Dadaji's historic Kranti-panchrangi kranti

સ્વાધ્યાયથી પંચરંગી ક્રાંતિ

Dadaji's historic Kranti-panchrangi kranti


 "ક્રાંતિ" શબ્દ સાંભળતાં જ આંખ સામે આવી જાય , વહેતા જતા લોહીની નીકોથી આણેલા પરિવર્તનનું વાગતું મોટું બ્યુગલ . 

ક્રાંતિ એટલે સંહાર , પરિવર્તન , જાનનિસારી ..... અને આવા કેટલાયે ગાત્રો ધુજાવી દેતા શબ્દોનો અર્થ જયાં ઉચ્ચારાય છે તેવું સ્થળ આપણા મન પર પટકાય છે . 

.....પરંતુ તમે કોઈને ક્રાંતિના પગે ઝાંઝર બાંધતા જોયા છે ઝરણાંના અમર્યાદ વહેતા જતા સંગીતમાં તમે કદી ક્રાંતિનું ગીત સાંભળ્યું છે ? ક્રાંતિ એટલે કંઈ બંધિયાર કૂવામાં પટકાયેલા પથ્થરથી સર્જાતા તરંગો નથી ; કારણ ક્રાંતિ કુવામા બંધ નથી , ક્રાંતિ તો ઊઘડે છે નવજાત પુષ્પની માફક . આજના યુગમાં એક મહદ વ્યકિતમત્વ ક્રાંતિની શરણાઈ માનવ હદયમાં વગાડે છે . એ મહદ્ વ્યકિતમત્ત્વ તે પૂજય પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલે . ( પૂજય दादा ) તેમના હાથે ક્રાંતિની મશાલો નથી પ્રગટતી . તેમના હાથે તો ફૂટે છે ક્રાંતિનું ગીત ગાતાં ઝરણાંઓ , જે સતત આગળ વઘતાં રહે છે . હું જ રહે છે . કાંતિ એટલે આગળનું પગલું . 

પૂજય दादाએ સર્જેલી ક્રાંતિમાં તો શાસ્ત્રમાન્યતા એટલે ઈશ્વરનો યે હુંકાર અભિપ્રેત છે . તેથી ક્રાંતિનું હળવું ગીત લોકોમાં સંક્રાંત થાય છે અને લાગણીહીન માણસ સહદયી બની જાય છે એટલે તો સ્વાધ્યાયે સર્જેલ ક્રાંતિ માટે કોઈ એમ કહી જાય છે . : 

"It is an unknown, silent and yet singing revolution".


આમ સ્વાધ્યાય કાર્યથી આવતી ક્રાંતિ હરિયાળા ખેતર પર આવતા પતંગિયાની માફક ગાતી ગાતી આવે છે ; માનવોને સ્પર્શે છે . અને હદયસોંસરવી ઉતરી જાય છે . પતંગિયાના બેનમૂન રંગોના ઊડતા ફુવારાને પૂજય दादाએ ક્રાંતિમાં ગૂંથ્થો છે અને તેથી પૂજય  दादाની ક્રાંતિ એ પંચરંગી બની રહી છે . 

ઈતિહાસ ક્રાંતિઓનો એક સળંગ દસ્તાવેજ આપણી સમક્ષ મૂકે છે ; પરંતુ એ ક્રાંતિઓમાં એક પણ ક્રાંતિએ માણસમાં રંગોના ફુવારાઓ ઉડાવ્યા નથી . માથું વધીને થતી દરેક ક્રાંતિએ માણસનું હીર ચૂસી લીધું છે . અવસ્થતા , અશાંતિ અને અસમાધાનમાંથી જન્મે છે ક્રાંતિની ચિનગારી અને તેમાં મનુષ્ય રાખ થઈ જાય છે ; ત્યારે પૂજય दादाએ સ્વાધ્યાય યજ્ઞ અવિરત ચલાવીને માનવમાં જન્માવ્યો સમર્પણનો સૂર . પ્રભુને કેન્દ્રમાં રાખીને જીવન જીવવાના આ અભિનવ વિચારે માનવમાં જગવ્યાં સમાધાન , શાંતિ અને સ્વસ્થતા . 

ગુલમોરના ખાલીખમ ઝાડે જાણે કે લાખ લાખ ફૂલો ઊગી નીકળ્યા .સંદર્ભ પરિવર્તન અને મૂલ્ય પરિવર્તનમાં રાચવાને બદલે પૂજય दादाએ માનવ પરિવર્તન કર્યું . સંદર્ભો બદલાઈ ગયા . જીવન મૂલ્યો વધુ ઊંચે ચઢયા . સ્વાધ્યાયથી આવતી આ ક્રાંતિમાં શોરબકોર નથી ; પણ ભકિતનું સુમધુર સંગીત છે . 

