ઊભી કરવાનો તેમણે નિર્ણય લીધો .

પોતપોતાની સલામતી શોધતો બોયટોળાની વચ્ચે વૈજનાથજીએ મારી માન્યતાની સલામતી જ્યાં સચવાય તેવી પાઠશાળાની જગ્યાની શોધ , અને આ શોધમાં તેની આવી પહોંચ્યા માધવબાગ - મુંબઈમાં , તેમને આ સ્થળ સારું લાગતાં તેનો અંદર ગયા ત્યારે પોતાના સ્વાર્થમાં રાચતા રહેલા માનવોની વચ્ચે પોતાનો સ્વાર્થ ભૂલીને કલ્યાણ પથે ચાલતા વૈજનાથજીને નીરખી ત્યાં રહેલો મોરલો કળા કરી નાચી ઊઠ્યો , સરસ્વતીના વાહન એવા મોરને કળા કરી નાચતો જોઈને વૈજનાથજીને થયું કે આ જ સ્થળે સરસ્વતી ખીલી ઊઠશે . તેમને આમાં દેવી સંકેત લાગ્યો અને સરસ્વતીના પાઠ ભણાવવા તેમણે આ પવિત્ર ભૂમિ પર જ પાઠશાળા રોપી . ૧૬ ઑકટોબર ૧૯૨૬ ના વિજયાદશમીના પવિત્ર દિવસે તેમણે પાઠશાળાનો પ્રારંભ કર્યો . 

વૈજનાથ શાસ્ત્રીજી પોતાની વિદ્વત્તાને બજારમાં વેચવા રાખત તો તેઓ હજાર રૂપિયા ઘરભેગા કરી શક્યા હોત . આ વાત તે વખતે મુંબઈ શહેરના લોકો પણ જાણતા હતા પરંતુ તત્વનિષ્ઠાથી જીવન જીવીને વૈદિક સંસ્કૃતિની ભવ્યતાને લોકોના હૃદયમાં સ્થિર કરવા તેમણે દાર્શનિક ગ્રંથોને હાથમાં લીધા અને ઈશ્વર પર શ્રદ્ધા રાખી ઉપનિષદ્ અને ગીતાનો સ્વાધ્યાય કરાવવાની શરૂઆત કરી અને પાંચ પાંચ પેઢીથી ચાલતા આ વિચાર યજ્ઞને આગળ ધપાવવા જન્મ થયો પાંડુરંગનો . 

વિશ્વયુદ્ધ દરમ્યાન શસ્ત્રોના ખડકલા પર ઊભેલા માણસના બિહામણા સ્વરૂપે દરેકને પોતાની સલામતીની શોધમાં રાચતા કર્યા હતા . તેવે સમયે એક માનવ ઝંખવા માંડ્યો હતો માનવતાની સલામતી . મિત્રરાજ્યોની પકડમાં જકડાયેલાં હારેલાં ટ્રે પોતાના સીમાડાઓની ને વધુ સંકોચાવા લાગ્યાં હતાં . તેને પ્રસંગે એક માનવ ઈચ્છતો હતો માનવતાનું વિસ્તરણ . માનવ માનવ વચ્ચે ભેદની તોતિંગ દીવાલો રચી વેરઝેરના મૂળિયાં રોપતા મૂડીવાદી રાષ્ટ્રો પોતાના લાભને હાથવગો કરવાની પેરવીમાં પડ્યા હતા . પોતાની સઘળી શક્તિ અને બુદ્ધિ કામે લગાડી મળેલી હારનો બદલો લેવા માટે જાતજાતની યુક્તિઓ માણસ શોઘતો થયો હતો . વિષમતામાં રાચતા રહેલા સમાજને ખતમ કરીને સમાનતાને વાવવાની લાલ ક્રાંતિનાં પગરણ મંડાઈ ચૂક્યાં હતાં . માનવ - માનવ વચ્ચેના સંબંધોમાં કદીયે નહોતું સર્જાયું તેટલું અંતર સવા લાગ્યું હતું . કેટલાક માણસો પોતાના Isms- વાદોની ગુલામીમાં સર્વસ્વ પામી ગુલામીની બેડી ખભે લાંગરતા તો કેટલાક માણસો સ્વાતંત્ર્યનું સ્વપ્ન આંખોમાં આંજીને ફાટફાટ થતી નસોથી ગુલામીની બેડીઓ ફંગોળતા . આ અને આવા અનેક વિચારોની ઊડતી જતી આંધીમાં એક જણે ઈચ્છયું સંબંધોનું ગુલમોર . 

