મુશ્કેલીમાં ભગવાન નું સ્મરણ કરવું એ શ્રેષ્ઠ સંપતિ માનવામાં આવે છે, જાણો મહાભારતના કઈ વ્યક્તિના આ શબ્દો છે!!"
આ શબ્દો કોઈ સામાન્ય વ્યક્તિના નહીં પરંતુ મહાભારત માં પાંડવોના માતા કુંતાજી ના છે.
જયારે દ્વારકાધીશ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકા જવા માટે તૈયાર થયા ત્યારે માતા કુંતાજીનું હૃદય દુઃખ અનુભવવા માંડયું.જે રસ્તેથી ભગવાનનો રથ જવાનો હતો,ત્યાં કુંતામાતા બે હાથ જોડીને ઉભાં રહ્યાં.શ્રીકૃષ્ણએ જયારે કુંતા માતાને જોયા એટલે તે રથ લઈને ત્યાં આવ્યા.રથ ઉભો રાખી પ્રણામ કરી કહ્યું,'ફોઈબા ! આમ માર્ગ વચ્ચે કેમ ઊભાં છો? શ્રી કૃષ્ણ નો આ પ્રશ્ન સાંભળતા ની સાથે કુંતાજીની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા.તેનાથી કશું બોલી પણ ના શકાયું.શ્રી કૃષ્ણ રથ માથીં નીચે ઉતર્યા,કુંતાજી તો શ્રીકૃષ્ણને વંદન કરતાં રડ્યા કરતાં હતા.શ્રીકૃષ્ણએ કહ્યું, 'અરે ! ફોઈબા ! હું તો તમારા ભાઈનો દીકરો છું.તમે પ્રણામ કરો તે ન શોભે.'
કુંતામાતા રડતા-રડતા હાથ જોડીને કહેવા લાગ્યા,'આજે મને સમજ્યું કે તમે ઈશ્વર છો .યોગીઓ આપનું ધ્યાન ધરે છે.આ કુંતામાતાની દાસ્યમિશ્રિત વાત્સ્લ્ય ભક્તિ છે.કુંતામાતા શ્રીકૃષ્ણની સ્તુતિ કરતાં કેહવા લાગ્યાં,'હૈ પ્રભુ ! તમારા લીધે અમે સુખી થયાં.તમે અમને અગણિત દુઃખોમાંથી ઉગાર્યા,કૌરવોના કપટથી અમને બચાવ્યા. તમે ભરસભામાં દ્રૌપદીની લાજ રાખી. હે દ્વારકાનાથ ! અમારો ત્યાગ ન કરો. ભલે તમે દ્વારકા જાવ..પણ મને એક વરદાન આપો.’ કુંતામાતાએ માગેલું વરદાન આજ દિવસ સુધી કોઈએ માગ્યું હોય તેવું જાણમાં નથી. તેવું તે અદ્ભૂત હતું. ન ભૂતો ન ભવિષ્યતિ..!
તેમણે માગ્યું કે:
હે જગતના ગુરુ ! અમારા જીવનમાં ડગલે ને પગલે સદા વિપત્તિઓ આવતી રહો. કારણકે વિપત્તિઓમાં નિઃશ્ચર્યરૂપથી આપનાં દર્શન થાય છે. આપના દર્શન થયા પછી જન્મમૃત્યુના ચક્કરમાં આવવું પડતું નથી.’ વિપત્તિમાં જ પ્રભુ સ્મરણ થાય તે ‘સંપત્તિ ગણાય. સસ્નેહ શ્રીકૃષ્ણે કહ્યું, તમે, આશું માંગો છો ? તમે ભાન તો નથી ભૂલ્યાને ? સુખનો વારો આવ્યો ત્યારે તમે દુઃખ માંગો છો ?’
કુંતામાતા નમ્રતાપૂર્વક પ્રેમભાવથી કહે છે, નાથ ! પ્રભુ ! હું જે માગું છું તે યોગ્ય જ છે. દુઃખ મારો ગુરુ છે. દુઃખમાં મનુષ્યોને ડહાપણ આવે છે. દુઃખમાં જીવને પરમાત્માના શરણે જવાની ઇચ્છા થાય છે. જે દુઃખમાં નારાયણનું સ્મરણ થાય છે. એ તો ‘સાચું સુખ’ કહેવાય. તેને દુઃખ કેમ કહેવાય ? વિપત્તિમાં મને તો તમારું સ્મરણ થાય છે તેને હું મારી સંપત્તિ ગણું છું.
