ભક્ત અને ભક્તિ એટલે શું ? ભક્ત કેવો હોવો જોઈએ?
'Deeper the thoughts simpler the language' એ ઉકિત પૂજ્ય દાદાના પ્રવચનોમાં સાર્થક થયેલી જોવા મળે છે. એમનાં બધાં જ પ્રવચનોમાં ઈશસાક્ષાત્કારની મસ્તી તરવરતી દેખાય છે; પરંતુ તેઓ જ્યારે ભક્તિ ઉપર બોલતા હોય ત્યારે તો સ્વયં ભગવાન એમની વાણીમાંથી વહેતો હોય એવું લાગે છે . 'ब्रह्मीभूत काया होतसे कीर्तनी' એ પંક્તિનો અર્થ એમને જોયા પછી સહજ સમજાઈ જાય છે.
ગીતાના બારમા અધ્યાયમાં દર્શાવેલા ભક્તના ગુણોનો આધાર લઈ પૂજ્ય દાદાએ ભક્તિનું આ “ તુત્રસીદલ " ચિંતનરૂપે આપણી સમક્ષ મૂક્યું છે . ભક્તિસમ્રાટ એવા પૂજ્ય દાદા ના ભાવભંડારમાંનું એકાદ રત્ન પણ જો આપણને દષ્ટિગોચર થાય તો આપણું જન્માંતરનું ભાવદૈન્ય દૂર થઈ જાય.
ભક્તના ગુણો, ભક્ત કેવો હોવો જોઈએ?
‘ જે વિભક્ત નહિ તે ભક્ત ’ એવી સરળ વ્યાખ્યા દ્વારા તેઓ ભક્તિમાં અપેક્ષિત અનન્યતા તેમજ સાતત્યનો ખ્યાલ સરસ રીતે આપી દે છે . “ અદ્વૈત એટલે હોવું અને દ્વૈત એટલે રમવું ' – એ જ્ઞાનગમ્ય વિચારને તેઓ ભકિતનું વસ્ત્ર પહેરાવી , “ અદ્વૈત એટલે ભળી જવું અને દ્વૈત એટલે પરણવું ' – એ રીતે રજુ કરે છે . એમના ચિંતનમાં જ્ઞાન અને ભક્તિ , હાથમાં હાથ મિલાવી નાચતાં દેખાય છે.
‘ભક્ત કંગાલ હોવો જોઈએ , રડતો હોવો જોઈએ , નીરસ હોવો જોઈએ , સદા ગંભીર હોવો જોઈએ તેમ જ જીવનપરાડ્મુખ હોવો જોઈએ’ એવી ચીલા ચાલુ કલ્પનાનું તેઓ સમર્થન કરતા નથી.તેઓ તો ઊલટું કહે છે કે ‘ ભકત હસતો - રમતો હોવો જોઈએ , સદા પ્રસન્ન હોવો જોઈએ . તેની જીવન તરફ જોવાની દષ્ટિ વિધાયક હોવી જોઈએ . ’ ભક્તિ એ કેવળ કૃતિ નથી , વૃત્તિ પણ છે . ભક્તિ માણસના મનને શણગારે છે , બુદ્ધિને અજવાળે છે . એટલું જ નહિ , તેના સમગ્ર જીવનને સજાવે છે . ભક્તને પ્રભુ પોતાનો લાગે છે , સૃષ્ટિ સુંદર લાગે છે અને જીવન એ સજા નહિ પરંતુ મજા લાગે છે .
ભગવદ્ગીતામાં ભગવાનના ભક્ત ગુણોનો ઉલ્લેખ કર્યો છે. ભગવદ્ગીતા માં વર્ણવ્યા અનુસાર પૂજ્ય દાદા એ કહ્યું છે કે "સારા અને બૌદ્ધિક માણસ" તરીકે ભક્ત માં ૨૬ ગુણો હોવા જોઈએ.
ભક્તના ૨૬ ગુણોને નીચે સૂચિબદ્ધ કર્યા છે:
#qualitiesofadevotee
(૧) તે દરેક પ્રત્યે ખૂબ જ દયાળુ(#kind) છે.
