Yagya - What Is a Yagya?

યજ્ઞ.


Yagya - What Is a Yagya?


' ' આર્ય ' ' આ શબ્દ સાંભળતાં જ એના તેજસ્વી અર્થનું અજવાળું આપણી ભીતર પથરાવા માંડે . પૃથ્વી ઉપર એક કાળમાં સૌંદર્ય અને પરાક્રમની પૂજા કરનારો પ્રજ્ઞાસંપન્ન , શૂર અને વિજિગીષ , મરણની આંખમાં આંખ પરોવી ઊભો રહેનારો એવો એક તેજસ્વી વર્ગ તૈયાર થયો હતો . આ વર્ગ તેની વૃત્તિ અને ગુણોને કારણે “ આર્ય ” નામથી ઓળખાયો . આ વર્ગ પાસે હતી એક અનોખી જીવનદષ્ટિ . સુસંસ્કૃત , સારો પહેરવેશ ધારણ કરનારો , વસ્ત્રો પર વેલબુટ્ટા જેવી શોભનાકૃતિ ભરનારો , શુધ્ધ ભાષા બોલનારો , શાસ્ત્રોના અટપટા રહસ્યોના ગૂઢ અર્થોને પકડનારો આ વર્ગ હતો , “ અમારા વિચારો જીવનનો સર્વાગી વિકાસ કરનાર છે ' એવું જયારે આ વર્ગને લાગ્યું ત્યારે એમને વિચાર આવ્યો કે આવા તેજસ્વી વિચારોનાં બીજ આપણી મુઠીમાં જ બંધ પડયા રહે તે યોગ્ય નથી ; તેથી જ આ વિચારોને પ્રસાર કરવા આર્યોએ એક આખો સમૂહ તૈયાર કર્યો . એક ઝળહળતો તો તેજપુંજ આકાર લેવા માંડયો . આ સમૂહે જોયું કે અનેક માનવપુંજો ભિન્નભિન્ન રૂપોમાં તેમની જ આસપાસ વસી રહ્યા છે . દ્રવિડ , અસુર , દસ્તુ , તુર્વસુ , નિષાદ , કિરાત , કંબોજ , પારસ , વાનર , દિત્ય , આદિત્ય , દાનવ , ગંધર્વ , યક્ષ , પિશાચ ઈત્યાદિ વિવિધ રૂપોમાં વિભિન્ન માનવપુંજો વસવાટ કરી રહ્યા છે . આ માનવપુંજે એક કરવામાં આવે તો આ સૌને એક વિચાર , એક આચાર , એક સંસ્કૃતિથી એકતાની અખંડ ભાવનાવડે જોડવામાં આવે તો ? મનોમંથન થયું , ભીતરમાં ફૂંકાતા તેજસ્વી વિચારોના પવનમાંથી પ્રગટી એક નિશ્ચયાત્મક ઘોષણા कृण्वन्तो विश्वं आर्यम् । ‘ સમગ્ર વિશ્વને આર્ય કરશું . આ ધ્યેયનું ધ્યાન ધરીને “ માનવમાત્રમાં સંસ્કૃતિ લઈ જવી છે ' એ હેતુ સ્પષ્ટ કોતરીને આ તેજસ્વી આર્યસમૂહે કૂચ આદરી . સંસ્કૃતિ વિસ્તરણ માટેની સફર શરૂ થઈ . માર્ગમાં સાધનોની જરૂર પડી . આર્યોએ સાધનો ઊભાં કર્યાં જેવાં કે એકાદશી , તીર્થયાત્રા , યજ્ઞ જેની સહાયથી સફરમાં જન્મી એક નવી જ ચેતના ; જેનાથી શકિતને દિશા મળી અને ગતિને વેગ મળ્યો . 

આર્યોએ દેવી વૈદિક સંસ્કૃતિ લઈ જઈને અન્ય માનવસમૂહોને “ યજ્ઞ ” દ્વારા આર્ય અર્થાત્ સુસંસ્કૃત બનાવ્યા , સમાજમાં નૈતિક મૂલ્યોની પ્રસ્થાપના કરી . પરંતુ આજે ? 