આ પ્રકારનો તેજસ્વી પ્રસંગ આજના મનુષ્ય જીવનમાં પળેપળે જાગૃત કરનારો છે. મનુષ્ય જીવનમાં કષ્ટો- દુઃખો તો આવવાનાં જ. એને સહજતાથી સ્વીકારી લેવાં પડે. કુંતામાતાની વિચાર સરણી પ્રમાણે દુઃખોની પરિસ્થિતિને હકારાત્મક શક્તિશાળી વિચારોથી સ્વીકારવા પડે.સંસારી જીવનમાં કે આધ્યાત્મિક જીવનમાં પોપટપણું ન ચાલે. અનેક સંઘર્ષો વચ્ચે પણ પ્રભુને સહારે ઝઝૂમવું પડે. પૌરાણિક કથાઓના પ્રસંગો આધુનિક સમયમાં પણ દૃષ્ટિ આપી શકે તેવા હોય છે. વિપત્તિ આવે તો પડી ભાંગવું, રોદણાં રડવાં, આપઘાત અને અપમૃત્યુનું શરણું લેવું. આ પ્રકારની નબળીવૃત્તિઓ છોડી દેવી પડે.
નામ સ્મરણ ને બહુ મહત્વ કેમ ?
આજનો માનવી ક્યારેક અનુષ્ઠાન ,ક્યારેક દેવ કૃપા, ક્યારેક ગુર કૃપા, ક્યારેક વિધિવિધાન તો ક્યારેક કોઈ સાધુ સંતની કૃપા થઈ આમ કહેતો રહે છે. ક્યારેક પોતાના ભાગ્યને તો ક્યારેક કોઈ વ્યક્તિ ને દોષિત ઠરાવે છે. તેમાં ક્યારેક આસક્ત થાય છે તો ક્યારેક વેર ઉભા કરે છે. કોઈને સહાયક માની પ્રેમ કરેછે, આભાર માને છે, અહોભાવ વ્યક્ત કરે છે તો ક્યાંક બીજા નેં દોષિત માની જીવનભર દ્વેષ કરે છે. આમ આજનો માનવી અથડાતો કટાતો રહે છે...
જપ અથવા નામસ્મરણ એ ઇશ્વરની ભક્તિની એક પ્રાચીન પદ્ધતિ છે. ભારતીય મૂળના હિંદુ, જૈન, બૌદ્ધ વગેરે ધર્મોમાં તેનું સવિશેષ મહત્વ છે. મુસ્લિમ ધર્મમાં પણ તપશી (માળા) કરવામાં આવે છે. કોઇ એક જ નામને સતત જપવાની ક્રિયાને નામસ્મરણ કહેવામાં આવે છે. કોઇ ચોક્કસ સંખ્યામાં જપ કરવાના અનુષ્ટાન કરવામાં આવે છે અને અજપાજપ એટલે કે જપ કર્યા વગર આપમેળે સતત (ઊંઘમાં પણ) ૨૪×૭ જપ થતા જ રહે તે સ્થિતિ પણ પ્રાપ્ત કરી શકાય છે.
અનેક સંતો-મહંતો દ્વારા નામસ્મરણના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. તુલસીદાસે રામાયણમાં નામસ્મરણ વિશે લખ્યું છે કે,' कलयुग केवल नाम अधारा, सुमिर सुमिर नर उतरहिं पारा। ' પુરાણોમાં નવધા ભક્તિનું વર્ણન કરવામાં આવ્યું છે જે નવ પ્રકારો ની ભક્તિ માનો એક પ્રકાર એટલે ઇશ્વરનું નામ-સ્મરણ છે.
ગુજરાતમાં થઇ ગયેલા સંત યોગેશ્વરે જપ વિશે લખ્યું છે કે, 'નામસ્મરણનું સાધન સરળ, સીધું, સારવાહી, અત્યંત અસરકારક, આશીર્વાદરૂપ અને અમોઘ છે, સર્વે સાધનોના સારરૂપ છે. શાસ્ત્રો જણાવે છે કે સત્યયુગમાં ધ્યાનથી, ત્રેતાયુગમાં યજ્ઞયાગથી, દ્વાપરમાં સેવા અને આરાધનાથી ઈશ્વરપ્રાપ્તિ થઈ શકતી ને જીવનનું પરમ સાર્થક્ય સધાતું, પરંતુ કલિયુગમાં તો ભગવાનના નામસ્મરણ માત્ર થી જ એ હેતુની સિદ્ધિ થાય છે. કલિયુગમાં કેવળ નામનો જ આધાર છે, બીજી કોઈ જ ગતિ નથી, શક્તિ કે સાધનસામગ્રી નથી.
