"હીરામંદિર".
સ્વાધ્યાય એ કોઈ ધર્મ નથી , પણ એક વિચારધારા છે(swadhyaya is not a religion but an ideology). સ્વાધ્યાય એ કોઈ પ્રવૃત્તિ નથી , પણ વૃત્તિ બદલાવતો સ્ત્રોત છે(swadhyaya is not an activity, but a source of changing attitudes) .
પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રીજી- એટલે કે " પૂજનીય દાદાજી " એ માત્ર વ્યક્તિ નહિ પણ યુગદ્રષ્ટા છે . દાદાજીના કાર્યથી લાખો લોકોનું સહજ જીવન પરિવર્તન થયું છે . સાત્ત્વિક વિચારોને આચરણમાં મૂકવા પ્રયોગોની હારમાળા સર્જી . તેમણે વૃક્ષમંદિર- યોગેશ્વર કૃષિ- શ્રીદર્શનમ જેવા અનેક પ્રયોગો આપ્યા તેમાંનો એક પ્રયોગ એટલે " હીરા મંદિર "
હીરા મંદિર - તે સ્વાધ્યાય પરીવારનો પ્રયોગ છે, તે શ્રમભક્તિ દ્વારા નૈતિક સંપત્તિ ઉત્પન્ન કરવાના સિદ્ધાંત દ્વારા કાર્ય કરે છે.
સ્વાધ્યાય સંસ્થાઓની રચના માટે સમાન અભિગમ લાગુ કરે છે વિવિધ સમુદાયોના કિસ્સામાં સામૂહિક સુખાકારી. વચ્ચે ઘસવાંનો તેનો પ્રયોગ એટલે " હીરા મંદિર ", જે શ્રમભક્તિ દ્વારા વ્યકિતગત સંપત્તિ ઉત્પન્ન કરવાના સમાન સિદ્ધાંત દ્વારા કાર્ય કરે છે.
શ્રમભક્તિ દ્વારા વ્યકિતગત સંપત્તિ ઉત્પન્ન કરનાર " રત્નકલાકાર " તરીકે ઓળખાય છે
હીરાના ધંધાનું બજાર એટલે ગુજરાત રાજયનું સુરત શહેર . આ હીરાના કારખાનામાં કામ કરતા હીરાઘસુઓમાં પણ સ્વાધ્યાયના વિચારો સ્થિર થવા લાગ્યા હતા . તેથી તેમને પણ પોતાની કૃતિ પ્રભુચરણે ધરવાની અને ભક્તિ કરવાની ઈચ્છા પ્રગટ કરી . શ્રી પાંડુરંગશાસ્ત્રીજીએ એકાદશીના દિવસે તેમને પૂજારી બનીને તે દિવસનો કમાણીનો ભાગ પ્રભુ માટે કાઢી અપૌરુષેય લક્ષ્મીનું સર્જન કરવા કહ્યું હતું . જેના પરિણામે આજે આ હિરાઘસુઓ પોતાનો સમય પ્રભુ માટે કાઢીને ઘંટી ચલાવે છે . અને જરૂરતમંદને પ્રસાદ રૂપે વિતરણ કરી મુશ્કેલીઓ હલ કરાવી પ્રભુ સાથે જોડીને સંસ્કારનું ઘડતર થાય તેવું કાર્ય કરી સમાજના ઉત્થાનમાં પોતાનો ફાળો આપતા રહેલા છે.
Hira Mandir-it is an experiment of swadhyay pariwar It works by the principle of generating impersonal wealth through shramabhakti
#ratnakalakar
'હીરાશ્રમિકો' નું નામ 'રત્ન કલાકાર' ક્યારથી પડ્યું?
સુરતમાં પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદાજીએ ૩૨ વર્ષ પહેલાં 'હીરાશ્રમિકો' ને 'રત્નકલાકાર' તરીકે ગૌરવ આપ્યું હતું.
૯ જૂન ૧૯૮૯ ના દિવસે વનિતા વિશ્રામ મેદાનમાં 3 લાખ હીરા શ્રમિકોનું સંમેલન યોજાયું હતું.
દાદાએ રત્નકલાકાર નામઆપવાની સાથે તેમનામાં મૂલ્યોનું પણ સિંચન કર્યું
રત્નકલાકાર નામ મળતા જ રત્નકલાકારોની વેશ્વિક ઓળખ બદલાઇ ગઇ...
સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીના પ્રમુખપદે ૯ મી જૂન ૧૯૮૯ ના દિવસે અઠવાગેટ વનિતા વિશ્રામ મેદાન ખાતે ૩ લાખ રત્નકલાકારોનું સંમેલન યોજાયું હતું તે વખતે પાંડુરંગ શાસ્ત્રીએ 'હીરાઘસુ' તરીકે ઓળખાતા હીરા શ્રમિકોનું 'રત્નકલાકાર' નામકરણ કર્યું હતું.
🔲 સમીક્ષા:
➦ હીરાના કારીગરો ને રત્નક્લાકારનું નામ આપી પાંડુરંગ દાદાએ ખૂબ મોટું કાંતિકારી કામ કર્યું છે. તેનાથી પૂરેપૂરી ઈમેજ(#image) બદલાઈ ગઈ.
➦ કોઈપણ સમાજનું નામ કે તેની વિચારધારા બદલવી સામાન્ય વાત નથી, જેનામાં તપોબળ હોય તે જ કરી શકે, દાદાએ આપેલો રત્નકલાકાર શબ્દ આજે વિશ્વ પ્રસિદ્ધ બન્યો છે.
➦ સ્વાધ્યાયનું કાર્ય અદભુત છે, જે સમયે હીરા શ્રમિકોને અપમાનજનક શબ્દોથી સંબોધિત કરાતા તે સમયે રત્નકલાકાર નામકરણ કરાયું તે ગૌરવની બાબત છે.
➦ રત્ન કલાકાર નામકરણની સાથે પાંડુરંગ શાસ્ત્રી આઠવલે(દાદાજી) એ હીરાશ્રમિકોમાં આધ્યાતમિકતાના ગુણો નું સિંચન કરી સામાજિક જીવનને શ્રેષ્ઠ બનાવ્યું છે, તેથી જ તેમના દરેક કાર્યક્રમમાં શિસ્ત જોવા મળે છે.
➦ એક સમય હતો કે હીરા શ્રમિકોને હીરાઘસુ અથવા ઘસ્યા તરીકે સંબોધન કરાતું .રત્ન કલાકાર નામ મળતા ઓળખ બદલાઈ, આજે વૈશ્વિકસ્તરે રત્નકલાકારોની જુદી છાપ છે.
1 Comments
This is best
ReplyDeleteJay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.