Swadhyay Pariwar Bhavgeet · Track 3 of 55
જીવજે યુવાન!
તને આપે આલિંગન ભગવાન,
એવું જીવન તું જીવજે યુવાન!
🎤 ભાવગીત Lyrics
તને આપે આલિંગન ભગવાન,
એવું જીવન તું જીવજે યુવાન!
સુખ મળે દુઃખ મળે હિંમત ના હારજે.
નિષ્ઠા અભંગ તારી કર્તવ્યે રાખજે!
તારી બુદ્ધિ બને ના ગુલામ!
... એવું જીવન તું જીવજે યુવાન!
સાંભળતો કોઈનું ન, એવો આરોપ નથી,
સાંભળવું પડે તારું, એવું જીવન નથી!
તને સાંભળવા આવે ભગવાન!
... એવું જીવન તું જીવજે યુવાન!
નાટક – સિનેમામાં નાચતો ને કૂદતો,
પોતાનો તાલ ભૂલી પર તાલે નાચતો!
થાય નાટક તારા પર નિર્માણ!
... એવું જીવન તું જીવજે યુવાન!
રંગ તું ઉડાડ ભલે એનો વિરોધ નથી,
જીવન રંગીન બને ભક્તિના રંગથી!
થાય હૈયામાં રમમાણ રામ!
... એવું જીવન તું જીવજે યુવાન!
'પાંડુરંગ' સંદેશો સાંભળજે ધ્યાનથી,
પાર્થ જેમ સાંભળે યોગેશ્વરને પ્યારથી!
પછી થઈ જાજે લડવા તૈયાર!
... એવું જીવન તું જીવજે યુવાન!
Swadhyay Pariwar વિશે
Swadhyay Pariwar એ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (દાદાજી) દ્વારા સ્થાપિત આધ્યાત્મિક પરિવાર છે. ભાવગીતો દ્વારા ભક્તિ, આત્મજાગૃતિ અને માનવસેવાનો સંદેશ સમગ્ર વિશ્વમાં પહોંચે છે.
FAQ
Swadhyay Pariwar Bhavgeet શું છે?
Swadhyay Pariwar Bhavgeet એ દાદાજીના જીવનદર્શન અને ભક્તિના સંદેશને સંગીત દ્વારા રજૂ કરતું પ્રેરણાદાયી ગુજરાતી ભાવગીત છે.
"જીવજે યુવાન" ભાવગીતનો મુખ્ય સંદેશ શું છે?
યુવાનોને હિંમત, ભક્તિ, કર્તવ્ય અને ભગવાન સાથે જીવંત સંબંધ રાખવાનો સંદેશ આપે છે.
આ ભાવગીત કોણે પ્રેરિત કર્યું?
આ ભાવગીત સ્વાધ્યાય પરિવારની ભાવગીત પરંપરાનો ભાગ છે, જે પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (દાદાજી)ના જીવનદર્શનથી પ્રેરિત છે.
Keywords
Swadhyay Pariwar Bhavgeet, જીવજે યુવાન, Swadhyay Songs, Gujarati Bhavgeet, Pandurang Shastri Athavale, Gujarati Spiritual Songs, Bhakti Geet, Swadhyay Online



0 ટિપ્પણીઓ
Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.