(૨) તે કોઈને પોતાનો શત્રુ(#enemy) બનાવતો નથી.
(૩) તે સત્યવાદી(#truthful) છે.
(૪) તે બધા માટે સમાન(#equal) છે.
(૫) તેનામાં કોઈ દોષ(#fault) શોધી શકતા નથી.
(૬) તે મહાન(#magnanimous) છે.
(૭) તે સરળ(#mild) છે.
(૮) તે હંમેશાં શુધ્ધ(#clean) હોય છે.
(૯) તે સંપત્તિ ના મોહ(#possessions) થી પર છે.
(૧૦) તે દરેકના ફાયદા(#benefit) માટે કામ કરે છે.
(૧૧) તે ખૂબ શાંતિપૂર્ણ(#peaceful) છે.
(૧૨) તે હંમેશાં કૃષ્ણ સમર્પિત(#surrendered) છે.
(૧૩) તેની પાસે ભૌતિક ઇચ્છાઓ(#material desires) નથી.
(૧૪) તે ખૂબ નમ્ર(#meek) છે.
(૧૫) તે સ્થિર(#steady) છે.
(૧૬) તે પોતાની ઇન્દ્રિયો(#senses)ને અંકુશમાં રાખે છે.
(૧૭) તે જરૂરિયાત કરતાં વધારે ખાતો(#eat) નથી.
(૧૮) તે ભગવાનની ભ્રાંતિપૂર્ણ શક્તિ(#illusoryenergy)થી પ્રભાવિત(#influenced) નથી.
(૧૯) તે દરેકને માન(#respect)આપે છે.
(૨૦) તે પોતાના માટે કોઈ આદરની ઇચ્છા(#desire) રાખતો નથી.
(૨૧) તે ખૂબ જ ગંભીર(#grave) છે.
(૨૨) તે દયાળુ(#merciful) છે.
(૨૩) તે મૈત્રીપૂર્ણ(#friendly) છે.
(૨૪) તે કાવ્યાત્મક(#poetic) છે.
(૨૫) તે નિષ્ણાત(#expert) છે.
(૨૬) તે મૌન(#silent) છે.
ભક્તિ એટલે શું ?
મન - બુદ્ધિ પ્રભુને અર્પણ કરવાં એ જ સાચી શાસ્ત્રીય ભક્તિ છે એવું તેઓ સ્પષ્ટરૂપે પ્રતિપાદિત કરે છે , પરંતુ આ ભાવ - ભક્તિની જોડે પ્રભુકાર્ય કરવાનો આદેશ કરીને તેઓ કૃતિભક્તિનું મહત્ત્વ પણ તેટલા જ આવેગથી પ્રસ્થાપિત કરે છે . ભાવ - ભક્તિથી પ્રાપ્ત થતી શક્તિ કૃતિભક્તિમાં ઉપયોગી થાય અને કૃતિભક્તિથી પ્રાપ્ત થતું પુણ્ય ભાવ - ભક્તિના વિકાસમાં સહાયક બને ; એ રીતે ભાવ - ભક્તિ અને કૃતિભક્તિના સમન્વયથી જ જીવનનો સાચો વિકાસ સાધી શકાય .
ભક્તિ એ મનનું સ્નાન છે . - એમ કહી તેઓ ભક્તિનું માનસશાસ્ત્રીય મહત્ત્વ આપણી સામે મૂકે છે . અજ્ઞાત મનની વિશુદ્ધિ માટે શાસ્ત્રીય મૂર્તિપૂજા અત્યંત આવશ્યક છે એ વાતના બારામાં એમને સાંભળનાર માણસ નિઃસંદેહ બની જાય છે.
પ્રભુના પ્રેમપ્રવાહને ઝીલનાર પૂજ્ય દાદાની આ પાવન ભાવ - ગંગામાં સદા સ્નાન કરતા રહીએ એવું સૌભાગ્ય ભગવાન યોગેશ્વર પાસે યાચીએ .

0 Comments
Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.