❍ પ્રભુ કાર્યકર માં અને યજ્ઞિય પુરુષમાં ૨૬ ગુણો હોવા જોઈએ.❍
(૧) અમરત્ત્વની ભાવના(The spirit of immortality):-
• મૃત્યુંજય વૃત્તિ.
• પુનર્જન્મ પર વિશ્વાસ.
(૨) પુરુષાર્થત્ત્વની ભાવના(The spirit of masculinity):-
• હું મેળવીશ જ.
• પ્રયત્ન ઉપર પ્રેમ.
(૩) જીવનનિષ્ઠા(#Fidelity):-
• સો વર્ષ પ્રભુનું કામ કરતાં કરતાં જીવવું છે.
• પ્રભુને ગમતું જીવવું છે.
• જીવન કોઈ ધ્યેય માટે વાપરવું છે.
(૪) ઐશ્વર્યભાવના(Aishwarya spirit):-
• વિત્તલોલુપતા નહીં.
• પ્રભુ કાર્ય માટે ગુણ/વિચાર/ભાવ/કૃતિ/વિત્તનું ઐશ્વર્ય.
(૫) મજબુત મન(Strong mind):-
• કોઈપણ પરિસ્થિતિમાં પ્રભુ કાર્ય નહીં છોડું. ( બધાં જ દ્વંદ્વોમાં પણ .)
(૬) તેજસ્વીતા(#Luminosity):-
• મફતનું લઈશ નહીં
(૭) તત્પરતા(#Readiness):-
• સતત કામ કરવાનો ઉત્સાહ
• "ફક્ત હું જ - ભગવાનનું કામ સૌ પ્રથમ કરીશ !"
• સર્જન-વિસર્જન બન્નેમાં હોય જ.(કાર્યની શરુઆતથી અંત સુધી કામમાં, કૃતિભક્તિમાં હોય જ)
(૮) તન્મયતા(#Intoxication):-
• પ્રભુમાં તન્મય થવાનો પ્રયત્ન - મૂર્તિપૂજા
• પ્રભુકાર્યમાં તન્મય થવાનો પ્રયત્ન, જે વિસ્તાર મળ્યો, જે વિભાગ મળ્યો તેમાં ખોવાઈ જવું.
• પ્રભુકાર્યકરમાં તન્મય થવાનો પ્રયત્ન - સહકાર્યકર સાથે આત્મીયતા કેળવવી.
(૯) કલ્પતરુવાદને તિલાંજલી(Tilanjali to Kalpataruvad) :-
• "કાંઈ પણ એમજ મળી જશે" - આ વૃત્તિ દૂર કરવી.
• "મારે મહેનત કરવી પડશે ને શું મળશે તે મને ખબર નથી" - આ જ નિષ્કામ કર્મયોગ છે.
• "ઈચ્છા કર્યાબાદ તરત જ મળશે" - આ લોકો સાતત્ય ન રાખી શકે.
(૧૦) ઉપકરણવાદનો ત્યાગ(Abandonment of deviceism) :-
• "ઉપકરણથી,સાધનોથી વ્યક્તિને સુખ મળશે" - આ વિચારધારાનો ત્યાગ કરવો, આ વિચાર મોટો છે.
• મન/હૃદયમાં અતૃપ્તિ હોય તો યજ્ઞીય કામ ન થાય.
(૧૧) પ્રભુત્ત્વવાદરહિતતા(Dominance Lessness):-
• " મારી શક્તિ બીજાને અંકિત કરવામાં, બીજાને મારા હાથ નીચે લાવવામાં વપરાય" - આ ખોટી વાત છે તેમ લાગવું જોઈએ.
• " યજ્ઞમાં માણસને બદલવાની વાત જોઈએ,મારા હાથ નીચે લાવવાની નહીં" - આવું માનવું જોઇએ.
• "મારું જ માનવું જોઈએ" - આ ભાવના યજ્ઞીય કાર્યમાં અયોગ્ય છે, દોષ છે.
(૧૨) કદર(#Value) - પ્રશંસા(#Appreciation):-
• "મારી કદર બીજો પોતાની શક્તિ મુજબ કરે છે" - એવી સમજણ પ્રભુ કાર્યકરમાં હોવી જોઈએ.
• "આપણું 'પ્રશંસા-#Appriciation' પ્રભુ કરે છે" - આ સમજ યજ્ઞીય પુરુષ/
પ્રભુકાર્યકર માં હોય તો જ અંધારું/અજ્ઞાન/ અધર્મ સામે લડી શકાય.
(૧૩) સામીપ્ય(#Proximity)/સાન્નિધ્ય(#vicinity)/સંબંધ(#Relationship):-
• "જે સમૂહમાં જવાનું છે તેની સાથે સમરસ થવાનું છે" - આ વૃત્તિ હોવી જોઈએ.
• વાંકા વળવાની તૈયારી હોવી જોઈએ !
