Tribute to Pandurangshastri Athavaleji by political and social dignitaries from all over the world

સ્વાધ્યાય પરિવારના પરમ પૂજનીય પાંડુરંગશાસ્ત્રી આઠવલેજી(પૂ.દાદાજી)ને વિશ્વભરનાં રાજકીય અને સામાજીક મહાનુભાવોની ભાવવંદના.



Pandurang-Shastri-Athavale-biography-Awards-Quotes-swadhyay-pariwar-bhavgeet-speech-books-pravachan-Early-life-dadaji


તત્વજ્ઞાન વિદ્યાપીઠમાં તપોવન પધ્ધતિનું શિક્ષણ એ 21 મી સદીમાં ભૌતિક શિક્ષણ જગતને ભેટ હશે. જીવન વિકાસનું , જીવન પધ્ધતિનું શિક્ષણ જ માનવને શાંતિ અને સુખમય જીવન આપશે.પૂ.પાંડુરંગજી , સમાજ પાસે પણ માંગ્યા વગર આપ આટલું સુંદર સંસ્કૃતિનું કાર્ય કરો છો.ખરેખર આપમાં ઋષિ પ્રતિભાનાં દર્શન થાય છે.
  • ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન,
  • રાષ્ટ્રપતિ ભારત સરકાર(ઈ.સ-1956).
ભક્તિને સમાજાભિમુખ કરીને સમાજમાં આર્થિક અને સમાજીક ઉન્નતિ કરી છે. પૂ.પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીએ સર્વધર્મ સમભાવ નહીં,પણ સર્વધર્મ સ્વીકારની ભાવના જાગૃત કરી સમાજને એક નવી જ દિશા સૂચવી છે.આવા મહાપુરુષ પૂ.દાદાજીને મારા હસ્તે પ્રોગ્રેસ ઈન રિલીજીયન(Progress in Religion) એવૉર્ડ અર્પણ કરું છું.
  • શ્રી કે.આર.નારાયણ,
  • રાષ્ટ્રપતિ ભારત સરકાર,(ઈ.સ.1993)મુંબઈ.
પૂ.દાદાજીને જ્યોર્જ બુશે કહેલું કે મારી પાસે પદ,પ્રતિષ્ઠા અને અઢળક સંપત્તિ હોવા છતાં તમે જે કરી શક્યા તે મારાથી ન થયું હોત.લાખો લોકોને તમે ગાંઠના ખર્ચે અને પોતાનું ટિફિન લઈને નિ:સ્વાર્થ ભાવે દોડતા કયૉ તે તો અદ્ભૂત ક્રાંતિ છે. તેથી મિસ્ટર આઠવલેજીની દુનિયાના સૌથી મોટા એવૉર્ડ (ટેમ્પલ્ટન એવૉર્ડ)માટે પસંદગી થઈ છે એ મારા માટે ખૂબ જ આનંદની વાત છે.
  • શ્રી જ્યોર્જ બુશ,
  • (સીનિયર)રાષ્ટ્રપતિ,અમેરિકા સરકાર(ઈ.સ.1997).
ઉત્કૃષ્ટ સામાજિક નેતૃત્વ માટેનો એશિયા ખંડનો સૌથી મોટો એવૉર્ડ - રેમન મેગ્સેસે એવોર્ડ થી આજે અમે પૂ.પાંડુરંગ શાસ્ત્રીને સન્માનીએ છીએ. પૂ.દાદાજીની ફિલોસોફી આજની દુનિયાને માર્ગદર્શન કરનારી છે.
  • શ્રી ફિડલ.વ્હી.રેમોસ,
  • રાષ્ટ્રપતિ,ફિલિપાઇન્સ સરકાર(ઈ.સ.1996).
