Deepavali Sandesh-From the thoughts of the most revered Pandurang Shastri Athavale.

" દિપાવલી સંદેશ "-પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે(દાદાજી)નાં વિચારોમાંથી.


દીપાવલી ભાવ જીવન નો મહિમા સમજાવતો ઉત્સવ, ધનતેરસ-લક્ષ્મી પૂજન, કાળીચૌદસ-શક્તિ પૂજન, દિવાળી-જ્ઞાન પૂજન, બેસતું વર્ષ-ધ્યેય પૂજન,ભાઈબીજ–ભાવ પૂજન.


દીપાવલી ભાવ જીવન નો મહિમા સમજાવતો ઉત્સવ . જીવન માં ઉત્સાહ , ઉમંગ લાવનાર ઉત્સવ. કાળ પણ જેનો રંગ અને રસ ઓછો કરી શક્યો નથી . આપણા પૂર્વજોએ દિવાળી ઉભી કરી હતી , તે હેતુ અને દષ્ટિનોવિચાર કરવો જોઈએ . 

(2) કાળીચૌદસ - શક્તિ પૂજન 
(3) દિવાળી - જ્ઞાન પૂજન 
(4) બેસતું વર્ષ - ધ્યેય પૂજન 
(5) ભાઈબીજ – ભાવ પૂજન 

ધનતેરસ - લક્ષ્મી પૂજન : 

" પ્રભુ ! આ સંપતિ તમારી છે . અને તે માટે જીવન વિકાસાર્થે વાપરવી છે . આ દષ્ટિ જીવન માં આવે તે જ લક્ષ્મી પૂજન."

☞ વિકૃત માર્ગે વપરાય તે અલક્ષ્મી, 
☞ સ્વાર્થ માં વપરાય તે વિત, 
 પરાર્થે વપરાય તે લક્ષ્મી
☞ પ્રભુ કાર્યાથે વપરાય તે મહાલક્ષ્મી

કાળીચૌદસ - શક્તિ પૂજન : 

" મને મળેલી વિત શક્તિ, બુદ્ધિ શક્તિ, ભૌતિક શક્તિ મેં યોગ્ય કાર્ય માં વાપરી કે ?"
 
☞ પરપીડન માટે વપરાય તે અશક્તિ, 
☞ સ્વાર્થ માટે વપરાય તે શક્તિ(દુર્યોધન), 
☞ રક્ષણાર્થે વપરાય તે કાલી, 
☞ પ્રભુ કાર્યાથ વપરાય તે મહાકાલી(અર્જુન). 


દિવાળી - જ્ઞાન પૂજન(શારદા પૂજન):  

જીવ, જગત, જગદીશનું જ્ઞાન અને તેમના અન્યોન્ય સબંધના જ્ઞાનનું પૂજન. વેપારી ચોપડા પૂજન કરે, સરવૈયું કાઢે તેમ માણસે પણ જીવનનું સરવૈયું કાઢવું જોઇએ. રાગ,દ્વેષ , વેર-ઝેર, ઈર્ષા, આસુરીવૃતિ વિગેરે કાઢીને પ્રેમ , શ્રધ્ધા, ભાવ, સત્કાર્ય માટે નિષ્ઠા વિગેરે વધ્યા કે કેમ ? 

બેસતું વર્ષ - ધ્યેય પુજન: 

બહાર તો દીવા પ્રગટાવવાના જ પરંતુ ખરો દિવો તો દિલમાં પ્રગટાવો જોઈએ. દીવો એ જ્ઞાનનું પ્રતીક છે. નવા વર્ષે નવા નિશ્ચયો, નવા સંકલ્પો કરવાના. દૈવી સંકલ્પો જીવનમાં ઉભા થાય તે જ દિવાળી છે. 

ભાઈબીજ - ભાવ પૂજન: 

સમસ્ત સ્ત્રી જાતિ તરફ મા કે બહેનની દષ્ટ્રીએ, સમાજ જોવા લાગશે તો સાચી ભાઈ-બીજ થયેલી ગણાશે, બહેન ભાઈનું પૂજન કરી પોતાના ભાઈનું આયુષ્ય વધે અને મહાનતા નાં મોટાં મોટાં શિખરો ને સર કરે એવી મંગલ કામના કરે છે.સમાજમાં સ્ત્રી માટે જો માંગલ્ય અને પવિત્રપૂર્ણ દ્રષ્ટિ ઉભી થાય તો સદૈવ દિવાળી જ છે.

(પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનાં વિચારોમાંથી)


🙏 દીપાવલી અને નવા વર્ષની શુભકામના 🙏

Post a Comment

1 Comments

  1. Very touching.. full of reality.. enlightening understanding..
    Jai Yogeshwar

    ReplyDelete

Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.