Oh God ! Eliminate this transition by taking the chakra of ''Srujamyaham''

સૃજામ્યહમ નું ચક્ર ધરી આ સંક્રમણ ને હટાવો.


તવ નિર્મિત આ સુંદર સૃષ્ટિ માનવ ધન્ય બચાવો,
સૃજામ્યહમ નું ચક્ર ધરી આ સંક્રમણ ને હટાવો...(૩),

નશ્વરતા માનવ જીવનની નરી આંખથી દીઠી ,
સમર્થતા અસમર્થ બની છે અસ્તિત્વની છે ભીતિ,
ગલિત ગાત્ર સાધન સંપન્ન પણ સત્તા દિશ ભુંજાવો, 
સૃજામ્યહમ નું ચક્ર ધરી આ સંક્રમણ ને હટાવો.

વીપડીગ્તા માનવતા રડતી અશરણ માનવ લખો, 
'तमसो मा ज्योतिर्गमय' પ્રભુ અજવાળું થઈ વ્યાપો,
સર્વ સમસ્યાઓ નો હલ તુંહી વધુ વિનાશ નિવારો, 
સૃજામ્યહમ નું ચક્ર ધરી આ સંક્રમણ ને હટાવો.

હે યોગેશ્વર દાદા,તાઈ ખરું શરણ છો અમારું, 
સંભવામિ શબ્દ બ્રમ્હ થી ઊર્જિત જીવન અમારું,
દીદી અમ પૃથ્વી સર્વા છે...(૨) બ્રમ્હ દીપ જલાઓ,
સૃજામ્યહમ નું ચક્ર ધરી આ સંક્રમણ ને હટાવો.

સ્વાધ્યાય મંત્ર થી જગત પ્રકાશે,ઘર ઘર મંદિર સોહે,
સંવાહકો ની સંગ સદા તમે આરો હે અવરોહે,
કૃતાંજલિ કરીયે વંદન હવે શેષ બધું સંભાળો,
સૃજામ્યહમ નું ચક્ર ધરી આ સંક્રમણ ને હટાવો.

તવ નિર્મિત આ સુંદર સૃષ્ટિ માનવ ધન્ય બચાવો,
સૃજામ્યહમ નું ચક્ર ધરી આ સંક્રમણ ને હટાવો...(૩)


માનવ જાતને માનવની નશ્વરતા,સમર્થ અસહાયતા અને અસ્તિત્વના સંઘર્ષનો અનુભવ થઈ રહ્યો છે.
સંસાધનો ની વિપુલતા અને સર્વે ક્ષેત્રો ની યશસ્વી પૂર્તિ પણ ગલિત ગાત્ર થઈ છે ત્યારે હે ! ભગવાન,તમેજ અંધારામાં અંજવાળું કરી શકો,તમેજ સમસ્યાઓનું નિવારણ કરી શકો,આયુરારોગ્ય તમેજ ટકાવી શકો,
તમારા સૃષ્ટિ સર્જન અને મનુષ્ય સર્જન ને બચાવો,તમારા કાર્યને,વિચારોને,પ્રયોગોને અને અને અમારા જેવા એના વાહકોને સંભાળો,અમારા જીવન માર્ગની આ મહા ભયાનક અટકાયત ને દૂર કરો,તમારા ''સુજામિ'' અને ''સંભવામિ'' આ બે શબ્દો પર અમારા વ્હાલા દીદીજીને સંપૂર્ણ શ્રદ્ધા છે ,
તમારી પાસે અને પુંજનીય દાદા અને તાઈ પાસે આ એકજ માંગણી છે.

श्रद्धा: मेधा : यश प्रज्ञा:
विद्या :  बुद्धि : श्रीयम: बलम:
आयुष्यम: तेज: आरोग्यम
देहने अव्यं वाहन:

 

Post a Comment

0 Comments