"લાડકો હું દાદાનો, દીકરી હું દાદાની".
સ્વાધ્યાય પરિવારની તમે છો શાન,
સો વર્ષ થયાં પણ એજ જ છે માન.
લાડકો હું દાદાનો,દીકરી હું દાદાની...(૧)
યાદ આવે છે બહુ તમારી નાની નાની વાતો,
કેવી મજાની હતી દાદા દીદીની મુલાકાતો.
લાડકો હું દાદાનો,દીકરી હું દાદાની...(૨)
સવારે ઉઠીને જોતી પહેલા હું દાદાનું મુખ,
શાંત કોમળ અને નીડર મારાં દાદાનું સ્વરૂ૫.
લાડકો હું દાદાનો,દીકરી હું દાદાની...(૩)
આશિષ રાખજો અમ પર સદા,
વસો છો અમારા હૃદયમાં સદા.
લાડકો હું દાદાનો,દીકરી હું દાદાની...(૪)
શીખ્યા છીએ આપથી જ દાદા સઘળું,
શીખેલું કરશું અમે કરીશુ દાદા બમણું.
લાડકો હું દાદાનો,દીકરી હું દાદાની...(૫)

1 Comments
Please post one dedi and raosaheb photo
ReplyDeleteJay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.