What is prayer-the true significance of prayer-Why should we pray?

પ્રાર્થના એટલે શું? પ્રાર્થના નું ખરું મહત્ત્વ શું? શા માટે કરવી જોઈએ પ્રાર્થના?


types of prayer, short prayer,  prayer scriptures,  prayer quotes,  prayer meaning,  prayer for today, prayer examples



પ્રાર્થના એટલે પલાઠી વાળીને બેસી જવું માત્ર નથી. 

પ્રાર્થના એટલે... 

હંમેશા હકારાત્મક વિચારવું અને સહુ કોઈનું હંમેશા હિત ઇચ્છવું છે. 
પ્રાર્થના એટલે તમે કોઇ મિત્રને તેના મુશ્કેલ સમયમાં પ્રેમથી ભેટી તેની પડખે ઉભા રહેવું એ છે. 
પ્રાર્થના એટલે કાળજાળ ગરમીમાં રસોડામાં ઉભા રહી કુટુંબના અને મિત્રો માટે રસોઇ બનાવવી એ છે. 
પ્રાર્થના એટલે આપણે જ્યારે કોઇને 'આવજો' કહીએ..... ત્યારે આપણા મનની ભાવના.... તમને ઈશ્વર સલામત રાખે અને તમારી યાત્રા શુભ રહેની ભાવના. 
પ્રાર્થના એટલે તમે કોઇને મદદરૂપ થવા જે સમય અને શક્તિ આપો છો તે છે. 
પ્રાર્થના એટલે તમે જ્યારે કોઈને દિલથી માફ કરી... તેની ભુલને ભૂલી જાઓ તે છે. 
પ્રાર્થના એટલે એક અનુભૂતિ, લાગણી અને એક પ્રેમભર્યો અવાજ છે. જે હંમેશા શાંતિનુ જ વહન કરે છે. 
પ્રાર્થના એટલે સુંદર કૌટુંબિક સંબંધો, મિત્રતા અને દરેક વ્યવહારમાં સહ્દયતા છે. 
પ્રાર્થના એટલે સૃષ્ટિનાં સર્જનહારનું ધ્યાન ધરવું તે. પ્રાર્થના એટલે પ્રભુનું સ્મરણ કરવું તે.  
પ્રાર્થના એટલે આત્માના અવાજને પરમાત્મા સુધી લઈ જનાર સંદેશાવાહક. 
પ્રાર્થના એટલે પ્રભુને પામવાનું પ્રથમ પગથિયું.  પ્રાર્થના એટલે શ્રદ્ધા, સબુરી અને વિશ્વાસનું પ્રતિક. 
પ્રાર્થના એટલે આધિ, વ્યાધિ અને ઉપાધિનું ઔષધ.  
પ્રાર્થના એટલે આત્મા અને પરમાત્માને જોડતી કડી. પ્રાર્થના એટલે જીવન જીવવાની જડીબુટ્ટી.  
પ્રાર્થના એટલે ધર્મનું કર્મ અને કર્મની કૂચી. પ્રાર્થના એટલે પ્રભુને પામવાનો પારસમણિ.  
પ્રાર્થના એટલે સવારની ચાવી અને સંધ્યાકાળની સાંકળ. પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે 'પ્રાર્થના'

શું તમે આમાની કોઈ પણ પ્રાર્થના કરો છો??? 
જો જવાબ 'હા' હોય... તો તમારે કોઈ પણ ધાર્મિક સ્થળોએ જવાની જરૂર નથી.

એક નાનો બાળક રોજ શાળાએ જતી વખતે રસ્તામાં આવતા એક મંદિરમાં દર્શન કરવા માટે જતો. ભગવાનની મુર્તિ સામે બે હાથ જોડીને ઉભો રહેતો.
આંખો બંધ કરીને એ પ્રાર્થનામાં એવો તો મશગુલ થઇ જતો કે મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તો ભગવાનને બદલે આ બાળકને જોયા કરતા.
મંદિરના પુજારી પણ આ બાળકની રાહ જોઇને બેઠા હોય. ઘણા તો એવી પણ વાતો કરતા કે આ બાળક સાક્ષાત હનુમાનજી છે, કેટલા ભાવથી ભગવાનના દર્શન કરે છે. આંખો બંધ કરીને ઉભેલા બાળકના માત્ર હોઠ ફફળતા હોય. થોડી મિનિટો સુધી બસ એમ જ કંઇક બોલ્યા કરે. બધાને એ વાતનું આશ્વર્ય હતું કે આ નાનો બાળક ભગવાનને શું પ્રાર્થના કરતો હશે !
એક દિવસ બધા ભક્તોએ ભેગા થઇને પુજારીને વિનંતિ કરી કે આ છોકરાને આપણે પુછીએ કે એ ભગવાનને શું પ્રાર્થના કરે છે ? પુજારીને પણ આ જાણવું જ હતું એટલે બધા પેલા બાળકની રાહ જોવા લાગ્યા. બાળક આવ્યો. બુટ ઉતારીને મંદિરમાં પ્રવેશ્યો. દફતર ખભા પર જ હતું ને બે હાથ જોડીને પ્રાર્થના ચાલુ કરી. પ્રાર્થના પુરી કરીને એ બહાર નિકળ્યો એટલે બધા લોકોએ એને ઘેરી લીધો.
પુજારીએ પુછ્યુ , “સાચુ કહેજો આપ કોણ છો અને રોજ શું પ્રાર્થના કરો છો?”
પેલા બાળકે કહ્યુ , “અરે, પુજારીજી મને ના ઓળખ્યો હું તો બાજુની ચાલીમાં રહેતા ઇશ્વરભાઇનો માનવ છું અને મને પ્રાર્થનામાં કંઇ જ ખબર પડતી નથી. ભગવાનને શું કહેવાય અને શું ન કહેવાય એ કંઇ જ સમજાતું નથી. હું તો ભગવાન સામે ઉભો રહીને આંખ બંધ કરીને 5 વખત એબીસીડી બોલી જાવ છું. ભગવાને એમાંથી જે શબ્દો જોઇતા હોય એ લઇ લે અને જેવી પ્રાર્થના બનાવવી હોય એવી બનાવી લે.”
પ્રાર્થનાને શબ્દોની કોઇ જરુર નથી હોતી , શબ્દોમાં તો મોટા ભાગે માંગણીઓ જ હોય છે.સાચું ને મિત્રો ???


