Tatvagyan Vidyapeeth-The place of human upliftment

તત્વજ્ઞાન વિદ્યાપીઠ
પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલે ( પૂજય दादा ) , ઈતિહાસનાં જે પૃષ્ઠો પર આ મહદ્ વ્યકિતત્વનું ચરિત્ર કોતરાયું છે , તે પૃષ્ઠો સુવર્ણથી મઢાઈ ગયા છે . 

તમે મને ફૂલનું નામ કહો , હું તમને ફૂલ ચીંધું , તમે મને સુગંધનું નામ કહો તો ? 

પૂજય दादा એટલે સુગંધ અને ફૂલ એટલે પૂજય दादाના વ્યકિતત્વએ અને વિચારોએ જન્માવેલ અનેક પ્રયોગો !! પ્રાચીન પરંપરાને અર્વાચીન સ્વાંગમાં ધારણ કરનાર , પૂજ્ય दादाનું વ્યકિતત્વ એટલું વિસ્તર્યું છે કે તેમને તેમના પ્રયોગોના વાતાવરણમાં કશે પણ અંકિત કરી શકાય . તેથી જ તો ‘ પૂજય दादाને બતાવો''એમ તમે મને કહો તો હું બતાવું તમને યોગેશ્વરકૃષિની લીલીછમ હરિયાળી ને ઉપવનમાં ઊગતું જતું ભીનું ભીનું માધુર્ય . दादाને બતાવો ' ' એમ તમે કહો તો હું બતાવું તમને ગોરસની મટુકીમાં રમતું માખણ અને અમૃતાલયમના પગથિયે ઊગેલું નાગચંપાનું ફૂલ ! ' दादाને બતાવો ' એમ તમે મને કહો તો , હું બતાવું તમને મત્સ્યગંધાના તળિયે ચંપાતા સાગરી મોજાંઓની ખારી ખારી થપાટો અને વિદ્યાપીઠની ભૂમિમાંથી ઊડતી પુરુષાર્થની કોમળ સુગંધમાં ઉછરતા યુવાનો ! 

કૃષ્ણના સ્પર્શે ખૂંધી ત્રીવક્રા મથુરાની સુંદરતમ સ્ત્રી બની જાય છે પૂજય दादाના સ્પર્શે વગડાઉ જમીનમાં ઉગેલ જંગલ બની જાય છે સૈકાઓ સુધી માનવજાતને નિદર્શન કરનાર વિચારોની ઉદ્દગારભૂમિ -- માનવમાત્રની પુણ્યભૂમિ ! વાંસના અડાબીડ વનમાં પવન ફૂંકવાના પૂજય दादाના આ પુરુષાર્થ સર્જી છે તત્વજ્ઞાન વિદ્યાપીઠ . તત્વજ્ઞાન વિદ્યાપીઠ એટલે પૂજય दादाનો પ્રેરણાદાયી જીવનસંદેશ માનવમાત્ર સુધી પહોંયાડવા આરંભાયેલી અનેકવિધ સ્વાધ્યાય પ્રવૃત્તિઓનું ઉગમસ્થાન. 

પૂજય दादाએ વિચાર અને ભાષાનો જીર્ણોધ્ધાર કરીને અવાજનું નવસર્જન કર્યું છે અને તેથી જ પૂજય दादा બોલે છે ત્યારે સંકલ્પને પાંખો ફૂટે છે . પૂજય दादाની ફિલસૂફીનો માનવમાત્રમાં સંક્રાંત થાય છે અને તે ફિલસૂફીનો પ્રથમ અધ્યાય છેડાયો ૧૯૫૪ માં જાપાનમાં ભરાયેલી વિશ્વધર્મ છે પરિષદમાં . 
"Bhakti is a social force" ના સૂત્ર ભકિતનો સંદર્ભ બદલી નાખ્યો . પૂજય दादाના વ્યકિતત્વમાં છલકાતા ભારતીય સંસ્કૃતિના તેજસ્વી અને પ્રેરક વિચારોથી પ્રભાવિત થઈને Human Upliftment ( માનવતાના ઉત્કર્ષ ) માટે કામ કરતી અમેરિકાની સંસ્થાના પ્રતિનિધિઓએ પૂજય दादाને આમંત્ર્યા અમેરિકાને કર્મભૂમિ બનાવવા તેમની ફિલસૂફીના આરંભાયેલા અધ્યાયને કાર્યરત કરવા , આગળ ધપાવવા . બેંગકોકથી મુંબઈ આવતાં હિલોળા લેતા સાગર ઉપર તેમના મન સામે બીજો વિકલ્પ હતો--- ભારતમાં જ કામ કરીને યુવાનો ઊભા કરી બતાવવા ! અને પૂજય दादाએ પોતાના સંસ્કૃતિપ્રેમ , સંસ્કાર અને ભૂમિનિષ્ઠાના કારણે બીજો વિકલ્પ સ્વીકાર્યો . 

સંકલ્પો અને વિકલ્પોમાં ન અટવાતાં તેમની પ્રભાવી બુધ્ધિએ પ્રતિષ્ઠા અને સંપત્તિનો મોહ છોડી ઋષિમુનિઓનાં તપથી પવિત્ર બનેલી ભારતભૂમિ પર જ સંસ્કૃતિના પુનરૂત્થાનનું કાર્ય આરંભવાનો નિર્ણય કર્યો . સામાન્ય જનસમુદાયની નજરમાં માત્ર એક કથાકાર , પ્રવચનકાર તરીકે ઓળખાઈને પણ ભકિતની શકિત દ્વારા માનવજીવનના કોયડાઓ ઉકેલી શકાય છે , એ વાત ભારતમાં જ સાકાર કરી વિશ્વ સમક્ષ મૂકવાનો નિર્ધાર કર્યો .

