Learn important information about our body by Aarogya Sanyuj-Swadhyay pariwar

જાણો આપણા શરીર  વિશે અગત્ય ની માહિતી.

human body parts name  human body parts list  human body parts and their functions  human body systems and their functions  human body structure  what are the 78 organs in the human body  what are the 12 organs of the body  human body organs

વૈજ્ઞાનિકો માનવ શરીરને જાણી શા માટે અચંબો પામી રહ્યા છે.


માનવ શરીર અદ્ભુત છે.

  • મજબૂત ફેફસા.
આપણા ફેફસાં દરરોજ 20 લાખ લિટર હવાને ફિલ્ટર કરે છે. આપણને એનો અંદાજો પણ નથી આવતો. જો ફેફસાંને ખેંચવામાં આવે, તો તે ટેનિસ કોર્ટના એક હિસ્સાને આવરી લેશે. 

  • આવી કોઇ ફેક્ટરી નથી.
આપણું શરીર દર સેકન્ડે 25 કરોડ નવા સેલ બનાવે છે. વળી દરરોજ 200 અંબજથી વધુ રક્ત કોશિકાઓ ઉત્પન્ન થાય છે . દર વખતે શરીરમાં 2500 અબજ રક્ત કોષો હોય છે. લોહીના એક ટીપામાં 25 કરોડ કોશિકાઓ છે . 

  • લાખો કિલોમીટરે મુસાફરી. 
માનવ રક્ત દરરોજ શરીરમાં 1,92,000 કિલોમીટર મુસાફરી કરે છે. આપણા શરીરમાં સરેરાશ 5.6 લિટર લોહી છે, જે દર 20 સેકન્ડે એકવાર સમગ્ર શરીરમાં ફરી લે છે .

  • ધબકારા.
તંદુરસ્ત વ્યક્તિનું હદય દરરોજ 1,00,000 વખત ધબકે છે. તે વર્ષમાં 30 કરોડ કરતાં વધુ વખત ધડકી ચૂક્યું હોય છે. હદયના પંપીંગનું દબાણ એટલું વધારે હોય છે કે તે લોહીને 30 ફુટ જેટલું ઉપર ઉછાળી શકે છે. 

  • બધા કેમેરા અને દૂરબીન નિષ્ફળ. 
માનવ આંખ એક કરોડ રંગો વચ્ચેનો બારીકમાં બારીક તફાવત પારખી શકે છે. હાલમાં વિશ્વમાં એવું કોઇ યંત્ર નથી જે તેની સાથે સ્પર્ધા કરી શકે. 

  • નાકમાં એર કંડિશનર.
આપણા નાકમાં કુદરતી એર કન્ડીશનર છે. તે ઠંડી હવાને ગરમ અને ગરમ હવાને ઠંડી કરી ફેફસામાં જવા દે છે. 

  • કલાક દીઠ 400 કિ.મી. ની ગતિ
ચેતાતંત્ર શરીરના બાકી હિસ્સામાં કલાકના 400 કિલોમીટરની ઝડપે જરૂરી સૂચનાઓનું પ્રસારણ કરે છે. માનવ મગજમાં 100 અબજ કરતાં વધુ નર્વ સેલ્સ છે. 

  • જુબરદસ્ત મિશ્રણ.
શરીરમાં 70 ટકા પાણી છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં કાર્બન, જસત, કોબાલ્ટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ ફોસ્ફટ, નિકલ અને સિલિકોન છે.

  • અજબ છીક.
છીંકતી વખતે બહાર ફેંકાતી હવાની ઝડપ પ્રતિ કલાક 166 થી 300 કિલોમીટર સુધી હોઇ શકે છે. ખુલ્લી આંખ છીંકવું અશક્ય છે. 

  • બેક્ટરિયાનું ગોદામ.
માનવ શરીરનું ૧૦ ટકા વજન એમાં રહેલા બેકટેરિયાને કારણે છે. એક ચોરસ ઇંચ ત્વચામાં 3.2 કરોડ બેકટેરિયા હોય છે. 

