Who was nirmala tai-In Biographical Summaries of nirmala tai

શ્રીમતી નિર્મલાતાઈ.


Nirmala #Tai #Athavale #swadhyayparivar #dadaji

શ્રીમતી નિર્મલાતાઈ ‘સ્વાધ્યાય પરિવાર’ ના પ્રણેતા તેમજ પદ્મવિભૂષણ (Padma-Vibhushan), ટેમ્પલટન (Templeton-prize) અને રોમન મેગ્સેસ પુરસ્કાર (Ramon-Magsaysay-Award) વિજેતા, ક્રિયાશીલ તત્વચિંતક એવા પરમ પૂજનીય પાંડુરંગશાસ્ત્રી આઠવલે(પૂજનીય દાદાજી) ના ધર્મપત્ની હતા.

Nirmala #Tai #Athavale #swadhyayparivar #dadaji
નિર્મલાતાઈનો જન્મ ૩ ઓગસ્ટ ૧૯૨૬ ના રોજ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના ગાવખડી ગામે થયો હતો.  ‘સિધયે કુટુંબ’માં જન્મેલા તાઈજીના વર્ષ ૧૯૪૪માં પાંડુરંગશાસ્ત્રી સાથે લગ્ન થયા હતા. જે બાદ પૂજનીય તાઈ સાચા અર્થમાં તેમના સહધર્મચારિણી બનીને રહ્યા. દાદાજી જેવા અસામાન્ય તત્ત્વવેત્તાનો સંસાર સંભાળવો એ ખરેખર તો ખૂબ કઠણ કામ ગણાય. પરંતુ નિર્મલાતાઈએ એ જવાબદારી અત્યંત સહજતાથી સંભાળી. માત્ર દાદાજીનો સંસાર જ નહીં પરંતુ તેમના વિશાળ સ્વાધ્યાય પરિવારના રચનાત્મક કાર્યમાં પણ તાઈજીએ સઘન સાથ આપ્યો. દાદાજી સાથે સેંકડો ગામોમાં તેઓ ફર્યા, હજારો લોકોને મળતા રહ્યા. પોતે અત્યંત બુદ્ધિમાન હોવાં છતાં દાદાજીના વ્યક્તિમત્વમાં અને દાદાજીના સ્વાધ્યાય કાર્યની ગંગોત્રીમાં તેઓ સરસ્વતી રૂપે છૂપા રહ્યા. 

Nirmala #Tai #Athavale #swadhyayparivar #dadaji

લાખો સ્વાધ્યાયીઓના માતૃરૂપ હોવાં છતાં તેમણે ક્યારેય પોતાનું વ્યક્તિત્વ આગળ ન કરતાં દાદાજીના અલૌકિક વ્યક્તિત્વમાં સ્વયંને ઓગાળી દેવાનું પસંદ કર્યું. સ્વાધ્યાય કાર્યના ભાઈ-બહેનોને તેમજ ‘તત્વજ્ઞાન વિદ્યાપીઠ’ના વિદ્યાર્થીઓને તેમનું અમૂલ્ય માર્ગદર્શન કાયમ સાંપડતું રહ્યું. દાદાજીના દેહાવસાન બાદ તાઈજી થાણામાં સ્થિત તત્વજ્ઞાન વિદ્યાપીઠમાં જ નિવાસ કરતા હતા.

પૂજય દાદાના જવલંત કાર્યયશમાં પૂજય તાઈનો ફાળો મહત્વનો છે. સમાજ શિક્ષણ, વ્યસન મુક્તિ, ગીતા જ્ઞાન, સામાજિક એકતા જેવા સ્વાધ્યાય પરીવાર ના ઉત્તમ કામોમાં પુ.સ્વ.નિર્મલા તાઈ નું યોગદાન ચીરંજીવી રહેશે.
Nirmala #Tai #Athavale #swadhyayparivar #dadaji

પરમ પૂજનીય દાદાજીનું સ્વાધ્યાય કાર્ય માત્ર ભારતના હજારો ગામોમાં પૂરતું જ સિમિત નથી. આજે ઇંગ્લેન્ડ, અમેરિકા સહિત ગલ્ફના કેટલાયે દેશો અને વિશ્વના લગભગ તમામ ખંડમાં વિસ્તર્યું છે. દૈવી ભ્રાતૃભાવના નાતે લાખો લોકો આ કાર્યમાં પારિવારિક ભાવનાથી જોડાયેલા છે. દાદાજીના આવા ખરાં અર્થના વૈશ્વિક સ્વાધ્યાયકાર્યને સંભાળનારા દાદાજી તથા નિર્મલાતાઈના સુપુત્રી એવા સૌ. ધનશ્રી તલવલકર (પૂજનીય દીદીજી) નાં ઘડતરમાં પણ નિર્મલાતાઈ નું અસાધારણ યોગદાન રહ્યું છે. જાણે કે નિર્મલાતાઈએ દીદીજીનું વિશિષ્ટ વ્યક્તિમત્વ વિરાટ સ્વાધ્યાય કાર્યની ધુરા વહન કરવા માટે જ ઘડ્યું છે. આ દૃષ્ટિથી પણ અખિલ વૈશ્વિક સ્વાધ્યાય પરિવાર નિર્મલાતાઈનો કાયમનો ઋણી રહેશે.


🙏Jay Yogeshwar🙏

Post a Comment

4 Comments

  1. પૂજ્યતાઇજી માટે જેટલું લખીએ ઓછું
    જ છે. બહું સચોટ લખ્યું છે
    જ્ય યોગેશ્વર🙏🙏

    ReplyDelete

Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.