❍ સ્વાધ્યાય પરિવાર ની વ્યાપક કાર્યક્ષેત્રતા ❍
સ્વાધ્યાય(#Swadhyay) શબ્દ કાને પડે એટલે તરત જ દાદાજી(પાંડુરંગ શાસ્ત્રી-Pandurang Shastri) ની યાદ આવે.વળી,સ્વાધ્યાય શબ્દ પણ એકલો નથી બોલાતો,આપોઆપ સાથે પરિવાર શબ્દ આવી જ જાય.આ વસ્તુ જ સ્વાધ્યાય પરિવાર(#swadhyayparivar)ની વ્યાપક કાર્યક્ષેત્રતાને દર્શાવે છે.
આપણો દેશ પશ્ચિમના દેશો કરતા એક બાબતે અલગ પડતો હોય તો તે છે પરિવારની ભાવના(Family spirit). અને આ પરિવારની ભાવનાને વ્યાપક બનાવવાનું કામ ખુબ જ સરસ રીતે સ્વાધ્યાય પરિવારે કર્યું છે. લોહીનો સંબંધ ન ધરાવતા વ્યક્તિ સાથે પણ પોતીકાપણુ દર્શાવીને સ્વાધ્યાય પરિવારે જાણે આ દેશને એક તાંતણે બાંધો છે. સાવ જ અજાણ વ્યક્તિ સાથે પણ ભાવનાત્મક સંબંધ(Emotional relationship) દ્વારા કંઈ પણ સ્વાર્થની ભાવના વગર જોડાવાની વસ્તુ સ્વાધ્યાય પરિવારના લોકો દ્વારા શીખવા મળે છે.
સમર્પણ,ભક્તિ ફેરી અને કૃષ્ણં વંદે જગદ્ ગુરુ નો નાદ પાડતા આ આધ્યાત્મિક સૈનિકો(Spiritual soldiers) જ્યારે નીકળે છે ત્યારે વાતાવરણમાં એક અલગ જ વાઇબ્રેશન જોવા મળતું હોય છે. આખાય વિશ્વમાં હિંદુ ધર્મનો અને ભાઈચારાનો સંદેશ આપવા વાળા લોકો પાછળનું મુખ્ય ચાલકબળ એવા વ્યક્તિ છે પાંડુરંગ શાસ્ત્રી આઠવલે એટલે કે આપણા ''દાદાજી''.
એક વ્યક્તિ ધારે તો કેટલું કરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે પાંડુરંગ શાસ્ત્રી આઠવલે. દેશના ખૂણે ખૂણા,નાના નાના ગામડાઓમાં ફરી ફરીને લોકોને આધ્યાત્મિકતા સાથે જોડવાનું ભગીરથ કાર્ય શ્રી દાદાજીએ કર્યું હતું.પૂજ્ય દાદાજીએ ગામડે ગામડે ફરીને દેશના હજારો લોકોને પોતાના બનાવ્યા હતા.બીજી વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદ પછી હિંદુ ધર્મનો ડંકો વગાડનાર વ્યક્તિ તરીકે દાદાજીએ હિંદુ ધર્મની ખૂબ જ ઉત્તમ રીતે સેવા કરી છે.માછીમાર લોકોને પણ આ પાપનો ધંધો નહી પણ તારા બાપનો ધંધો છે એવું કહીને પણ ગીતા,ઉપનિષદ વગેરેના પ્રવચનો સંભળાવનાર વ્યક્તિ પણ દાદાજી જ હતા.
સ્વાધ્યાય પરિવાર એ કોઈ સંસ્થા નથી કે જે પોતાના ધર્મપ્રચાર કે પોતાના સિદ્ધાંત પ્રચાર પાછળ મહેનત કરી રહી છે પણ સ્વાધ્યાય પરિવારનો મૂળ ઉદ્દેશ છે કે ભારતના લોકો પોતાના મૂળ આધ્યાત્મિક ચેતનાના કેન્દ્ર એવા શ્રી કૃષ્ણ અને ભગવતગીતા સાથે જોડાય. સ્વાધ્યાય પરિવારે કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારના લાભ-લાલચ, ભાવનાત્મક ધમકી(emotional blackmail),સમજાવટ,બ્રેઇન વોશિંગ(Brain washing) થી કોઈપણ વ્યક્તિને જોડ્યો નથી કે સ્વાધ્યાય પરિવારે આજ સુધીમાં એક પણ મંદિર(#temple) બનાવ્યું નથી.આ વસ્તુ જ સ્વાધ્યાય પરિવારને આજના બીજા કહેવાતા આધ્યાત્મિક ફાંટાઓથી અલગ પાડે છે.આખા દેશમાં વૈદિક કલ્ચર(Vedic culture),ભગવદ્ ગીતા(bhagavad gita) અને ઉપનિષદ(#Upanishads) જેવા આપણી સંસ્કૃતિના સીમાસ્તંભોને ન માત્ર ટકાવવાનું પણ તેને મજબૂત કરવાનું કાર્ય પણ સ્વાધ્યાય પરિવારને જ આભારી છે.
