What is Swadhyay ?

સ્વાધ્યાય.


What is Swadhyay ? સ્વાધ્યાય પરિવાર,સ્વાધ્યાય પ્રવચન,તત્વજ્ઞાન,જય યોગેશ્વર,स्वाध्याय परिवार,स्वाध्याय क्या है?,तत्वज्ञान,swadhyay parivar

સ્વાધ્યાય. 

સ્વાધ્યાય(#Swadhyay) એટલે સ્વની પૂછપરછ . સ્વાધ્યાય એટલે સ્વના લય - તાલને ઓળખીને સ્વ સાથે બાંધલો સમજણનો સેતુ . 

આધુનિક રોબોથી સંચાલિત વિમાનોની ઘરઘરાટી અને માનવજાતને જડમૂળથી નષ્ટ કરવાને શકિતમાન મિસાઈલ્સના વિધવિધ નામોના ઢગલામાં કે શસ્ત્રોની દોડને ગૂંથતી ઉકલતી આજની મહાસત્તાઓની ડિપ્લોમેટીક રાજનીતિમાં સ્વાધ્યાય સહેજ અલગ પડઘાય છે , નહી ? આધિભૌતિક પ્રગતિનાં શિખરો સર કરવા જતાં વિકસતા રાષ્ટ્રોમાંનું નૈતિક જીવન વેગથી સ્વાધ્યાય અધ : પતન તરફ જતું દેખાય છે , કારણ આધુનિક વિજ્ઞાન માનવોને વિવિધ સાધનો ઊભાં કરી આપે છે . તે સાધનોનો અંગત લાભ માટે ઉપયોગ કરતો માનવ તે દ્વારા સુખ ઈચ્છે છે . પરંતુ હાંફતી છાતીએ દોડતા વિજ્ઞાન તરફ જોવાને તેને આંખો નથી , તેથી વિજ્ઞાન પાસેથી સુખની ઈચ્છા રાખવી એ ગુલમોરના ઝાડ પાસેથી ચંપાની પીળેરી સુવાસને ઈચ્છવા સમ મૃગજળ પુરવાર થાય છે . 
અંગત લાભો માટે વપરાતી આ વૈજ્ઞાનિક શોધોતી વધ્યાં ઈર્ષ્યા , રાગ અને મત્સર . ઊભી થઈ શસ્ત્રોની સ્પર્ધાઓ.તેના પરિણામે જગતે જોયાં આ સદીના બે મહાયુદ્ધો . આ મહાયુદ્ધોની વિનાશક અસર સર હેઠળ જીવતા માનવો ત્રસ્ત હતા ; ગ્રસ્ત હતા.આખું જગત જાણે કે દિશાશૂન્ય થયું હતું . ભીષણ યુદ્ધના પરિણામો હેઠળ જીવતાં માનવમનનો વિકાસ રૂંધાયો હતો . તે વખતે વિચારોની ઉષા પ્રગટી પૂર્વમાં , આ ઉષાની લાલિમાએ વિશ્વમાં એક નવો જ ભાવ પ્રગટાવ્યો . માનવરકતથી અભિષિકત થયેલી ધરા પરના માનવોને રકત બનાવનારાનો સંબંધ સમજાવ્યો પૂજય પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલે ( પૂજય दादा ) એ . ઋષિમુનિઓ કથિત સ્વાધ્યાયના જીવનમંત્રને સ્વર મળ્યો दादाનો અને માનવજીવનમાં ઉગેલ વૈશાખ માસના કાળઝાળ તાપમાં જાણે કે અષાઢી સાંજ મહોરી ઊઠી . પરિસ્થિતિ પરિવર્તન અને મૂલ્ય - પરિવર્તનના મોટાં નગારાં વચ્ચે સ્વાધ્યાયની વાંસળીએ સૂર દીધો માનવ પરિવર્તનનો . માનવ જાગૃતિથી જ પરિવાર સુખી , સમાજ સ્વસ્થ અને રાષ્ટ્ર શકિતશાળી બને છે . આ વાત સ્વાધ્યાયના સપ્ત સૂરે સંભળાવી . સ્વાધ્યાય એટલે ઋષિમુનિઓને પ્રાપ્ત થયેલ દર્શન દ્વારા સર્જાયેલા સાંસ્કૃતિક વાડ્મયનું ચિંતન અને મનન . સ્વાધ્યાય એટલે કત વાંચવું કે સાંભળવું નહીં ; પણ સ્વાધ્યાય એટલે તો છે સ્વનું અધ્યયન(#Selfstudy) . સ્વની ઓળખ . અને ઓળખવો આ અત્યંત કપરી વાત છે ; કારણ કે સ્વની સાથે આવે છે ન ગમતા ભાવોનું ઘોડાપૂર ; જે આપણે આપણામાં જ નીરખીને દંગ રહી જઈએ છીએ . કોઈ શાયરે તેથી જ તો કહ્યું છે ને કે , 