પૂજય दादाએ ક્રાંતિનો શંખ ફૂકયો . તેનો ઘોષ એટલે “ ભગવાન મારી સાથે છે ' ' ની સમજણ . આ ઘોષની અંદર કંઈ કેટલીયે ક્રાંતિઓના સ્વરો લપાયેલા છે . કાન માંડીને સાંભળવા બેસીએ તો આ ઘોષ કાનમાં મોરપિચ્છ ફેરવી જાય છે . અને અસ્મિતાનો ટંકાર કરી જાય છે . 

આજે ઉધ્વસ્ત થયેલા મનુષ્ય જીવનમાં दादाએ “ ભગવાન મારી સાથે છે ” આવી સમજણ દરેકને આપીને અસ્મિતાનો ટંકાર કર્યો છે . 

આજે પોતાના અધ : પતનની જવાબદારી ઉપાડવા રસ તૈયાર નથી . તેની કરોડરજજુ વાંકી વળી ગઈ છે . માણસ પોતાને એકલો સમજવા લાગ્યો છે . પરાયાપણાની ભાવનાએ તેનામાં પગપેસારો કર્યો અને ભ્રાંત ઈશ્વરવાદથી સર્જાયેલી હીન ભાવનાએ તેને વાંકો વાળી દીઘો . દરેક માણસ દોષનો ટોપલો પરિસ્થિતિ પર ઢોળી દેતો થયો.તેવે વખતે પૂજય दादाએ માનવમાં રહેલા ભગવાનની સમજણ આપતાં કહ્યું કે માનવ ધારે તે કરી શકે છે . તેજસ્વી સૂર્ય ધારે તો યે ઠંડો પડી શકે અને શીતલ ચંદ્ર ધારે તો યે ઊકળી ન શકે , ત્યારે માનવ ધારે તે કરી શકે છે . આમ થઈ શકું છું " ની ભાવના માત્ર માનવામાં જ છે , માટે ભગવાન માણસમાં રહે છે અને ભગવાન વગર માનવનું ખોળિયું નિપ્રાણ બની જાય છે . માટે ભગવાન સક્રિય રીતે માણસના કતૃત્વમાં સાથે છે અને અને આને કારણે ભગવાનને ચરણે પત્ર , પુષ્પ , ફળ કે પાણી ધરવાથી આગળ વધીને दादाએ પ્રભુચરણે શકિત , બુદ્ધિ કે સંપત્તિ સમર્પિત કરવાની વાત કહીને આધ્યાત્મિક ક્રાંતિનું દ્વાર ઉઘાડ્યું . પંદર દિવસમાં એક દિવસ પ્રભુચરણે ધરવાની આ સંકલ્પના તે જ ઋષિમુનિઓએ કહેલ એકાદશી . પ્રભુના વિચારોને લઈને બીજો મનુષ્ય પાસે જવા માટે માણસ નીકળ્યો ત્યારે નિ : સ્વાર્થ ભાવે ચાલતા પગની માટી વૃંદાવનની થઈ ગઈ . કૃષ્ણનું નામ લઈને જતા ગોપગોપીઓને પૂજય दादाએ જાણે કે ફરી જીવંત કરી દીધા અને સમય કે શકિતનું અર્પણ પ્રભુચરણ કરતાં માનવને આધ્યાત્મિક વિકાસની કેડીએ લાવી મૂક્યો . આમ પૂજ્ય दादाએ અધ્યાત્મના સપાટ ખેતરમાં હરિયાળી ઉગાડી અને આ આધ્યાત્મિક ક્રાંતિએ આર્થિક ક્ષેત્રને પણ નવપલ્લવિત કરી મૂક્યું છે . 

આર્થિક રીતે સમર્થ અને અસમર્થના ઝઘડાઓ સૈકાઓથી ઈતિહાસે નોંધ્યા છે . પણ આ સમસ્યાનો ઉકેલ ઈતિહાસે હજુ સુધી મેળવ્યો નથી , સમર્થ પાસેથી અસમર્થ પાસે વિત્ત જવાનો રાજમાર્ગ હજુ વણખોદાયેલો છે . આની મૂંઝવણ વિશ્વના અનેક ચિંતકોને થઈ . અને તેમાંના અકે તેજસ્વી વિચારક તે કાર્લ માર્કસ , ‘ ગરીબ " શબ્દને જ શબ્દકોશમાંથી હટાવવા ઈચ્છતા માસે આર્થિક પ્રશ્નને બધી જ સમસ્યાના મૂળરૂપે જોયો . 