  • ઇએનટીનું વિચિત્ર વિશ્વ.
આંખો બાળપણમાં જ પુરેપુરી વિકસી ચૂકે છે, બાદમાં તેમાં કોઈ વિકાસ થતો નથી. જ્યારે નાક અને કાનનો વિકાસ સમગ્ર જીવન પર્યંત ચાલુ રહે છે. કાન લાખો અવાજોમાં ભેદ પારખી શકે છે. કાન 1,000 થી 50,000 હર્ટ્ઝ વચ્ચેનો અવાજનાં મોજા સાંભળી શકે છે. 

  • દાંતની કાળજી લો.
માનવ દાંત શીલા જેવા મજબૂત છે. પરંતુ શરીરના અન્ય ભાગો પોતાની કાળજી પોતે જ લે છે ,જ્યારે દાંત બીમાર થયા પછી પોતાને સુધારવા માટે સક્ષમ નથી. 

  • મોમાં ભીનાશ.
માનવ મોમાં દરરોજ 1.7 લિટર લાળ બને છે. લાળ ખોરાકનું પાચને કરે છે તે ઉપરાંત જીભમાં રહેલી 10,000 કરતાં વધુ સ્વાદ ગ્રંથિઓને ભેજવાળી રાખે છે.

  • પલક ઝપકતાં.
વૈજ્ઞાનિકો માને છે કે પલક ઝપકવાથી આંખોનો પરસેવો બહાર નીકળે છે અને તેમાં ભીનાશ જળવાઇ રહે છે. પુરૂષોની સરખામણીમાં સ્ત્રીઓ બમણી વાર પલક ઝપકાવે છે. 

  • નખની કમાલ.
અંગૂઠાના નખ સૌથી ધીરે ધીરે વધે છે . જયારે મધ્યમ આંગળીના નખ સૌથી વધુ ઝડપે વધે છે.

  • દાઢીના વાળ.
પુરુષોમાં દાઢીના વાળ સૌથી ઝડપી વધે છે . જો કોઈ વ્યક્તિ આખું જીવન દાઢી ના કરે તો તેની દાઢી 30 ફૂટ લાંબી હોઈ શકે છે.

  • ખોરાકનું ગણિત 
વ્યક્તિ સામાન્ય રીતે ખાવા પાછળ પાંચ વર્ષની જિંદગી ખર્ચે છે . જીવનપર્યત આપણે આપણા વજન કરતાં 7,000 ગણ વધારે ખોરાક ખાધો હોય છે. 

  • વાળ ખરવાની પરેશાની.
એક તંદુરસ્ત માણસના માથામાંથી દરરોજ 80 વાળ ખરતા હોય છે.

  • સ્વપ્ન ની દુનિયા.
બાળક દુનિયામાં આવે તે પહેલા પણ એટલે કે માતાના ગર્ભાશયમાં જ સ્વપ્રન જોવાનું શરૂ કરે છે. વસંતઋતુમાં બાળ ઝડપથી વિકાસ પામે છે. 

  • ઊંઘનું મહત્વ.
ઊંઘ દરમિયાન માણસની ઉર્જા બળે છે. મગજ મહત્વપૂર્ણ માહિતીનો સંગ્રહ કરે છે. શરીરને આરામ મળે છે અને શરીર શુદ્ધિકરણનું કામ પણ થાય છે. ઊંઘ દરમિયાન જ શારીરિક વિકાસ માટે જરુરી હોર્મોન્સ મુક્ત થતા હોય છે. 

તેથી ભગવાને આપેલ આપણાં કિંમતી શરીરનું ઓછું મૂલ્યાંકન કરશો નહીં. અને તેથીજ આપણે ઉઠતાં - જમતાં - સુતા સમયે ખાસ ભગવાન નો આભાર " ત્રિકાળ સંધ્યા " શ્લોક કરી માનવો જરૂરી બને છે. 


 જાણો આપણા શરીર વિશે અગત્ય ની માહિતી અને કરો '' ત્રિકાલ સંધ્યા " - આ પોસ્ટ તમને કેવી લાગી ?  જો તમને ગમી હોય તો શેર કરો.

सर्वे भवन्तु सुखिनः - सर्वे सन्तु निरामयाः । 🙏

Header Ads

Post a Comment

0 Comments