“ કહો તો બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉ અરીસો ફોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે . 
સ્વાધ્યાય અરીસામાં ઉપસતા પડછાયાને ભાંગીને તેનું નિરીક્ષણ કરતાં શીખવે છે ; તેથી જ તો સ્વાધ્યાય એટલે અરીસામાં દેખાતા વ્યકિતત્વને જણવાનો બદલવાનો ઉદ્યમ . 

જેમ ઘઉની સાથે ફોતરું રહે છે , તેમ “ સ્વ ” માં ચૈતન્યની સાથે અહમ્ અને ઈચ્છા રહે છે . આ અહમ્ અને ઈચ્છાનો અભ્યાસ એટલે સ્વાધ્યાય . શાહુડીની તીખી ચામડી જેવો ટટ્ટાર અહમ્ સ્વાધ્યાયને કારણે સસલાના શરીર પર છવાયેલા રૂના મૂદુ ઢગલા જેવો થઈ રહે છે . અર્થાત્ અહમ્ વસ્તુનિષ્ટ ન રહેતાં કોઈનો થઈ રહેતાં શીખે છે . અંતે પ્રભુનો થઈ રહે છે . 

ઈચ્છા એટલે હરિયાળા ઘાસમાં પથરાયેલ લાલચટક કીડીઓ . આ ડંખ દેતી ઈચ્છાઓનું રૂપાંતર સ્વાધ્યાય દ્વારા થાય છે સઈચ્છામાં.સઈચ્છાથી માનવ ઓશિયાળો કે દીન ન બનતાં અસ્મિતાપૂર્વક જીવતો થાય છે ; સામાજિક જીવનમાં અન્યોનું સારું ઈચ્છતો , સને પ્રભુને કેન્દ્રમાં રાખીને જીવતો થાય છે . આમ પ્રભુકાર્ય કરી ભાવપૂર્ણ જીવન જીવતા માનવામાં સદ્દઈચ્છાઓ દઢ થાય છે અને પ્રભુ પરનો વિશ્વાસ વધે છે . પરિણામે સઈચ્છાઓનું રૂપાંતર થાય છે યદચ્છામાં . ગીતાકથિત ભકિતના પરિપાક સમી આ યદચ્છામાં છે માત્ર ઈશ્વર પરની દઢતમ અને અનુપમેય શ્રદ્ધા . 
આમ “ સ્વ’ના ઉત્કર્ષ તરફ આગળ વધારતો આ વિચાર કોઈ પંથ કે વાડાથી પર છે . તેથી સ્વ'ની ઉન્નતિની ખેવના રાખનાર દરેક વ્યકિત સ્વાધ્યાયને પોતાના જીવનમાં આવકારે છે . 
સ્વાધ્યાય મનુષ્યમાં પ્રગટાવે છે બુદ્ધિયુકત વ્યવહાર . માણસના જીવનરથને હાંકે છે બુધ્ધિ જ . આથી સ્વાધ્યાયના સ્નાનથી શુદ્ધ થયેલી બુદ્ધિ પર જ શ્રદ્ધા રાખીને માણસ પોતાની લગામ તેના હાથમાં સોંપે છે . બુદ્ધિની પ્રસન્નતાથી નિરોગી બનેલો માણસ સ્વવિકાસ સાધી શકે છે . 

બુધ્ધિની પવિત્રતા ટકાવી રાખવા સ્વાધ્યાયનું સાતત્ય આવશ્યક થઈ પડે છે. स तु दीर्घकाल नैरन्तर्य सत्कारादरासेवितो दृढभूमिः ॥ તુ તીર્થશાસ્ત્ર નૈરન્તર્થ સારાસેવિતો દમૂનિ : એ જ તો છે સ્વાધ્યાયની પરિભાષા . અનાજના દાણા પાણીમાં સતત પલળે તો જ તેમાં અંકુર ફૂટે . ફકત છાંટણાથી તો તે ઘડીભરમાં કોરા થઈ જાય . આમ પવિત્ર બનેલ બુદ્ધિ જીવન સંગ્રામમાં આવતા પ્રલોભનોસામે ટકી શકે ; મુશ્કેલીઓ ઓળંગી શકે . પ્રભુને તથા પ્રભુના વિચારોને સમજી શકે તે રીતની વિવેકી અને દક્ષ બુદ્ધિ બને . 

