મનુષ્ય ગૌરવ દિન-૨૦૨૦-સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત લાઇવ સ્ટ્રીમિંગ કાર્યક્રમ.
મનુષ્ય ગૌરવ દિન
સ્વાધ્યાય પરિવાર ના પ્રણેતા પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવાલે(પૂજ્ય દાદાજી) નો જન્મ દિવસ એટલે મનુષ્ય ગૌરવ દિન,
માનવ ને માનવ બનાવવા હતાશા, નિરાશા અને લઘુતા દુર કરવા, ગીતા ના વિચારો થી અસંખ્ય માનવીના જીવન બદલ્યા છે, માનવ મા ભગવાન નો વાસ છે, આ વાત કરી, તુ બની શકે છે, બદલી શકે છે, બદલાવી શકે છે, આવી can't doo. વૃત્તિ નિર્માણ કરી માનવ ને ગૌરવ અપાવ્યું...
પોતાનું ટાઈમ, ટિકિટ, અને ટીફીન લઈને નિસ્વાર્થ ભાવે લાખો પરિવારને પોતાની કૃતજ્ઞતા ભગવાન ના ચરણે ધરતા કર્યા, અને અસંખ્ય ચેતનો લહેરાતા કર્યા છે.
કુડા કચરા વિણી-વિણી હિરા કર્યા, પાડુંરંગે હૈયે હૈયે દિવા કર્યા...
તું વસે અંતરમાં તુજને પ્રણામ સત્ સત્ કરીએ...
પૂજ્ય દાદાજી ને કોટી કોટી વંદન...
"તું વેદોનું ગાન લઇ આવ્યો "
(પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી-દાદાજી ના જન્મ દિવસ એટલે કે “મનુષ્ય ગૌરવદિન” નિમિત્તે સહ સ્નેહ)
લાખોના રુદિયા ના "રામ" ને જગાવી,
જન્મોથી સુતેલા મદ, મોહ ને ભગાવી,
આ ભટકેલ માનવીને મારગ બતાવવા,
તું "વેદોનું ગાન"લઇ આવ્યો.
પારસ સમો જયાં સ્પર્શ મળ્યો તારો,
સોનું બની ચમકયો આ અવતાર અમારો,
ઉઠ અને ઉભો થા કહી અર્જુન બનાવવા,
તું "ગીતા નું ગાન" લઇ આવ્યો.
કહેતાં શરમાઉં કેવો 'ભોગી' બની મરતો રહ્યો,
કાયા, માયા ને તારા-મારા માં જીવતો રહ્યો,
કાયર આ પામર ને આંગળીનો સ્પર્શ આપી,
દયેયનિષ્ઠાને "સંસ્કૃતિનું" ગાન લઇ આવ્યો.
જીવન સંગ્રામ છે, જો તો જરા કેવા પડકાર છે,
મૃત : પ્રાય ચેતના ને મત્ત આ સમાજ છે,
અંધશ્રદ્ધા, રિવાજો ને રૂઢિઓ ને નાથવાતું,
"તત્વજ્ઞાન" નું અમૃત પાન લઇ આવ્યો.
સુતેલા સિંહ સમા યુવાન ને જગાડી, ક્રાંતિ નો પાઠ તે આપ્યો.
'ભક્તિફેરી’ થી ગામે ગામને જગાવી ,‘સ્વાદયાય’ ના શબ્દ ને રુધ્યિા માં સ્થાપ્યો.
'દાદા' એ દીધા નો મોલ શું કરવો, આજ ‘અંતર’ થી આટલું કહેજો .
તારા ચીંધેલા રાહે ચાલી બતાવવાનો ,આજ થી જ કોલ તેને આપ્યો.
તું વેદોનું ગાન લઈ આવ્યો...
તું ગીતાનું ગાન લઈ આવ્યો...

0 Comments
Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.