‘ યજ્ઞ ' આ શબ્દ કાને પડતાં જ ઘીનું , હોમદ્રવ્યનું હવન , અગ્નિજવાળા , બ્રાહ્મણોનાં મંત્રોચ્ચાર અને એકવાર ખાવામાં વિધવિધ મિષ્ટાન્ન એવું ચિત્ર આંખો સામે ખડું થઈ જાય . ભારતીય સંસ્કૃતિએ ઊભી કરેલી યજ્ઞસંસ્થાને માત્ર કર્મકાંડનું રૂપ આવી જતાં ચાર્વાક જેવા બુધ્ધિવાદીઓએ ફટકા માર્યા . ‘ યજ્ઞ તો બુધ્ધિહીન અને પૌરુષહીન બ્રાહ્મણોએ જીવિકાને માટે ઊભું કરેલું સાધન છે 'આવું કહીને તેમણે ભણેલા વર્ગની યશશ્રધ્ધાને હચમચાવી નાખી . વિચલિત થયેલી શ્રધ્ધાએ વિપરીત રૂપ લીધું . અને ‘ યજ્ઞ ' નામના તેજસ્વી સાધનને વખોડી કાઢવા પ્રહારો થવા માંડયા . યજ્ઞમાં થતો દ્રવ્યનો ઉપયોગ ; તેમાં વપરાતાં ઘી , તલ , ચોખા ઈત્યાદિ વસ્તુઓનું હવન જોઈ સૌને લાગવા માંડયું કે આ તો માનવી શકિત , સંપત્તિ અને સમયનો કેવળ બગાડો જ છે .

અત્યારે યજ્ઞનો ચહેરો કાબરચિતરા ઘુમાડા પાછળ ઢંકાઈ ગયો છે ; સ્પષ્ટ દેખાતો નથી એ ચહેરો ! તો યજ્ઞનો અસલી ચહેરો કેવો હશે ? એને માટે એક નજર અતીત પર નાખવી પડશે . 

પહેલાંના સમયમાં જે સ્થળે સંસ્કૃતિ પાંગરી નહોતી , સારા વિચારો પહોંચ્યા નહોતા તે જગાએ જ તે જ ભૂમિ પર જંગલોમાં યશો થતા ; કારણ જંગલોમાં રહેતા સમાજથી વિખૂટા પડેલા માનવો સુધી સંસ્કૃતિના સુવિચારો સાધારણ રીતે પહોંચતા ન હતા અને તે પહોંચાડવાનું કામ ઋષિઓ યજ્ઞો દ્વારા કરતા . જંગલમાં યજ્ઞ માટે વિદ્વાન પવિત્ર બ્રાહ્મણો એકત્ર થાય , દસબાર દિવસ સાથે રહે . દરરોજ અગ્નિમાં હોમ કરે . એક મોટી યજ્ઞ વેદી તૈયાર થાય અને તેને જ મોટા યજ્ઞનું સ્વરૂપ આપતા .

 વાતાવરણમાં વેદોચ્ચારનું ગુંજન સંભળાતું . ત્યાર બાદ યજ્ઞનારાયણની આરાધના સાથે કાર્ય સમાપ્ત થતું . સંસ્કૃતિપ્રેમી બ્રાહ્મણો યજ્ઞવેદી પાસે જ હોય . દર્શનાર્થી કુતૂહલથી અથવા શ્રધ્ધાથી એકઠા થયેલા અસંસ્કૃત માનવોને નીતિમય , ભાવમય જીવનની વાતો કહેતા , સમજાવતા યજ્ઞના બ્રહ્મા જે મુખ્ય ઋત્વિજ ગણાય તે પ્રવચન આપે , જીવ , જગત અને જગદીશના સંબંધો સરળ ભાષામાં સમજાવે . બપોર સુધી આ બધું ચાલતું . આ સમાપ્ત થાય એટલે ભૂદેવો સાદો અને સાત્વિક આહાર લેતા . ત્યાર બાદ આસપાસની વસાહતોમાં અને ગામોમાં પહોંચી જતા . ઘરે ઘરે ઝૂંપડીએ ઝૂંપડીએ જઈ લોકસંપર્ક કરી , આત્મીયતા બાંધી , ઈશ્વર પ્રત્યેની કૃતજ્ઞતા અને નીતિમત્તાના પાઠો ઘૂંટી રાત્રે મોડેથી યજ્ઞભૂમિમાં પાછા ફરતા . 

