કુતુહલમ: ત્વદર્થમ્ નો પ્રયોગ શું છે ?

કુતુહલમ: ત્વદર્થમ્ નો પ્રયોગ શું છે ?


kutuhalam-what-is-the-experiment-of-tvadartham-tvadartham-meaning-swadhyay-parivar-www.swadhyay.online

માનવ ઇતિહાસમાં કેટલાય મહાન વ્યક્તિત્વ, સંત, ઋષિ, મહાત્મા થયા છે કે જેમણે માનવ સમાજને સમયની આવશ્યકતા અનુસાર માર્ગદર્શન આપ્યું છે. તેઓ સમાજ પર એમની એ છાપ છોડીને ગયા. એમના વિચારોએ માનવતાને એક નવી દિશા બતાવી અને એક નવા યુગની શરૂઆત કરી. આવું જ એક જીવન છે ઈસા મસીહ. જે કર્મકાંડ અને રૂઢિવાદની તરફ વધતા સમાજમાં ઈશ્વર માટે સાચો પ્રેમ જગાડીને ઇસુએ નૈતિક મૂલ્ય પ્રસ્થાપિત કર્યા. એટલે ૨૦૦૦ વર્ષો પછી પણ આજે વિશ્વના કરોડો લોકો માટે એમનું જીવન સન્માનનીય અને પૂજનીય છે એમનું ચરિત્ર કેટલું મહાન હશે કે આખા યુરોપ અને અમેરિકામાં કાળક્રમ એમના અસ્તિત્વના  આધારે બન્યું એટલે કે B.C ( Before Christ - ઇસ.પૂર્વે ) અને  A.D ( After the Death - ઈસવી). 

મધ્યપૂર્વ વિસ્તારોમાં મોહમ્મદ પયગંબર સાહેબે સમાજમાં ઐક્ય સ્થાપિત કર્યું અને ઉન્નત જીવન જીવવાની પ્રેરણા આપી. એવી મહાન આત્માઓ, જેમણે માનવતાના ઉત્થાન માટે ભગવાનની સાથે અથાગ કામ કર્યું. જે દૈવી ભગવદ અંશની અભિવ્યક્તિ છે – આ સમજણ પૂજનીય दादाजीએ આપણને આપી. 

આવા જીવન ચરિત્રોનો યુવાકેન્દ્રમાં અભ્યાસ કરીને આપણે એમને આપણા શબ્દો દ્વારા નમસ્કાર કર્યા. આ નમસ્કાર કરવાનો એક રસ્તો છે, પરંતુ दादाजीએ આપણને બીજો રસ્તો બતાવ્યો – કંઈક “ કૃતિ " દ્વારા નમસ્કાર. આ સમજણ અને પ્રેમ વ્યક્ત કરવા માટે આપણને કંઈક નાવિન્ય અને વિશેષ પ્રયોગો આપ્યા. હવે કેટલાય વર્ષોથી આપણે GOOD FRIDAY ના દિવસે ચર્ચમાં જઈએ છીએ અને નારાયણ ઉપનિષદનું પારાયણ કરીએ છીએ. તેવી જ રીતે મધ્ય પૂર્વ દેશોમાં સ્વાધ્યાય પરિવાર મોહમ્મદ પયગંબર પ્રત્યેનો આપણો પૂજ્યભાવ રક્ત સમર્પણના માધ્યમથી કરતો રહ્યો છે. આ વખતે રક્ત સમર્પણનો પ્રયોગ ઇંગ્લેન્ડ અને અમેરિકામાં પણ કરવાના છે. રક્ત સમર્પણ એક નિરાળો પ્રયોગ છે જેના માધ્યમ થી પ્રત્યેક વ્યક્તિ વિશ્વ નિર્માતા પ્રત્યે એમની કૃતજ્ઞતાની સમજણ વ્યક્ત કરે છે અને વિશ્વ ઐક્યની તરફ એક ડગલું વધે છે. 