નાના-મોટા કુલ થઇને 50 હજાર જેટલા કેન્દ્રો અને 60 લાખ લોકોના વિશાળ પરિવારે વિશ્વના લગભગ ૫૦ દેશોમાં દાદાજીના અને ગીતાના સંદેશના ઘર ઘર સુધી પહોંચાડ્યો છે.
બાળ સંસ્કાર કેન્દ્ર,યુવા કેન્દ્ર,યુવતી કેન્દ્ર વગેરે દ્વારા યુવાનોમાં પણ એક નવી જ આધ્યાત્મિક શક્તિ(Spiritual power) જગાડવાનું કામ સ્વાધ્યાય પરિવાર એ ખૂબ જ સુપેરે કર્યું છે.
વૃક્ષ મંદિર,માધવ વૃંદ,યોગેશ્વર કૃષિ વગેરે જેવા લોકોને જોડતા કાર્યો થકી એક સામાજિક સુવાસ ફેલાવવાનું કાર્ય પણ સ્વાધ્યાય પરિવારે કર્યું છે.આ પ્રવૃત્તિઓ દ્વારા પર્યાવરણ અને પ્રકૃતિને બચાવવાનો પણ ખુબ જ સરસ સંદેશ આપ્યો છે.બદલાતા વૈશ્વિક પ્રવાહો અને પર્યાવરણ સામે ઉભા થયેલા ગંભીર પ્રશ્ન સામે લડવાની વાત પણ સ્વાધ્યાય પરિવારે તેમના વિવિધ કાર્યક્રમો થકી કરી છે.કેટલું ભગીરથ કાર્ય! કોઈ પણ સંસ્થાનો વિરોધ નથી પણ હાલની કહેવાતી આધ્યાત્મિક સંસ્થાઓ જ્યારે પોતાના ભક્તોની સંખ્યા વધારવામાં અને પોતાના મંદિરોનો વ્યાપ વધે તેમાં જ વ્યસ્ત છે તેવા સંજોગોમાં સ્વાધ્યાય પરિવારે લોકોમાં ખરા અર્થમાં ભાઇચારા(#Brotherhood) અને સદભાવના(#Goodwill)નું વાતાવરણ પ્રસ્થાપિત કર્યું છે.
સ્વાધ્યાય પરિવારની બીજી એક ઉડીને આંખે વળગે એવી બાબત હોય તો તે છે એકસૂત્રતા(#Harmony). દર અઠવાડિયે એક કલાક માટે લેવાતા પુષ્પ(વિષય),ઉખાણુ,રમત અને નાની-મોટી અન્ય પ્રવૃત્તિઓની એકસૂત્રતા જે તે અઠવાડિયા માટે આખા દુનિયાના કોઈ પણ દેશમાં કોઈ પણ સ્થળે એક સમાન હોય છે! ભાષાના માધ્યમ અલગ અલગ હોઈ શકે પણ વિષયવસ્તુ તો તેની તે જ હોય છે. આ વસ્તુ જ સ્વાધ્યાય પરિવારની એકસૂત્રતા અને એક તાંતણે બંધાઈ રહેવાની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. વળી,આપણે કોઈ વ્યક્તિના કે મહાપુરુષના જન્મદિનની વાતો સાંભળી છે,પણ સ્વાધ્યાય પરિવાર આપણી આધ્યાત્મિકતાની ધરોહર એવી શ્રી ભગવદગીતાનો જન્મદિવસ પણ ગીતાજયંતી(geeta jayanti) સ્વરૂપે ઉજવે છે.ગીતાજયંતીના પર્વ નિમિત્તે જે તે કેન્દ્રમાં યુવકો વચ્ચે ગીતા ઉપરના કોઈપણ વિષય પર વકૃત્વ સ્પર્ધા રાખીને ગીતાજી પ્રત્યેની આપણી ભાવનાને વ્યક્ત કરવાની એક પરંપરા પણ સ્વાધ્યાય પરિવાર એ ખડી કરી છે.
