ઉત્સવ દર્શન: ગંગા દશહરા.
ગંગા દશહરા
સ્કંદ પુરાણમાં લખ્યું છે કે , જ્યેષ્ઠ સુદિ દશમી સંવત્સરમુખી કહેવાય છે તે દિવસે ભાવથી સ્નાન અને દાન કરવું . હર કોઈ નત્રીએ જઈ તલનો અને જળનો અર્ધ્ય આપવો , તેથી મહાપાપ જેવાં દશ પાપો દૂર થાય છે .
' દીધા વિના પોતાની મેળે લઇ લેવું એટલે ચોરી કરવી , વિધિ વગરની હિંસા અને પર સ્ત્રી ગમન – એ કાયાથી થનારાં ત્રણ પાપો કહેલાં છે ; કરડું બોલવું , અસત્ય બોલવું , ચાડી ખાવી અને સબંધ વગરના બકવાદ કરવો . એ ચાર વાણીનાં પાપો કહેવાય છે અને મનથી બીજાના દ્રવ્યની આશા રાખવી , અનિષ્ટ વિચારવું અને ખોટો આગ્રહ રાખવો , એ ત્રણ મનનાં પાપો કહેવાય છે . ”
હે ગંગે ! ઉપર કહેલાં દશ પાપનો નાશ કરો . "દશ પાપોને હરે છે તેથી જ દશહરા કહેવાય છે" .
ગંગા - દશહરાનું ઉત્સવ તરીકે વિશેષરૂપે ઉત્તર ભારતમાં ખૂબ જ મહત્ત્વ છે . પરંતુ ગંગાસ્નાનનું માહાત્મ્ય તો સર્વદેશીય છે .
માનવે રોજ મન , બુદ્ધિ અને શરીર એમ ત્રિવિધ સ્નાન કરવાં જોઈએ . મનનું જ્ઞાન ભક્તિથી થાય ; બુદ્ધિનું સ્નાન સ્વાધ્યાયથી થાય અને શરીરનું સ્નાન પાણીથી થાય . ગંગાસ્નાન જો સમજણ અને ભાવપૂર્વક કરવામાં આવે તો એમાં આ ત્રણે સ્નાનનો સમાવેશ થઈ જાય .
અવિરત કર્મયોગ કરનાર ભગીરથના પ્રયત્નોથી અવતરિત થનાર એ ભાગીરથી માનવમાત્રને કર્મયોગ નો ચિરંતન સંદેશ આપે છે . દોડતી , ઊછળતી , પોતાના ઉજજ્વલ કર્મયોગથી અનંત ગામોને ફળદ્રુપ કરતી , પ્રસન્ન વારિથી યુકત એવી એ ગંગા અંતે સાગર માં ભળી જઇને ભગવાન વિષ્ણુના પગ પખાળે છે . સમર્પણ ભક્તિનો આનાથી શ્રેષ્ઠ સંદેશ બીજો કયો હોઈ શકે ? માનવ પણ જ્ઞાન મેળવીને અવિરત કર્મયોગ કરતાં કરતાં અને પોતાનું જીવન ભગવાનને ચરણે સમર્પિત કરે તો તે પણ ગંગા જેવો પાવન બની શકે .
ગંગાસ્નાનની પાછળ રહેલા ભાવનું મહત્ત્વ છે . ભાવશૂન્ય સ્નાન કેવળ શરીરને સ્વચ્છ કરે ત્યારે ભાવયુક્ત સ્નાન શરીરની જોડે મનબુદ્ધિને પણ વિશુદ્ધ બનાવી જીવનને પાવન કરે છે.
