મારે સ્વાધ્યાય કરવાનું રહી ગયું.
ખુદની સાથે મળવાનું રહી ગયું,
ભીતર તરફ વળવાનું રહી ગયું !
ટીકા કરતા રહ્યા હંમેશા અન્યની,
અને, ખુદને પરખવાનું રહી ગયું !
દૂરના સંબંધોમાં વ્યસ્ત રહ્યા સદા,
નિકટના સાથે ભળવાનું રહી ગયું!
કાબાથી કાશી સુધી પથ્થર પૂજ્યા કર્યા,
અને, યોગેશ્વરને ઓળખવાનું રહી ગયું!
ગણ્યા કર્યા પેલા મુઠ્ઠીભર સિક્કા વ્યર્થ,
અને, પેલું સ્વ આનંદ ગણવાનું રહી ગયું !
બે થોથા ભણી લીધા ને હોંશિયાર થઇ ગયા,
પણ, જ્ઞાન યોગ સમજવાનું રહી ગયું !
ઝપાટાભેર વહી રહી આ જિંદગી અને સ્વાધ્યાય,
આ જીવવાનું સમજવાનું તો રહી ગયું !!
પરમ પુજ્ય દાદાજીના ચરણોમા સમર્પીત.

1 Comments
jay yogeshwer 🙏
ReplyDeleteઅદ્ભૂત હાઈકુ લખિયું છે.
ખરેખર અતિ સુંદર.... શબ્દ પ્રણાલી માં રજુ આત કરી તે બદલ આપનો ધન્યવાદ 🙏
Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.