માનવનો આધ્યાત્મિક વિકાસ પણ સ્વાધ્યાય દ્વારા જ શકય બને છે ; કારણ અધ્યાત્મ એટલે કાંઈ મેગ્નેરિઝમ , હિપ્નોટિઝમ નથી કે નથી ફકત ઉપવાસ , કથાશ્રવણ કે દેવદર્શન . અધ્યાત્મમાં તો આવે છે સ્વની સંપૂર્ણ સમજણ . 
પોતાની વાસના સમજીને માણસ તેને પ્રભુપ્રેમ તરફ વાળે ; પોતાના વિકારોને ઉદાત્ત કરીને આત્માનું ઉદ્ઘ કરણ થાય તે પથ જ અધ્યાત્મ ! ( आत्मनि अधि ) 
આમ , સ્વાધ્યાય માનવના બાહ્ય કોચલાની માંહે પારિજાતની મહેક , પ્રસરાવે છે . 

સ્વાધ્યાયની વેલ નકશા પર ચીતરાઈને મોટી નથી થતી . તે તો વધે છે નિજ લીલા મુજબ . આ વેલની ઉપર ઊગેલા પ્રત્યેક પાંદડાની માફક દરેક સ્વાધ્યાયી એકબીજા સાથે જાણે કે પ્રેમના સૂત્રે બંધાયો છે . આથી જ તો સ્વાધ્યાયની બેઠકમાં આવે છે ચાર વાતો . ( ૧ ) સાંભળવું ( ૨ ) મળવું ( ૩ ) વિચારવું ( ૪ ) છોડવું

સ્વાધ્યાયમાં સાંભળવા બેસતી વખતે માણસ પોતાના ચંપલ ઉતારે છે અને તેના પગને સ્પર્શ થાય છે . પોતીકી માટીનો . તેના નામ પાછળની ડીગ્રી કે લેબલ અળગાં , થાય છે અને તેને સ્પર્શ થાય છે પોતાનો . સ્વાધ્યાયમાં સાંભળતી વખતે તે કમ્પ્યુટર મૅન કે ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ થઈને નહીં , પરંતુ માનવ બનીને સાંભળે છે .વિશેષણોમાં અટવાતો માનવ વિશેષણ વગર , સાવ હળવો ફૂલ જેવો બને છે અને ત્યારે એડલર અને જંગ જેવા માનસશાસ્ત્રીઓની અહંકારની સમસ્યાનો રચનાત્મક ઉકેલ મળે છે , કારણ કે સ્વાધ્યાયમાં આવનાર માણસનો અહમ ચામડી જેવો નહીં પણ વસ્ત્રો જેવો હોય છે . સ્વાધ્યાય જીવનમાં એક એવી જગ્યા ઊભી કરે છે જયાં માણસના અહમનો ઝબ્બો ખીંટી પર ટંગાય ને માણસ સંતરાની છાલ જેવા પડતા તડકાને મળવા હળવો ફૂલ થઈ બેસે .

અહીં માણસ એકમેકને મળે ત્યારે તે માણસ થઈને મળે છે અને તેથી તેમાં કૃત્રિમ હાસ્યને બદલે ઊછળે છે હૂંફાળું સ્મિત અને પરસ્પરનો આદરભાવ . આજના દોહ્યલા કાળમાં પૈસાથી જો એકાદ વસ્તુ ન મળતી હોય , તો તે છે માણસ . બાકી તો ડીગ્રી કે સર્ટિફિકેટનો વેપાર કરતા માનવને બધી જ વાતો હાંસલ થઈ છે . પૈસાથી ડૉકટર કે એન્જિનિયરથી માંડીને થોડાક કલાકના પિતા કે પુત્રના વિશેષણો પણ ખરીદાય છે ; પરંતુ નથી મળતો કશે માણસ ! એવા કાળમાં સ્વાધ્યાયની જગ્યા એવી છે કે જયાં માણસને માણસ મળે છે . આ વિચારને કાર્યાન્વિત કરતાં પૂજય दादा કહે છે કે જગંતના દુરિતો સામે લડવા માટે અહંકાર જરૂરી છે , પણ એક એવી ખીંટી હોવી જોઈએ કે જયાં આપણે અહં ટાંગી શકીએ , થોડી વાર વિસારે પાડી શકીએ . તે જ ક્ષણે માણસ વિચારતો થાય છે પોતાના વિશે , પોતાના માનવપણા વિશે . શુદ્ધ ઘટનાઓમાં રાચતા રહેલા માણસની આંખોમાં ભૂરા આકાશનું આંજણ આજે છે પૂજય दादा અને માણસમાં જગે છે આત્મગૌરવ . સ્વાધ્યાયમાં બેસીને માણસ પોતા વિષે વિચારતો થાય છે અને પોતાને બંધિયાર કૂવામાં મર્યાદિત ન રાખતાં . ઝરણાની જેમ વહેતો રાખે છે . માણસ પોતાનામાં પ્રગટાવે છે કલકલતું ઝરણું કે જેથી તેના બધા જ દોષો છૂટતા જાય . આમ સ્વાધ્યાય માણસને છોડતો કરે છે . 