देवे तीर्थे द्विजे मंत्रे दैवज्ञे भेषजे गुरौ। याद्रशी भावना यस्य सिद्धिर्भवति ताद्रशी ।।
‘ દેવ , તીર્થ , દ્વિજ , મંત્ર , જ્યોતિષી , વૈદ્ય અને ગુરુ – એમના બારામાં જેવી જેની શ્રદ્ધા હોય તેવું તેને ફળ મળે . ” “ ગંગાસ્નાનથી મારામાં પાવિત્ર્ય પ્રગટશે જ . ” એવી શ્રદ્ધા સાથે સ્નાન કરવામાં આવે તો એ સ્નાન માણસના મનમાં ગંગાના ઉજજ્વલ ઈતિહાસનું સ્મરણ પ્રેરે અને તે સ્મરણ માનવના મનમાં ભાવ જાગૃતિ , ઉત્સાહ નિર્મિતિ , તેમજ જ્ઞાનનો પ્રકાશ સર્જે છે '.
ગંગાના કિનારે સેંકડો ઋષિઓએ તપશ્ચર્યા કરી છે . હજારો કૃષિઓએ ગંગાકાંઠે પિતાના આશ્રમો બાંધી જ્ઞાનની ઉપાસના કરી છે . ગંગાના આ ભવ્ય ઈતિહાસની જેને ખબર છે તે ગંગાના દર્શનથી રોમાંચ અનુભવશે . તેમાં સ્નાન કરી પોતાનો કૃતાર્થ સમજશે , તેમજ ત્યાંથી કોઈ અનેરી પ્રેરણા લઈ પાછો ફરશે . ગગાનો કિનારો એક કાળે સાચા અર્થમાં તપભૂમિ હતો . તેના તટ ઉપર બ્રહ્મર્ષિઓએ તપ કર્યા છે , તેમજ અનેક રાજર્ષિઓએ પોતાના રાજ્ય ન્યોછાવર કર્યા છે .
ગંગા એ જ્ઞાનભૂમિ હતી . ગંગાના જળપ્રવાહની સાથે સાથે તેનાં જ્ઞાનવારિ આખા ભારતવર્ષમાં ઠલવતાં અને તે ગંગામૈયાની ગોદમાં તેનું સ્તનપાન કરીને પુષ્ટ થયેલા તેના પોતાના સંતાન જેવું કાશી , એ તો વિદ્યાનું તીર્થધામ હતું .
ગંગા એટલે ગંગા જ છે . તેનું વર્ણન કરવું શકય નથી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ગંગાનું સંઘરેલું નીર બગડતું નથી . ગંગામૈયા એટલે પાવિત્ર્યનો પ્રેમ - પ્રવાહ ! પ્રભુના ચરણકમળમાંથી નીકળેલું પાવિત્ર્ય , શિવજીના મસ્તક પર ઊતર્યું અને ત્યાંથી સેવાની દીક્ષા ગ્રહણ કરી પ્રવાહરૂપે પૃથ્વી પર વહેવા લાગ્યું . જ્ઞાનનો પરિપાક એટલે સેવા અને સેવાનું મૂર્તિમંત પ્રતીક એટલે માતા ! ગંગાના આ ઊછળતા પ્રેમ - પ્રવાહને જોઈને ભાવિક હૃદય પોકારી ઊઠે છે - "ગંગામૈયા કી જય" .
ગંગાજળ શુદ્ધ અને પવિત્ર ગણાતું હોવાથી હિન્દુ પરિવારોમાં સચવાય છે , મૃત્યુ વેળાએ જીવિત શરીરમાં કે મૃત દેહની મુખમાં મોક્ષ પ્રાપ્તિ અર્થે ગંગાજળ પધરાવવાની પ્રથા છે, બંધ સીલમાં પેક કરેલું ગંગાજળ બગડતું નથી અને જગતના વૈજ્ઞાનિકો પણ કબૂલે છે કે ભૌતિક સ્પર્શ જો કોઈ કરે પાણી પીએ કે સ્નાન કરે તો ગંગાજળ એન્ટિસેપ્ટિક ખનીજ વાળું હોવાથી રોગ નિવારણ કરે છે .ગંગા દેવી રૂપે આજે પણ સદેહે હોવાના પ્રમાણ મળે છે . ગંગા માતાની વંદના અને કૃપા પ્રાપ્તિ અર્થે એક ખુબ જાણીતો શ્લોક છે , હે ગંગાજી ! હું દેવ અને દેત્યો દ્વારા પૂજિત આપના દિવ્ય ઔલોકિત રૂપ ચરણ કમળોને વંદન કરું છું આપ અમારા રોગ , શોક , તાપ, પાપ, કુમતિ હરી લઇ પાવન કરી મોક્ષ પ્રદાન કરો.
