🙏JAY YOGESHWAR🙏 Swadhyay Parivar Gujarati Website-Bhavgeets-Books Dhanteras-Eight types of Lakshmi-Ashta Lakshmi-8 Divine Forms of Goddess Lakshmi

Dhanteras-Eight types of Lakshmi-Ashta Lakshmi-8 Divine Forms of Goddess Lakshmi

અષ્ટ પ્રકારની લક્ષ્મી.


ધનતેરસ-અષ્ટ પ્રકારની  લક્ષ્મી:ધન લક્ષ્મી, ધાન્ય લક્ષ્મી, ધૈર્ય લક્ષ્મી, શૌર્ય લક્ષ્મી, વિદ્યા લક્ષ્મી, ક્રિયા લક્ષ્મી, વિજય લક્ષ્મી,રાજ્ય  લક્ષ્મી.


અષ્ટ લક્ષ્મી એ દેવી લક્ષ્મીના આઠ અભિવ્યક્તિઓનું એક જૂથ છે. તે સંપત્તિના આઠ સ્રોતોની અધ્યક્ષતા રાખે છે. અષ્ટ લક્ષ્મી જે સમૃદ્ધિ, ફળદ્રુપતા, સારા નસીબ, સારા સ્વાસ્થ્ય, જ્ઞાન, તાકાત, બાળકો અને શક્તિ છે.તે સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતીક છે. દેવી લક્ષ્મીના 8 સ્વરૂપો છે અને આ ૮- સ્વરૂપો નીચે મુજબ છે.


અષ્ટ લક્ષ્મીના નામો:

૧.ધન લક્ષ્મી : જેનાથી  તમારી  અર્થવ્યવસ્થા સુદ્રઢ  થાય. 

૨.ધાન્ય લક્ષ્મી : આજીવન  તમારા શરીરને  પોષણ  આપનારું  અન્ન  મળી  રહે. 

૩.ધૈર્ય લક્ષ્મી : તમારા જીવનમાંથી  ધીરજ ખૂટે નહિ. 

૪.શૌર્ય લક્ષ્મી : જીવનમાં  વિકટ પરિસ્થિતિનો  પ્રતિકાર કરવાની  શક્તિ. 

૫.વિદ્યા લક્ષ્મી : જીવનમાં શારીરિક, માનસિક, કૌટુંબિક, આધ્યાત્મિક  ઉન્નત્તિ  કરાવનારી વિદ્યા પ્રાપ્ત થાય. 

૬.ક્રિયા લક્ષ્મી : જીવનમાં  શારીરિક, માનસિક, ધાર્મિક, આધ્યાત્મિક, ઉન્નતિ કરાવનાર  કર્મ થાય. 

૭.વિજય લક્ષ્મી : જીવનનાં  દરેક  ક્ષેત્રમાં સફળતારુપી  વિજયની પ્રાપ્તિ. 

૮.રાજ્ય લક્ષ્મી : જે પ્રદેશમાં  રહેતા હોય તે સમૃદ્ધ હોય. 

આમ આ આઠ  પ્રકારની  લક્ષ્મીની કૃપા આપ ના અને આપ ના પરિવાર ઉપર વરસતી રહે તેવી આ ધનતેરસ ની શુભેચ્છા......

Post a Comment

0 Comments