૧૯, ઓક્ટોબર-મનુષ્ય ગૌરવ દિન | 19th, October-Manushya Gaurav Din.

૧૯, ઓક્ટોબર - મનુષ્ય ગૌરવ દિન.


manushya gaurav din bhavgeet, manushya gaurav din song, manushya gaurav din bhavgeet aaya hai aaya hai, manushya gaurav din dance, manushya gaurav din 2021, manushya gaurav din swadhyay parivar, manushya gaurav din bhavgeet song, manushya gaurav din dada ka janmdin, manushya gaurav din aaya hai aaya hai anand manane aaya hai, manushya gaurav din bhavgeet hindi, manushya gaurav din bhavgeet status, bhavgeet swadhyay manushya gaurav din, manushya gaurav din dadaji ka janamdin, manushya gaurav din date, manushya gaurav din date 2021, manushya gaurav din manushya gaurav din, manushya gaurav din geet, manushya gaurav din gujarati, manushya gaurav din manushya gaurav din bhavgeet, manushya gaurav din nibandh, manushya gaurav din 19 october 2020, 19 october manushya gaurav din, manushya gaurav din pandurang shastri, manushya gaurav din rangoli, manushya gaurav din status, manushya gaurav din song lyrics, manushya gaurav din song free download, manushya gaurav din toran, manushya gaurav din video


હું મનુષ્ય છું તેનું ગૌરવ હોવું જોઈએ,
કારણ કે મારી અંદર ભગવાન છે.  

હું મનુષ્ય છું તેથી મારી કિંમત  

પાંડુરંગ શાસ્ત્રીએ તો મનુષ્યમાત્રમાં આત્મગૌરવની ભાવના નિર્માણ કરી છે. આજની તથાકથિત પ્રચલિત ભક્તિના બદલે- God fearing- પ્રભુભીતિના બદલે God loving mentality પ્રભુપ્રીતિની ભાવના નિર્માણ કરી છે. Intellectual love towards God- પ્રભુ પ્રત્યે સમજણપૂર્વકનો, બુદ્ધિપૂર્વકનો ભાવ - પ્રેમ રાખવાની ભાવના લાખો હૈયામાં વહેતી મૂકી છે. સમાજમાંથી નિર્માણ થયેલી ભક્તિની શક્તિને તેમણે સમાજના ઉત્થાનમાં વાપરી છે. 

મારી પાસે કાંઈ ન હોય છતાં પણ મારી કિંમત છે , કારણ કે પ્રભુ મારી સાથે છે, મારામાં છે, તેનું મને ગૌરવ છે. તે મને સાચવે છે, સંભાળે છે. અરે એ સૃષ્ટિચાલકને મારી જરૂર છે. તેથી તો મને સવારે ઊઠાડે છે. હું તેને ઊઠાડવા બોલાવતો નથી છતાં તે મને ઊઠાડે શા માટે ? તેને મારી પાસેથી કામ લેવું છે માટે આવી સમજણ પાંડુરંગ શાસ્ત્રીએ લોકોમાં કેળવી છે. મા - બાપ, સંતાનનું કામ સંતાનના કહ્યા વગર કરે છે ને ? તેથી તો ભગવાનને મા - બાપ સમજવાના - त्वमेव माता च पिता त्वमेव।... 

ગીતા કહે છે ‘ તું મારો અંશ છે. 'ममैवांशो जीवलोके' ।  'सर्वस्य चाहं हृदि संनिविष्टॊ'।  ભગવાન પ્રત્યેકના હૃદયમાં વસ્યો છે. कर्तुं अकर्तुं अन्यथा कर्तुं समर्थः, એવો વિશ્વનો પાલનહાર, સર્જનહાર વિશ્વનો સમ્રાટ તારામાં વસ્યો છે. ' તું ક્ષુદ્ર , હલકો કેમ હોઈ શકે ? એ વિચાર પાંડુરંગ શાસ્ત્રીએ ગામે ગામ, ઘરે-ઘરે, ઝૂંપડી-ઝૂંપડીમાં ગૂંજતો કર્યો છે. 

પાંડુરંગ શાસ્ત્રીએ બહુ સરળ રીતે સમજાવ્યું કે આપણે બધા એક જ પ્રભુના સંતાન છીએ. જે ભગવાને આપણું સર્જન કર્યું છે. તે જ ભગવાને અસ્પૃશ્યોનું ,ખારવા, કોળી, માછીમાર વગેરે સમગ્ર માનવજાતનું સર્જન કર્યું છે. આપણા સૌના લોહીના સંબંધી નથી . પણ લોહી બનાવનારનો તો સંબંધ છે. આપણે બધા જ ભાઈઓ છીએ. We are Divine Brothers-આપણો દૈવી ભ્રાતૃભાવ છે. તો પછી બીજો આપણાથી આધો કેમ રહે ? તે અસ્પૃશ્ય કેમ ગણાય ?  ભગવાને પોતે ગીતામાં કહ્યું છે ‘ હું પ્રત્યેકના હૃદયમાં વસ્યો છું ' અને ભગવાન જેના હૃદયમાં વસ્યો હોય તેને ક્ષુદ્ર, હલકો, અસ્પૃશ્ય ગણવો એ તો સ્વયં ભગવાનનું અપમાન છે.’


Post a Comment

1 Comments

  1. આ લેખ ખૂબ જ સુંદર અને ભાવનાત્મક છે. મનુષ્ય હોવા નો મને ગર્વ છે .

    ReplyDelete

Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.