હું જાતે ભારતનાં ગામડામાં ફર્યો છું. પૂ.દાદાજીનાં પ્રયોગો જાતે જોયા છે . માનવ-માનવમાં ભકિતની શકિતથી સમાજમાં જબરદસ્ત ક્રાંતિ કરી છે.હું ભારતમાં પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીનું કાર્ય જોવા ખાસ આવ્યો છું. ફ્રાંસમાંથી પ્રકાશિત થતાં આંતરરાષ્ટ્રીય EFda Dosser ઈફદા દોસેર સામયિકના જાન્યુઆરી-એપ્રિલ1990ના અંકમાં(Swadhyay- the unknown , the peaceful , the silent, yet singing revolution) એ વિષય નીચે પાંડુરંગ શાસ્ત્રીનાં વિચારો અને સ્વાધ્યાય કાર્યની માહિતી આપતો એક વિસ્તૃત લેખ લખ્યો.યુરોપ ખંડના અલગ-અલગ દેશોમાં અલગ-અલગ યુનિવર્સિટીઓમાં જાતે જ જઈ ત્યાનાં શિક્ષણશાસ્ત્રીઓને પૂ.પાંડુરંગશાસ્ત્રી આઠવલેજી ના કાર્યથી પરિચિત કર્યા.
  • ડૉ.મજીદ રહેનુમ,
  • યુનોના શિક્ષણ વિભાગના ડાયરેક્ટર અને એજયુકેશન મિનિસ્ટર,ઈરાન દેશ.
પૂ.દાદાજીનાં વિચારો આવનાર પેઢીને ખૂબ જ જરૂરી છે. સ્વાધ્યાય પરિવારે અમારા નેપાળ દેશનાં ભગવાન પશુપતિનાથની તીર્થયાત્રા કરી . નિ:સ્વાર્થ ભાવે - તે પણ કોઈ પાસે માંગીને નહીં, પોતાના ટાઈમ, ટીફીન, ટિકિટ લઈને - એ ખૂબ જ મોટી વાત છે. સમાજ પાસે કોઈ પણ જાતની અપેક્ષા વગર માનવ-માનવમાં રહેલા ભેદભાવ દૂર કર્યા છે. ભગવાનનાં વિચારો છેલ્લા માનવ સુધી લઈ ગયા છે.
  • શ્રી મહેન્દ્રસિંગ,
  • રાજા,નેપાળ દેશ(ઈ.સ.1969-70).
પૂ.દાદાજીનું પ્રચંડ કાર્ય પ્રત્યક્ષ જોયું ત્યારે લાગ્યું કે આજના કાળનું અદ્વિતીય કાર્ય છે.અને આ વિચારોની સાંપ્રતકાળ માટે તાતી જરૂર છે.
  • શ્રી એ.ટી.આર્યરત્ને ,
  • સર્વોદય આંદોલનના પ્રમુખ,શ્રીલંકા દેશ(ઈ.સ.2005).
શ્રી પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીના પ્રભાવશાળી વિચારો , તેમનું સ્વાધ્યાય કાર્ય અને લોહીનો નહી પણ લોહી બનાવનાર (પયંગબર કહો કે રામ )તે એક જ પરમેશ્વરનાં સંતાન છો - આ સમજ માનવસમાજમાં સ્થિર કરી .તેમના વિચારો મેં જાતે તેમની સાથે બેસીને સાંભળ્યા છે. તે પોતે હિંદુ હોવા છતાં પણ કુરાનમાં જે મહંમદ પયંગબર સાહેબે વાત કહી છે તે જ વાત તેમના મુખે સાંભળી છે. આ મહામાનવ પૂ.દાદાજીએ માનવને માનવ તરીકે જોયો છે, નહીં કે હિંદુ-મુસ્લિમ તરીકે . આ જ વાત હોઇને તે બધાથી પર છે. તેથી અમારી સરકાર તેમને સ્ટેટ એવોર્ડ અર્પણ કરે છે.પ.પૂ.દાદાજીનું ભવ્ય સન્માન કરીએ છીએ. અને સુવર્ણ પદક અર્પણ કરીએ છીએ .મુસ્લિમ રાષ્ટ્રમાં પાંચ હજારથી પણ વધુ મુસ્લિમ ભાઇઓ તેમનુ(દાદાજી)નું પ્રવચન સાંભળવા આવે છે.
  • શેખ સાહેબ,
  • વડા,બહેરીન દેશ(મુસ્લિમ રાષ્ટ્ર)(ઈ.સ.1984).