પક્ષીરાજ મોર જયારે વ્યથાથી છલકાતા પોતાના હૈયામાંથી ટહૂકતો નિનાદ કરે છે ત્યારે આખુંયે આભ વરસી પડે છે અને ભાયેલો માનવ પ્રકૃતિની વધુ નજીક પહોંચે છે . પૂજય दादाના વ્યથાથી છલકાતા હદયમાંથી નીકળેલા તીણા સૂર સાથે વિચારોનો કોમળ ધૈવત સૂર મળે છે અને ભારતીય સંસ્કૃતિ સ્થળકાળના બંધનો તોડી પુનર્જીવિત થાય છે તત્વજ્ઞાન વિદ્યાપીઠમાં . ભકિતની ભૂમિકા પર સંસ્કૃતિને ફરી ઊભી કરવાનો વિચાર અને નીતિ , ધર્મ કે અધ્યાત્મમાં ઘૂસેલી નિષ્ક્રિયતા તથા વિપરીત કલ્પનાઓએ જન્માવેલી વ્યથા પૂજય दादाના હૃદયમાં હતા . અને આ વિચાર તથા વ્યથામાંથી જન્મ થયો તત્વજ્ઞાન વિદ્યાપીઠનો . 

પરમપિતાના સ્વરૂપમાં ચિત્તની એકાગ્રતા કરવી અને તેનું કાર્ય કરવું એટલે ભકિત , આ સાચી સમજણને બદલે જનમાનસમાં ઊભી થઈ હતી ખોટી ભ્રાંતિ , ચમત્કાર , ભભૂતિ કે કૃપા દ્વારા ઈશ્વરને મેળવવાના ટૂંકા રસ્તાઓ શોધનારા લોકો વઘતા જતા હતા . આવા ચમત્કારિક બાબાઓનું મૂલ્ય વધ્યું હતું અને ઈશ્વરનું મૂલ્ય ઘટયું હતું . ભગવાન તરફ ભાવથી જોવાની દષ્ટિ , ભગવાનના લાડલા થવાની દષ્ટિ વીસરાઈ હતી અને જાગી હતી ડરામણા ભગવાનની કલ્પના , એકાદશી તોડતાં જ સજા, શ્રાવણ મહિને દાઢી ન વધારતાં પાપ --- આવી કલ્પનાઓએ ઊભી કરી હતી ભગવાન તરફ જોવાની ભીતિની દષ્ટિ ! આરતી , નૈવેદ્ય અને વ્રતોમાં અટવાતી આ ઉપરછલ્લી ભકિતએ આંતરિક સમજ , ચિત્તબુધ્ધિ જેવા પ્રભાવી અંગોને વિસરાવ્યાં . ઈશ્વરના સ્વરૂપમાં ચિત્ત એકાગ્ર કરવાથી શકિતશાળી , પ્રગમનશીલ અને સંવેદનશીલ બનતા મનનું મહત્ત્વ ઘટયું અને સંસ્કૃતના શ્લોકો ઉચ્ચારતાં બ્રાહ્મણો કે સમજયા વગર ધર્મનો વિરોધ કરતાં અંગ્રેજી ભણેલા લોકોમાં કર્મકાંડનું મહત્ત્વ વધ્યું . આવા સમયે જેમના પર આશા રાખી શકાય તેવા લોકો ચીલો છોડીને मुरारेसतृतीय: पन्थ: તરફ વળવા કેમ તૈયાર થાય ? કોણ સમાવે તેમને કે ભકિતમાં ભગવાનની સ્તુતિ જેટલું જ મહત્ત્વ કૃતિનું છે ? કોણ સમજાવે કે સરકૃતિપ્રેમી બ્રાહ્મણોનું બામ ' , ફરી સામાન્ય જન સાથેનું ઐકય આવશ્યક છે ? તેમને ધર્મ , જીવન અને ભકિતની સાચી સમજણ આપવી આવશ્યક છે ? 

‘સબસે બડા રૂપૈયા' માં રાચતા જનસમૂહોમાં શ્રીમંતોને મોટાઈ આપ્યા વિના કે આવા કર્યા વિના પ્રાચીન ઋષિ પરંપરાને કેન્દ્રમાં રાખી એકાદ પ્રયોગ કરવો એ કલ્પનાશીલ વાત લાગતી . પરંતુ નભ ઝૂકે તો दादा ઝૂકે ! આવેલા સંજોગોને વશ થાય તો दादा શાના ? ઈશ્વર પર શ્રધ્ધા રાખી , મળેલા સાધનો પર નિર્ભર રહી , પૂજય दादाએ ઊભો કર્યો એવો યુવાવર્ગ કે જેને ધર્મની કે ધર્મમાં ક્રાંતિની જરૂર જ લાગી નથી અને એ યુવાવર્ગને પ્રેરણા આપવા સ્થાપના કરી તત્વજ્ઞાન વિદ્યાપીઠની.

