Dada tav-The divine thought that came to mind when dadaji died,October 3, 2009

દાદા તવ...(દાદાજી આત્મસ્થ થયા ત્યારે મનમાં પ્રગટેલા ભાવ.૨૫ ઓક્ટોબર ૨૦૦૩)


Swadhyay-pariwar-bhavgget-shlok-prathna-photo-rangoli-program-pravachan-website-logo-books-prathna-priti-pdf-www.swadhyay.online

દાદા !
તવ શ્વાસ તીર્થરુપ,
વિશ્વાસ તીર્થરુપ,
તવ આશ  તીર્થરુપ,
તવ આવાસ તીર્થરુપ,
તવ વસતી તીર્થરુપ,
તવ અસ્તિ તીર્થરુપ,
તવ સ્વરુપ તીર્થરુપ,
તવ અ રુપ તીર્થરુપ,
તમે જ વિશ્વરૂપ ! 
સૂર્યના પ્રકાશે, વૃક્ષ પર્ણ શ્વસે
આરોગે અંગાર ને ઉચ્છવસે પ્રાણ
તેં આરોગ્યા અંગાર ને ઉલેચ્યા અંધાર 
મૂક્યા જ્યાં જગે નિ:શ્વાસ
તમે ત્યાં મૂક્યો વિશ્વાસ! 
તમે આરોગ્યા અંગાર
ને ફૂંક્યો 'તો પ્રાણ ! 

તું વ્યાપક થઇ વિસ્તર્યો ધરા ને ગગનમાં
ને સૂક્ષ્મ થઇ છુપાયો જે માનવી ,તે મનમાં 
રણ હતું કે વન હતું પણ 'છોડ' સૌ અગન માં
રણછોડ રણ છોડી છુપાયો ઉપવનમાં! 
કયું ગામ તારું જાણું, કયું ઠામ ને પ્રમાણુ ,
તું રામ થઇ વસ્યો 'તો અહીં શ્યામના વતનમાં ! 
(सर्वस्य चाहें ह्रदि संन्निविष्ट:) 

દાદા! 
તવ યાદનાં પગલાં ની વણઝાર ગામેગામ
કેમ કે કર્યો તેં હ્રદયે હ્રદયે મુકામ !! 
તેં પ્રેમ ના દરીયા મને મોકલ્યા
તે ઝીલું તો અંજલિઓ છલકી પડે! 
તું સિન્ધુ હું બિન્દુ,
હું રશ્મિ તું ઇન્દુ ! 
તુજ વિના સર્વ કંઈ શૂન્ય
તવ હાજરી નું નામ હતું પૂર્ણ! 
तद्धाम ગયા તમે એ મન નથી માનતું
આવ્યા આ જગમાં જગદીશ થઇ,
એ હકીકત છે.
હ્રદય ભરીને પ્રેમ તમે મોકલો
ખોબો ભરીને અશ્રુઓ હું મોકલું !


🙏 પ્યારે પ્યારે દાદાજી. 🙏


Post a Comment

1 Comments

Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.