બીજની અગવડનો લાભ લઈ આગળ આવતી મૂડીવાદી વિચારધારાને તેમણે ધિકકારી અને આર્થિક પ્રશ્નને જ માનવસંસ્કૃતિનો પ્રશ્ન કહ્યો અને ઉકેલ માટે તેમણે મજૂરોને એકત્ર થઈ હટાવી દઈ ધનવાનોને સંપત્તિનું રાષ્ટ્રીયકરણ કરવા કહ્યું અને સમાન રીતે વિતરણ કરીને સમાનતા સ્થાપવા ઈચ્છી ; પરંતુ વૃત્તિની કે શકિતની સમાનતાનો પ્રશ્ન કોઈની નજરે જ ન ચડયો . અને સમાનતાનું સ્વપ્ન સાકાર ન થયું .સમર્થ પાસેથી અસમર્થ પાસે સંપત્તિ લઈ જવાના બીજા પણ અનેક માર્ગો છે , જેમાં Confiscation ( જપ્ત કરવું ) , Expropriation ( ખૂંચવી લેવું ) , Taxation ( કર વસૂલી ) કે Donation ( દાન ) જેવા અનેક પ્રકારો છે . પરંતુ જપ્ત કરીને અપાતી સંપત્તિથી તો અશાંતિ અને અવ્યવસ્થા વધે છે . કોઈ પાસેથી ખૂંચવી લઈને બીજાને અપાતી સંપત્તિથી તો વર્ગસંઘર્ષ વધે છે . તો કરવસૂલીમાં કર લેનાર ને મેળવેલા કરનો ફાયદો ઉઠાવનાર કે કર દેનાર વચ્ચે સંબંધ ન હોવાથી સ્વચ્છંદતા જાગે છે અને કરચોરી વધે છે . તો દાનને લીધે લેનારનો હાથ નીચે રહે છે અને દેનારનો હાથ ઉપર . વળી દયા , કરુણા કે પરોપકારમાં કે “ સમર્થ છું  અને “ તું અસમર્થ છે ” આ વાત ગર્ભિત રહેલી છે . આથી માનવત્વ મૂરઝાઈ જાય છે ; ત્યારે મનુષ્યમાં રહેલા ભગવાનની સમજણ કામમાં આવે છે . સક્રિય રહી જીવન ચલાવનાર પ્રભુનો ભાગ મંદિરમાં કાઢવાની સમજણ માનવોને પૂજ્ય दादाએ આપી અને તેમાંથી જમ્મુ ભગવાનનું ઘર – શ્રી લોકનાથ અમૃતાલયમ . સંપત્તિમાં ભગવાનનો ભાગીદારનો ભાગ કાઢવો આ ફરજ છે તે “ ગીતા ' સમજાવે છે . આ ભાગ ન કાઢનાર માણસને ગીતા ચોર કહે છે અને ભગવાનનો તે ભાગ ધરાય છે ભગવાનના ઘરમાં અમૃતાલયમાં . અને પોતાની સંપત્તિમાંથી ધરાયેલું આ સમર્પિત ઘને જરૂરિયાતવાળા લોકોને પ્રસાદ રૂપે પહોંચે છે ત્યારે તે મહેક મહેક થતું હોય છે . આમાં દયા કે મદદની વાત નથી , પરંતુ ભકિતનો ભાવ છે અને તેને કારણે મનુષ્ય દીન કે દુર્બળ ન બનતાં પ્રભુ પ્રસાદ પામીને સંતોષ અનુભવે છે . આમ પૂજય दादाએ સંપત્તિના માલિક તરીકે ભગવાનને . સ્થાપીને સમસ્યાનો સરળ ઉકેલ શોધી આપ્યો . પોતાની નિપુણતા પણ પ્રભુચરણે ધરવાની વાત કહીને કર્મનું ભકિતમાં રૂપાંતર કરી આપ્યું . અને તેનું સાકાર સ્વરૂપ એટલે ‘ યોગેશ્વર કૃષિ ’ અને ‘ મસ્યગંધા ' , સથિારા સમર્પણથી ઉત્પન્ન થયેલી લક્ષ્મી ઉપર નથી કોઈના પુરૂષાર્થનો સિકકો કે નથી કોઈના પ્રારબ્ધની છાપ . આમ આ યજ્ઞીય ભાવનાથી ઊભી થાય છે અપૌરુષેય લક્ષ્મી . Impersonal Wealth . આ અપૌરુષેય લક્ષ્મી ગામમાંના આર્થિક દ્રષ્ટિએ અગવડમાં રહેતા લોકોને દીન ન બનાવતાં પ્રભુપ્રસાદ રૂપે પહોંચે છે . આ લેણદેણમાં હાથ લાંબો કર્યાનો નહિ , પરંતુ પ્રભુપ્રસાદ મેળવ્યાનો ભાવ છે . તેથી આત્મગૌરવ ટકે છે . આમ પૂજય दादाએ "આર્થિક ક્રાંતિ" ને સફળ કરી બતાવી છે . તેની નોંધ ઈતિહાસ જરૂર લેશે . 