પવિત્ર વિચાર આચારવાળા આ બ્રાહ્મણો સાંજે કોઈના ઘેર જમતા નહિ . નિ : સ્વાર્થ નિરપેક્ષ ભાવે તેઓ આ કાર્ય કરતા અને વ્રત તરીકે એકટાણું કરતા . આવા યજ્ઞોના પરિણામે જંગલની અશિક્ષિત અને અસંસ્કૃત પ્રજામાં સભ્યતા , સંસ્કૃતિ અને સવિચાર પહોંચતા જેથી તેઓ અન્યાયનો પ્રતિકાર કરતાં શીખે . રાક્ષસો એ સમયના ખલનાયકો હતા . તેમની દુષ્ટ વૃત્તિના સામ્રાજ્યમાં કોઈ પથરો ફેંકે એ એમને ગમતું નહિ . તેઓને રસ હતો લાગી અને ઠેકામાં . તેમની તાબેદારી સામે કોઈ માથું ઊંચકે એ એમને ગમતું નહિ ; તેથી તેઓ યજ્ઞનો વિરોધ કરવા હવનમાં હાડકાં નાખતાં , અવરોધો ઊભા કરતા , બ્રાહ્મણોને પજવતા . આ દુખવૃત્તિની સામે લડત આપવા માટે સવૃત્તિ એ એક જ રસ્તો હતો . જે સવૃત્તિવાળા લોકો એકઠા થાય , સમૂહની શકિત નિર્માણ થાય અને સાથે મળીને સૌ માથું ઊંચકે તો દુષ્ટવૃત્તિએ ઊભી પૂંછડીએ ભાગવું પડે . યજ્ઞથી આ શકય બનતું . 

વિબુધોનો સત્કાર અને દાનની ભાવના પણ આવા યજ્ઞો પાછળ છુપાયેલી હતી . ધર્મ અને સંસ્કૃતિ માટે ઘસાઈ જવાની તૈયારી હતી . જનસમાજમાં સભ્યતા , સંસ્કૃતિ અને સવિચારની નદીઓ વહેતી થાય એ માટે સમય , શકિત અને સંપત્તિ વહેતા મૂકવાની તૈયારી હતી . સમાજના વિકાસ માટે વિબુધોનો સત્કાર અર્થાત્ શ્રેષ્ઠ , વિદ્વાન અને પવિત્ર માનવો પ્રત્યે આદરભાવ રાખવો જરૂરી છે . આ વર્ગ પાસ જે જ્ઞાન છે , સદ્વિચાર છે તે પ્રાપ્ત કરવા માટે જ તેમનો સંપર્ક , સ્વીકાર અને સત્કાર ! દાન એટલે જયાં કોઈ વાતની ન્યૂનતા કે અછત દેખાય ત્યાં તેની પૂર્તિ કરવી . જ્ઞાનની અછત હોય ત્યાં જ્ઞાન આપવું . બળની અછત હોય ત્યાં બળ આપવું .
કર્મશકિતની અછત હોય ત્યાં કર્મશક્તિ જાગ્રત કરવી-‐‐ આ જ સંસ્કારો આર્યોએ પોતાના સંતાનોને ગળથુથીમાં પાયા . 

આવા વેદશકિતપૂજન , ઈશશકિત પૂજન અને સંઘશકિતપૂજનની ભાવનાથી કરવામાં આવતા યજ્ઞો થતા ; જે વ્યકિત , સમાજ અને સંસ્કૃતિ ત્રણેને વિકાસના પંથે દોરી જતા .પરંતુ આજે તો યશના નામે સમય , શકિત અને સંપત્તિના ધુમાડા જ ઊડતા જોવા મળે છે . પોતાની વાસનાપૂર્તિ માટે કાંતો મોટાઈનો ઢોલ વગાડવા કોઈ શ્રીમંત યજ્ઞ કરે છે અથવા તો ગામના લોકો ફંડફાળો ઉઘરાવી મોટા મોટા રંગબેરંગી મંડપો બાંધી યજ્ઞ કરતા હોય એવો દેખાવ કરે છે . આજનો યજ્ઞ કેવળ કર્મકાંડના પગતળે કચડાઈ રહ્યો છે . સવારે ધુમાડો , બપોરે જમાડો અને સાંજે દર્શનના નામે દેખાડો --- આ ત્રણ દિવાસળીથી “ યજ્ઞ ' નામનો શબ્દ એના અર્થ સાથે સળગી રહ્યો છે . 