પૂજય दादाની યુવાનવય તેમાંય વળી પેઢીઓથી ગણાતી આવેલી યુવાપેઢી પર રાખેલો વિશ્વાસ અને કોઈ સામાજિક પ્રતિષ્ઠાનો આધાર લીધા વગર , અયાચકવૃત્તિનો ભેખ લઈને આગળ ધપનાર આ મહર્ષિ સામે ડગલે ને પગલે અગ્નિપરીક્ષાઓ આવી . પૂજય दादाમાટે અયાચકવ્રત આ માત્ર સિધ્ધાંત જ ન હતો , પ્રભુ પ્રત્યે અનન્ય ચિત્તે કરેલા પ્રેમથી જન્મેલો વિશ્વાસ હતો અને તેથી જ दादाએ ન તો કદી ફંડ માટે અપીલો કરી છે કે ન તો કદી મદદ માટે જાહેરાતો છાપી છે . તેનાથી વિરુધ્ધ તેમણે તો આવનાર માણસ અને વિત્તને પ્રથમ નકારીને પોતાના પ્રભુ પરના વિશ્વાસને ચકાસ્યો છે અને દઢ ખાતરી કરી છે કે આ કાર્યમાં આવેલ માણસ અને આવેલા વિત્ત પ્રભુએ જ મોકલેલાં છે . વિચારનું ઘડતર ઈટ અને સિમેન્ટથી થતું હતું ત્યારની વાત . અવનવા ખર્ચાઓ માટે રોજ ને રોજ પૈસાની જરૂરત રહેતી . તેમ છતાં એક ભાઈ જયારે આ નવા પ્રયોગ માટે એક લાખ રૂપિયા લઈને આવ્યા ત્યારે પૂજય दादाએ હળવેકથી કહ્યું , “ આ રકમ એકાદ કેળવણી મંડળને આપશો તો એમાંથી બે કૉલેજ બંધાઈ જશે અને તેના પર તમારું નામ પણ લખાશે . " પરંતુ પેલા ભાઈ પૈસા આપવાના પોતાના નિર્ધાર પર વળગી રહ્યા , ત્યારે પૂજય दादा સમજાવ્યું કે , “ મારા પર પ્રેમ હોવાને કારણે મારા ભરોસે પૈસા આપવા તૈયાર થયા છો , પરંતુ તે પૈસા ઊગી ન નીકળે તો ? પૈસા ફોગટ જશે . તે જોવાની તૈયારી છે ? ' ' આર્થિક સહકાર આપનારના મનનો આટલો સૂક્ષ્મ વિચાર આજે કોણ કરી શકે ? 

આટલી તેજસ્વીતાથી જીવનાર વ્યકિતના હાથે ઊભી થયેલ , અયાચકવ્રતથી ચાલનાર તત્વજ્ઞાન વિદ્યાપીઠમાં ઉપાસક ભાવે શીખવનાર , વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક અસ્મિતા ઊભી કરી શકનાર અને નૂતન પ્રયોગના ભાવને સમજનાર શિક્ષકોની પૂજય दादाએ ઈચ્છા કરી . અધ્યાપકોની શોધ માટે પૂજ્ય दादाએ પોતે વિચાર અને પ્રયોગોની કલ્પના અનેક સ્થળોએ આપી . માંગ્યા કરતાં વધુ વેતન આપવાની તૈયારી બતાવી ; પરંતુ “ મૌનનાં પડઘા પડે મારા નગરમાં . ” 

અધ્યાપકોના ઘડાયેલા વ્યવહારુ મને પ્રસ્તાવ સ્વીકૃતિને બદલે વિચારોની ફકત શાબ્દિક કદર છે કરી .પરંતુ જેનું કાર્ય સંભાળવાનો ભાર પ્રભુએ માથે લીધો હોય તેવાં એકલવીરનાં કામ કદી અટકે ખરા ? ખિસકોલીના પગરવથી ખરતાં પાંદડાં કાંઈ પાનખરની ઋતુ નથી . નાની મોટી વ્યવહારું અડચણોને પૂજય दादाના વિધાયક દ્રષ્ટિકોણે અને પ્રભુ પરના અનન્ય વિશ્વાસે સહજમાં ઉકેલી લીધી . વિદ્યાપીઠ શિલારોપણથી આજ દિન સુધી પ્રતિદિન વિકાસમાન રહી છે . 

બેંચ વગર અંગ્રેજી શિક્ષણ ન ભણાવી શકાય , આવું માનનાર પ્રાધ્યાપક સાથે પૂજય दादाએ શેકસપિયર અને તેના નાટકો વિશે તથા પશ્ચિમી સાહિત્ય વિશે વિદ્વતાપૂર્ણ ચર્ચા કરી , તેનું વિશ્લેષણ કરી બતાવ્યું . આ વાતથી પ્રભાવિત થયેલા પ્રાધ્યાપકોને ઘડી બે ઘડીમાં સમજાઈ ગયું કે , ઉત્કૃષ્ટ શિક્ષણ માટે વિષય પરનું પ્રભુત્વ અને શિક્ષક --- વિદ્યાર્થીનો એકમેક તરફ આત્મીય ભાવ એ જ મહત્ત્વની વાત છે . પ્રાચીન શિક્ષણનો આ ભાવ આજે ભૂલાયો છે . શિક્ષણ સંસ્થાના ચાર પાચામાં ઉધઈ લાગી છે . આ ચાર પાચા એટલે વિદ્યાર્થી , શિક્ષક , પાલક અને સંચાલક . વિદ્યાર્થી જ્ઞાન કરતાં જ્ઞાનથી મળતાં વળતર વિશે વધુ જાગૃત છે , તે તેવો જ વિષય પસંદ કરે છે . મા - બાપ પણ પૈસા કમાઈ શકે માટે જ છોકરાને ભણાવે છે . આજનો પિતા પુત્રના મનમાં જીવન ધ્યેયનો મંત્ર નથી ફૂંકતો , પણ ફૂંકે છે પૈસાનો બેસુરો રાગ . શિક્ષક પગાર માટે કામ કરે છે અને સંચાલકોની નજર વધુ ને વધુ ભૌતિકવાદી બનતી જાય છે . આમ આખુંય શિક્ષણ આજીવિકાલક્ષી થઈ ગયું છે . આવા સમયે વિશ્વને એક નવા વળાંક પર લાવનાર પૂજય दादाએ તૈયાર કર્યા એવા યુવાનો---વિદ્યાર્થીઓ કે જેઓ માટે ભૌતિકતા આ ગૌણ છે અને મહત્વના છે જિજ્ઞાસા અને ધ્યેયનિષ્ઠા ! 