પોતાના રાગદ્વેષને છોડતો માણસ ઝરણું બનીને દરિયાને પથ ચાલવા લાગે છે અને પ્રાપ્ત કરે છે દરિયાના ગુણો . સ્વાધ્યાયના દરિયામાં એકરસ થતો માનવ બને છે કૃતજ્ઞી . પોતાની અપેક્ષાઓની પોટલીને ન ખોલતાં પોતા પર થયેલા પ્રેમની અને કરેલા કામની કદર કરે છે ; તેને માટે કંઈ પણ કરી છૂટવા તત્પર બને છે . આમ ભગવાન તરફ , ઋષિમુનિઓ તરફ , સંસ્કૃતિ તરફ કે માબાપ અને રાષ્ટ્ર તરફ કૃતજ્ઞતા વ્યકત કરી પોતાનું કર્તવ્યપાલન કરે છે . સ્વાધ્યાયની કેડી પર ચાલતા માનવમાં કૃતજ્ઞતા પછી જન્મે છે અસ્મિતાનો ગુણ . આત્મગૌરવ , આત્મવિશ્વાસ અને આત્મરક્ષણનું ભાન કરાવતી અસ્મિતાવૃત્તિ થકી જ ભગવાન માનવમાં આવીને વસ્યો છે . આમ “ હું મોટો છું ; તો બીજે પણ નાનો નથી ”___ની સમજ , અસ્મિતા દ્વારા માનવમાં આવે છે . પોતાનામાં આવીને વસેલા ભગવાનનો વિચાર આવતાં માનવ તેજસ્વી બને છે . વિષયો પાસે તે હારી જવાને બદલે લડે છે , પડે છે , ફરી ઊભો થઈ લડે છે , જીત માટે ઝઝૂમે છે અને વિજય પ્રાપ્ત કરે છે . તે કોઈ આગળ ઓશિયાળો ન થતાં સમજદારીપૂર્વક પોતાનું જીવન ચલાવે છે . આમ પોતાના જીવનમાં તારલા જેવી ભાવપૂર્ણતાનો અનુસ્વાર લગાડે છે . સાધનોમાં ન અટવાતાં અને વિત્તને સર્વોપરી ન માનતાં માનવ તરીકે પોતાના અને બીજાના ભાવજીવનને પણ સમૃદ્ધ બનાવે છે . આવું ભાવપૂર્ણ જીવન પ્રભુના ચરણે ધરવા માટે તે સદાકાળ તૈયાર રહે છે .