દેવપૂજા , સંગતીકરણ અને મૈત્રીકરણની ત્રિપાઈ પર જે યજ્ઞસંસ્થા ઊભી રહી એના પાયા જ નબળા પડયા . સંગતીકરણ અને મૈત્રીકરણના પાયા તૂટી ગયા જયારે દેવપૂજાનો પાયો લથડતા પગે ચાલવા માંડયો . 

યજ્ઞના સળગતા દેહને જોઈને એક મહાપુરુષને વ્યથા થઈ ..... ઉપર ઉઠતી લાલઘુમ જવાળાઓનો પ્રકાશ એના ચહેરો પર પડ્યો . લોહીને ભભૂકતા અગ્નિનો સ્પર્શ થયો . લબકારા મારતી અગ્નિની જવાળાઓમાંથી એક સંકલ્પ ઊઠયો ...... આ યજ્ઞસંસ્થાનો સાચો ચહેરો લોકોની આંખમાં મૂકવો . ગેરસમજનું ધુમ્મસ હઠાવી દેવું . જૂનવાણી લાગતા આ શબ્દને ફરી એક નવો અર્થ આપવો , યજ્ઞના પાયામાં દટાયેલી કૃતિભકિતની કલ્પનાને ખોદીને બહાર કાઢી , તેમાં પ્રાણનો સંચાર કરવો . 

ઝળહળતો સૂર્ય જયારે સંકલ્પ કરે , ત્યારે ? .......... ભકિતના બાજોઠ મૂકી , અગ્નિદેવતાની સ્થાપના થઈ . મૈત્રીભાવે સૌને એકત્રિત કર્યા , સમૂહ રચાયો અને દેવપૂજાની શરૂઆત થઈ . 

પૂજય दादाએ સમજાવ્યું દેવપૂજા એટલે સદ્વિચારોની પૂજા ..... માનવમાત્ર સુધી સદ્વિચારો લઈ જવા એનું જ નામ દેવપૂજા . સૃષ્ટિના સર્જકને માટે આદર ... એ સર્જક મારી સાથે છે એવી સમજ અને એ સર્જક બીજાની અંદર પણ છે આ કલ્પના . ..અને હું એ સર્જકનો થઈ જાઉ– એની કોશિશ - આ પ્રકારના અર્થ સભર વિચારો લઈ , સવિચારો લઈ અંતિમ માનવના હદયના કમાડ પર ટકોરા મારીને જ દેવપૂજા થઈ શકે .બાહ્યસૃષ્ટિ અને પ્રાણીમાત્ર એ પણ પ્રભુનું જ સર્જન , એ બધાને વિસ્મયથી જોઈએ ...... વિચાર કરવા લાગીએ તો પ્રભુ પ્રત્યેનો આદરભાવ નિર્માણ થાય . જેમ હું તેજસ્વી સૂર્યનું કિરણ છું . તેમ બીજા પણ એ જ સૂર્યના કિરણો છે એવી સાચી સમજણથી જે માણસ માણસ પાસે જાય તો ? એ જ એની ખરી દેવપૂજા , પ્રત્યેક કૃત્તિ પાછળ જે રીતે હેતુ હોય , તે રીતે દેવપૂજા પાછળ પણ એક જ હેતુ છે અને તે કેવળ ભકિતનો ' જ આમ કહી આંખોમાં તેજસ્વી ભકિતનું અંજન કર્યું . 

યજ્ઞ એટલે માણસ ઊભો કરવાનો છે , એની વિચારની કરોડરજજુ સીધી કરવાની છે . પૂજય दादाએ આ કરીને બતાવ્યું . તેજસ્વી વિચારોના દીવો મૂકી માણસની ભીતર અસ્મિતાનું અજવાળું પાથર્યું . 

