Kutuhalam - कुतूहलम्: - જિજ્ઞાસા
(નોંધ:અહીં આપવામાં આવેલા સવાલો ના જવાબ તમને સ્વાધ્યાય પરિવાર દ્વારા લેવામાં આવતી વિવિધ પરીક્ષાની તૈયારી કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે.)
૧#કુતૂહલમ્ :રોગપ્રતિકારક શક્તિ.
સવાલ :રોગપ્રતિકારક શક્તિ એટલે શું છે ?
જવાબ: શરીરની જે શક્તિ અનેક પ્રકારના રોગોથી બચાવે છે તેને રોગપ્રતિકારક શક્તિ કહે છે . રોગના જીવાણુઓના હુમલાની સામે આપણું શરીર અનેક પ્રકારથી તેનો સામનો કરે છે. શરીરમાં ઘણી ગ્રંથિઓ છે. જેમાંથી વહેતો સાવ જીવાણુઓનો નાશ કરે છે. શરદી - ખાંસી થાય ત્યારે ઘડી-ઘડી નાકમાંથી વહેતા પાણી દ્વારા કીટાણું બહાર નીકળી જાય છે. આંખોમાંથી ઝરતો લાયસોઝાયીન સ્ત્રાવ ધૂળ - રજકણ વિગેરેને બહાર કાઢે છે . શ્વાસ લેતી વખતે નાકના અંદરના વાળોથી હવા ગળાયને ફેફસાંમાં જાય છે. વાંરવાર થવાવાળો પેશાબ શરીરની અંદર રહેલ અનુપયોગી પદાર્થોને બહાર કાઢે છે. અન માર્ગમાં જઠર રસમાં રહેલો હાયડ્રોક્લોરિક એસીડ રોગના કીટાણુંઓનો નાશ કરે છે. આ રીતે રોગજન્ય કીટાણુંઓનો નાશ થાય છે. વિશેષતઃ શરીરમાં રહેલા શ્વેતકણો સૈનિકનું કામ કરીને રોગના જંતુઓને મારી હાટાવે છે. શરીર પર આવતો સોજો પણ શરીરની રોગપ્રતિકારક શક્તિનું જ લક્ષણ છે. આવી રીતે વિવિધ પ્રકારે શરીર રોગોથી બચવા માટે ઝઝૂમે છે. આવી અનેક પ્રકારની શક્તિઓને રોગપ્રતિકારક શક્તિ કહે છે.
૨#કુતૂહલમ્ :ગ્રંથ.
Question:લોકમાન્ય તિલકે જેલમાં કયો ગ્રંથ લખ્યો ?
જવાબ: ગીતા રહસ્ય
3#કુતૂહલમ્ :શ્રુતિ અને સ્મૃતિ
Question:શ્રુતિ અને સ્મૃતિની વચ્ચે શું તફાવત છે ?
શ્રુતિ એટલે વેદ, શ્રુતિ એટલે ભગવાને પોતાની પાસે સાચવીને રાખેલું અપૌરુષેય વાંગ્મય અને સ્મૃતિ એટલે અલગ - અલગ ઋષિઓએ તત્કાલીન સમાજની જરૂરિયાત પ્રમાણે જીવન પ્રણાલી માટે આપેલી આચાર સંહિતા ઉ:દા મનુસ્મૃતિ, પરાશર સ્મૃતિ.
૪#કુતૂહલમ્
પરમ પૂજનીય દાદાજી ની સ્થાપેલી કઈ સંસ્થાને પ્રયોગોની જનની કહેવામાં આવે છે ?
જવાબ: તત્વજ્ઞાન વિદ્યાપીઠ
૫#કુતૂહલમ્
નીચે આપેલા પ્રયોગો સાથે જોડાયેલ પુજારીઓના સાચા જોડકા જોડો .
પ્રયોગ :- ( ૧ ) યોગેશ્વર કૃષિ ( ૨ ) પતંજલિ ચિકિત્સાલય ( ૩ ) મત્સ્યગંધા ( ૪ ) એકવીરા ( ૫ ) હીરામંદિર
પુજારી: - ( ૧ ) ડોક્ટર ( ૨ ) ટ્રક ચાલક ( ૩ ) ખેડૂત ( ૪ ) હીરા વેપારી ( પ ) સાગર પુત્ર
૬#કુતૂહલમ્
પંચાયતન પૂજાની સંકલ્પના કોણે આપી હતી ?
૧ ) શ્રીમદ્ આદ્ય શંકરાચાર્ય
૨ ) રામાનુજાચાર્ય
3 ) માધવાચાર્ય
૪ ) વલ્લભાચાર્ય
જવાબ: પંચાયતન પુજાની સંકલ્પના શ્રીમદ્ આદ્ય શંકરાચાર્યજીએ આપી છે.
#kutuhalam #જિજ્ઞાસા #curiosity




0 Comments
Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.