તત્વજ્ઞાન વિદ્યાપીઠની સ્થાપના કર્યા બાદ જ પૂજય दादाએ સ્વાધ્યાય પરિવારના કેટલાક ભાઈઓ સાથે બેસી “આ પ્રમાણે કરેલું છે ' તે વાત કહી . આ પરિવારના ભાઈઓને પણ અગાઉથી આ વાત ન કહેવા પાછળનો પૂજય दादाનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ હતો કે જે કોઈને આ વાતની પહેલાં જાણ કરવામાં આવે , તેને થાય , “ મને પહેલાં કહ્યું છે , માટે મારે કંઈક વધારે આપવું જોઈએ , ' ' અને આ ભાવથી જે વ્યકિત પૈસા આપે તો તે પૈસા ભગવાને આપેલાં છે એમ ન ગણાય . આમ સામેવાળી વ્યકિતને પણ પ્રભુના સાધન થવાની તક આપનાર આ તેજસ્વી વિચારકને ડૉ . રાધાકૃષ્ણન મળ્યાં , ૧૯૫૮ ના માર્ચ મહિનામાં તત્વજ્ઞાન વિદ્યાપીઠમાં ! પૂજય दादाએ તેમના હસ્તે વિદ્યાપીઠનું વિધિવત્ ઉદ્દઘાટન કરાવ્યું . 

વિદ્યાપીઠના પવિત્ર , તપોમય અને શાંતિદાયક વાતાવરણથી તેઓ પ્રભાવિત થયા . રાત્રે તેમણે પોતાના સેક્રેટરીને કહ્યું કે , “ હું અહી જેટલું બને તેટલું વધુ રહેવા ઈચ્છું છું . માટે મને એક મિનિટ પણ વહેલો એરપોર્ટ પર ન લઈ જતા . અહીંનું વાતાવરણ મને આપણા પ્રાચીન ઋષિઓની યાદ અપાવે છે . પૂજય दादाએ સ્વીકારેલા ધ્યેય અને તેમના વ્યકિતત્વને જાણી ડૉ . રાધાકૃષ્ણન્ તેમની તરફ આકર્ષાયા . અને તેમણે પૂજય दादा તરફ જાગેલા પ્રેમને લીધે પોતાના અનુભવની સલાહ આપી કે , તેઓ અને માલવિયાજી જેમ દરવાજે - દરવાજે ફરીને પૈસા એકઠા કરતા હતા , તેમ જ दादाએ પણ સંસ્થા ચલાવવા માટે સમાજને અપીલ કરવી જ પડશે . તે વિના કાંઈ મળશે નહિ . પરંતુ પાંડુરંગ જેનું નામ ! તેમણે આદર સહિત ડૉ . રાધાકૃષ્ણને કહ્યું કે , “ We differ in fundaments ” આ પ્રયોગવીરને પોતાનામાં હતો તેથીય વધુ વિશ્વાસ પોતાની પ્રભુ પ્રત્યેની અનન્યચિત્તનમાં હતો . તેમણે અખંડ શ્રદ્ધા સાથે કહ્યું કે “ “ જે ભગવાનની ઈચ્છા હશે કે આ સંસ્થા ચાલે , તો ભગવાન પથ્થરમાં પ્રાણ ફૂંકશે અને વિત્ત મોકલશે . ” પૂજય  दादाને મન તો આપનાર માત્ર ભગવાન જ છે અને સમાજ સાધન માત્ર . આવી અડગ શ્રદ્ધા ધરાવનાર મહર્ષિને પામી , ભગવાન પોતે પણ ગીતામાં આપેલા અનન્ય ભક્તના યોગક્ષેમની સંભાળ રાખવાના કહેણને પૂરો કરવા સદૈવ તત્પર રહ્યા છે . આમ પૂજ્ય दादाને મતે વિદ્યાપીઠમાં વિત્ત આવવાનો માત્ર એક જ માર્ગ છે અને તે એટલે ભગવાન . બીજ બધા માર્ગો અહીં બંધ છે . આવી તેજસ્વિતાથી જીવનાર પૂજ્ય दादाએ વિદ્યાપીઠની ડાળવાળને ગૂંથી છે પોતાની આંગળીઓના દોરથી અને તેથી વિદ્યાપીઠની ડાળવાળમાં ઊગ્યું છે તેજસ્વિતાનું અબીલ અને પાંદડે પાંદડે પથરાયું છે ઈશવિશ્વાસનું ગુલાલ . 

આર્થિક બાજુ સધ્ધર ન હોવાના આ દિવસોમાં એક ભાઈએ પૂજ્ય दादा આગળ વિદ્યાપીઠની બહાર “નિઓન લાઈટ'' મૂકી જાહેરાતથી કમાણી કરવાની દરખાસ્ત મૂકી . પરંતુ પૂજ્ય दादाએ તેમને સમજાવ્યું કે , “ આજે જ્યારે જડવાદી વિચારધારાના પરિણામે આખુંએ જગત કંચનમૂલ્યવાદી બન્યું છે . ત્યારે આપણે ભાવવાહી અને ભક્તિપરાયણ જીવન ઊભું કરવા માંગીએ છીએ . તેથી આવા વેપાર વેચાણની વાતોમાં ન પડતાં પ્રભુ મોકલશે તેનાથી ચલાવીશું . વિદેશી સહાય મેળવવા જે કાળે અરજી થતી હતી , તેવા સમયે અમેરિકાની એક સંસ્થાએ તત્વજ્ઞાન વિદ્યાપીઠમાં પૈસા ન લઈને દૂધનો પાવડર આપવાની તૈયારી બતાવી . અને કહેવાની શું જરૂર છે કે પૂજ્ય दादाએ આ પ્રસ્તાવનો પણ સ્વીકાર ન કર્યો ? તેમણે કહ્યું , “ આ ભગવાનની સંસ્થા છે . ભલે અહીંથી નવ્વાણુ સામાન્ય વિદ્યાર્થી નીકળે , પણ જો એકાદ પણ સિંહ તૈયાર થવાનો હશે , તો તે મદદનું દૂધ પીને પુષ્ટ ન જ થાય . ” આ કહેતી વખતે આ નમ્ર ઋષિના મોં પર પલાંઠીવાળીને બેસેલી અડગતાને નીરખ્યા કરવાનું મન થાય . 