"વ્રતનિષ્ઠ , ચારિત્ર્ય સંપન્ન , તેજોમૂર્તિ , તત્ત્વજ્ઞ , ભીષ્મને જન્મ આપીને ગંગા કૃતાર્થ થઈ છે . ભારતીયજનોનાં દિલમાં તેણે માતાનું સ્થાન મેળવ્યું છે . ગંગા તરફ ભોગની દષ્ટિથી જોતા અસુરોને ભોગ મળે છે , જ્યારે ભક્તિની દષ્ટિથી જોતા દેવોને મોક્ષ મળે છે .
श्री गंगा स्तोत्रम
देवि! सुरेश्वरि! भगवति! गंगे त्रिभुवनतारिणि तरलतरंगे ।
शंकरमौलिविहारिणि विमले मम मतिरास्तां तव पदकमले ॥ १ ॥
भागीरथिसुखदायिनि मातस्तव जलमहिमा निगमे ख्यातः ।
नाहं जाने तव महिमानं पाहि कृपामयि मामज्ञानम् ॥ २ ॥
हरिपदपाद्यतरंगिणि गंगे हिमविधुमुक्ताधवलतरंगे ।
दूरीकुरु मम दुष्कृतिभारं कुरु कृपया भवसागरपारम् ॥ ३ ॥
तव जलममलं येन निपीतं परमपदं खलु तेन गृहीतम् ।
मातर्गंगे त्वयि यो भक्तः किल तं द्रष्टुं न यमः शक्तः ॥ ४ ॥
पतितोद्धारिणि जाह्नवि गंगे खंडित गिरिवरमंडित भंगे ।
भीष्मजननि हे मुनिवरकन्ये पतितनिवारिणि त्रिभुवन धन्ये ॥ ५ ॥
कल्पलतामिव फलदां लोके प्रणमति यस्त्वां न पतति शोके ।
पारावारविहारिणि गंगे विमुखयुवति कृततरलापांगे ॥ ६ ॥
तव चेन्मातः स्रोतः स्नातः पुनरपि जठरे सोपि न जातः ।
नरकनिवारिणि जाह्नवि गंगे कलुषविनाशिनि महिमोत्तुंगे ॥ ७ ॥
पुनरसदंगे पुण्यतरंगे जय जय जाह्नवि करुणापांगे ।
इंद्रमुकुटमणिराजितचरणे सुखदे शुभदे भृत्यशरण्ये ॥ ८ ॥
रोगं शोकं तापं पापं हर मे भगवति कुमतिकलापम् ।
त्रिभुवनसारे वसुधाहारे त्वमसि गतिर्मम खलु संसारे ॥ ९ ॥
अलकानंदे परमानंदे कुरु करुणामयि कातरवंद्ये ।
तव तटनिकटे यस्य निवासः खलु वैकुंठे तस्य निवासः ॥ १० ॥
वरमिह नीरे कमठो मीनः किं वा तीरे शरटः क्षीणः ।
अथवाश्वपचो मलिनो दीनस्तव न हि दूरे नृपतिकुलीनः ॥ ११ ॥
भो भुवनेश्वरि पुण्ये धन्ये देवि द्रवमयि मुनिवरकन्ये ।
गंगास्तवमिमममलं नित्यं पठति नरो यः स जयति सत्यम् ॥ १२ ॥
येषां हृदये गंगा भक्तिस्तेषां भवति सदा सुखमुक्तिः ।
मधुराकंता पंझटिकाभिः परमानंदकलितललिताभिः ॥ १३ ॥
गंगास्तोत्रमिदं भवसारं वांछितफलदं विमलं सारम् ।
शंकरसेवक शंकर रचितं पठति सुखीः तव इति च समाप्तः ॥ १४ ॥
0 Comments
Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.