પાંડુરંગ -આ ચાર અક્ષરી વ્યક્તિત્વમાં છુપાઈ હતી ઈશ પ્રત્યેની અનન્ય નિષ્ઠા અને તેજસ્વિતા અને તેમના સંગે માનવોને અસ્મિતાયુકત , તેજસ્વી અને ભાવપૂર્ણ બનાવ્યા . વેદોના વિજિગીષ જીવનવાદને અને પ્રભાવી ભકિતને સ્વીકારી પૂજ્ય दादाએ પાઠશાળામાં નિયમિત સ્વાધ્યાય યશ ચલાવ્યો . આ પાઠશાળા થકી માનવમાત્રમાં એકબીજા પ્રત્યે પ્રેમ નિર્માણ કરી અસ્મિતાયુક્ત જીવન ખીલવવાનું ધ્યેય તેમણે હૈયે ધારણ કર્યું અને માણસના હાથે રામનું છુંદણું દેવાનો નિર્ધાર કર્યો . તેમના આદર્શોને નીરખીને તે વખતે થતું કે આ મહાપુરુષે આભને આંબવા માટે જાણે હાથ ઊંચક્યો છે અને તેથી તેમના આદર્શો સાકાર થવા આ સદંતર કલ્પનાની જ વાત લાગતી . પરંતુ પોતાના ધ્યેયમાં મકકમ રહી , ધીરજ ધરીને પ્રભુ પર અનન્ય શ્રદ્ધા રાખી તેમણે આ મહાન આદર્શોને સાકાર કરી સ્વપ્નોને મૂર્ત રૂપ આપ્યું . વૈજનાથજીએ વાવેલા આદર્શો આજે જનસમુદાયના હૃદયની નસનસમાં ઊગી નીકળ્યા છે ; તેથી શ્રીમદ્ ભગવદ્ગીતા પાઠશાળા આજે વિચાર બનીને ઘરઘરમાં પ્રસરી ચૂકી છે . 

આ પાઠશાળાનું કોઈ ટ્રસ્ટ નથી કે નથી તેની પાછળ કોઈ વ્યવસ્થાપક , ખજાનચી કે પ્રમુખ . આ પાઠશાળાના પદાધિકારી છે માત્ર યોગેશ્વર ભગવાન . પાઠશાળાના બધા જ લાડ યોગેશ્વર ભગવાન પૂરા કરે છે કારણ આ પાઠશાળા તો બની ગઈ છે પ્રભુની લાડલી દીકરી . અને પ્રભુના વિચારો લઈને અસંખ્ય માનવો અહીંથી સમજણનો પ્રસાદ પામી બહાર પડે છે પ્રભુનું નામ કયારીઓ ક્યારીએ વાવવા . 

