The prayers,this prayers we should do to god everyday

દરેક વ્યક્તિએ હરરોજ ભગવાન ને કરવા જેવી પ્રાર્થના.


15 Daily Prayers,Prayers for Everyday,How to Pray,12 Reasons Why Prayer Is Important In Your Everyday Life,Why should we pray?,swadhyay parivar


હું કૃતજ્ઞ છું...

પ્રભુ તારા એ પ્રેમ અને ઉપકાર માટે...
કેવી અદ્ભૂત રચના કરી છે મારા શરીરની...!!

૨૦૬ હાડકાઓ...
કેટ-કેટલા સાંધાઓ...??
નહીં કોઈ સ્ક્રુ કે નહીં કોઈ નટ-બોલ્ટ...!!

સાવ છુટ્ટા...છતાં જોડાયેલા જ રહે છે...
કઈ રીતે રહે છે...??
કંઈ ખબર નથી પ્રભુ...

આખા શરીરને આ ચામડીનું કવર કેવું ચડાવ્યું છે પ્રભુ...
કેટલું નાજુક...??
છતાં કેવું સંરક્ષક પડ..!!
ટાઢ, તાપ, વરસાદમાં શરીરનું રક્ષા-કવચ!

વળી, કેવી અદ્ભૂત રચના છે ચામડીની.?

સાંધો નહીં...સિલાઈ નહીં...!! 
વળી, શરીરનો જેમ જેમ વિકાસ
થાય તેમ તેમ આ ચામડીનું
કવર પણ મોટું થાય....
અને, શરીર દુબળુ થાય તો નાનું થઈ જાય...!!

કઈ રીતે થતું હશે આ....!!
કંઈ ખબર નથી...
ચામડી તો એની એ જ...પણ,
ઠંડી,ગરમીની સંવેદના અલગ-અલગ...

કઈ રીતે થતું હશે આ...??
કંઈ ખબર નથી...
મને એક જ ખબર છે પ્રભુ,
કે, તારો મારા પર પ્રેમ છે...

કૃતજ્ઞ છું પ્રભુ તારા એ પ્રેમ માટે....

પ્રાર્થના

❍ હે પરમેશ્વર !
  • મને મારા ભાગ્ય મુજબ કણ આપજે, 
  • હિંમતભેર ચાલી શકુ તેવા ચરણ આપજે,
  • હંમેશા કોઈનુ સારુ કરી શકુ તેવુ આચરણ આપજે, 
  • સદાય મુખપર સ્મિત ને હૈયે તારું સ્મરણ આપજે, અને
  • થાકી કે હારી જાઉં ત્યારે તારુ શરણ આપજે.



🙏
જય યોગેશ્વર 🙏


Post a Comment

1 Comments

  1. મૂર્તિપૂજા વિશે લેખ મૂકોને🙏🙏🙏

    ReplyDelete

Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.