ભાવફેરીમાં નીકળેલા પરિવારના ભાઈઓ જ્યારે કોઈના ઘરે જાય છે ત્યારે યજમાન વ્યક્તિનું અન્ન લેતા નથી.આમાં કોઈ ઉપેક્ષાભાવ નથી પરંતુ સામેવાળા વ્યક્તિને ઓછામાં ઓછી તકલીફ પડે તે ઉદ્દેશ રહેલો છે! સ્વાધ્યાય પરિવાર હજુ સુધી દેશની સંસ્કૃતિના કેન્દ્ર સાથે જોડાયેલો છે અને તેથી જ એટલા વ્યાપક ફલક પર ટકેલો છે.વિડિયો કેન્દ્રોમાં એક શ્લોક પર બે-બે મહિના સુધી બોલવાનું અને તેના ગૂઢાર્થ કાઢવાનું કાર્ય દાદાજીના સાંસ્કૃતિક જ્ઞાનનો પરચો આપે છે. સ્વાધ્યાય પરિવારે કંઈ પણ નવી વસ્તુ સાબિત નથી કરવાની અને કદાચ તેથી જ તે હજી સુધી કોઈ ફાંટામાં વહેંચાયેલો નથી અને હજી તેનું કાર્ય વધારે ને વધારે વિસ્તરતું જાય છે.ખૂબ જ સરળ સ્વભાવ,ઉચ્ચ કક્ષાનો મૈત્રીભાવ અને ઉત્તમ વ્યક્તિત્વ ધરાવતો સ્વાધ્યાય પરિવારનો વ્યક્તિ સોશિયલ ફેબ્રિકને વધુ મજબૂત બનાવી રહ્યો છે. સામ-દામ-દંડ-ભેદ થી નહિ પણ પ્રેમ અને ભાતૃભાવથી કામ કરનાર અને કરાવનાર લોકો કોઇ પણ પ્રકારની અપેક્ષા વગર એકબીજાને મદદ કરતા હોય છે.વળી,સ્વયંશિસ્ત(Self-discipline) અને વસુધૈવ કુટુંબકમ્ ની ભાવના પણ અત્યારે ક્યાં બીજે જોવા મળે છે? તે માટે પણ સમગ્ર પરિવારને ધન્યવાદ આપવા પડે.વધતા જતા કોર્પોરેટ કલ્ચર(Corporate culture) માં આજે જ્યારે મારે શું અને સૌ સૌનું કરે એવી વસ્તુઓ સાંભળવા મળતી હોય ત્યારે સ્વાધ્યાય પરિવારની હાજરી સૂચક બની જાય છે. દાદાજીનો જન્મદિન ૧૯ ઓક્ટોબરને 'મનુષ્ય ગૌરવ દિન' તરીકે ઉજવીને મનુષ્યત્વનું ગૌરવ પણ વંદનીય જ છે. આશા રાખીએ કે સ્વાધ્યાય પરિવારનું વંદનીય કાર્ય દિવસે ને દિવસે વધારે મજબૂત બનતું જાય અને લોકોમાં સહાનુભૂતિ(#Empathy) અને આધ્યાત્મિકતા(#Spirituality) તેમજ ભાઈચારો(#Brotherhood) સ્થાપિત થાય.
![#Emotional_relationship,#Empathy,#Spirituality,#Brotherhood,#Self-discipline,#Harmony,#Goodwill-This is the only thing that shows the wide scope of the Swadhyay family-seven pillers of swadhyay parivar-www.swadhyay.online The Swadhyaya Movement or Swadhyaya Parivara is a new religious movement that started in mid 20th-century in the western states of India, particularly Maharashtra and Gujarat.[1] Founded by Pandurang Shastri Athavale (1920-2003), the movement emphasizes self-study (swadhyaya), selfless devotion (bhakti) and application of Hindu scriptures such as the Upanishads and Bhagavad gita for spiritual, social and economic liberation.](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhhuIcJtfnkxo6yleHtdhdLGvpdbp5acK1jIYrBhTz2LQJs4IUjSL-SAlqgYIq_8t0mObPz8B8AtPxdxnrzwS4PMBhXu_FC2VEoYl_FNmvCgHYJriilwpdgSDuduL3pIVqWI2CVkuzuqg8/w320-h171/This+is+the+only+thing+that+shows+the+wide+scope+of+the+Swadhyay+family-seven+pillers+of+swadhyay+parivar-www.swadhyay.online.jpg)


0 Comments
Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.