અતિશય કપરા કાળમાંયે ફંડફાળાની લાચારી કર્યા વિના કે કોઈની સામે હાથ લંબાવ્યા વિના પૂજ્ય दादाએ પાઠશાળા ચલાવી છે . પ્રભુ પ્રત્યેની અનન્ય નિષ્ઠા પૂજ્ય લેવાના લોહીમાં અયાચકતા બનીને પ્રસરી રહી . તેથી પૂજ્ય दादाએ કદી કોઈ પાસે દાનની ઝોળી ફેલાવી નથી . આવા અનન્ય ભકતને પામીને પ્રભુએ પણ પોતાને ગીતામાં દીધેલો યોગક્ષેમ સંભાળવાનો કૉલ સાકાર કર્યો છે . પાઠશાળામાં ચાલતા સ્વાધ્યાય યજ્ઞથી આ ખંડનો કણકણ પવિત્ર થઈ ઊઠ્યો છે . આ ખંડની હવાનો કણકણ દિવ્ય ધ્વનિથી ગુંજતો રહે છે , કારણ કે અહીં નથી થયા કદી લગ્ન સમારંભો ને સન્માન સમારંભો કે નથી ભરાઈ કદી શોકસભાઓ . આ સંસ્થાની માલિકી યોગેશ્વર ભગવાનના નામે કોતરાયેલી છે , તેથી અહીં પ્રવેશતાં જ મનના શુદ્ધ ભાવો ચાલી જાય છે ને પ્રવેશે છે પ્રયત્નના કિલ્લોલ કરતા નાદો . તેનું ગુંજન શિખર પર બેઠેલી દેવચકલીના કલરવની માફક વાતાવરણમાં ચારે તરફ પથરાઈ જાય છે જેમાંથી સંભળાય છે સમાનતાનું સંગીત . અહીં પાઠશાળામાં ફક્ત પરિવારના હોવું ” એ જ મહત્ત્વનું છે ; પછી તમારા પદની મોટપ કે વ્યકિતત્વની નાનમ આપોઆપ ખોવાઈ જાય છે . અને હળવો ફૂલ જેવો થઈ માણસ સામેના માણસને મળે છે . 

ભારતીય સંસ્કૃતિની ગ્રંથ સંપદાને સમજીને પૂજ્ય दादाએ વિશ્વ સાહિત્યનો પણ તુલનાત્મક અભ્યાસ કર્યો છે તેથી પાઠશાળામાં સામાન્ય માણસોથી માંડીને બુદ્ધિજીવી લોકોને ય રસ પડે છે . 

પૂજ્ય दादा ફકત પ્રવચનોમાં ઈતિશ્રી ન કરતાં સૌને દિલથી પ્રેમ કરે છે ; પોતાના કરે છે . તેમણે સૌ સ્વાધ્યાયીઓને પ્રભુપ્રેમના તાંતણે બાંધી દેવી પરિવાર ઊભો કર્યો છે . અને તેથી પાઠશાળાની વ્યવસ્થા આપમેળે સૌ પોતાનું ઘર સમજીને જ સંભાળે છે . અહીં વ્યવસ્થામાં એકતાની વાંસળી સંભળાય છે અને સમાનતાનો શંખ ફૂંકાય છે . પૂજ્ય दादा પાસે જ્ઞાન , કર્મ અને ભકિતનો સુભગ સમન્વય સધાયો છે અને તેથી તેમના જીવનમાંથી અનેક સ્વાધ્યાયીઓ પ્રેરણા મેળવે છે . પૂજ્ય दादा એટલે સચોટ માર્ગદર્શન , અમાપ વૈર્ય , લૌકિક વ્યવહારની દક્ષતા અને પારલૌકિક તત્વમાં આર્ષ દષ્ટિ . પાંચ પંદર શ્રોતાઓને લઈને શરૂ થયેલી આ પાઠશાળામાં આજે નિયમિત રીતે હજારોની સંખ્યામાં સ્વાધ્યાયીઓ પરિવારના આત્મીયજન બની પ્રવચન સાંભળતા જોવા મળે છે , ત્યારે તેની પાછળ પૂજ્ય दादाના જીવંત કર્મયોગની અને વાફધારામાં વહેતા જ્ઞાનની છબી ઝૂલે છે . અને આ કર્મયોગનું પરિણામ સમાજે પહેલવલું જોયું ૧૯૭૬ માં પાઠશાળાની સુવર્ણજયંતિ પ્રસંગે યોજાયેલ ભાવમિલન સમારોહમાં ! અણચિંતવ્યું દષ્ટિસમક્ષ ખીલેલી જોઈને અચંબો અનુભવાય તેવો અચંબો સામાન્ય જનસમુદાયે આ વિરાટ મિલનથી અનુભવ્યો . સામાજિક તથા રાજકીય તકલીફો પારાવાર હોવા છતાં આ પ્રસંગ સફળતાપૂર્વક ઉજવાયો , તેથી જાણે કે ભગવાને આ કાર્યને મહોર મારી અને ભગવાન દ્વારા મળેલા આ અનુમોદનથી दादाએ કંડારેલી કેડીપર ભગવાનને મળવા જતાં સ્વાધ્યાયીઓમાં ઉત્સાહ વ્યાપી ગયો . 