મીસ્ટર આઠવલેજીની- ભગવાન બધામાં જ વસ્યો છે એ આધ્યાત્મિક એકતાની સમજણ કેળવ્યા પછી સંસારની બધી સમસ્યાઓનું નિરાકારણ થઈ શકશે.આવા મહાપુરુષને મારા હસ્તે દુનિયાના સૌથી મોટા ટેમ્પલ્ટન એવૉર્ડથી નવાજવામાં આવે છે.1.2મિલિયન ડોલરનો ટેમ્પલ્ટન એવોર્ડ અર્પણ કરું છું.
  • પ્રિન્સ ફિલિપ,
  • બ્રિટન(લંડન)ઈ.સ.1997.
ખ્યાલ રહે કે હું ચુસ્ત ખ્રિસ્તી છું. પણ પૂ.પાંડુરંગશાસ્ત્રી આઠવલેજીએ અંદર વસેલા ભગવાન પાસેથી હિંમત મેળવવાનું શીખવ્યું છે. વિશ્વનો સર્જનહાર તો એક જ છે.ત્યારે આ બધા ધાર્મિક સંપ્રદાયો અર્થવિહોણા છે.
  • મીસીસ .ઓલગા.જે.નગોગી,
  • કેન્યા(નૈરોબી)દેશ.
તીર્થરાજમિલન (ઈ.સ1986 અલ્લાહાબાદ - ઉત્તર પ્રદેશ)માં આવ્યા હતા ત્યારે ત્ય઼ાં ઉપસ્થિત પાંચ લાખ ની મેદની સમક્ષ ( Vision of God) પૂ.પાંડુરંગ દાદાજી ને અર્પણ કરતાં કહ્યું કે એક વ્યકિત (દાદાજી) ઈશ્વર વિષે બોલે અને તેને સાંભળવા પાંચ લાખ માણસો ભેગા થાય તે વાત મારા માન્યમાં નથી આવતી. પણ હું અહીંયા જાતે જોઉ છું. અહીં સ્વાધ્યાય પરિવારના ભાઇઓ અને બહેનો સ્વયંશિસ્તથી એકત્રિત થયા છે. એ કેવળ પૂ.દાદાજીનાં વિચારોથી જ શકય બની શકે છે.
  • ડૉ.હેલમેટ ફિફર,
  • ટ્રીયરની સેન્ટ નિકોલસ માટે ની આંતરરાષ્ટ્રીય સંશોધન સંસ્થા ના ડાયરેક્ટર,જર્મની દેશ.
પ.પૂ.દાદાજીએ માનવ માનવમાંથી ભેદભાવ દૂર કર્યા છે. વિશ્વ સમાજમાં અદ્ભુત ક્રાંતિ કરી છે.તે પણ ભકિતની શકિતથી .પૂ.જયશ્રી દીદીજી,એ પૂ.દાદાજીનાં નિધન પછી તેમના સ્વાધ્યાય કાર્યનાં વિચારો લઈને વિશ્વભરમાં ફરે છે.વિશ્વની અનેક ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં જઈ વિશ્વનાં ફિલોસોફર, વિવિઘ ધર્મના ધર્મગુરુ, મહાનુભાવો, તત્વજ્ઞાનીઓને સ્વાધ્યાય પરિવારનાં ભાઇઓ અને બહેનો જે કાર્ય કરે છે - તે નાનો હોય કે મોટો કૃતિશીલ - દરેક ના કાર્યની વાત, પૂ.દાદાજીનાં પ્રયોગો, વિચારોથી સમાજમાં, માનવમાં જે પરિવર્તન આવ્યુ છે, તે વિશ્વનાં મહાનુભાવો સમક્ષ રજૂ કરે છે.
  • મીસીસ .મારિયા વોસ,
  • પ્રમુખ,(ફોકરેલ આંદોલન)ઈટાલી દેશ,(ઈ.સ.2016).
મીસ્ટર પાંડુરંગ આઠવલેજી,આપના તત્વજ્ઞાનનાં વિચારોની માત્ર જાપાન કે અમેરીકાને જ નહીં, વિશ્વને જરૂર છે. ભવિષ્યમાં તમારા હાથે જબરદસ્ત કાર્ય થશે જે માનવ સમાજ ને ઉપયોગી બનશે.
  • ડૉ.સીને.ગામી,
  • સેક્રેટરી,(બીજી વિશ્વ ધર્મ પરિષદ) જાપાન દેશ ઈ.સ.1954.

☸ 
We love pandurang shashtri athwale. 

Post a Comment

0 Comments