The karma we have done never forget the address-The true principle of karma.

આપણે કરેલું કર્મ ક્યારેય સરનામું ભૂલતું નથી.


the law of karma,the law of karma or cause and effect,laws of karma quotes,laws of karma in gujarati,law of karma meaning,law of karma in hinduism

- કર્મ નો 'સાચો' સિધ્ધાંત -


મહાભારત નું યુદ્ધ પુરું થયું અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા પરત આવ્યાં...
પટ્ટરાણી રુક્મિણી તેની પાસે આવ્યાં અને પૂછ્યું - કર્ણનું શું ?
એક શ્રેષ્ઠ મિત્ર, મહાપરાક્રમી અને મહાદાનેશ્વરી કર્ણ નો શું દોષ હતો ?
જેણે પોતાની માતા કુંતીને પણ અર્જુન સિવાય કોઇપણ પાંડવને ન મારવાનું વચનદાન આપ્યું !
ઇન્દ્રને પણ દાનમાં પોતાનાં કવચ કુંડળ આપી દીધાં...
એવાં મહાન દાતા ને ક્યા પાપે માર્યો ??
શ્રીકૃષ્ણ : મહારાણી રુક્મિણી !
જ્યારે સાત સાત મહારથીઓ સામે સફળતાપૂર્વક એકલે હાથે લડી ને મહાવીર અભિમન્યુ નીચે પડી ગયો...
અને સાવ મૃત્યુની સમીપ હતો ત્યારે તેણે અસીમ આશાથી પાસે જ ઊભેલા કર્ણ પાસે પીવાનું પાણી માંગ્યુ !
તેને શ્રદ્ધા હતી કે -દુશ્મન હોવાં છતાં મહાન દાનેશ્વરી કર્ણ એને જરૂર પાણી આપશે...
પણ,
પોતાની પાસે જ ચોખ્ખા મીઠાં પાણીનો ઝરો હોવાં છતાં..ફક્ત પોતાનો મિત્ર દુર્યોધન નારાજ ન થાય તે કારણે કર્ણ એ મરતા અભિમન્યુ ને પાણી ન આપ્યું...અને એ બાળયોદ્ધો તરસ્યો જ મરી ગયો !
હે રુક્મિણી...
આ એક જ 'પાપ' એનાં આખા જીવન દરમિયાનનાં દાનથી મળેલાં પુણ્યને નષ્ટ કરવા(ભૂંસી નાખવા) માટે પૂરતું હતું...
અને કાળની અકળ ગતિ જુઓ કે -એ જ પાણી નાં ઝરણાંનાં કાદવમાં એનાં રથનું પૈડું ફસાયું...અને તેનાં મૃત્યુનું કારણ બન્યું !!

આ જ છે -'કર્મનો સિદ્ધાંત' 🏹
કોઈને કરેલા અન્યાય ની એક જ પળ...જીવન આખાની પ્રમાણિકતાનો 'છેદ' ઉડાડી મૂકે છે !.


'' Do good things and good things will come your way ''
'' What goes around come back around ''


▣ સારાંશ:
  • દરેક ને પોતે કરેલા કર્મ નું ફળ અહીં જ ભોગવવા નું છે.
  • કોઈ ની લાગણી અને વિશ્વાસ તોડવો એ સૌથી મોટું પાપ છે. અને ખાસ કરી ને એવા વ્યક્તિ નો કે જેમણે આંખો બંધ કરી ને તમારા પર ભરોસો કર્યો.

🙏
જય યોગેશ્વર,જય શ્રી કૃષ્ણ🙏


Post a Comment

0 Comments