An 7-year-old child memorized the entire Srimad-Bhagavatam-Gita in a 40-day lockdown.

લોકડાઉન પોઝિટિવ ૭ વર્ષના નાનકડા બાળકે 40 માં સંપૂર્ણ શ્રીમદ્ભગવદુ - ગીતા કંઠસ્થ કરી.



An 7-year-old child memorized the entire Srimad-Bhagavatam-Gita in a 40-day lockdown,Srimad Bhagavatam Gita-video-audio-pdf-adhyay-book-chapter-online

લોકડાઉન પોઝિટિવ ...
૭ વર્ષના નાનકડા બાળકે 40 દિવસના લોકડાઉન માં સંપૂર્ણ શ્રીમદ્ભગવદુ - ગીતા કંઠસ્થ કરી.
આજે જ્યારે ચારે તરફ કોરોનાના કહેરથી માણસ લોકડાઉનના લીધે ઘર માં રહીને ખૂબ જ કાંટાળી ગયો છે તેવામાં લોકડાઉન માં પણ સમય નો સદુપયોગ કરીને કંઇક અકથ્ય સિદ્ધિ પ્રાપ્ત કરવાનાના કિસ્સા સામે આવી રહ્યા છે.
આવી જ સિદ્ધિ એક ૭ વર્ષના નાનકડા બાળકે ૪૦ દિવસના લોકડાઉનમાં સંપૂર્ણ શ્રીમદ્ ભગવત ગીતા કંઠસ્થ કરીને મેળવી છે. વાત છે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની.અહી ઉના શહેરના જશરાજ નગર વિસ્તાર માં રહેતા શ્રી વીરેન્દ્રભાઈ પારેખ કે જેઓ ભાયા કોમર્સ કોલેજ માં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે . અને ખ્યાતિબેન પારેખ જેઓ ફિઝિક્સ ના ટીચર છે તેનો ૭ વર્ષ ના પુત્ર અર્યવીર પારેખ કે જે બીજા ધોરણમાં અભ્યાસ કરે છે તેને લોકડાઉનના સમયમાં પોતે ૪૦ દિવસ સુધી ઘરની બહાર નીકળ્યા વગર શ્રીમદ્ ભગવદ ગીતા ના ૭૦૦ શ્લોક કંઠસ્થ કર્યા છે .

અત્રે ઉલ્લેનીય છે કે આ કુટુંબ સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલ છે અને આ વર્ષ પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી એટલેકે દાદાજીનું ૧૦૦ મુ વર્ષ હોવાથી નાના બાળક અર્યવિરે વર્ષ દરમિયાન શ્રીમદ્ ભગવત ગીતા કંઠસ્થ કરવાનો સંકલ્પ લીધો હતો.જે તેણે ૪૦ દિવસ ના લોકડાઉનમાં જ પૂર્ણ કરી લીધો.અર્યવિર ને પૂછતાં માલૂમ પડ્યું કે તે દરરોજ ૫ થી ૬ કલાક પારાયણ કરી અને દરરોજ ના ૧૫ થી ૨૦ શ્લોકનું કંઠસ્થ કરતો હતો.
અર્યવીરના પિતા ને પૂછતા માલૂમ પડ્યું કે શ્લોક કંઠસ્થ કરવાની પ્રેરણા તેને બાળ સંસ્કાર કેન્દ્ર માંથી મળી હતી. અને તે ઓછી મહેનતે સરળતાથી શ્લોક કંઠસ્થ કરી શકે છે.
તેમણે જણાવ્યું કે લોકડાઉનનું ચુસ્ત પણે સંપૂર્ણ પાલન કરીને કુલ ૪ વાર જ ઘરની બાહર ગયા છે.અને તે પણ જરૂરી ચીજ વસ્તુ લેવા માટે જ.અને બાકી નો બધો સમય તેના પુત્ર ને શ્લોક કંઠસ્થ કરાવવામાં અને ઘર માં જ અલગ અલગ પ્રવૃત્તિ કરીને વિતાવે છે.આજે જ્યારે લોકડાઉનના સમય દરમીયાન લોકો હતાશ થઈને માનસિક અસ્વસ્થતા અનુભવી રહ્યા છે ત્યારે સમાજ માં આ કિસ્સો પ્રેરણા દાયક છે.

Header Ads

Post a Comment

0 Comments