નામસ્મરણ માટેની અમુક ચોક્કસ પદ્ધતિઓ છે અને કોઇ જ પદ્ધતિને અનુસર્યા વગર પણ નામસ્મરણ કરી શકાય છે. આવી જ રીતે કોઇપણ ભગવાનના નામ કે મંત્રનું સ્મરણ કરી શકાય છે. એક એવા નિયમનું પાલન કરવામાં આવે છે કે જે પણ નામ કે મંત્ર પસંદ કરવામાં આવે તેને વારંવાર બદલવાના બદલે એને જ વળગી રહેવું જોઇએ અને સતત એ એકનો જ જપ કરવાથી ફાયદો થાય છે એવું માનવામાં આવે છે.
સામાન્ય રીતે એક પ્રચલિત રીત મુજબ વહેલી સવારે કે સંધ્યા સમયે સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી, પોતાના ઇષ્ટ દેવની મંર્તિ કે છબીની સામે અથવા એવુ કશુ રાખ્યા વગર બેસી, ગણતરી કરવા માટે માળા લઇને કે માળા વગર પણ જપ કરવામાં આવે છે. મંત્રનું અનુષ્ટાન પણ કરવામાં આવે છે અને સતત જપ કરીને અજપાજપની સ્થિતિ સુધી પણ પહોચી શકાય છે.
અનુષ્ટાન એ એક એવી રીત છે જેમાં અમુક ચોક્કસ મંત્રના અમુક ચોક્કસ સંખ્યામાં જપ કે પરશ્વરણ કરવામાં આવે છે. આ રીતે અમુક લાખ કે કરોડની સંખ્યામાં જપ કરાય છે. નિશ્ચિત સંખ્યા પૂર્ણ થાય એટલે અનુષ્ટાન પૂર્ણ થયું એમ માનવામાં આવે છે.
નામ સ્મરણનું લોજીક શું છે?
અમેરિકન વેદાંતના જાણકાર ડો. રોબર્ટ વાસ કે જેને ‘મંત્ર ચેન્ટિંગ’પુસ્તક લખેલું છે. તે કહે છે કે ઘણા લોકો મૌન રહીને મંત્ર રટે છે પણ હું સાચા ઉચ્ચાર સાથે જોરથી મંત્રોચ્ચાર કરવામાંય માનું છું. પરંતુ જો સંગીત સાથે મંત્રોચ્ચાાર થાય તો તો ગોળથી વધુ ગળ્યું. અમુક પ્રકારના મંત્રનાં ધ્વનિમાં પણ એક જાતનો ઔષધિય ગુણ છે. ભક્તિ પૂર્વક અને સંગીત સાથે મંત્રનું રટણ થાય તો તમે તત્કાળ ઈશ્વર કે અલ્લાહ સાથે તમારી જાતને જોડીને ચિંતા મુકત થઈ જાઓ છો. જૂની ખરાબ યાદો ને ભૂલી જાઓ છો.કઈ નહિ તો નિરાશાજનક વિચારો થી દૂર થાઓ છો.
