🙏JAY YOGESHWAR🙏 Swadhyay Parivar Gujarati Website-Bhavgeets-Books Swadhyaya family arranged a fogging machine for public sanitizing | Swadhyay Parivar

Swadhyaya family arranged a fogging machine for public sanitizing | Swadhyay Parivar

સ્વાધ્યાય પરિવારે સ્વચ્છતા માટે સરકારને ફોગિંગ મશીન અર્પણ કર્યું.

 
 
 
હાલના સમયમાં જ્યારે કોરોના વાયરસનો રોગચાળો આખી દુનિયા માં ફેલાયેલો છે અને આ મહામારી પોતાનો પંજો ભારતભરમાં પ્રસરાવી રહી છે,દરેક જણ વાયરસ સામે લડવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને સમસ્ત ભારત એક જૂથ બની તેનો પ્રતિકાર કરી રહ્યો છે.
 
જ્યારે જ્યારે પણ આવી કોઈ આફત સમાજ પર આવી છે ત્યારે પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (દાદાજી) અને શ્રી જયશ્રી તલવલકર(પૂજ્ય દીદીજી) એ સમસ્ત માનવમાત્ર માટે ચિંતા કરી છે. સામાન્ય વ્યક્તિ ઘરમાં જ રહે અને સોશિયલ અંતર જાળવે તેનાથી આ રોગ પર કાબૂ મેળવી શકાય છે. આ સાથે વિદેશના ઘણા દેશોમાં ફોગિંગ મશીન દ્વારા વિશેષ દવાનો છંટકાવ કરીને જાહેર માર્ગો તથા રોડને શેનીટાઇઝ કરવાની પ્રક્રિયા થઇ રહી છે. સ્વાધ્યાય પરિવાર દ્વારા અમદાવાદ રાજકોટ અને વડોદરા શહેર માટે આવા ૨૦ થી વધુ ફોગિંગ મશીન ની વ્યવસ્થા કરી સરકારને આપવામાં આવ્યા છે. જેમાં ફાયરબ્રિગેડ ના કર્મચારીઓ સાથે રહી આ મશીનનો ઉપયોગ કરવામાં આવશે.
 
વિશેષતા:

fogging machines for public sanitation

આ ફોગિંગ મશીન ની વિશેષતા એ છે કે તે એક સાથે ૬૦૦ લીટર થી વધુ પ્રવાહી સંગ્રહી શકે છે સાથે દોઢ કલાક સતત કામ આપે છે અને એક સાથે ૩૦ સ્ક્વેર મીટર એરીયા કવર કરી શકે છે. આ વિશેષ મશીન અત્યારે જાહેર સેનિટાયઝેશન માટે આશીર્વાદરૂપ થઈ રહ્યા છે.
 
આ સાથે જ જેણે ફરજના ભાગરૂપે જ બહાર નીકળવું જરૂરી છે તેવા જાહેર સેવકોનું શું? તેમનો વિચાર કરી ને પોલીસકર્મીઓ તથા જાહેર સ્વચ્છતાનું ધ્યાન રાખનાર સ્વચ્છતા કર્મીઓને એક કીટ આપવામાં આવી જેમાં માસ્ક, હેન્ડ ગ્લવ્સ અને સેનીટાઇઝર છે. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને વડોદરા ના સંલગ્ન અધિકારી સાથે કો-ઓર્ડિનેશન કરી આ કાર્ય થયું છે જેમાં આવી ૩૦ હજાર કીટ આપવામાં આવી છે.
 

Video:



Header Ads Insurance Loans Mortgage Attorney Credit Lawyer Donate Degree Hosting Claim

#SwadhayParivar #Lockdown #news #foggingmachine #sanitizer #gujaratfightscorona

Post a Comment

0 Comments