Tirthraj milan | Allahabad,Prayagraj | Swadhyay Parivar.

તીર્થ રાજ મિલન


tirthraj milan allahabad tirthraj milan prayag tirthraj milan 1986 #tirthrajmilan #tirthrajmilanprayag #tirthrajmilan1986 #tirthrajmilanallahabad


તીર્થરાજ મિલન,
૨૧ ,૨૨ ,૨૩ માર્ચ -૧૯૮૬, પ્રયાગ રાજ,અલ્હાબાદ.

પ્રથમ આંતરાષ્ટ્રીય સ્વાધ્યાય પરિષદ, ''ધ તીર્થરાજ મિલન'' માર્ચ ૧૯૮૬ માં ભારતના અલાહાબાદમાં યોજાઈ હતી. તીર્થરાજ મિલન ના પવિત્ર દિવસોમાં પૂજનીય દાદાના સાન્નિધ્યમાં અલ્હાબાદમાં સમસ્ત સ્વાધ્યાય પરિવાર ભેગો થયો.
 
મા !
ૠષિ પરંપરા ખડી કરેંગે.
મૂતિઁ પૂજા કા મહત્વ બઢાયેંગે 
ભકિત કા અર્થ બદલ દેંગે
માનવ માનવ કા ભેદ મિટાયેંગે
સંસ્કૃતિ કે હથિયારો પર જો જંગ ચઢા હૈ સાફ કરેંગે.
સભી કે દિમાગ મેં પ્રભૂકો બિઠાયેંગે.
ગાંવ કા સ્વરુપ બદલ દેંગે.
અપૌરુષેય લક્ષ્મી પેદા કરેંગે. 
સભી સમસ્યાઓં કા હલ ભગવાન ! તુહી હૈ તુહી હૈ
ભક્તિ ઉઠાકર સભી સમસ્યાએં હલ કરેંગે. 
ઇસલીયે શક્તિ બુદ્ધિ ઔર વૄતિ દે।

માં ગંગા, એ ફક્ત સ્થૂળ પાણી ની વાત નથી પણ આપણા બધાની અંદર અનસ્યુત વહેતો રહેલો  પ્રભુનો નિરપેક્ષ પ્રેમ છે તે પૂજ્ય દાદાએ આગ્રહપૂર્વક  સમજાવ્યું. મતલબ આપણું અસ્તિત્વ જેના લીધે છે તે પ્રભુનો પ્રેમ પ્રવાહ ,આપણી અંદર જ છે એટલે પ્રભુને ઓછા નામે દિવસમાં ઉઠતા/જમતા/સુતા પહેલા યાદ કરવો એ જ પૂજ્ય દાદાની ત્રિકાળ સંધ્યા સમજાવે છે.

हिमवंती गुणवंती मेरी गंगामाई।
गम्यते प्राप्यते भगवद्, पदम् येनसा गंगा।
मातृगंगे नमस्तुभ्यम्, त्वं शरणागतंम्। 
कटिबद्ध:स्ते कार्यम्, भक्ति: च शक्ति:च देहिमे। 



આપણા દાદાજીને કોટિ કોટિ વંદન, તે પોતે તીર્થરાજ છે. 

ચાલો આજે તીર્થરાજ મિલનને સંસ્ક્રુતી માટેના આ આદર્શ-દર્શનને મૂર્તિમંત બનાવવાના દ્રઢ-સંકલ્પ સાથે આ મંગલમય દિવસે આપણે સહુ પૂજનીય દીદીજીની સ્વપ્નદ્રષ્ટાત્મક પ્રતિબદ્ધતા અને તીર્થ રાજ મિલનના જ પ્રસંગે ઘોષિત દૈવી વચન ને યાદ કરીએ કે ...

ચાલો આપણે સ્મૃતિ વાગોળીએ...

૨૧ જાન્યુઆરી ૧૯૮૬ ના રોજ દાદાજી એ ભૂમિ પૂંજન કર્યું હતું.
 • ૧૫૮૦૦  કૃતિશીલ નો કર્મયોગ,
 • ૩૦૦૦૦૦  સુહૃદય સદસ્ય 
 • ૨૪૨૨  તંબુ અને દરેક તંબુમાં ૧૦ થી ૧૦૦ ભાઈઓ-બહેનો,
 • ૫૫૦ કિલોમીટર લાબું તંબુ માટે કાપડ(મુંબઈ થી અમદાવાદ સુંધીની લંબાઈ),
 • ૧૨૦૦  કતાર ૪૦ ઝિલાય મશીન,
 • ૧૭૦૦૦૦ મીટર ઈલેકટ્રીક વાયર,
 • દરરોજ ૫૦૦૦૦ કપ ચા-કોફી,
 • દરરોજ ૧૫૦૦૦૦  રોટલી રોજ અને ૩૫૦૦ બ્રેડ ના પાકીટ,
 • દરરોજ ૮૦૦૦૦ લીટર છાશ,
 • દરરોજ ૫૦૦ કિલો તુવેરદાળ,
 • દરરોજ ૨૦૦૦  કિલો ચોખા, 
 • દરરોજ ૨૨૦૦  કિલો શાકભાજી અને ૨૦૦ કિલો કચુંબર, 
 • દરરોજ ૨૦ ડબ્બા તેલ વઘાર માટે,
 • ૧૩  ડીઝલ થી ચાલતા જંબો ચૂલા,
 • ૧  ટ્રક સંતરા, ૩૫૦ પ્લમ્બર,
 • ૬૦૦૦ નળ, 
 • ૧૫૦૦૦૦ લીટર કેરોસીન, 
 • ૨૦૦ ડોક્ટર, 
 • ૫૮ ટ્રક બામ્બુ, 
 • ૧૦૬ ટેલી કોમ્યુનિકેશન એન્જીનીયર, 

દાદાજી અમારા તમને હમેશા કૃતિ પુર્ણ નમસ્કાર જ હશે. તો એ સાર્થક કરવા આજે આપણે સહુ ક્રુતીશીલ સ્વાધ્યાય પોત પોતાના વનવાસી, કોળી પટેલ કે વ્રતી ના ગામો માં ભાવફેરી માટે નીકળીશું.

તિર્થરાજ મિલન ના નિરપેક્ષ પ્રેમ/ કૃતિના  સંભારણા યાદ કરીએ અને પ્રભુ માટે નિરપેક્ષ ઘસાવાનો ફરીથી સંકલ્પ લઈએ. 

આપણા તીર્થરાજ મિલન ના દિવસો ની વાતો, ભાવનાઓ, સંકલ્પો ને ભાવગીતો ના શબ્દો દ્વારા યાદ કરીએ...हम सभी हुए कटिबद्ध ।

કેટલાક ભાવગીતો ના શબ્દો :
 • સંગમ તટ પર હુઆ અનુપમ મિલન...
 • ગંગા મૈયા તેરે તટ પર એક જોગી આયા હૈ - કર્મયોગી આયા હૈ...
 • गम्यते प्राप्यते भगवद पदम् येन सा गंगा...
 • તીર્થ કો જિસને તીર્થ બનાયા...

 
🙏જય યોગેશ્વર🙏

Add a heading by Swadhyay Parivar
Header Ads Insurance Loans Mortgage Attorney Credit Lawyer Donate Degree Hosting Claim

Post a Comment

0 Comments