What is Karma Yoga?

કર્મયોગ એટલે શું ?


karma yoga definition karma yoga hinduism karma yoga according to bhagavad gita karma yoga and bhakti yoga karma yoga and jnana yoga karma yoga according to swami vivekananda the karma yoga what is a karma yoga class a essay on karma yoga karma yoga bhagavad gita karma yoga book in gujarati karma yoga description karma yoga examples karma yoga essay karma yoga gita karma yoga in bhagavad gita karma yoga in daily life karma yoga is the path of knowledge karma yoga kya hai


કર્મયોગ શું છે?

ભગવાન ! હું આવ્યો છું , બારણું ખોલો ' આવું કહેવાની હિંમત ક્યારે આવે ? જો પોતાને ખાતરી હોય કે ભગવાનનું જે કામ જે ટાઈમે કરવું જોઈતું હતું તે ટાઈમે તે કામ મેં કર્યું છે , તો જ બૂમ પાડીને કહી શકાય કે , ‘ ભગવાન બારણું ખોલ , મારે તને મળવું છે . પરંતુ , લોકો કહે કે , “ ના , ફલાણા ભગતે જે કર્યું હતું કે અમે પણ કરીએ છીએ .… જો એવું જ હોત તો ભગવાન ગીતામાં એવું શા માટે કહેત કે -

तस्माच्छास्त्रं प्रमाणं ते कार्याकार्यव्यवस्थितौ । ज्ञात्वा शास्त्रविधानोक्तं कर्म कर्तुमिहार्हसि ।।

ગીતાકારે સ્પષ્ટ ભાષામાં કહ્યું છે કે तस्मात् शास्त्रं प्रमाणं ते... 

આ વાત આપણે એક દ્રષ્ટાંત દ્વારા સમજીએ...

એક એંજિનિયર સાહેબની પત્ની હતી . તેણે પાડોશમાં જોયું કે એક સ્ત્રીએ પોતાનો ધણી આવ્યો ત્યારે સરસ ચા બનાવી આપી હતી તેથી તેનો પતિ પ્રસન્ન થયો હતો . આ જોઈને તેણે મનમાં નક્કી કર્યું કે ધણીને ખુશ કરવો હોય તો બહારથી આવે ત્યારે તેને ચા આપવી જોઈએ . ત્યાર બાદ એક વખત બપોરે એક વાગે એંજિનિયર સાહેબ કામ પરથી ઘરે આવ્યા . તેમને ખૂબ કકડીને ભૂખ લાગી હતી . તે વખતે તેની પત્નીએ ચાનો કપ આપ્યો . એંજિનિયર સાહેબે જોયું તો ચૂલો ઠંડો હતો . તે ગુસ્સે થઈ ગયા અને ચાનો કપ ફેંકી દીધો . તેણે કહ્યું , ‘ મને અત્યારે ભૂખ લાગી છે તે વખતે તું ચા લઈ આવી ? ' ત્યારે પત્નીએ કહ્યું , ‘ મેં એક ઠેકાણે જોયું હતું કે ચા આપ્યા પછી ઘણી ખુશ થાય છે , એટલે હું ચા લઈ આવી . તેમાં તમે ગુસ્સે શું થઈ ગયા ? ધણીએ કહ્યું , ‘ ગાંડી , તને અક્કલ નથી . ચા આપવાના ટાઈમે ચા આપવી જોઈએ અને જમવાના ટાઈમે જમવાનું આપવું જોઈએ . જે ટાઈમે જે આપવું જોઈએ તે જ અપાય . 

આવી રીતે ‘ફલાણા ભગતે આવું કર્યું તેથી અમે પણ તેવું જ કરીએ છીએ ,’ એમ કહીને ન ચાલે . જે ટાઈમે જે ભક્તિની જરૂર હોય . તેવી જ ભક્તિ કરવી જોઈએ . જે ટાઈમે જે જોઈએ તે ટાઈમે તે કરવું એનું નામ કર્મયોગ . કર્મયોગ એ સ્વતંત્ર શાસ્ત્ર છે . તેથી જ ભગવાને કોઈનો હવાલો ન આપતાં ગીતામાં સ્પષ્ટ ભાષામાં કહ્યું કે तस्माच्छास्त्रं प्रमाणं ते कार्याकार्यव्यवस्थितौ । નહીં તો સેંકડો ભક્તો ભગવાન પાસે પહોચ્યા છે તેમનો હવાલો ભગવાન ન આપત ? તમારા મગજમાં આવે એવી ભક્તિ કરશો અથવા ફલાણાએ કર્યું તેથી તમે કરશો તો ભગવાને કહ્યું છેઃ न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम् । તમને સિદ્ધિ નહીં મળે , સુખ નહીં મળે અને પરાગતિ પણ નહીં મળે .

કર્મયોગ:

એટલે કે કર્મ કુશળતા પૂર્વક કરવું તે યોગ છે.

