|| શ્રી યોગેશ્વરોવિજયતેતરામ્ ||
નિર્મલ નિકેતન,
ઓગસ્ટ ૨૫, ૨૦૨૧.
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવ - ૨૦૨૧
પવિત્ર શ્રાવણ મહિનામાં, આપણે દર શનિવારે હનુમાનજીનું ભાવપૂર્ણ સ્મરણ કરી રહ્યા છીએ. આપણે વૈશાહી રક્ષાબંધનનો પવિત્ર તહેવાર પણ અલગ રીતે ઉજવ્યો. હવે આવવા વાળો સૌથી મોટો આનંદનો ઉત્સવ એટલે "कृष्णस्तु भगवान स्वयम्" ભગવાન સ્વયમનો જન્મદિવસ એટલે કે "જન્માષ્ટમી".
આપણે આપણા ૩ કુટુંબોની શ્રેણીમાં થવા વાળા સ્વાધ્યાય કેન્દ્રમાં પરમ પૂજ્ય દાદા ના 'શ્રી કૃષ્ણ જીવન દર્શન' આ પુસ્તક વાંચી રહ્યા છીએ. આ વર્ષે, જન્માષ્ટમી નિમિત્તે, આપણે શ્રી કૃષ્ણ અને ભગવદ ગીતાના આ વિષયો પર થોડા પ્રશ્નો કાઢવાનાા છે અને જ્યારે આપણે તહેવારની ઉજવણી કરીશું ત્યારે આપણે તેની પ્રરશ્નોતરી કરવાની છે. આ તહેવાર આપણે આપણા ૩ કુટુંબોની શ્રેણી માં ઉજવશુ અને એક ભાઈ પ્રશ્નો પુછશે અને બીજા ભાઈ જવાબ આપશે, આવી રીતે પ્રશ્નોતરી(quiz) નું આયોજન કરશે.
ઉદાહરણ તરીકે પ્રશ્ન:
- ગીતાના પ્રથમ પાંચ અધ્યાયના નામ જણાવો.
- ભગવાને ગીતામાં અર્જુનને કયા અલગ અલગ નામોથી બોલાવ્યો છે.
- ગીતામાં ભગવાનના જુદા જુદા નામો શું છે.
- પરમ પૂજ્ય દાદાજી કૃષ્ણ શબ્દનો અર્થ શું બતાવે છે.
યોગાનુયોગ થી આ ઉત્સવ આપણે ૩૧ ઓગસ્ટે ઉજવાના છીએ, જે દિવસે ઠીક ૨૫ વર્ષ પહેલાં એટલે કે, ૩૧ ઓગસ્ટ, ૧૯૯૬ ના રોજ, આદરણીય દાદાને વિશ્વ પ્રતિષ્ઠ રોમન મેગસેસે એવોર્ડ આપવામાં આવ્યો હતો. આપણે તે દિવસને યાદ કરીને, તેના સંદર્ભમાં પણ એક કે બે પ્રશ્નોનો પણ આપણી પ્રશ્નોતરીમાં સમાવેશ કરી શકીએ છીએ. (જેમ કે આ પુરસ્કાર કયા હેેતુ થી આપવામાં આવ્યો હતો, સામાજિક નેતૃત્વ(community leadership) અથવા આ પુરસ્કાર ક્યાં આપવામાં આવ્યો હતો - મનીલા, ફિલિપાઇન્સ)
જન્માષ્ટમીના તહેવાર નિમત્તે, આપણે બધા પોત પોતાનાં ઘરોમાં મટકી અને વાંસળી નું એક ચિત્ર અથવા કટઆઉટ બનાવીશું. તેના પર "दुग्धं गीतामृतं महत्" આ પંક્તિ લખવાની છે.૩ ના સમૂહ નાં જે ઘરો મા આપણે તહેવાર માટે મળવા જઈ રહ્યા છીએ, ત્યાં આપણે આ બનાવેલ ચિત્ર અથવા કટ આઉટ તે ઘરમાં સામે મૂકીને તહેવારની ઉજવણી કરીશું.
આપણે જન્માષ્ટમીના આ શુભ તહેવારને ૩ પરિવારોની શ્રેણીમાં આ રીતે ઉજવીશું:
(આપણે આ તહેવાર સાનુકૂળ સમયે સાંજે ૭ થી ૧૦ ની વચ્ચે ઉજવી શકીએ છીએ)
➥ પ્રાથના:-
➥ ભાવગીત:-
- ગુજરાતી - યોગેશ્વર તારો અણસારો એક દે...
- મરાઠી - स्वाध्यायींचा साथी अवधा योगेश्व भगवान...
- હિન્દી - तेरा सहारा मुझको बंसरी बजैया...
➥ ભગવદ ગીતાના ૯ માં અધ્યાયનું પારાયણ કરીશું,
➥ 3 કુટુંબોમાંથી એક ભાઈ, શ્રી કૃષ્ણ, ભગવદ ગીતાના વિષય પર કાઢેલા પ્રશ્નોની પ્રશ્નોત્તરી કરશે. (આશરે ૧૫ થી ૨૦ મિનિટ)
➥ પ્રાર્થના:-
➥ આરતી :-
નોંધ:- આપણે ૩૧ ઓગસ્ટ, ને મંગળવારે જન્માષ્ટમી ઉજવીશું અને તે દિવસે આપણું સાપ્તાહિક સ્વાધ્યાય કેન્દ્ર બંધ રહેશે. જન્માષ્ટમી ઉત્સવ - ૨૦૨૧
0 Comments
Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.