“હે ભગવાન! 
અમારા રાષ્ટ્રમાં બ્રહ્મતેજથી તેજસ્વી બ્રાહ્મણો ઉત્પન્ન થાઓ. 
અમારા રાષ્ટ્રમાં શૂરવીર, બાણાવળી, શત્રુઓને પરાસ્ત કરનાર, મહારથી ક્ષત્રિયો ઉત્પન્ન થાઓ. 
અમારા રાષ્ટ્રમાં ગાયો પુષ્કળ દૂધ આપનારી હો; બળદો બળવાન હો; ઘોડાઓ શીઘ્રગામી હો. 
અમારા રાષ્ટ્રમાં સ્ત્રીઓ વિનયશીલ અને સંસ્કારી હો. 
અમારા રાષ્ટ્રમાં રથમાં બેસનાર વીરો વિજયશીલ હો. 
અમારા રાષ્ટ્રમાં યજમાનને વીર અને સભામાં બેસવા યોગ્ય યુવાન પુત્રો ઉત્પન્ન થાઓ. 
અમારા રાષ્ટ્રમાં જ્યારે જ્યારે વરસાદ જોઈએ ત્યારે ત્યારે વરસાદ (મન માગ્યા મેઘ વરસે). 
અમારા રાષ્ટ્રમાં ફળથી ભરપૂર વનસ્પતિ-ઔષધીઓ પાકે. 
અમારું સૌનું યોગક્ષેમ ઉત્તમ સ્વરૂપે સંપન્ન થાઓ.

👏👏👏👏👏👏

હે પરમાત્મા,
મને તારી શાંતિનું વાહન બનાવ.
જ્યાં ધિક્કાર છે ત્યાં હું પ્રેમ વાવું,
જ્યાં ઘાવ થયો છે ત્યાં ક્ષમા,
જ્યાં શંકા છે ત્યાં શ્રધ્ધા,
જ્યાં હતાશા છે ત્યાં આશા,
જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ,
જ્યાં શોક છે ત્યાં આનંદ.

👏👏👏👏👏👏

હે પ્રભુ! એવું કરો કે...
હું આશ્વાસન મેળવવા નહિ, આપવા ચાહું
મને બધાં સમજે એ કરતાં હું બધાંને સમજવા ચાહું.
મને કોઈ પ્રેમ આપે એ કરતાં હું કોઈને પ્રેમ આપવા ચાહું
કારણ કે,
આપવામાં જ આપણને મળે છે;
ક્ષમા કરવામાં જ આપણે ક્ષમા પામીએ છીએ.
મૃત્ય પામવામાં જ આપણે શાશ્વત જીવનમાં જન્મીએ છીએ.
હું તો જાણું છું કે તમે છો. તમે છો તેથી તો હું છું.

👏👏👏👏👏👏

હે પ્રભુ,
સંજોગો વિકટ હોય ત્યારે,
સુંદર રીતે કેમ જીવવું?
તે મને શીખવ.
બધી બાબતો અવળી પડતી હોય ત્યારે,
હાસ્ય અને આનંદ કેમ ન ગુમાવવાં?
તે મને શીખવ.
પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય ત્યારે,
શાંતિ કેમ રાખવી?
તે મને શીખવ.
કામ અતિશય મુશ્કલ લાગતું હોય ત્યારે,
ખંતથી તેમાં લાગ્યા કેમ રહેવું?
તે મને શીખવ.
કઠોર ટીકા ને નિંદાનો વરસાદવરસે ત્યારે,
તેમાંથી મારા ખપનું ગ્રહણ કેમ કરી લેવું?
તે મને શીખવ.
પ્રલોભનો, પ્રશંસા, ખુશામતની વચ્ચે
તટસ્થ કેમ રહેવું?
ત મને શીખવ.
ચારે બાજુથી મુશ્કેલીઓ ઘેરી વળે,
શ્રધ્ધા ડગમગ થઈ જાય,
નિરાશાની ગર્તામાં મન ડૂબી જાય ત્યારે,
ધૈર્ય અને શાંતિથી તારી કૃપાની પ્રતીક્ષા કેમ કરવી?
તે મને શીખવ.

👏👏👏👏👏👏

હે પ્રભુ!...
અમારા વિચારોને એટલા ઉદાર કરો કે
બીજાં માણસનું દ્રષ્ટિબિંદુ અમે સમજી શકીએ.
અમારી લાગણીઓને એટલી મુક્ત કરો કે
બીજાંઓ પ્રત્યે અમે તેને વહાવી શકીએ.
અમારા મનને એટલું સંવેદનશીલ કરો કે
બીજાંઓ ક્યાં ઘવાય છે તે અમે જોઈ શકીએ.
અમારા હ્રદયને એટલું ખુલ્લું કરો કે
બીજાંઓનો પ્રેમ અમે ઝીલી શકીએ.
અમારા ચિત્તને એટલું વિશાળ કરો કે
પોતાના ને પારકાના ભેદથી ઓપર ઊઠી શકીએ.





Post a Comment

0 Comments