એનો અર્થ એ છે કે જે વખતે કર્મ કરીએ તે વખતે આપણે પરિસ્થિતિ, આપણું મન, આત્મા, ચેતના, શરીર, આ બધા પ્રત્યે જાગૃત રહી કર્મ કરીએ, તો ,

(૧) પરિસ્થિતિ પ્રત્યે જાગૃત રહીએ, તો કર્મનું ફળ સારા માં સારું આવશે. ફળ માં આસક્તિ રાખવાથી ફળ સારું નથી આવતું, પણ કર્મ સારું કરવા થી ફળ સારું અવશ્ય આવે છે. એટલે ફળ માં આસક્તિ છોડી કર્મ પર ધ્યાન આપવા કહેવાયું છે.

(૨) મન પ્રત્યે જાગૃતિ રાખી કર્મ કરીશું, તો મનમાં ચાલતા વિચારો, ભાવો પર નિયંત્રણ છે કે નહીં, તેની ખબર પડશે, અને વિચારો, ભાવો પ્રત્યે જાગૃતિ હશે, તો વિચારો , ભાવો માં વહી નહીં જઈએ અને કર્મ સારા માં સારું થશે, ફળ પણ સારા માં સારું આવશે, કેમકે ફળ પ્રત્યેની આસક્તિ ના કારણે માણસ ભાવો માં દોરવાય જાય છે, અને કર્મ સારું થતું નથી. એટલે વિચારો, ભાવો પ્રત્યે જાગૃતિ રહેવી એ જ કર્મ માં કુશળતા છે. વિચારો, ભાવો પ્રત્યે જાગૃતિ રહેવાથી એ વિચારો, ભાવોની અચેતન મન પર છાપો પડશે નહીં, અને આ છાપો ના કર્મોના , ગ્રંથિઓ, કોમ્પ્લેક્સ, બંધન બનશે નહિ. જાગૃતિ રાખવાથી અચેતન સબકોન્સિયસ મન ની પ્રક્રિયા ઉપર સહજ નિયંત્રણ આવે છે, અને વ્યક્તિ સબકોન્સિયસ ના કંટ્રોલ વાળું યંત્રવત જીવન જીવવા ને બદલે પોતે મનના નિયંત્રણ માં જીવવા ને બદલે પોતે સ્વસ્થ એટલે કે મનથી મુક્ત, વિચારોથી મુક્ત, ભાવોથી મુક્ત એવું જીવંત જીવન જીવે છે. એ વિચારો , ભાવોની પકડ માં રહેતો નથી, અને સારા માં સારું કાર્ય કરી આનંદિત રહે છે.

(૩) શરીર પ્રત્યે જાગૃતિ હશે, તો શારીરિક મર્યાદા મુજબ કર્મ કરીશું, તો શરીર ને પણ બીપી, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ થી બચાવી ને ચાલીશું , તો કર્મ નું રોગનું બંધન શરીરને બનશે નહિ.

(૪) ચેતના, આત્મા, પ્રત્યે જાગૃતિ હશે તો એ ખ્યાલ રહેશે કે જે ચેતના, આત્મા મારા માં છે, તે જ ચેતના, આત્મા બ્રહ્માંડ ના બધા જ જીવો, નિર્જીવો માં છે. વ્યક્તિ અને સમષ્ટિ બન્ને એની પ્રાથમિકતા(#priority) માં સમાન(#equal) થશે. અને તેથી એનું જીવન સ્વાર્થકેન્દ્રી કે મમત્વ કે મતાગ્રહ વાળું હોવાને બદલે એ બીજા જીવોને પણ મહત્વ આપશે, નિર્જીવો ને પણ મહત્વ આપશે, અને એનું જીવન બ્રહ્માંડની સેવા માં સમર્પિત હશે. સેવા એ જ મંત્ર બની જશે. આપવું એ જ પામવું છે, એ એના વર્તન દ્વારા વ્યક્ત થશે, એટલે કર્મ સારા માં સારું લોકોપયોગી હોય એવી રીતે થશે.

યોગઃ કર્મસુ કૌશલમ.
એટલે કે કર્મ કુશળતા પૂર્વક કરવું તે યોગ છે.
એનો અર્થ એ છે કે જે વખતે કર્મ કરીએ તે વખતે આપણે પરિસ્થિતિ, આપણું મન, આત્મા, ચેતના, શરીર, આ બધા પ્રત્યે જાગૃત રહી કર્મ કરીએ, તો , કર્મ સારામાં સારું થશે, અને ઈશ્વરની કે બ્રહ્માંડ ની સારા માં સારી સેવા થશે અને પોતાની પણ મુક્તિ થશે. કર્તાભાવ સહજ રીતે ન રહે, એટલે અકર્તા રહેવાને લીધે, હું ભાવ ન રહેવા ને લીધે, અહ્મશૂન્ય રહેવા ને લીધે, કર્મ બંધન થી મુક્ત રહી સારામાં સારું કર્મ પણ થશે, અને ભવિષ્યમાં પ્રતિક્રમણ કરવું નહીં પડે, મનમાં ગ્રંથિઓ ના કર્મ નહીં બને, શરીર માં રોગોના કર્મોના બંધન નહિ બને અને બ્રહ્માંડ ની સારા માં સારી સેવા થશે, અને પોતાની સહજ મુક્તિ થશે.

વધુ માં વાંચો:

Post a Comment

0 Comments