આ પાઠશાળા ૨ + ૨ = ૪ કહી જીવનમાં વધારવાના નહિં પરંતુ જીવનને ઘડવાના પાઠ ભણાવે છે . અને તેથી જ અહીં આવતો માનવી પોતાના ભવિષ્યની રૂપરેખા તૈયાર કરે છે . અહીં વિકાલક્ષી નહીં , પરંતુ જીવનલક્ષી પાઠ ભણીને તે આવતા પડકારો સામે અડીખમ ઊભા રહેવાનું નૈતિકબળ મેળવે છે . સત્ય સિદ્ધાંતો પરનો પ્રેમ દઢ કરીને ધ્યેયનિષ્ઠ બને છે . પોતાના અને સમાજના કલ્યાણ માટે આજના સુખો છોડવાની હિંમત મેળવે છે અને જીવન વિકાસ માટે આવશ્યક મૂર્તિપૂજાની સાચી સમજણ મેળવી બુદ્ધિ પ્રામાણ્ય સાથે ભાવજીવન ઊભું કરે છે . 

પૂજ્ય दादा જીવંતતાનો સૂર ફેંકીને પાઠશાળાના દરેક શ્રોતાને પણ બનાવે છે જીવંત કોષ . આ living cell સમા સ્વાધ્યાયીઓ दादाએ ફૂંકેલા પાંખના ઘોષસમા છે , ક્રાંતિનું મધ્યબિંદુ છે . પાઠશાળામાં સ્વની સમજણ પામીને તેઓ દઢનિષ્ઠા , ભાવવિભોર હૃદય અને એકાગ્રચિત્તતા મેળવે છે . પાઠશાળામાં સ્વાધ્યાયનો સમય એ સ્વાધ્યાયીને મન પ્રભુને મળવાનો સમય થઈ ગયો છે . કારણ સ્વાધ્યાયમાં માણસ પોતાની જીવનપોથી ઉઘાડીને બેસે છે . અહીં એકમેકના વિકાસની ભાવના ઉછળતી હોય છે . અને તેથી દેવી ભ્રાતૃત્વના દર્શન અહીં થાય છે .
આમ પૂજ્ય दादाએ પાઠશાળાને માધ્યમ બનાવી માનવને એક દોરે પરોવતા વિવિધ પ્રયોગ આપ્યા છે , અને પાઠશાળા ઘરઘરમાં પ્રયોગો દ્વારા પ્રસરી ગઈ છે . અને ફકત ભારતમાં જ મર્યાદિત ન રહેતાં વિશ્વમાં પણ તેની ડાળખીઓ ઊગી છે . આમ कृण्वन्तो विश्वम् आर्यम् નાદનો પડઘો આજે સંભળાતો થયો છે . 

પાઠશાળા એ ફકત પૂજ્ય વૈજનાથજીએ કરેલ ઘટના ન રહેતાં કાળના ખળખળતા વહેણમાં પૂજ્ય दादाએ ભગવાનમાં મૂકેલી શ્રદ્ધાનો દીપ બની વહેતી થઈ છે અને એમાંથી ફૂટતું અજવાળું દરેક દરેક માનવના હૈયામાં પથરાઈને તમસને નામરોષ કરે છે.

જય યોગેશ્વર

Post a Comment

0 Comments