વળી માણસમાં રહેલા ભગવાનની સમજણ મેળવીને માણસ બીજનું પણ ગૌરવ કરતો થાય છે . “ હું મોટો નહિ અને તું નાનો નહિ ” --- આ ભાવ એકમેકમાં રહેલા ભગવાનની સમજણને લીધે આવ્યો અને તેથી સામાજિક અન્યાયો દૂર થાય છે . અને ભગવાનના ચરણે સૌ સાથે બેસે ત્યારે જન્મે છે Divine Brotherhood --- દેવી ભ્રાતૃભાવ . એક પિતાનાં સંતાન હોવાનો સંબંધ માનવોને સમજાય છે . અને તેથી સામાજિક ક્ષેત્રે માણસનું ગૌરવ વધે છે . આમ પૂજય दादाએ માનવીય તેજને પુનઃસ્થાપિત કર્યું છે . પરિણામે નાતજાતનાં બંધનો રહ્યાં જ નથી . અને આખી માનવજાત એક Divine Relation થી જોડાઈ ગઈ છે . આમ માણસનું ફકત માણસ તરીકે મૂલ્ય કરીને પૂજય दादाએ માણસનું અને તેનામાં રહેલા ભગવાનનું ગૌરવ કરીને સામાજિક ક્રાંતિ કરી છે . પૂજય दादाએ માનવગીરવને વધારીને પ્રયોગ આપ્યો ત્રિકાળ સંધ્યાનો . સતત સાથે રહી જીવન ચલાવતા ભગવાનને માણસે કહેલું . Thank You એટલે ત્રિકાળ સંધ્યા . એ પરમ ચૈતન્ય તરફ જાગતા ભાવની અભિવ્યકિત માણસ ત્રિકાળ સંધ્યા દ્વારા કરે છે . આમ મમત્વરહિત અને ભાવ શૂન્ય થયેલા માનવજીવનમાં પૂજ્ય दादाએ પ્રભુ સાથે ભાવનાત્મક સંબંધ ઊભો કરી ભાવનાનો બગીચો ખીલવી દીધો . યંત્રવત્ અને ભાવશૂન્ય થઈ જીવતા માનવોમાં પરસ્પર સંબંધ બંધાયો અને પ્રભુ સાથેનો સંબંધ સમજાયો . માણસ પ્રભુના ચરણે બેસી ચિત્ત એકાગ્ર કરતો થઈ ભાવનાની વૃદ્ધિ કરતો થયો , પોતાના વિકારોને ઉદાત્ત બનાવતો થયો . 

આમ પૂજય दादाએ માનવજીવનમાં ભાવનાની હરિયાળી ખીલવીને શુષ્કતાને નામશેષ કરી દીધી . અને આ ‘ ભાવનિક ક્રાંતિ'થી સજગ થયેલા માનવોને ભગવાનનો સંબંધ પોતા સાથે સમજાયો ત્યારે ‘રાજકિય ક્રાંતિ' નું પણ અવતરણ થયું . 

"પ્રભુ મારી સાથે છે" આ વિચાર જ માનવને નવચેતના આપે છે . તેનામાં આત્મગૌરવની જાગૃતિ થાય છે અને તે પોતાને દીન , હીન કે દુર્બળ સમજતો નથી , તેની વાંકી વળી ગયેલી કરોડરજજુ ટ્ટાર થાય છે અને અસ્મિતા જાગૃત થાય છે . આવી ગૌરવપૂર્ણ ભાવના આવવાથી મનુષ્ય રાજકીય નેતાના હાથનું રમકડું ન બને . એને એક ચોકકસ ગતિ અને દ્રષ્ટિ મળતાં જ તે કોઈના હાથે ન વેચાય કે ન કોઈનો ગુલામ બને . આમ લોકતંત્રને તે સાકાર કરે અને “ રાજકીય ક્રાંતિ'ને સિદ્ધ કરે છે . 

આમ મનુષ્ય એકબીજાનો સંબંધ ઓળખતો થાય , એકબીજા પ્રત્યે આદર રાખતો થાય , ત્યારે જ લોકશાહીનો વિજય થાય . આમ રાજકીય ક્રાંતિ પણ સિદ્ધ બને છે . 
આમ “ Brotherhood of man under Fatherhood of God " નિર્માણ કરીને दादाએ પંચરંગી ક્રાંતિના અજવાળાં વિશ્વ પર પાથર્યા , અને તે અજવાળામાં તમસ ઓગળી ગયું . 


Post a Comment

0 Comments