પ્રભુ પોતાની સાથે હોવાની સમજણ દરેક સ્વાધ્યાયીને થાય છે ; આને કારણે પોતાનું જીવન ચલાવનાર પ્રભુ માટે , તેના કામ માટે તે પોતાની શકિતનું , સમયનું કે સંપત્તિનું સમર્પણ કરવા ઈચ્છે છે . આ ત્રિવિધ સમર્પણ એટલે જ એકાદશી . આમ પોતાનામાં રહેલા ભગવાનની સમજણ આપીને પૂજય दादाએ એકાદશીની નવતર સંકલ્પના આપી છે . આ સમજણ પામીને કોઈને બદલવા કે સુધારવા નહિ , પરંતુ બીજાની હૂંફ પામવા અને આપવા માટે સ્વાધ્યાયીઓ ગામેગામ ફરતા રહેલા છે . એક વ્યકિત બીજી વ્યકિતને પ્રેમથી મળે ; ભગવાન સાથેના આપણા સંબંધ સમજે , સાથે રહીને સુખદુ : ખ ભોગવતા પ્રભુની હાજરી પ્રતિક્ષણ પોતાની સાથે વર્તાવાથી તે વિભકત ન રહેતા ભકત બને છે . તે ફકત પોતાનો વિચાર ન કરતાં પોતાની સાથે રહેતા રામનો પણ વિચાર કરે છે . આ વિચારના પરિણામે માણસ વ્યસનમુકત બને છે . સિગારેટની , હાનિકારકતા ઉપર લૅકચર આપીને લહેજતથી સિગારેટ પીનાર માણસ જેવો ન રહેતાં તે પોતાના માંહ્યલા રામને સિગારેટના ધુમાડાથી ગુંગળાવવા રાજી નથી . આમ સીધા ઉપદેશો કે જાહેરાતો દ્વારા નહિ પણ માંહ્યલા રામની સમજણ ભકિત દ્વારા મેળવીને કેટલાયે વ્યસનો છૂટી જાય છે અને કેટલીયે સામાજિક બદીઓ નાશ પામે છે . 

પૂજય दादाએ સ્વાધ્યાયની સમજણ આપીને સંસ્થા ઓગાળી દીધી અને પરિવાર ઊભો કર્યો છે . આ પરિવારમાં આયોજન છે , પણ બંધારણ નથી . અહીં સ્વયંસ્કુરિત અનુશાસન અને રાજીપો છે . યોગેશ્વરના પગ મંડાતા જાય અને માનવનો નકશો ચીતરાતો જાય . યોગેશ્વરના પગરવની કેડી दादाએ પકડી છે , માટે જ સ્વાધ્યાય પરિવારમાં કોઈ છિન્નભિન્ન નથી પણ એકત્ર છે . સ્વાધ્યાય પરિવારના કેન્દ્રમાં યોગેશ્વર છે ; માટે અહીં બધા જ પોતાના છે . સ્વાધ્યાય એ दादाએ કરેલો પ્રયોગ નથી ; પણ માણસમાં મૂકેલી શ્રધ્ધા છે . આજના ભૌતિકવાદી જગતમાંથી લુપ્ત થયેલા ભાવ અને પ્રેમને આ પરિવારમાં સ્વાધ્યાયી અનુભવે છે અને તેથી ભાવસર્જન માટે ભાવસંરક્ષણ માટે , ભાવસંવર્ધન માટે અને અંતે પ્રભુ ચરણે ભાવસમર્પણ કરવા માટે સ્વાધ્યાયી ઘરે ઘરે ફરે છે . ભાવની મૂડી સુખમાં સુકાય નહીં અને દુઃખમાં બે નહીં આની કાળજી પરિવારના બધા રાખે છે અને તેથી જ સ્વાધ્યાયથી સમાજ હરિયાળો બને છે .

સ્વાધ્યાયથી વૃત્તિ પ્રકૃષ્ટ બને છે અને માનવ શ્રેષનો બને છે . આ અર્થમાં સ્વાધ્યાય એ એક વિચારધારા છે ; તેથી પોતાનો જીવનવિકાસ સાધવાની સમાન લગનીથી સી અહીં સ્વાધ્યાય કરે છે . સ્વાધ્યાયમાં માત્ર ગુણાનુવાદ શ્રવણ નથી , પણ ગુણો જીવનમાં લાવવાનો દઢ સંકલ્પ છે . જીવનમાં બાઝતા દોષોનાં જાળાંઓને કાઢવા માટેની પ્રયત્નશીલતા છે . અને તેથી સ્વાધ્યાય એ કથા , કીર્તન , આખ્યાન કે વ્યાખ્યાન નથી ; એ તો એથીયે વિશેષ મહત્ત્વ ધરાવે છે . સ્વાધ્યાયમાં અભ્યાસ પણ છે , રોચકતા પણ છે . સામાજિક કે રાજકીય પરિસ્થિતિનું વિદ્વત્તાપૂર્ણ વર્ણન પણ છે અને મનોરંજન પણ છે . પરંતુ આ બધું અહીં મુખ્ય નથી ! મુખ્ય છે ગુણોનો ઉત્કર્ષ અને દોષોનું હનન . મુખ્ય છે વકતા અને શ્રોતા વચ્ચેનું ખીલતું જતું ભાવૈકય . તેથી ભાવપૂર્ણ પ્રવચનોના શ્રવણથી જીવનમાં ક્ષુદ્રતા , લાચારી , દૈન્ય , અકર્મણ્યતા , સંશય આદિ પાપો દૂર થાય છે . 