ભગવાને ગીતામાં કહ્યું છે , “ હું દરેક જીવોમાં રહેલો છું , હું દરેકના જીવનનો કર્તા છુ -सर्वस्य चाहं हृदि संनिविष्टॊ ... अहं वैश्वानरॊ भूत्वा "...ઈસા મસીહે પણ આજ વાત એમના શબ્દોમાં કહી કે, It is not ye that speaketh but the spirit of the father that speaketh in you. दादाजीએ આ સંકલ્પના ભગવદગીતામાંથી ઉઠાવી. दादाजी હુંમેશા કહે છે કે આપણો સંબંધ લોહીનો નહિ પણ લોહી બનાવવાવાળાનો છે આ વિચાર આપણને આખા વિશ્વ સાથે જોડી દે છે. આ વિચારો આપણા દિલો – દિમાગમાં સ્થિર થાય એમાંજ સાચું પરિવર્તન અને વિકાસ છે. આ એક એટલી સુંદર સંકલ્પના છે કે, આપણો વ્યવસાય, આર્થિક સ્થિતિ, શિક્ષણ, જાતિ, દેશ કે ધર્મથી અલગ હોવા છતાં પણ આપણે અંતિમતઃ એક જ છે.

રક્ત સમર્પણના આ પ્રયોગમાં, સ્વાધ્યાયી પોતાનું રક્તદાન કરે છે. શા માટે ? એમાં બે વાતો છે . 

૧) આપણે ભગવાનને આપની કૃતજ્ઞતા, કેવળ વિચારોથી નહિ પરંતુ કૃતિ દ્વારા, જેને હું મારુ સમજુ છું (રક્ત) એ આપીને વ્યક્ત કરવા ઈચ્છીએ છીએ.

૨) મારો જે સંબંધ દરેક બીજા માણસ સાથે છે. આ સંબંધ ને સમજીને, આ દૈવી સંબંધ દ્વારા હું માનવ જાતિ સાથે એક થવા ઈચ્છું છું. 

આપણો સંબંધ લોહી બનાવવા વાળા ના લીધે છે. એટલા માટે આ કૃતિની પાછળ નો ભાવ એ છે કે મારું લોહી બીજા માનવ માં ભળી જાય. આ “ અમે એક છીએ “ આ વાત નો અનુભવ કરવાનો એક વિશિષ્ટ રસ્તો છે. એટલા માટે આ પ્રક્રિયા માં પાવિત્ર્ય છે. આ કૃતિ દ્વારા હું મારા અને માનવ જાતિ વચ્ચે ના આ સંબંધની સમજણને વધુ દઢ કરી રહ્યો છું, હું સંપૂર્ણ માનવ જાતી સાથે જોડાયેલો છું. આ વિચાર જાતે જ એક પવિત્ર વિચાર છે. 

રક્ત સમર્પણ આ સંકલ્પનાનુ એક વ્યક્તિકરણ છે.

સમર્પણ એટલે અર્પણ કરવાની કૃતિ. “ સમર્પણ “ માં કૃતજ્ઞતાની ભાવના છે . આ માત્ર દાન નથી. સમર્પણ માં ભાવ છે, પ્રેમ નો પવિત્રનો કેવળ મારી સંતુષ્ટિ અને વિકાસ માટે છે. આ સમર્પણ એક પવિત્ર વ્યક્તિ, એક દેવી વિચાર ને છે એટલા માટે સમર્પણ માં એક વિશેષ ભાવ છે. સ્વાધ્યાયીઓના રક્ત સમર્પણની પાછળ આજ ભાવ છે.

આ પ્રયોગ એક પ્રયત્ન છે. મહાન ચરિત્ર ઈસા મસીહ ને યાદ કરવાનો, એ નિર્માતા ના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો, જે આપણું લોહી બનાવે છે અને આપણને જીવન આપે છે. માનવ જાતિ માં રહેલા આ દૈવી સંબંધનો અનુભવ કરવાનો અને કઈક दादाजी ને સમર્પણ કરવાનો - જેઓએ આપણને આવા પ્રયોગ અને આટલો સુંદર દૃષ્ટિકોણ આપ્યો.

🙏જય યોગેશ્વર🙏 


તમે આકાશી સુરજ નો ઝળહળ અવતાર ...
 

Post a Comment

0 Comments