• સામેવાળાના વિશ્વમાં રસ લેવાથી , સામીપ્ય/સાન્નિધ્ય/સંબંધ બદલ આવે .
(૧૪) સ્વ-પ્રભાવી(Self-efficacy) :-
• "કોઈના પણ પ્રભાવમાં ખેંચાઈ નહીં જવાનું" - આવી મજબુતાઈ જોઈએ.
(૧૫) આશાવાન બનવું(Being #optimistic):-
• નિરાશા દિમાગમાંથી કાઢી નાખવી જોઈએ.
• નિરાશા એ નાસ્તિકતા છે.
(૧૬) આસ્તિક(#Believer):-
• આશાવાદી હોવો જોઈએ.
• આસ્તિકતા મગજમાં હોવી જોઈએ.
(૧૭) મૂલ્ય પ્રેમી(Value lover):-
• કાર્યકર્તાનો મૂલ્યો પર પ્રેમ હોવો જોઈએ.
• કૃતજ્ઞતા, અસ્મિતા, ભાવપૂર્ણતા, સદાચાર, પ્રામાણિકતા, સત્ય...વગેરે મૂલ્યો પર પ્રેમ - શ્રદ્ધા હોવી જોઈએ.
(૧૮) સર્જનશીલતા(#Creativity):-
• નવા મૂલ્યો ઊભા કરવાની હિંમત હોવી જોઈએ.
• વસ્તુનિષ્ઠ વિચાર કરીને બુદ્ધિનિષ્ઠાથી નૈતિક મૂલ્યો, નવા મૂલ્યો ઊભા કરવાની હિંમત હોવી જોઈએ.
(૧૯) સંવેદનાશીલ(#Sensitive) - સંસ્કારક્ષમ(#Cultured):-
• તેનું હૃદય સંવેદનાશીલ હોવું જોઈએ.
• તેનું હૃદય સંસ્કારક્ષમ હોવું જોઈએ.
(૨૦) નિર્મોહી(#Nirmohi-''હું'' પણું):-
• આત્મપ્રસિદ્ધિનો મોહ ટાળવો જોઈએ.
• આત્મસમર્થનનો મોહ ટાળવો જોઈએ.
• "હું હતો તેથી કામ થયું" આ આત્મપ્રસિદ્ધિનો મોહ જવો જોઈએ, આ મોહ હોય તો યજ્ઞીય કામ ન થાય.
(૨૧) આજ્ઞા પાલક(#Obedient):-
• આજ્ઞા પાલન હોવું જોઈએ.
• પ્રભુની વાત માનવી જ જોઈએ.
(૨૨) કર્મનિષ્ઠ(#Hardworking):-
• કર્મનિષ્ઠા હોવી જોઈએ.
( કોઈપણ સ્થિતિમાં મારા પિતાના આ કાર્યને છોડીશ નહીં.)
(૨૩) ભાવપૂર્ણતા(#Pricelessness):-
• ભાવપૂર્ણતા હોવી જોઈએ.
• પ્રભુ, પ્રભુકાર્ય, પ્રભુકાર્યકર, સંસ્કૃતિ, માનવ્ય પરંપરા, ઋષિ, અવતારો...પર ભાવ.
(૨૪) વિચારનિષ્ઠ(#Thoughtful):-
• વિચારનિષ્ઠા હોવી જોઈએ.
(વેદ, ઉપનિષદ, ગીતા ના વિચારો સત્ય જ છે તેવી નિષ્ઠા.)
• વિચારનિષ્ઠાના આધાર પર ભાવના+શીલ હોવાં જોઈએ.
(૨૫) નિષ્ઠાવાન(#Sincerely):-
• પ્રથમ વ્યક્તિ નિષ્ઠા, પછી સંઘનિષ્ઠા, ત્યાર પછી તત્ત્વનિષ્ઠા આમ ક્રમાનુસાર નિષ્ઠા હોવી જોઈએ, નિષ્ઠા ઊભી થવી જોઈએ !
(૨૬) બુદ્ધિપ્રામાણ્ય(Intelligence authentic):-
• "બુદ્ધિપ્રામાણ્ય હોવું જોઈએ.
• બુદ્ધિ પ્રામાણ્ય / બુદ્ધિનિષ્ઠાના આધાર પર યજ્ઞીય કામ કરવાનું.
આ યજ્ઞનિષ્ઠાનો ઉદ્દેશ્ય પોતાને અને બીજાને બદલવાનો હોવો જોઈએ.
ઉપરની ૨૬ વાતો પ્રભુકાર્યકરના લોહીમાં જવી જોઈએ.
૧૨ વર્ષ = ૧ તપ થાય.
આવું તપ કરે તો આ વાતો લોહીમાં જાય ! ને આવા લોકોના યજ્ઞમાં "વિષ્ણુ'' નાચે. આવા લોકોનું કાર્ય સતત ટકવાની સંભાવના છે.

0 Comments
Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.