અનેક કાર્યોમાં અપાતું ભૌતિક વસ્તુઓનું દાન આ કાર્યમાં નથી ; પણ અહીં મળે છે વિચાર ( #Thought ) અને ભાવ ( #Emotion ) આ વિચાર અને ભાવ દ્વારા મનુષ્ય પામે છે સાચું જીવને . આથી સ્વાધ્યાય કાર્ય આ THE WORK છે . 

સ્વાધ્યાય દ્વારા આત્મવિકાસના ધ્યેયને આંબવા સી કૃતનિશ્ચયી છે , પ્રભુપ્રેમને અનુભવવાને માટે તત્પર છે . અહીં કૃતિરહિત જ્ઞાન કે કૃતિરહિત પ્રેમ નથી ; પણ સાંભળેલું સમજીને આચરવાનો પ્રયત્ન છે . માનવમાત્રમાં લોહી બનાવનાર એક પિતાનો સંબંધ સમજવાનો અહીં પ્રયાસ છે . આ DIVINE BROTHERHOOD ને ઓળખીને એ પરમ પિતાનું કામ કરવાનો અહીં પ્રયત્ન છે . પ્રભુપ્રીત્યર્થ કામ કરવાથી થતી ભકિત એ સ્વાધ્યાયના પાયામાં છે ; જેને સમજીને હૈયામાં પ્રેમની જયોત લઈ સૌ આત્મવિકાસ તરફ દોરાય છે . વિશ્વના અનેક કાર્યોમાં સ્વાધ્યાય એ અદ્વિતીય છે ; કારણ આ કાર્યમાં આવતા માણસો , કાર્યમાં આવતું વિત્ત અને કાર્યનું ધ્યેય ત્રણે અલૌકિક છે . સ્વાધ્યાયના આ વિશાળ વટવૃક્ષના મૂળમાં પૂજય दादा અને તેમના જીવનમાં વણાયેલું અચાયકતાનું વ્રત . આ કાંઈ #Policy કે #Principle નથી . એ તો પ્રભુ પ્રત્યેની અનન્યચિત્તતાએ दादाમાં જગાવેલી શ્રધ્ધા છે ; તેથી જ તો પૂજય दादाની સ્પષ્ટ સમજણ સુરેખ રૂપરેખા બાંધી આપે છે કે આ કાર્યમાં ‘ વિત્ત કે વ્યકિત આવેલા નહી ; પણ પ્રભુએ મોકલેલા જ છે ' , ન માંગતો પ્રભુએ મોકલાવેલ વિત્તથી અને ન બોલાવતાં પ્રભુએ મોકલેલ વ્યકિતથી તેમણે કાર્ય કર્યું છે . આમ સિદ્ધાંતની શુષ્કતામાંથી નહીં , પરંતુ પ્રભુ પરની અનન્ય શ્રધ્ધાને લીધે અહીં વિત્તમાં અને વ્યકિતમાં પાવિત્ર્યની ભાવના ભળે છે . તેથી જ તો અહીં ન તો કદી ફંડફાળાની અપીલો થઈ છે કે ન તો કોઈને આકર્ષવાની જાહેરખબરો ! વિશ્વભરમાં આટલી તેજસ્વિતાથી ચાલતી અને સજગતાથી જાળવી રાખેલી પરંપરા મળવી દુર્લભ છે . વ્યકિતગત અયાચતાની સાથે સ્વાધ્યાયના કાર્યને પણ તેવું જ તેજસ્વી રાખવું આ અતિ દુષ્કર કાર્ય પૂજય दादाએ પ્રભુ પ્રત્યેની અનન્ય શ્રધ્ધાથી પાર પાડ્યું છે . 

મનુષ્યને ફક્ત મનુષ્ય તરીકે નીરખી તેના વિધવિધ વિશેષણોથી અળગો રાખીને પૂજય दादाએ તેનું ગૌરવ કર્યું છે . માનવીની ભાવનાઓને ઉર્ધ્વગતિ આપનાર અને સ્વયં મનુષ્યોના ગૌરવ રૂપ બની રહેનાર મહર્ષિ પાંડુરંગને શતશ : વંદન !!!


👇'Can-do' વૃત્તિ શું છે?-कुतूहलम् 👇
Header Ads

Post a Comment

0 Comments