પૂજય दादा એ શરૂઆત માં વિદ્યાર્થીઓ ચાર વર્ષ ભણી વિદ્યા સ્નાતક થાય , તે બાદ બીજા બે વર્ષ વિધવિધ દર્શનશાસ્ત્રો અને ધર્મોનો અભ્યાસ કરી વ્રતરત્નાતક થાય એમ ગોઠવણ કરી હતી . યુનિવર્સિટીના માળખામાં ન બેસનાર શિક્ષણ પદ્ધતિને કારણે વિદ્યાપીઠને કૉલેજ તરીકે માન્યતા મળે તેમ ન હતું . પરંતુ યુનિવર્સિટીના કેટલાક શિક્ષણશાસ્ત્રીઓ અહીંના વિદ્યાર્થીઓના વિકાસથી પ્રભાવિત થયા . વિદ્યાપીઠને જોઈ , સમજી રાજી થયા , અને તેમણે “ એક પ્રયોગરૂપે ચાલતી આ સંસ્થાને ” અપવાદરૂપે માન્યતા આપી . પરંતુ પૂજય दादाના ગળે આ વાત ન ઉતરતાં તેમણે માન્યતા રદ કરાવી . તત્વજ્ઞાન વિદ્યાપીઠની સ્થાપના પાછળ શિક્ષણક્ષેત્રમાં જુદો ચીલો પાડવાનો હેતુ નથી . તત્વજ્ઞાન વિદ્યાપીઠ તો જીવનવૃત્તિ છે , સમજણ છે , વિચારધારા છે . 

પૂજય दादा સમજાવે છે કે , “ આપણા કાર્યમાં શિક્ષણસંસ્થાનો હેતુ ગામડે રહીને પ્રભુકાર્ય કરી શકે તેવા જાગૃત અને શિક્ષિત યુવાનો તૈયાર કરવાનો છે . આપણે તે કાર્ય માટે વેતનધારી , પગારદારી માણસ નથી રાખતા . પણ માણસ આર્થિક દ્રષ્ટિએ આત્મનિર્ભર હોવો જોઈએ , તો જ તેનું સ્વત્વ અને સત્ત્વ ટકે . માટે આપણી શાળામાં કે અન્ય સંસ્થાઓમાં ભણાવનારને બહાર મળતો હોય તેના કરતાં વધુ સારો પગાર આપીએ છીએ . એકવાર તેના યોગક્ષેમની યોગ્ય વ્યવસ્થા થઈ હોય , પછી તેનું મન પ્રભુ કાર્યમાં સારી રીતે ચટિ . ઉપરાંત ત્યાંના વિદ્યાર્થીઓને વિદ્યા સાથે વ્રત મળે , શાન સાથે સદગુણ ખીલે , આર્થિક સ્વાલંબન સાથે સંસ્કૃતિનિષ્ઠા પ્રાપ્ત થાય , તે રીતનું શિક્ષણ આપવા પ્રયત્ન કરીએ છીએ , ભવિષ્યમાં તેઓ સફળ ગૃહસ્થાશ્રમીની સાથે પ્રભુકાર્યના ધ્યેયનિષ્ઠ સૈનિકો બની શકે તે દ્રષ્ટિએ તેમને વિવિધ વિષયો અને પ્રવૃત્તિ વિશે માર્ગદર્શન આપવામાં આવે છે . ” 

આમ વિશ્વની ઓળખ આપતી વિચારધારા વિદ્યાપીઠમાંથી પ્રગટ થાય છે અને તેથી જ તત્વજ્ઞાન વિદ્યાપીઠ આ હરતીફરતી વિદ્યાપીઠ છે . માનવજીવનને પુષ્પસમ સુગંધિત બનાવતી વિદ્યાપીઠમાં હાલ સાંસ્કૃતિક વિભાગ છે , જેના બે ઉપવિભાગ છે . 

એક વિભાગ વિવિધ શાખાઓના સ્નાતકે યુવાનો માટે બે વર્ષના સાંસ્કૃતિક અભ્યાસક્રમ અને બીજો મુખ્યત્વે ગ્રામીણ ક્ષેત્રમાંથી આવતા યુવાનો માટેનો નાની મુદતનો સાંસ્કૃતિક અભ્યાસક્રમ . Post Graduate Cultural Course 21 % ઓળખાતા સ્નાતકોના અભ્યાસક્રમમાં , સંરકૃતિ માટે આદર અને પ્રેમ ધરાવનાર કુટુંબમાંથી યુવાનો આવે છે અને અહીં રહીને ભારતીય દર્શનશાસ્ત્રોની સાથે પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાન તેમ જ રામાયણ , મહાભારત , ભાગવત કે ગીતાની સાથે સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કરે છે અને વિશ્વના ધર્મોનો પરિચય મેળવે છે . જયારે સ્વાધ્યાય કાર્યમાં જોડાઈ ભાવ અને પ્રેમથી ભણતા ગ્રામીણ યુવાનો ત્રિમાસિક કોર્સમાં જોડાય છે . ઓછામાં ઓછા સાત ધોરણ સુધી ભણેલા આ યુવાનો પ્રાચીન ભારતીય સંસ્કૃતિના મૂલ્યોની જણ મેળવે છે અને સ્વાધ્યાય કાર્યની વૈચારિક સમજણ પામે છે . સ્વાધ્યાય કાર્ય વિશે ઊભા થતાં પ્રશ્નો અને શંકાનો ઉત્તર પોતાની ભાષામાં મેળવી તેઓ નિ : શંક થાય છે અને કાર્યની તાત્વિક બેઠક અને વિવિધ પ્રયોગો પાછળ ભાવ સમજી કૃતિભકિત કરતાં જઈ કાર્યનું પાવિત્ર્ય અને ગૌરવ વધારે છે .વિદ્યાપીઠમાં ખીલેલી વનરાજી વચ્ચે ભણતાં ભણાવતાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેનો ભાવસંબંધ અનેરી આત્મીયતામાં પરિણમે છે અને વિદાય વેળાએ શિક્ષકો પ્રત્યેનો વિદ્યાર્થીઓનો પ્રેમભાવ , આદરભાવ આંખોમાં ઝળઝળિયાં થઈ ડોકાય છે . 