યજ્ઞથી વૈયક્તિક વિકાસ શકે એ આ મહાપુરુષે સમજાવ્યું . દરેક માણસની અંદર ઈચ્છા અને અહમ્ સાથે જ રહેતા હોય છે . આ બંનેને કાઢી મૂકવા પણ મુશ્કેલ ..... કાઢી મૂકીએ તો જીવન ખલાસ થઈ જાય , તો કરવું શું ? ઈચ્છાને સદ્ઈચ્છા અને ત્યારબાદ યદચ્છા ( પ્રભુની ઈચ્છા ) સુધી લઈ જવામાં આવે તો ? એનો રંગ જ બહલી નાખવામાં આવે તો ? તો વાત કંઈક સરળ બને . તો પછી અહમનું શું ? એને કઈ રીતે કાઢવો ? એનું પણ રૂપ બદલવામાં આવે તો ? હું ” નો પ્રભાવ ઓછો થઈ શકે . ક્યારે ? જયારે " " સમૂહમાં ભળી જાય ત્યારે .. યજ્ઞમાં આ શક્ય છે . ત્યાં સાથે મળીને કાર્ય કરવાનું હોવાથી ‘ હુંનું હવન થાય છે અને ‘ અમે'ની પ્રસાદી મળે છે . યજ્ઞમાં અહમ્ મરતો નથી , તેમજ હેરાન કરતો નથી , ઓગળી જાય છે . આમ યજ્ઞમાં હું એ એક અક્ષર લઈને જનારો માણસ “ અમે ' નામનો બે અક્ષરનો અર્થસભર શબ્દ લઈને પાછો ફરે છે.

માત્ર એક જ વ્યકિતથી થતી પૂજા યજ્ઞમાં અપેક્ષિત નથી . સમૂહમાં થાય તે યજ્ઞ ..... તેથી જે ભકિતના પાયા પર મૈત્રીની ઈમારત ચણાય ; કોઈ પણ જાતના ભેદ વગર સૌ ભેગા થાય , સંગઠિત થાય ને યજ્ઞમાં સહભાગી બને તો પ્રત્યેકનું જીવન ઉન્નત બને . આ વિચાર પૂજય दादाએ સ્વાધ્યાયીઓમાં મૂક્યો . 

બે માનવના હૈયા વચ્ચે ભાવસંબંધનો પુલ બાંધી શકાય છે . એ વિચારને આકાર મળ્યો ...... આકાર વિસ્તરતાં એક મોટો સમૂહ તૈયાર થયો . મૈત્રીના મંડપમાં સંગતિકરણના મંત્રોચ્ચાર સાથે અગ્નિ પ્રકટે ને યજ્ઞનો મંગલ પ્રારંભ થાય .

યજ્ઞમાં અગ્નિપૂજા એ પ્રમુખ વાત છે . માનવને ઉષ્મા અને પ્રકાશ અગ્નિ આપે છે . યજ્ઞ તો અગ્નિપૂજાનું પ્રતીક !! અગ્નિપૂજામાં અગ્નિના ગુણો ઉપાડવાના હોય . એ સમજણનો ઉજાસ પૂજય दादाએ પાથર્યો . 

સ્વાહા શકિત અને સ્વધાશકિત અગ્નિમાં રહેલી છે . આપણી અંદર રહેલી પશુતા દીનતા અને અકર્મણ્યતાનું “ સ્વાહા ' કરીએ તો ? આંખોમાં આ પ્રશ્ન મૂકી તેમણે અજવાળા તરફ જવાની દિશા ચીંધી . માનવસમાજની ધારણા કોઈ વ્યકિત કે વસ્તુથી નહિ , પણ ધ્યેય અને ધર્મથી થાય છે એવો તેજસ્વી અર્થ સ્વધાશકિતના પડદા હટાવીને દેખાડ્યો .

આપણી અંદર રહેલા દોષો , વિકારો , દુર્ગુણોનું યામાં હવન કરવાનું જ્યારે આપણી ભીતર રહેલી કોઈ શકિતનું , આપણી કલાનું , આપણી સુંગંધનું અર્પણ કરવાનું . હવન અને અર્પણ આ બે શબ્દ વચ્ચેની ભેદરેખા એમણે સમજાવીને યાનો સાચો અર્થ પ્રગટ કર્યો . 

યજ્ઞ એટલે નિ:સ્વાર્થ ભાવે કરેલી કૃતિ . યજ્ઞમાં શકિત વપરાય એટલે એ વાપરનારની ન રહે તેથી વળતરની કોઈ અપેક્ષા નહિ . પરિણામે વ્યકિતનો મનોવિકાસ પણ થાય . 

