તમે આકાશી સૂરજનો ઝળહળ અવતાર.
તમે આકાશી સૂરજનો ઝળહળ અવતાર...
અમે પાછલી તે રાતના તારા...
તમે દરિયાની સમજણનો ઘેરો વિસ્તાર,
અમે આછેરી ઝરણાની ધારા...
તમે શબ્દોમાં પોઢેલો મખમલીયો અર્થ,...
અમે પ્રશ્નો, ઉદગાર ને વિરામ...
તમે પળવાર પહોંચવાનો સીધો રસ્તો,
અમે રસ્તામાં આવતા મુકામ...
તમે કાગળ પર લાગણીની ખળખળતી ધાર,
અમે હાંસિયાના જાણે કિનારા...
તમે ચંદનના ઝાડવેથી ઝરતી સુગંધ,
અમે સુક્કા તે બાવળની ડાળ...
તમે આભ લગી જાવાની ઉંચી કેડી,
અમે કેડીનો ઉતરતો ઢાળ...
તમે બાગના એ ફૂલોનો જાણે શણગાર,
અમે માટીના કૂંડા ને ક્યારા...
તમે શ્રધ્ધાની ઝળહળતી સોનેરી જ્યોત,
અમે કોડિયામાં અંધારું ઘોર...
તમે શબરીના હોઠ પર મલકાતું નામ,
અમે શબરીના ચાખેલા બોર...
તમે મંદિરની સન્મુખ છો ઝાલર રણકાર,
અમે દૂર રહી વાગતા નગારા...

1 Comments
jay yogeshwar
ReplyDeleteJay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.