વળી આ યુવાનો અહીં ફકત બૌધ્ધિક કે માનસિક વિકાસમાં ન રાચતા શારીરિક વિકાસ પ્રત્યે પણ જાગૃત રહે છે . સૂર્યનમસ્કાર કરીને કસરત નહિ પણ બલોપાસના કરતાં ધાર્મિક ક્રાન્તિના આ અગ્રદૂતો શરીરને સબળ બનાવે છે . અને વિદ્યાપીઠના વૃક્ષવનસ્પતિની માવજત કરી મનને પુષ્ટ કરે છે . વિદ્યાર્થીઓનું શરીર તંદુરસ્ત રહે તે માટે નિયમિત કસરત અને પૌષ્ટિક આહારનો આગ્રહ રાખવાવાળાં પૂજય दादाને મન તેમના માનસિક વિકાસ ને વૃત્તિનું ઉન્નતિકરણ પણ એટલાં જ મહત્વનાં છે . તેથી તેમણે પોતાના જીવનમાં સ્વીકારેલા નિયમો જેવા કે આવશ્યક ચીજવસ્તુઓ બજારભાવે લેવાનો આગ્રહ , હિસાબ વગર લેવડદેવડ નહિ , રસીદ લેવા તથા આપવાનો આગ્રહ અને ધર્માદા કે મફતનું લેવું નહિ --- વગેરે વિદ્યાપીઠમાં પણ પાળવાનો આગ્રહ રાખ્યો છે .   

આમ જ્યાં ભગવાન યોગેશ્વરનો વાસ છે અને જયાંની રજેરજ વિશ્વવંદ્ય મહાપુરુષની ચરણધૂલિથી પાવન બની છે , ત્યાં દરેક કાર્ય ભકિતભાવથી અને ઉપાસનાની દૃષ્ટિથી થાય છે અને તેથી વિદ્યાપીઠ એક શૈક્ષણિક સંસ્થા માત્ર ન રહેતાં moving Institution બની છે . 

જીવનભર અચાયક વ્રત ધારણ કરનાર આ તેજસ્વી બ્રાહ્મણ પોતાના વિદ્યાર્થીઓ પણ કોઈની કૃપા કે દયાના પાત્ર બને તે સહી શકતા નહિ . પરંતુ વિશ્વસંસ્કૃતિની વધતી જતી વેલને પોતાની વિચારરૂપી કાઠીથી ઉપર લાવી તેને "અપૌરુષેય લક્ષ્મી" પ્રદાન કરનાર પૂજય दादा ને સંસ્થાના ખર્ચ માટે “સ્મરણાર્થે તિથિ” લેવાનું કહ્યું અને પૂજય दादाનો એકાક્ષરી જવાબ મળ્યો "ના", અતિશય આર્થિક અવગડ ભોગવી પ્રયોગ આગળ ધપાવનાર આ મહર્ષિની તેજસ્વિતાની અવધિ તો આવી ત્યારે , કે જયારે તેમણે "Government Grant"  નો પણ અસ્વીકાર કર્યો. School of Philosophy ભણાવવા બદલ વર્ષે એક લાખ રૂપિયા સુધીનું સરકારી અનુદાન અપાવવા તૈયાર કેબિનેટ કક્ષાના એક પ્રધાનને પૂજય दादाએ અરજી માટે પણ ના પાડી . હકીકતમાં શાસન પાસેથી મળતાં પૈસા હકનાં છે , તેમાં શું વાંધો ? પરંતુ પૂજય दादाના માટે શાસન કર રૂપે ઉઘરાવેલા પૈસામાંથી ખર્ચ કરે છે માટે તે પૈસામાં આપનારનું હદય , તેનો કાર્ય પ્રત્યેનો ભાવ કે પ્રભુ પ્રત્યેની કૃતજ્ઞતા નથી હોતા . તો તે રીતે આવેલા પૈસા ઋષિ પ્રણિત પ્રયોગ માટે કેમ વપરાય ? આવા રૂપમાં પૂજય દાદાને નીરખી સહજ યાદ આવે કે , “ આમ તો ઝરણાં હંમેશા પર્વતોમાંથી સરે , તે છતાં આ રણમહીં ઝરમર ઝરે તે કોણ છે ? 

' ધર્માદો " શબ્દ બધા જ લોક કાર્યોની ધરી સમાન બની રહ્યો છે . પરંતુ પૂજય दादाના શબ્દકોશમાં વિદ્યાપીઠના પ્રાંગણમાં તેને સ્થાન નથી . ધર્માદાથી ચાલતી સંસ્થા સમજીને વિદ્યાપીઠમાં આવનાર એ ભાઈઓ સામે પૂજય दादाનો પુણ્યપ્રકોપ પણ પ્રભાવીપણે પ્રજવળી ઊયો હતો . પૂજય દાદાએ તેમને સ્પષ્ટપણે સમજાવ્યું હતું કે , ભગવાનની આ સંસ્થામાં કોઈને ડરાવીને , પીગળાવીને કે શરમાવીને પૈસા નથી આવતા . અહીં કોઈને આજીજી કરીને પૈસા ભેગા નથી થતા . માટે આ ધર્માદા સંસ્થા નથી . આ જાણીને પેલા બંને ભાઈઓ પણ અત્યંત ક્ષોભ પામી , પૂજય दादा સાથે મંદિરનો પ્રસાદ લઈ ઘરે ગયા . 