યજ્ઞ એટલે સામૂહિક કર્મ , એકબીજાને મળીને એકમેકમાં ભળીને કરેલું કાર્ય છતાં આ સહકારી ( CO - OPERATIVE WORK ) સામાજિક કાર્ય ( SOCIAL WORK ) નથી ; કારણ સ્વાર્થપૂર્તિ માટે હોય તે સહકારી કાર્ય ! 
ગરીબ - પીડિતોને મદદ , ઉપકારની ભાવના જેમાં હોય તે સામાજિક કાર્ય ! અહીં યજ્ઞમાં તો એવું નથી ! ભૌતિક સ્વાર્થની ગેરહાજરી હોવાને લીધે જ તું નાનો , હું મોટો ’ એવા નાનામોટા ઢોલ નગારાંનો અવાજ સંભળાતો નથી કારણ અહીં તો નિષ્કામ ભાવથી સમૂહમાં કરેલું સત્કર્મ છે .
શ્રી કૃષ્ણ ભગવાને શ્રીમદ્ ભગવદ ગીતામાં જુદા જુદા જુદા યજ્ઞો સમજાવ્યા . જેમાં ભાંગી પડતી યજ્ઞસંસ્થાને સાચા અર્થમાં ઊભી કરવાનો ફરીથી ટટ્ટાર કરવાનો પ્રયત્ન દેખાય છે .

द्रव्ययज्ञास्तपोयज्ञा : योगज्ञास्तथापरे । स्वाध्यायज्ञानयज्ञाश्च यतय : संशितव्रता :॥

દ્રવ્યયજ્ઞ એટલે સમય , શકિત અને સંપત્તિનો સત્કર્મમાં સદુપયોગ ... સત્કર્મ એટલે જે કર્મ સત્ પાસે એટલે કે પ્રભુ પાસે લઈ જાય છે . જે કોઈ એક વ્યકિત પૈસાનું દાન કરે તો તેને દ્રવ્યયજ્ઞ કહેવાય ખરો ? ના ..... કારણ કે તેમાં દૈનાર દાની અને લેનાર દીન બન્યો છે . પરંતુ જયારે સૌ સંગતીકરણની સૂરીલી ભાવનાથી સાથે મળે અને સત્કાર્યમાં પોતાના સમય શક્તિ અને વિત્ત આપે તો તે સાચો દ્રવ્યયજ્ઞ ગણાય . 

તપ એટલે કોઈ નિશ્ચિત મંગલ ધ્યેયની પૂર્તિ માટે કષ્ટ સહન કરવાની તૈયારી અને ધીરજ . યજ્ઞ કરનાર ઋત્વિજોએ પ્રભુકાર્ય કરવાનું , દિવ્યસંસ્કૃતિ માનવોમાં વિસ્તારવાનું ધ્યેય ઉપાડયું હોય છે . આ ધ્યેય સિધ્ધ કરવા માટે તેમના માર્ગમાં આવતી દરેક મુસીબતનો , દરેક દુ : ખનો , દરેક અગવડનો , દરેક પ્રતિકૂળતાનો તેઓ હિંમતથી સામનો કરે . ધીરજથી અને ખંતથી પ્રભુ પર વિશ્વાસ રાખી કાર્ય વણથંભે ચાલુ રાખે એને જે કહેવાય તપયજ્ઞ . 

યોગ શબ્દ આવ્યો છે  युज्  ધાતુ પરથી ... युज् એટલે to join જોડાઈ જવું . જે સત્કર્મથી માણસ ભગવાન સાથે , ભગવવિચારો સાથે , ભગવદ્દકાર્ય સાથે અથવા ભગવદ્કાર્ય કરનારી વ્યકિતઓ સાથે જોડાઈ જાય ; તેને યોગયજ્ઞ કહેવાય . 

માનવ માનવમાં ભગવદ્ વિચાર અને સંસ્કૃતિ યજ્ઞ દ્વારા પહોંચવી જોઈએ અને માનવની અંદર સુષુપ્ત પડેલો ઈશપ્રેમ આળસ મરડીને જાગવો જોઈએ . આપણે સૌ એક પિતાના સંતાન ' આ વિચાર આપી , જનસમાજમાં સમજણ કેળવી , દેવી ભ્રાતૃભાવ ઊભો કરનાર પૂજય दादाનો સ્વાધ્યાય પરિવાર યોગયજ્ઞ કરી રહ્યો છે તે આ સદીનું આશ્ચર્ય નથી લાગતું ? 