મોટે ભાગે ભૂતકાળની ખોટી અને કડવી યાદો જે ભૂલી જવા જેવી હોય છે તેને કાયમ માટે ભુલવાનો એક જ માર્ગ છે અને તે એટલે,નામ-સ્મરણ . ખાસ તો વિજ્ઞાનીઓ કહે છે કે નામ-સ્મરણ થી તમારાં ફેફસાંને બળ મળે છે. તમારા શ્ર્વાસોચ્છવાસની ગતિમાં તમારી જાણ વગર ઈચ્છનીય ફેરફાર થાય છે. મંત્ર રટવાથી માણસની જાણ વગર તેનામાં એક spiritual energy આવે છે. મંત્ર રટણ એ આધ્યાિત્મક શક્તિ મેળવવાનો સહેલામાં સહેલો રસ્તો છે. ભણેલા-અભણ બન્ને એ રસ્તો લઈ શકે છે. અમેરિકનોને ગળે ઊતરે તે માટે ડો. સોર્યગાસે તો ત્યા સુધી કહ્યું છે કે 'mantra becomes a tool of power’ અથૉત્ 'મંત્ર દ્વારા શક્તિ' આવે છે. ઉકળતા મનને મંત્ર શાંત કરે છે. બાળકોની બુિદ્ધ વધારે છે.ભારતનાં હરિસિંઘ નામના એક મંત્રના નિષ્ણાતે તો આ વાતને વૈજ્ઞાનિક રીતે આગળ વધારી છે. તે કહે છે:‘mantra is vibration energy,vaibrets there is particular vibetri frequency corresponding too,every sound is the universe’મંત્ર એક જાતનુ શુભ સ્પંદન ફેલાવતું પવિત્ર સાધન છે જે ધ્વનિ દ્વારા આ જગતમા જે બીજા અસરકારક અને દિવ્ય ધ્વનિ હોય છે તેની સાથે હળીભળીને એક અદભુત અસર ઉપજાવે છે. તમે મંત્ર દ્વારા તમને જ નહીં પરંતુ આખા વિશ્વને સુખ અને શાંતિ માટેનો શુભ સંકલ્પ બનાવો છો. જયારે પણ સંકટ સમયમાં તમામ માર્ગ બંધ લાગે ત્યારે મંત્ર ઉપર વિશ્વાસ રાખવો જોઈએ એ બાબતે હું સંમત છું
હૂં એટલા માટે સહમત નથી કે નામ થી મારા પાપ ધોવાસે, હુ એટલા માટે સહમત નથી કે મારા પર પરમાત્મા પ્રસન્ન રહે, હું એટલા માટે સહમત નથી કે મારા પુણ્યો ના ઢગલા થાય
હું એટલા માટે સહમત નથી કે ભગવાન મને નર્કથી છોડાવી સર્વગ અપાવશે.હું એટલા માટે પણ સહમત નથી કે મારા વહેવારીક બધાં જ કામ નો બોજો પરમાત્મા ઉપાડે ને મને ફ્રી રાખે,હું નામ સ્મરણ સાથે એટલા માટે સહમત છું કે જેણે પણ કહ્યું તેને ગહન અનુભૂતિ થી કહ્યું છે.હજારો ચિંતન અને મનન ના અંતે કહ્યું છે.હું માનું છું કે જેણે કહ્યું તેણે કરોડો તર્કો ને માન્યતાઓ પર વિવિધ પ્રયોગો કરી ને કહ્યું છે. એટલા માટે હું સહમત છું.
બાળક જન્મે છે ત્યારે આપણે તું મારો દીકરો છે અને આપણું બાળક તમે મારા માતા-પિતા ,ભાઈ-બહેન,કાકા-કાકી છો તે શીખવા માટે કેટલી વખત નામ-સ્મરણ કરે છે ત્યારે બાળકને મગજ માં બેસે છે ,
તો મારે ભગવાનનો દીકરો થવું છે,તો મેં ભગવાનનું કેટલીવાર નામ-સ્મરણ કર્યું ?ભગવાનને મેં કેટલી વખત યાદ કર્યા ? આ એક પ્રશ્ન છે.
જેમ એક બાળકને તમે મારા માતા અને તમે મારા પિતા છો,એવું કહેવામાં વર્ષો લગતા હોય તો ભગવાન માટે પહ હું તમારો સંતાન ચુ ,હું તારો છું એવું કેટલી વખત સ્મરણ કરવું જોઈએ,અપને ભગવાન સાથેનો સંબંધ જેટલો દ્રઢ કરવો હોય તેટલી વધુ વખત નામ-સ્મરણ કરવું જોઈએ.
સતત એક તારું સ્મરણ આપજેભલે તું મને ફક્ત રણ આપજે,હું ચાલી શકું એ ચરણ આપજે.ભલે હરઘડી મુંઝવણ આપજે,મને કાળજું પણ કઠણ આપજે.હું બોલું પછી હોઠ ખોલું પછી,પ્રથમ તું મને આચરણ આપજે.પરમ્ તત્વને હુંય પામી શકું,મને એવી એકા’દ ક્ષણ આપજે.કદાચિત્ ભૂલી જાઉં ખુદને હું ‘હમદમ’,સતત એક તારું સ્મરણ આપજે.




0 Comments
Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.