પ્રભના વિશ્વાસે ચાલતી આ સંસ્થામાં પ્રભુ જ સંપત્તિ મોકલાવે છે . માણસ - સમાજ તો માત્ર નિમિત્ત છે . આ વિશિષ્ટ વિચારના કારણે ઘડાયેલી પારિવારિક ભાવનાથી આખાયે કાર્યનું સંચાલન થાય છે . સૌ કોઈ જીવનવિકાસની ભાવનાથી કાર્ય કરી પ્રભુચરણે સમર્પિત થાય છે અને ભીનીછમ લાગણીઓની લેવડદેવડથી સ્વનો વિકાસ સાધે છે . પરંતુ સરકારના મગજમાં પ્રભુ પરના વિશ્વાસની અને તેણે મોકલેલા ઘનની સમજણ ન ઊતરે તે દ્રષ્ટિએ કાયદેસરનું ટ્રસ્ટ ઊભું કરી . સંસ્થાની સાર્વજનિક ધર્માદા સંસ્થા ( Public Charitable Trust ) તરીકે નોંઘ કરાવવાનો નિર્ણય લેવાયો . 

હકીકતમાં પૂજય दादाએ ન તો કદી દાન માટે ઝોળી ફેલાવી છે કે ન તો કદી સ્વીકાર્યું છે અજાણ્યા વિત્તને . તેમણે તો સ્વાધ્યાયીઓના પ્રભુવિચાર પરના ભાવને અને સાંસ્કૃતિક ધ્યેય માટેની નિશ્ચલતાને પણ ચકાસ્યાં છે અને પછી જ સ્વીકાર્યું છે તેમનું વિત્ત ; કારણ પૂજય दादाમાટે આ સંસ્થા જ નથી આ તો તેમનો પરિવાર છે અને આ પારિવારિક ભાવના ઊભી કરી , કાર્ય કરી , તેમણે આખાય કાર્યને ચઢાવ્યું છે પ્રભુના નામે તદ્દન અનાસકત ભાવે . પૂજય दादाને આ Public Charitable trust માન્ય ન હતો . પરંતુ સમાજને ખાનગી મિલ્કત કે સાર્વજનિક મિલ્કત સિવાય ભગવાનની મિલ્કત ' ' આ કલ્પના જ મળી ન હોવાને લીધે સાર્વજનિક ટ્રસ્ટ તરીકે નોંધણી કરાવવી પડી , કોઈપણ સાર્વજનિક સંસ્થા પોતાના વાર્ષિક હિસાબ અને કામગીરીનો અહેવાલ છાપે એ સામાન્ય શિરસ્તો છે . પરંતુ તે ના પાડતાં પૂજય दादाએ કહ્યું , “ અહેવાલમાં બે જ વાતો છાપવામાં આવે છે . સંસ્થામાં પૈસા આપનાર નામોની યાદી અને સંસ્થાની આર્થિક જરૂરત પૂરી કરવાની અપીલ . આપણે ત્યાં તો સૌ ભગવાનનું કાર્ય સમજીને પૈસા આપે છે ; માટે તેમના નામો પ્રસિદ્ધ કરવાની જરૂર નહિ અને કોઈને જરૂરિયાત કહીને આપણે પૈસા ઉઘરાવવા માંગતા નથી ' ' તેમ છતાં શરૂઆતના આઠેક વર્ષ વિદ્યાપીઠના કાર્યાલયમાં હિસાબનો અહેવાલ આસો સુદ એકમથી આઠમ સુધી ખુલ્લો રહેતો . પરંતુ આટલા વર્ષોમાં એક પણ વ્યકિત હિસાબ જોવા આવી નહિ . હકીકતમાં હિસાબ જાહેર ન કરવા પાછળની પૂજય दादाની સમજણ જુદી જ હતી .તેમને મન કોઈ શ્રીમંતને ત્યાંથી આવેલા પાંચ હજાર રૂપિયાથી વધુ મૂલ્યવાન કોઈ સામાન્યના પાંચ રૂપિયા હતા . અહેવાલમાં ન દેખાનાર આપનારની યોગ્ય કદર તેઓ ઈચ્છતા હતા . અવગડ વેઠીનેય પ્રભુ રામનું કામ કરતી લંકા સુધી પહોંચવા સેતુ બાંધવામાં મદદ કરતી ખિસકોલી જેવા કાર્યકરોનું મહત્ત્વ પૂજય दादाને મન બીજાઓ કરતાંયે વિશેષ હતું અને આ કારણસર પૂજય दादाએ અહેવાલ છાપવા માટે ના કહી હતી . 

પૂજય दादाએ વિશ્વ ઈતિહાસમાં અધ્યયનથી અને તેના સંશોધનથી તારવ્યું હતું કે , જે વર્ગને ક્રાંતિથી થતા ફાયદાઓની જરૂર નથી હોતી , તે લોકો જ ક્રાંતિનું નેતૃત્વ કરે છે . વિશ્વમજૂરોને એકઠા કરી ક્રાંતિની હાકલ કરનાર કાર્લ માર્કસ મજૂર ન હતો . અને અસ્પૃશ્યોના નિવારણમાં જીવનપર્યત મથનાર મહાત્મા ગાંધી હરિજન ન હતા . મહાત્મા ફૂલેએ લડત આપી હતી વિધવાઓના પુર્નવિવાહની અને રાજા રામમોહન રાયે કે જહોન સ્ટુઅર્ટમીલે સંગ્રામ લડયો હતો 
સ્ત્રી શિક્ષણ ---સ્ત્રીમુક્તિ અર્થે . આમ વિશ્વ ઈતિહાસનું પરીક્ષણ કરી પૂજય दादाએ તૈયાર કર્યો એવો યુવાવર્ગ કે જેને ધર્મ કે ભકિતમાં ક્રાંતિની જરૂર જ કદાપિ લાગી નથી . પૂજય दादा એ ભકિતમાં કે ધર્મમાં ક્રાંતિના નેતૃત્વ માટે આ વ્યસ્ત , શિક્ષિત , આધુનિક યુવા વર્ગને બુદ્ધિથી સમજાવ્યો અને ધર્મમાં---ભક્તિમાં સુધારણા કરવા પ્રેર્યો . તે માટે પૂજય  दादा એ તત્વજ્ઞાન વિદ્યાપીઠમાં વિધવિધ શિબિરોનું આયોજન પણ કર્યું .  