જ્ઞાનયજ્ઞ એટલે એ યજ્ઞ જેમાં લોકોની અવિદ્યા ( વિપરીત જ્ઞાન ) અજ્ઞાનના અંધકારને સાચી સમજણના વિચારકિરણોથી દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે . જે કૃષ્ણ ભગવાને આ પાંચ પ્રકારના યજ્ઞો કહ્યા છે એ જ ભગવાન 

अध्येष्यते च य इसं धर्म्यं संवादमावयो :। 
ज्ञानयज्ञेन तेनाहम् इष्टस्यामिति मे मतिः ।। 

કહી પોતાને ક્યા પ્રકારનો જ્ઞાનયજ્ઞ પ્રિય છે તે સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે . અર્જુન અને ભગવાન વચ્ચેના આ ધર્મસંવાદ એટલે કે ગીતાનું અધ્યયન જે કરશે અને કરાવશે તેવા જ પ્રકારનો જ્ઞાનયજ્ઞ ભગવાનને પ્રિય છે . વૈદિકોએ સમગ્ર માનવજાતના -- ઉત્કર્ષ માટે દેવી વિચારોને ખનનો આપ્યો છે . વર્ણાશ્રમવ્યવસ્થા એ એમની જ અનોખી દેન . એ વ્યવસ્થામાં જ ગૃહસ્થાશ્રમીઓ માટે એમણે પંચમહાયજ્ઞો પણ સમજાવ્યા .

ઋષિઓએ અને અવતારોએ જે દેવી વિચારો આપ્યા તેનું ચિંતન અને રક્ષણ ગૃહસ્થ કરવાનું એટલું જ નહિ એનું જાતે અધ્યયન અને અધ્યાપન કરી બ્રહ્મયજ્ઞ કરવાનો . સમાજમાં પ્રાણી દેવના ગુણો આવે એટલા માટે પોતાની બુધ્ધિ , વિદ્યા અને વિત્તનો સદુપયોગ કરી દેવયજ્ઞ કરવાનો . પિતૃઓની ધ્યેયનિષ્ઠા જીવંત રાખવા અંત : કરણ પૂર્વક તેમનું સ્મરણ તથા કૃતજ્ઞતાપૂર્વક તેમને નમસ્કાર કરવા એ જ સાચું શ્રાધ્ધ અને તર્પણ ! તે જ પિતૃયજ્ઞ ! સર્વત્ર વિભુનો વાસ છે એ સત્ય સ્વીકારી ભૂતમાત્ર તરફ કરુણામય દષ્ટિકોણ રાખવો એટલે ભૂત યજ્ઞ ! એ ઉપરાંત માનવમાં રહેલા માનવનું પૂજન તથા માનવ્ય વધતું રહે એ માટેના પ્રયત્નો પોતાનો ગૃહસ્થાશ્રમ ચલાવતાં ચલાવતાં કરવા તેનું જ નામ મનુષ્ય યજ્ઞ . માનવમાત્ર માટે આદર ઊભો થાય બીજ તરફ જોવાનો દષ્ટિકોણ સાફ થાય , સ્વચ્છ થાય એ માટેનો મનુષ્ય યજ્ઞ કરવા માટે પોતાની બુધ્ધિ , શકિત , સમય અને વિત્ત આપવાં જેથી મનુષ્ય યજ્ઞ સાર્થક થાય . 

આ પંચમહાયજ્ઞો ફળની અપેક્ષા વગર , કર્તવ્ય સમજીને કૃતજ્ઞ બુદ્ધિથી કરવાનો આદેશ ઋષિઓએ ગૃહસ્થીને આપ્યો છે.

વ્યકિતની અને સમાજની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે આ પ્રકારના શાસ્ત્રોકત યજ્ઞો અનિવાર્ય છે . સાંસ્કૃતિક વિકાસ , ચિત્તશુધ્ધિ અને વાતાવરણશુધ્ધિ માટે પણ યજ્ઞો થવા જ જોઈએ . આવી યુવાસંસ્થા એ સંસ્કાર , સમૃધ્ધિ અને જ્ઞાન વિજ્ઞાનની દૃષ્ટિએ પ્રગત સમાજનો પુરાવો છે . 

આજે છેલ્લાં કેટલાય વર્ષોથી ગામડે ગામડે ઘરે ઘરે જ્ઞાનયજ્ઞ હરતો ફરતો દેખાય છે . આ જ્ઞાનયજ્ઞના . ઋત્વિજે સ્વાધ્યાય પરિવારના ભાઈઓ - બહેનો છે અને આ જ્ઞાનયાના પ્રણેતા છે પૂજય दादा - જેમના સાન્નિધ્યમાં ભારતના વિવિધ રાજયોમાં ષિપ્રણિત અનેક યજ્ઞો થઈ રહ્યા છે . 

