ગગનચુંબી ગૌરવ અનુભવી રહી છું...
સંધ્યા સમયે ઢળી, સાગર ને મળી, મિજબાની માં છલકાઈ રહી છે,
આકાશ અસ્તિત્વ ને મળી, વાસ્તવિક બની, ક્ષિતિજ માં સમાઈ રહી છે,
પંખી પાંજરાને મળી, માળામાં ફરી, કિલકિલાટ માં કંદોરાઈ રહી છે,
હું મનુષ્યજાત ઈશ્વરની કળી, ખીલીને છોડ બની, ગગનચુંબી ગૌરવ અનુભવી રહી છું...
સુખ સંપત્તિ ને મળી, સંતતિ માં ઢળી, બજાર માં વિખરાઈ રહી છે,
જિદગી રંગમંચે ખડી, મૃત્યુ ને મળી, હિસાબ કિતાબ કરી રહી છે,
અંધશ્રદ્ધા અમાસ ને મળી, હૈદ્ધ સમાસ ગળી , આસ્થા માં ઓલવાઈ રહી છે,
હું મનુષ્યજાત ઈશ્વરની આંખો , ઉડીને બની પાંખો, ગગનચુંબી ગૌરવ અનુભવી રહી છું...
પૈસો પ્રતિષ્ઠાને મળી, અનોખી ચેષ્ટા કરી, મહાલયો માં આળોટી રહી છે,
શણગાર શમણા ને મળી, સત્વ ના તાપણા કરી, સોળે કળાએ ખીલી રહી છે,
ભક્તિ વિરાસત ને મળી, સજાવટ ના તોરણ કરી, મંદિરો માં ગુંજાઈ રહી છે,
હું મનુષ્યજાત ઈશ્વર નું અસ્ત્ર, પહેરી ભગવા વસ્ત્ર, ગગનચુંબી ગૌરવ અનુભવી રહી છું...
🙏જય યોગેશ્વર.🙏

1 Comments
ખૂબ સરસ કામગીરી
ReplyDeleteJay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.