અનુસ્તાનક થયેલા ભાઈબહેનો માટેની આઠ - દસ દિવસની શિબિરોમાં પૂજય दादा વિશ્વના તત્ત્વચિંતકોના ધાર્મિક વિચારો અને કાર્યનો પરિચય આપતા અને પૂર્વજોએ કરેલા વિવિધ કાર્યો અને પ્રયોગોનો તુલનાત્મક અભ્યાસ કરાવી , પ્રથોત્તરી દ્વારા શંકાઓનું સમાધાન કરતા . 

કૉલેજમાં ભણતા ઉપસ્નાતકોની શિબિરમાં પૂજય दादा તેમના મનમાં સંસ્કૃતિ અને પૂર્વજો વિશે આદર ઊભો થાય તે રીતના વિષયો જેવા કે શિક્ષણ વ્યવસ્થા , યશ , વર્ણવ્યવસ્થા લઇ તેમને નિ:શંક બનાવતા . 

પોતાના જીવનમાં સ્થિર થયેલા ૩૫ થી ૫૦ વર્ષના વર્ધક ભાઇબહેનો માટેની શિબિરમાં પૂજ્ય दादा ભકિત વિષયક પ્રવચનો કરી આચાર્યોના સ્તોત્રો સમજવતા . તેમ જ સાંસ્કૃતિક અને ધાર્મિક વિષયો પર ચર્ચા કરાવતા . 

શાળામાં ભણતા બાળકોને શનિ - રવિની રામાં વાર્તા , ગીતો , લોકો તથા સુભાષિતો દ્વારા સંસ્કાર આપનાર બાળસંસ્કાર કેન્દ્રના સંચાલકોની અનેક શિબિરો અહીં યોજાઈ છે . 

પચાસ વર્ષની ઉપરના , જીવનના સંધ્યાકાળ તરફ મોઢું ફેરવી ઊભેલા સાધક વર્ગની પણ અનેક શિબિરો અહીં યોજાઈ છે . જ્ઞાનથી , અનુભવથી , વિચારોથી અને ભાવનાથી વધેલા આ લોકો વૃદ્ધ છે , ઘરડા નહિ .

હકીકતમાં ૧૯૫૬ થી માંડીને લગભગ વીસ વર્ષ સુધી આ રીતની શિબિરો થઈ છે અને દુનિયાભરમાં એકપણ પ્રમાણભૂત વિચારધારા , સંસ્કૃતિવિચારક કે તત્વવેત્તા નહીં હોય જેની બાબતમાં બુદ્ધિગમ્ય સમજણ પ્રવચન દ્વારા , પ્રશ્નોત્તરી દ્વારા અને વાર્તાલાપ દ્વારા પૂજય दादाએ આપી ન હોય . આને પરિણામે અદનામાં અદના માનવી સુધી સ્વાધ્યાય પરિવારના ભાઈઓ આ વિચારોની સુગંધ લઈ પહોંચ્યા છે . અને તત્વજ્ઞાન વિદ્યાપીઠની આ મહેક પામી અનેક માનવો પાવન થયા છે . કોઈપણ જાતના સભ્યપદ , સોંગદવિધિ , ક્રોસ કે કંઠી કે બાહ્ય વેશપરિધાનના બંધનો કે સોગંદ અને દીક્ષા વગરની સમગ્ર વિશ્વમાત્રની આ એકમેવ પારિવારિક સંઘટના છે . 

તે સિવાય વિદ્યાપીઠ દ્વારા વિદ્યાપ્રેમવર્ધનની પરીક્ષાઓ પણ યોજાય છે . નોકરી માટે , વધુ કમાણી માટે કે મોટાઈ મેળવવા નહિ પણ પ્રભુકાર્યનું ભાથું મેળવવા અહીં સૌ પરીક્ષાઓ આપે છે અને પોતાની સમજણ પરિપક્વ કરી જીવનમાં સદ્દગુણો ખીલવે છે . 

આમ યુવાનોને પ્રલોભનોમાં ન ઝૂકવાનું તથા સુખદુ : ખનો હસતે મોઢે સામનો કરવાનું શિક્ષણ આપતી અને સંસ્કૃતિનું પુનરુત્થાન કરવાનું ધ્યેય આપતી તત્વજ્ઞાન વિદ્યાપીઠ યુવાનોમાં નાચિકેત વૃત્તિ નિર્માણ કરે છે . તત્વજ્ઞાન વિદ્યાપીઠની સ્થાપનાના પાયામાં વિચાર દ્વારા સાંસ્કૃતિક પુનરુત્થાન અને માનવીની સઘળી સમસ્યાઓનો સાચી વૈજ્ઞાનિક ભકિત દ્વારા ઉકેલ લાવવાની શકિતનું દર્શન --- આ બે મૂળભૂત વાતો રહેલી છે . આમ વિદ્યાપીઠનો જન્મ ક્રાંતિ કરવા માટે થયો છે . આ ક્રાંતિમાં તલવાર ને ઢાલને ખખડાટ કે ભાલા બંદૂકનો ફફડાટ નથી પણ કીડીના પગે બંધાયેલા ઝાંઝરનો રુમઝૂમતો નિનાદ ને વહેતાં ઝરણાંનો ઘૂઘવાટ છે . ભકિત , ધર્મ અને અધ્યાયમાં પરિવર્તન અને પુનરોધ્ધાર માટે વિદ્યાપીઠ પ્રયત્નશીલ છે .

વિશ્વમાં ક્રાંતિના અગ્રદૂત તૈયાર કરનાર વિદ્યાપીઠની હવાના પ્રત્યેક તરંગમાં ગૂંથાયેલા પૂજય दादाસમ મહર્ષિને , કાંતિપ્રણેતાને આપણા શતશત વંદન . !!!

Header Ads

Post a Comment

2 Comments

Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.