' ફાયદાવાદ ' આજના સમયનો જ્યારે મુદ્રાલેખ થઈ રહ્યો છે ત્યારે થોડાક નવજુવાન , દરેક ગામમાં ત્રણત્રણ દિવસ યશ નિમિત્તે રહેવાનું નકકી કરે , આજુબાજુના વિસ્તારોમાં ફરે , લોકો સાથે હળે મળે , સંસ્કૃતિના વિચારો પહોંચાડે ,પ્રેમની આપલે કરે ..... ‘ એક પિતાના સી સંતાન ’ આ સમજણને ઘૂંટીને પાકી કરે , સ્નેહનો વિસ્તાર કરે . સાચા અર્થમાં ‘ યજ્ઞ'નો જીર્ણોધ્ધાર આ રીતે થાય તો નથી લાગતું કે ‘ યશ ' નો તેજસ્વી ચેહરો આપણી આંખ સામે આવી રહે ? 

પ્રભુમાન્ય , સંસ્કૃતિમાન્ય ઋષિમાન્ય જીવનપથ જ માનવનું કલ્યાણ કરી શકશે આ વિશ્વાસની રેખાઓ હવે અંકિત થવા માંડી છે , આંખોમાં પથરાવા લાગ્યું છે અસ્મિતાનું અજવાળું . પગમાં આવી છે પ્રભુકાર્ય માટે દોડવાની તત્પરતા . હૈયામાં જાગ્યો છે સંસ્કૃતિ માટેનો , પ્રભુ માટેનો પ્રેમ !!! 

પરમ પૂજય પાંડુરંગશાસ્ત્રી આઠવલે ( પૂજય दादा ) એ યજ્ઞની સાચી કલ્પનાને કૃતિનો દેહ આપ્યો છે . જૂની ગણવામાં આવતી “ યજ્ઞ ’ સંસ્થાને સાચી સમજણનો સ્પર્શ આપી બનાવી છે . 

' અહમ્ છોડીને , માણસ જોડાઈ શકે છે ' એ અશક્ય વિચારોને શક્યતામાં પલટાવી બતાવ્યો છે , યજ્ઞની ચાર વેદીઓ વચ્ચે ઠરી ગયેલા ધર્મના સત્વને એમણે ફરીથી ઉપાડયું છે અને ભર્યો છે એમાં કૃતિભકિતનો ઉજતસ . 

હું અને તેના ભેદ ભૂંસાવાની શરૂઆત થઈ ચૂકી છે . માથું કાપવાની નહિ પણ માથું બદલવાની પ્રક્રિયા સમાજમાં ગતિ પકડી રહી છે . યજ્ઞ એ કર્મકાંડ નહિ પણ તેજસ્વી વિચારધારાનું પ્રતીક છે . આ નકકર સત્ય પૂજય दादाએ સાકાર કરી બતાવ્યું છે . સ્વાધ્યાય યફાનો મંગલ પ્રારંભ થઈ ચૂક્યો છે . અગ્નિની જવાળાઓ ઉપર ઊઠીને ફેલાઈ રહી છે . વેદમંત્રોના ગુંજન દિશાઓના કાનમાં પડી રહ્યા છે . આકાશ સ્તબ્ધ થઈને જોઈ રહ્યું છે . ઋષિઓના હૈયે હાશ છે કારણ એમણે કંડારેલી કેડીને ફરી સંભળાવા લાગ્યો છે પગરવ ....... જે ઈતિહાસની દિશા તરફ લઈ જાય છે . ફરી એકવાર સુવર્ણપૃષ્ટ તૈયાર થઈ રહ્યું છે ....... પૂજય दादाનો સ્પર્શ પામેલી કલમથી પંકિતઓ સરે છે કે , 

તને કહું છું યુવાન, હવે લડવૈયો થા, 
ખૂબ વાંચ્યો ઈતિહાસ હવે ઘડવૈયો થા”. 

યજ્ઞ સંસ્થાનો જીર્ણોધ્ધાર અને નૂતન ઈતિહાસનું આ ઘડતર છે . સામાન્ય માનવને ઈતિહાસનાં પૃષ્ઠો પર મૂકનાર પૂજનીય दादाને અનંત પ્રણામ !!!!


🙏જય યોગેશ્વર🙏


Post a Comment

0 Comments